એવી બીમારી, જેમાં શરીર નાનું થતું હોય એવું લાગે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોબર્ટા એંઘેલીએન્યૂ
- પદ, બીબીસી ફ્યૂચર
9 વર્ષનો જોશ ફર્થ તેમનાં માતિપિતા સાથે ગાડીમાં જઈ રહ્યો હતો અને તેણે રોડની બંને તરફ ઇમારતોમાં કંઈક વિચિત્ર ઘટી રહ્યું હોવાનો અનુભવ કર્યો. તેને લાગ્યું કે ઇમારતોનું કદ મોટું થઈ રહ્યું છે.
આવો અનુભવ તેને પહેલીવાર નહોતો થઈ રહ્યો. એક દિવસ સ્કૂલ પછી જોશ કે જેઓ કૅનેબરા (ઑસ્ટ્રેલિયા)માં રહે છે, તેણે તેનાં માતા સોન્જાને કહ્યું, “(મને) શિક્ષકોના ચહેરા મોટા થઈ રહ્યા હોય અને વર્ગખંડની દીવાલો દૂર જઈ રહી હોય એવું લાગી રહ્યું હતું.”
સ્કૂલમાં ચૅસ રમતી વખતે એક વાર તેણે નોંધ્યું કે, “આંગળીઓ પહોળી થઈ રહી છે અને એટલી હદે એ મોટી થઈ રહી હોય એવું લાગ્યું કે તે ચેસનું મહોરું ઉઠાવવામાં સક્ષમ નથી.”
રાત્રે આવા અનુભવો વધુ ડરામણા બની જતા હતા.
“રૂમના દીવાલોની ધાર બદલાઈ રહી છે, દીવાલો સંકોચાઈને વચ્ચે બંધ કરી રહી છે.” સોન્જા કહે છે કે આનાથી જોશને રાત્રે ડરામણા સ્વપ્ન આવવા લાગ્યા.”
તેઓ કહે છે, તેમના દીકરાએ કેટલીક વાર તેમને કહ્યું કે, તેનો અવાજ તેને બદલાયેલો લાગે છે અને વાતોનો “ધ્વનિ ઓછો તથા લય ધીમો અનુભવાય છે.”
પરિવારને આ બધું શું થઈ રહ્યું છે એ સમજવામાં બે વર્ષ થયાં. જોશને ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ સિંડ્રમની બીમારી હતી, જેને ટૉડ સિંડ્રમ પણ કહેવાય છે.

આ બીમારીમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ સિંડ્રમમાં વ્યક્તિનો તેની આસપાસના વિશ્વને જોવાનો અનુભવ અસર પામે છે તથા તેઓ જે જગ્યા રોકે છે અને તેમના પોતાના શરીરના કદ વિશેના તેમના અનુભવમાં ખલેલ ઊભી થાય છે. એમાં દૃષ્ટિ તથા સમય બંને પરિબળો સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ સિંડ્રમની 40 દૃષ્ટિ બાધિત લાક્ષણિકતાઓના 40 પ્રકારમાંનું આ માત્ર એક લક્ષણ છે.
કેટલાક દર્દીઓ તેમની સામે રહેલી વ્યક્તિઓના શરીરમાં વિવિધ ભાગોનો વધારો થતો હોવાના અનુભવ અને સામેની વ્યક્તિના ચહેરા સાથે ટૂંકો હાથ જોડાયેલો હોવાના અનુભવ થતા હોવાનું વર્ણન કરતા હોય છે.
બીજાં લક્ષણોમાં લોકો અથવા વસ્તુઓ સ્લૉ મૉશનમાં જતાં હોય એવું દેખાય છે કે પછી અસાધારણ ગતિમાં અથવા તો બિલકુલ હલી જ ન રહ્યાં હોય એવું લાગે છે.
સાંભળવાની ક્ષમતાને પણ અસર થાય છે. જેમને સિંડ્રમ હોય તમને લાગે છે કે તેમના કાનમાં ધ્વનિ કાં તો ધીમેથી કાં તો અસાધારણરૂપે એકદમ ઝડપથી સંભળાઈ રહ્યો છે.

બીમારીનાં કારણો વિશેનાં રહસ્યો

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની આંખો સામે જ શરીરનું સંકોચાવું અથવા સોજો આવવો, એનાથી અનુભૂતિ થાય છે કે તેઓ ખુદ કદ બદલી રહ્યા છે, એટલે તેને ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ બીમારી નામ આપવામાં આવ્યું છે.
કાલ્પનિક પાત્ર લૂઇસ કૅરોલ જે કંઈક જાદુઈ જળ પીવાથી સંકોચાઈ જાય છે અને કૅક ખાઈને કદ વધારી દે છે એના નામ પરથી આ નામ રખાયું છે.
એવું બની શકે કે કૅરોલ ખુદ આવી બીમારીથી પ્રેરિત થયેલાં હશે જે કદાચ કામચલાઉ દૃષ્ટિખામી જે ઘણીવાર માઇગ્રેનના દર્દીઓને થતું હોય છે એના લીધે સર્જાય છે. અન્યો કહે છે કે લેખક ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ સિંડ્રમથી ગ્રસ્ત હશે, જે ઍપિલૅપ્સી, નશીલા પદાર્થના સેવનથી અથવા ચેપના લીધે સક્રિય થાય છે.
1955માં તબીબોએ તેને સિંડ્રમ એટલે કે એક પ્રકારની બીમારી તરીકે વર્ણવ્યો હતો અને તેના કેટલાંક લક્ષણો એ પહેલાં નોંધવામાં પણ આવ્યાં હતાં છતાં ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ થવાનાં કારણો પર રહસ્યો જ રહ્યાં છે અને ઍલિસને ખુદ એ વધુ જિજ્ઞાસાયુક્ત લાગ્યું હશે.

લોકોમાં આ બીમારીનું પ્રમાણ કેટલું છે?

ઇમેજ સ્રોત, SONJA FIRTH
પહેલાં આ બીમારી નુકસાનકારક નહોતી ગણાતી અને મેડિકલ સારવારની જરૂર નહોતી. બીમારીનાં કેટલાંક લક્ષણો સાધારણ પ્રમાણમાં વસ્તીમાં જોવા મળતાં અને કિશોરાવસ્થાના 30 ટકા લોકોમાં મંદ અથવા ક્ષણિક અનુભવો જોવા મળ્યા છે. કફની કેટલીક દવાઓ અને ગેરકાનૂની નશીલાપદાર્થોથી પણ એ સક્રિય થાય છે.
પરંતુ આસપાસ બધું અનુભવવામાં થતો બદલાવ કંઈક વધુ થઈ રહ્યું હોવાથી થાય છે. બાળકો-વયસ્કોમાં ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ સિંડ્રમ માટે સ્ટ્રૉક, બ્રેઇન ટ્યૂમર, એન્યૂરિઝમ્સ, વાઇરલ ઇન્ફૅક્શન, ઍપિલેપ્સી, માઇગ્રેન, આંખના રોગો અને માનસિક રોગો જેવા કે ડિપ્રેશન અને સ્કિઝોફ્રૅનિયા સહિતનાં વિવિધ કારણો સૂચવવામાં આવે છે.
લાઇમની બીમારી, H1N1 તાવ અને કૉક્સેકીવાઇરસ B1 જેવા ઇન્ફૅક્શન સાથે પણ એને સાંકળવામાં આવે છે. એક અભ્યાસમાં એને ક્ર્યૂઝફેલ્ટ-જૅકબ બીમારીના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એ બીમારી જે ઝડપથી વિકસે છે અને ઘણીવાર મગજના સ્રાવ સંબંધિત બીમારી ‘મૅડ કાઉ’ બીમારી તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીમારીને ગંભીરતાથી લેવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
લૅડેન યુનિવર્સિટી – નૅધરલૅન્ડના ક્લિનિકલ સાઇકૉપૅથૉલૉજીના પ્રોફસર જેન ડર્ક બ્લૉમ ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ પર સંશોધન કરનારા ગણતરીના સંશોધકોમાંથી એક છે. તેઓ આ બીમારીનાં લક્ષણો ધરાવતા દર્દીઓને ગંભીરતાથી લે એના પર ભાર મૂકે છે.
તેઓ કહે છે કે તાજેતરના દાયકાઓમાં આ બીમારીની ઓળખ અને નિદાનમાં વધુ સુધારો નથી આવ્યો. એટલે વર્ષો સુધી એનું નિદાન જાણબહાર રહી જતું હોય છે.
ઇંગ્લૅન્ડના જિલિયાન હૅરિસનું 6 વર્ષ પહેલાં નિદાન થયું હતું તેમની વય 48 વર્ષ છે. પણ ખરેખર નાની ઉંમરથી એનાથી પીડાઈ રહ્યા હતા. 16 વર્ષની ઉંમરે તેમનું ઍપિલેપ્સીનું નિદાન થયું હતું.

મગજમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ કેટલાકને અસર કરે છે અને કેટલાકને નહીં. એવું કેમ બને છે એના પર અભ્યાસ ચાલુ છે.
પ્રોફેસર બ્લોમ અનુસાર એના પાછળ જિનેટિક્સ જવાબદાર હોઈ શકે પણ એના માટે વધુ પુષ્ટિ કરવાની જરૂર છે.
બાળકોમાં ઇન્સેફેલાઇટિસ એટલે કે મગજમાં સોજો આવી જવાની બીમારી જે એપ્સ્ટેઇન-બાર વાઇરસથી થાય છે એના લીધે સામાન્યપણે ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’નો રોગ થતો જોવા મળે છે.
બ્રેઇનનું ઇમેજિંગ કરવાથી કેટલાક સંકેતો મળે છે. જે સૂચવે છે કે મગજના કોઈ ભાગમાં નિષ્ક્રિયતાને લીધે આ સિંડ્રમ થતો હોઈ શકે છે.
જે ઇજા, મગજ સંબંધિત નુકસાન અથવા તેમાં જ્વલનતાને લીધે થતા સમજવાની ક્ષમતાના સિગ્નલમાં ખલેલ ઊભી કરી દે છે.
બ્લોમ કહે છે કે છતાં મગજમાં શું થાય છે એને સમજવા ઘણું સંશોધન કરવાનું બાકી છે. પણ આ સિંડ્રમ એ શીખવે છે કે આપણે જે સમજીએ અને અનુભવીએ છીએ એ પ્રક્રિયા કેટલી જટિલ અને નિયંત્રિત હોઈ શકે છે.
પરંતુ ન્યૂરોસાયન્ટિસ્ટ મોહેબ કોસ્ટાન્ડિ કહે છે કે દર્દીના મગજનો અભ્યાસ કરવો સરળ નથી. કેમ કે આ બીમારી પણ દુર્લભ પ્રકારની છે એટલે લક્ષણો પણ ક્ષણિક અથવા ટૂંકાગાળા માટે રહે છે.
જિલિયાન તેમના અનુભવને વર્ણવતા કહે છે કે જ્યારે આ લક્ષણો તીવ્ર બની જાય તો, મુશ્કેલી અને જોખમ સર્જાય છે. એટલે તેઓ એકલા સ્ટેશન પર જવાનું ટાળે છે. કેમ કે તેઓ ત્યાં લક્ષણો અનુભવે તો સ્થિતિ જોખમાઈ શકે છે.
જિલિયાન કહે છે કે જ્યારે તેમને જ્યારે લક્ષણો અનુભવાય ત્યારે તેઓ અરીસામાં જુએ છે અને પોતાના ચહેરાને તથા તેના ભાવ જોવાથી તેનાં લક્ષણોનો સમયગાળો ઘટી જાય છે.
જોશ પણ હવે ખિસ્સામાં એક નાનો અરીસો રાખે છે.















