સ્મૃતિ ઈરાનીની ‘મદીનાની ઐતિહાસિક યાત્રા’ પર આવી ચર્ચા કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો બે દિવસીય સાઉદી અરેબિયાનો પ્રવાસ હાલ સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સ્મૃતિ ઈરાનીના શબ્દોમાં આ પ્રવાસ સમયે તેમણે ‘મદીનાની ઐતિહાસિક યાત્રા કરી’.
તેઓ મસ્જિદ-એ-નબવી (હઝરત મહમદની મસ્જિદ), જબલ-એ-અહલ અને મુસલમાન સમુદાયની પહેલી ઇબાદતગાહ મનાતી મસ્જિદ-એ-કુબા ગયાં હતાં.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ પ્રવાસ બાબતે સાઉદી અધિકારીઓનો ધન્યવાદ વ્યક્ત કર્યો અને તેને ભારત અને સાઉદી વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોનું પરિચાલક ગણાવ્યું.
ભારતીય મીડિયામાં કહેવાય છે કે આવું પહેલીવાર થયું છે કે મદીનામાં કોઈ બિન મુસ્લિમ શીર્ષમંડળનું સ્વાગત કરાયું હોય.
સાઉદી પર્યટનની વેબસાઇટ ‘વિઝિટ સાઉદી’ મુજબ બિન મુસ્લિમ વ્યક્તિ ‘મક્કા’ અને ‘મદીના’ની પવિત્ર મસ્જિદો જેમકે મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશી નથી શકતા.
જોકે, તેની ચારે બાજુ રહેલાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો બધા માટે ખુલ્લાં છે.
સ્મૃતિ ઈરાનીની આ મુલાકાત કેમ મહત્ત્વપૂર્ણ છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
X પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.X કન્ટેન્ટ પૂર્ણ
લઘુમતી બાબતોનાં મંત્રી સ્મૃતિ ઈરાની સોમવારથી સાઉદી અરેબિયાના બે દિવસના સત્તાવાર પ્રવાસે ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમની આ મુલાકાત સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધોને વધારે સુદૃઢ બનાવવાના રાજકીય હેતુનો ભાગ છે.
તેમની આ મુલાકાત સમયે વિદેશ રાજ્ય મંત્રી સી મુરલીધરન અને એક ડેલિગેશન પણ ગયું છે. ભારતીય ડેલિગેશને જેદ્દાહમાં ઊતર્યા બાદ મદીનાની પણ મુલાકાત લીધી.
ભારતીય મીડિયા મુજબ આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ ભારત અને સાઉદી અરબ વચ્ચે 2024ની હજ યાત્રા માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. જે મુજબ 2024ની હજ માટે ભારતીય હજ યાત્રીઓની સંખ્યા 1,75,025 નક્કી કરાઈ છે.
તેમણે ભારતીય હજ યાત્રીઓને સારી સુવિધાઓ મળી રહે તેવા હેતુ સાથે ભારતીય હજ વૉલેન્ટિયર્સ, અધિકારીઓ અને ઉમરાહ માટે આવેલા ભારતીય નાગરિકો સાથે વાત કરી.
તેમણે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકો અને ત્યાંના વેપારી પ્રતિનિધિ મંડળ સાથે વાત કરી.
દિલ્હીથી બીબીસી સંવાદદાતા શકીલ અખ્તર મુજબ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. સાઉદી કંપનીઓ ભારતમાં મોટાપાયે મૂડીરોકાણ કરી રહી છે. સાઉદી અરેબિયામાં 25 લાખથી વધારે ભારતીયો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
ભારતીય મીડિયાએ સ્મૃતિ ઈરાનીએ મદીનામાં સ્વાગતને અસાધારણ અને ઐતિહાસિક ગણાવ્યું છે. ભારતના સરકારી ટીવી ચૅનલ દૂરદર્શને પોતાના એક સમાચારમાં કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વિદેશ રાજ્ય મંત્રી સી મુરલીધરન સાથે સાઉદી અરબના શહેર મદીનાના ઐતિહાસિક પ્રવાસે છે.
દૂરદર્શનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ પહેલો અવસર છે જ્યારે એક બિન મુસ્લિમ ડેલિગેશનનું સ્વાગત મદીનામાં કરાયું હોય.
રિપોર્ટમાં કહેવાયું છે કે આ “ભારત અને સાઉદી અરબના અસાધારણ સંબંધો”નું સૂચક છે.
સ્મૃતિ ઈરાનીએ મદીનામાં પોતાની મુલાકાત સમયે મસ્જિદ-એ-નબવીની ચારે તરફથી લેવાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી. ભારતીય ડેલિગેશને ઉહદના પર્વતો અને મસ્જિદ-એ-કુબાની પણ મુલાકાત લીધી.
ભારતીય મીડિયામાં કહેવાયું છે કે સ્મૃતિ ઈરાનીની આ મુલાકાતથી ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સમજૂતીઓ અને સહયોગ વધારવામાં મદદ મળશે.
