શાહરુખ ખાન, કિઆરા અડવાણી સહિતનાં સ્ટાર્સ મેટ ગાલા 2025માં, જુઓ તસવીરો

શાહરુખ ખાન મેટ ગાલામાં પહેલી વાર પહોંચ્યા, કિઆરા અડવાણી અને ઈશા અંબાણી સહિતનાં ભારતીય સેલિબ્રિટીની તસવીરો જુઓ.

બોલીવૂડ ઍક્ટર શાહરુખ ખાને વર્ષની સૌથી મોટી ફૅશન નાઇટ, મેટ ગાલા 2025માં પહોંચ્યા હતા. આ પહેલી વખત છે જ્યારે શાહરુખ ખાન મેટ ગાલામાં પહોંચ્યા હોય.

મીડિયા અહેવાલ અનુસાર શાહરુખ ખાન મેટ ગાલામાં ભાગ લેનારા પહેલા ભારતીય પુરુષ અભિનેતા બન્યા છે.

શાહરુખ ખાન ઉપરાંત કિઆરા અડવાણી, દિલજિત દોસાંજ, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણી સહિતનાં સેલિબ્રિટીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કિઆરા અડવાણીએ ભારતીય ડિઝાઇન ગૌરવ ગુપ્તાના ગાઉનમાં જોવાં મળ્યાં હતાં.

શાહરુખ ખાનનો ડ્રેસ ભારતીય ડિઝાઇનર સવ્યસાચીએ તૈયાર કર્યો હતો. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ ઇવેન્ટમાં સાથે જોવાં મળ્યાં હતાં.

ફૅશનની દુનિયાનું સૌથી મોટું આયોજન મેટ ગાલા હાલ ન્યૂ યૉર્ક શહેરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં ચાલુ રહ્યું છે. આ કાર્યક્રમ મ્યુઝિયમની કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે રૂપિયા એકઠા કરવા માટે યોજાય છે. આ વર્ષે મેટ ગાલાની થીમ છે, 'સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ'.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન