રોમિયો જુલિયટ: 16 વર્ષની ઉંમરે ફિલ્માવ્યો 'ન્યૂડ સીન', હવે 70ની ઉંમરે કર્યો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્ટીવન મૅકિન્ટોસ
- પદ, બીબીસી સંવાદદાતા

- પૅરામાઉન્ટ ફિલ્મની આ મૂવીનું નિર્દેશન ફ્રૅન્કો જૅફ્રિલીએ કર્યું હતું
- લિયોનાર્દ વ્હાઇટનિંગ અને ઓલિવિયા હસીની ઉંમર હવે 70 વર્ષની નજીક છે
- ‘રોમિયો ઍન્ડ જુલિયટ’માં કામ કરનારા કલાકારોએ ‘ન્યૂડ સીન’ કરાવવા બદલ પૅરામાઉન્ટ પિક્ચર્સ સામે કેસ દાખલ કર્યો છે

1968ની ફિલ્મ ‘રોમિયો ઍન્ડ જુલિયટ’માં કામ કરનારા કલાકારોએ ‘ન્યૂડ સીન’ કરાવવા બદલ પૅરામાઉન્ટ પિક્ચર્સ સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ અમેરિકાનો છે.
તેમનો આરોપ છે કે ફિલ્મમાં સામેલ એક ‘ન્યૂડ સીન’ કરાવવા માટે તેમને જાતીય શોષણ અને જાતીય સતામણીમાંથી પસાર થવું પડ્યું હતું.
પૅરામાઉન્ટ ફિલ્મની આ મૂવીનું નિર્દેશન ફ્રૅન્કો જૅફ્રિલીએ કર્યું હતું.
ફિલ્મના કલાકારો લિયોનાર્દ વ્હાઇટનિંગ અને ઓલિવિયા હસીએ જ્યારે તેમાં કામ કર્યું હતું, એ સમયે તેમની ઉંમર 16 અને 15 વર્ષ હતી.
લિયોનાર્દ વ્હાઇટનિંગ અને ઓલિવિયા હસીની ઉંમર હવે 70 વર્ષની નજીક છે.
બંનેનું કહેવું છે કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ડાયરેક્ટર ફ્રૅન્કો જૅફ્રિલીને તેમને એક ન્યૂડ સીન કરવા કહ્યું હતું.
જ્યારે તેમણે અગાઉ બાંયધરી આપી હતી કે તેમની સાથે આવા સીન નહીં કરાવાય. આ બંનેએ તેના માટે 50 કરોડ ડૉલરનું વળતર માગ્યું છે.
કેસની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કારણસર બંને બ્રિટિશ ઍક્ટર્સ ઘણી ભાવનાત્મક મુશ્કેલીમાં હતાં. તેઓ દાયકાઓ સુધી માનસિક સમસ્યા સામે લડી રહ્યાં હતાં. ફિલ્મના પ્રીમિયમ બાદ તેમને જાણવા મળ્યું કે તેમને ઘણું ઓછું કામ મળી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે પૅરામાઉન્ટે આ કેસ પર તેમના વતી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

‘છેતરપિંડી થઈ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લિયોનાર્દ વ્હાઇટનિંગ અને ઓલિવિયા હસીએ જણાવ્યું હતું કે જૅફ્રિલીનું 2019માં નિધન થઈ ગયું હતું.
તેમણે કહ્યું કે, “જૅફ્રિલીએ કહ્યું હતું કે શૂટિંગમાં અમને સ્કિન કલરના અંડરવૅર પહેરાવવામાં આવે, પરંતુ જે દિવસે સવારે શૂટિંગ શરૂ થયું, ત્યારે તેઓ બૉડી મેક-અપ સાથે ન્યૂડ સીન કરવાનો અનુરોધ કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે જો આ સીન નહીં કરે તો ફિલ્મ ફ્લૉપ થઈ જશે.”
બંને અભિનેતાએ કહ્યું કે, “ડાયરેક્ટરે એ લોકોને કહ્યું હતું કે કૅમેરો એવી રીતે ગોઠવાશે કે તેમના શરીરના કેટલાક ખાસ ભાગને પકડે નહીં. બંનેએ કહ્યું , “અમને લાગે છે કે એ સમયે અમારી પાસે એ સીન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.”
જોકે ફિલ્મમાં વ્હાઇટનિંગના શરીરનો પાછળનો ભાગ અને હસીની ‘બ્રેસ્ટ’ થોડી વાર માટે દેખાયાં.
અરજી અનુસાર, “બંને ઍક્ટર્સે જૅફ્રિલી પર મુખ્ય રૂપથી છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે પૅરામાઉન્ટ પિક્ચર્સ એ વાત જાણતું હતું અથવા તેમને એ ખબર હોવી જોઈતી હતી કે બંને ઍક્ટર્સના નગ્ન શરીર છૂપી રીતે અને ગેરકાયદેસર રીતે બતાવવામાં આવ્યા છે.”
તેમના આ નિવેદનના આધારે વકીલોએ કહ્યું છે કે ફિલ્મના દૃશ્યે અભદ્રતા અને બાળકોના શોષણ સામે બનેલા કૅલિફોર્નિયા અને સંઘીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

કાયદાનું ઉલ્લંઘન

ઇમેજ સ્રોત, Getty Images
લિયોનાર્દ વ્હાઇટનિંગ અને ઓલિવિયા હસીના બિઝનેસ મૅનેજર ટોની મૅરિનોજીએ કહ્યું હતું કે, “પૅરામાઉન્ટ પિક્ચર્સ સ્ટુડિયોએ બંને સાથે છેતરપિંડી કરી છે.”
બંનેએ એ ડરના કારણે કાયદાકીય કાર્યવાહી કરી ન હતી કે તેનાથી તેમની કારકિર્દીને નુકસાન થશે. લોકો તેમના પર વિશ્વાસ પણ કરશે નહીં.
મૅરિનોજીએ કહ્યું હતું કે “તેમની પાસે પોતાની કહાણી કહેવાનો કોઈ રસ્તો ન હતો. એ પણ નિશ્ચિત ન હતું કે લોકો તેમની કહાણી સાંભળશે જ.”
તેમણે જણાવ્યું હતું કે “આજે અમે ‘મી ટૂ’ જેવું આંદોલન અને આ પ્રકારની વસ્તુઓના વિરોધને બીજા મંચ જોઈ રહ્યા છીએ, પરંતુ એ સમયે આ પ્રકારની ફરિયાદનો કોઈ મંચ ન હતો. એ જ કારણ છે કે તેમને આ વસ્તુ સામે લડતાં-લડતાં આટલા લાંબા સમય સુધી રહેવું પડ્યું.”
બંનેના વકીલ સોલોમન ગ્રેસનનું કહેવું છે કે “સગીરની નગ્ન તસવીરો લેવી ગેરકાયદેસર છે. એ ન બતાવવી જોઈએ.”
તેમણે કહ્યું હતું કે, “1960ના દાયકામાં બંને ઘણાં નાનાં હતાં. આ બાળકોને તેમની સાથે શું થઈ રહ્યું છે એ ખબર નહીં હોય. અચાનક તેઓ પ્રસિદ્ધ થઈ ગયાં. તેમણે વિચાર્યું પણ નહીં હોય કે બાળપણમાં એમની સાથે કંઈક આવું થયું હશે અને તેમને શું કરવું તેની ખબર નહીં હોય.”

હસીએ ન્યૂડ સીનનો બચાવ કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
હસીએ 2018માં ‘વૅરાયટી’ મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ન્યૂડ સીનનો બચાવ કર્યો હતો.
એ સમયે તેમણે કહ્યું હતું કે, “મારી ઉંમરની કોઈ વ્યક્તિએ આ પહેલાં આવું ક્યારેય કર્યું ન હતું. જૅફ્રિલીએ સુરુચિપૂર્ણ આ સીનને ફિલ્માવ્યો હતો. ફિલ્મ માટે જરૂરી હતું.”
એ વર્ષે જ ફૉક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “અમેરિકામાં આ પ્રકારના સીન ‘ટૅબૂ’ મનાતો હતો, પરંતુ યુરોપિયન ફિલ્મોમાં ‘ન્યૂડિટી’ સામાન્ય હતી.”
હસીએ કહ્યું હતું કે, “આ કોઈ મોટી સમસ્યા ન હતી. લિયોનાર્દોને આમાં (સીન કરતાં સમયે) કોઈ સંકોચ થયો ન હતો. સીન ફિલ્માયા દરમિયાન હું તો આ સાવ ભૂલી ગઈ હતી કે લિયોનાર્દોએ કંઈ પહેર્યું પણ છે.”
એ સમયે આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. શેક્સપિયરની કૃતિઓને સમજાવવા માટે ઘણી પેઢીઓને આ ફિલ્મ બતાવવામાં આવે છે.
આ ફિલ્મને ચાર પુરસ્કારોના નૉમિનેશન પણ મળ્યાં હતાં. તેમાં શ્રેષ્ઠ ડિરેક્ટર અને શ્રેષ્ઠ પિક્ચરના ઍવૉર્ડ માટે નૉમિનેશન પણ સામેલ હતા, પરંતુ ફિલ્મ એ બે ઑસ્કાર શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને શ્રેષ્ઠ કૉસ્ચ્યુમ ડિઝાઇનના જીત્યા છે.