સાઉદી અરબમાં ‘ક્યાં’ નથી જઈ શકતા બિન મુસ્લિમ લોકો

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયામાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બનાવાયેલી વેબસાઇટ વિઝિટ સાઉદીએ ટૂરિસ્ટ વિઝાધારકો માટે એ સંદેશ છાપ્યો છે કે મક્કા અને મદીનાનાં પવિત્ર શહેરો માત્ર મુસ્લિમ પર્યટકો માટે ખુલ્લા છે. જ્યાં દરવર્ષે લાખો મુસ્લિમ યાત્રીઓ આવે છે.
અમેરિકાના દૂતાવાસની વેબસાઇટ પર કહેવાયું છે કે સાઉદી સરકારે બિન મુસ્લિમ લોકો પર કેન્દ્રીય મક્કા શહેર અને મદીનાનાં ધાર્મિક સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધો લગાવેલા છે.
પણ વિઝિટ સાઉદી અનુસાર બે પવિત્ર શહેરો વચ્ચે એવાં કેટલાંય સ્થળો છે, જે તેમની “સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસ જણાવે છે અને તે બધા માટે ખુલ્લાં છે.”
સાઉદી અરેબિયાની વિઝા વેબસાઇટ મુજબ બિન મુસ્લિમ લોકોને મદીના ફરવા આવવા માટેનું આમંત્રણ આપી શકાય છે.
પરંતુ મસ્જિદ-એ-નબવી અને તેના પરિસરની પવિત્રતાને યથાવત્ રાખવા અહીં તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે.
એમાં એમ પણ કહેવાયું છે કે બિન મુસ્લિમ લોકો સામાન્ય રીતે સાઉદીમાં ધાર્મિક સ્થળો જેમ કે મસ્જિદોમાં પ્રવેશી નથી શકતા પણ તેમાં કેટલાક મામલાઓમાં છૂટ અપાય છે. “ઉદાહરણ તરીકે બિન મુસ્લિમ લોકોને મક્કાની મસ્જિદ-અલ હરામના બહારના વિસ્તારોની મુલાકાત લેવાની પરવાનગી છે. પણ તેઓ તેની અંદર પ્રવેશ નથી કરી શકતા. તમે તમારી યોજના મુજબ દરેક ધાર્મિક સ્થળ વિશે વિશેષ નિયમો જોઈ શકો છો.”
સાઉદી અરેબિયામાં અમેરિકી મિશનના 30 મે, 2023ના અહેવાલ મુજબ 23 જુલાઈએ મક્કા પોલીસે કહ્યું હતું કે તેમણે એ સાઉદી વ્યક્તિની ધરપકડ કરી છે જેણે એક યહૂદી રિપોર્ટરને મક્કામાં પ્રવેશ કરવામાં મદદ કરી હતી.
તેણે કહ્યું હતું, “આ મક્કામાં બિન મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધના કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું.”
સોશિયલ મીડિયા પર શું કહે છે લોકો?

ઇમેજ સ્રોત, Getty Images
18 જુલાઈએ ઇઝરાયલની ચૅનલ 13 ન્યૂઝે એક પત્રકારના 10 મિનિટનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં તેમને મસ્જિદ-અલ હરામ સામેથી પસાર થતા અ જબલ-એ-રહમત ચઢતા બતાવાયા હતા.
અમેરિકી રિપોર્ટ મુજબ મુસલમાનો અને સાઉદીના નાગરિકોએ આ બાબતે દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
મક્કા અને મદીનાની બે સૌથી પવિત્ર મસ્જિદોના મામલાઓની દેખરેખ રાખતી સંસ્થાના પ્રમુખ અબ્દુર્રહેમાન અલ સદીસે સાઉદી પવિત્ર સ્થળના સમ્માન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે કોઈ ઉલ્લંઘનને સહન નહીં કરી લેવાય, પછી ભલે તે કોઈ પણ રાષ્ટ્રના હોય.
સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઈરાનીની મદીના મુકાલાત વિશે ટિપ્પણી કરી છે.
એક ભારતીય યૂઝરે લખ્યું, “સ્મૃતિ ઈરાની મદીના ફર્યાં છે.”
વંદના સોનકર નામના એક યૂઝરે એક્સ પર લખ્યું, “સ્મૃતિ ઈરાની મદીના ફરી રહ્યાં છે, ભક્તો આ વિશે કંઈ કહેવા માગે છે?”
તો પાકિસ્તાનના એક યૂઝર કિરણ બટ તેને ભારત અને સાઉદી અરબ વચ્ચેના રાજકીય સંબંધોની નવી ઊંચાઈ ગણાવે છે પણ કેટલાક યૂઝર તેમની મદીનામાં ઉપસ્થિતિ પર વિવિધ પ્રકારના વાંધા રજૂ કરતા પણ દેખાયા.














