રૂમ, રસોડું કે બાથરૂમની સફાઈમાં વપરાતા વિનેગરનો ઉપયોગ ક્યાં ન કરવો એ જાણો છો?

વિનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

બાથરૂમના નળ પર જામી ગયેલો ક્ષાર દૂર કરવા નળ પર વિનેગર એટલે કે સરકો લગાવ્યો એની 25 મિનિટમાં જ એટલો નરમ બની ગયો કે તેને ટૂથબ્રશથી જ સાફ કરી શકાય.

#CleanTok હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ટ્રૅન્ડમાં આવો એક વીડિયો છે. આ ટ્રૅન્ડમાં ઑનલાઇન ગુરુઓ કાટ અને ડાઘ દૂર કરવાની સસ્તી અને સરળ યુક્તિઓ શેર કરે છે.

સવાલ એ થાય છે કે સાફ સફાઈનાં હજારો ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ હોવા છતાં વિનેગરના ઉપયોગની કેમ ભલામણ કરવામાં આવે છે.

બારીઓને ચોંટેલી ચિકાશ દૂર કરવાથી માંડીને સ્ટ્રૉબેરીને ધોવા અથવા ટૉઇલેટને ચકચકીત કરવા માટે વિનેગરનો ઉપયોગ કરવાનું શું ઓછું પડતું હતું કે તેને ડીશવૉશર, વૉશિંગ મશીનમાં ભેળવવામાં આવી રહ્યું છે. પ્રયોગશાળાઓમાં તેને જંતુમુક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો એવું શું છે વિનેગરમાં કે તે સફાઈમાં સૌની પહેલી પસંદ બન્યો છે?

બીબીસી ગુજરાતી
  • ઘરગથ્થુ વિનેગરનું પીએચ 2.2 જેટલું હોય છે જે સરેરાશ સૉફ્ટડ્રિન્ક કરતાં લગભગ 10 ગણું ઍસિડિક હોય છે.
  • સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિનેગર ઈ.કોલી સહિત અનેક પ્રકારનાં જીવાણુઓને મારી શકે છે.
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણોની અંદરની સફાઈ માટે વિનેગર ન વાપરવો જોઈએ કારણ કે તે એસિડિક પ્રવાહી છે જે ધાતુના ભાગોમાં કાટ પેદા કરી શકે છે.
  • બારીઓને ચોંટેલી ચિકાશ દૂર કરવાથી માંડીને સ્ટ્રૉબેરીને ધોવા અથવા ટૉઇલેટને ચકચકીત કરવા માટે વિનેગરનો ઉપયોગ થાય છે
  • સાફ સફાઈનાં હજારો ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ હોવા છતાં વિનેગરના ઉપયોગની કેમ ભલામણ કરવામાં આવે છે.
બીબીસી ગુજરાતી
વિનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

વિનેગર કે સરકો બે-ચરણની આથવણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તેના પહેલા ચરણમાં કોઈપણ પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ યીસ્ટને ખવડાવવામાં આવે છે, જે તેમની શર્કરાને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે.

ત્યારબાદ આ આલ્કોહોલ ઑક્સિજનના સંપર્કમાં આવે છે અને ફરીથી આથવણની પ્રક્રિયા કરે છે, આ વખતે યીસ્ટને બદલે ઍસિટોબૅક્ટર બૅક્ટેરિયા અને વોઇલા સાથે - આલ્કોહોલિક પ્રવાહી પાણી અને ઍસિટિક ઍસિડના મિશ્રણમાં ફેરવાય છે. તેને એક રાત માટે ખુલ્લું રાખવામાં આવે છે.

વિનેગરના ઍસિડિક ગુણધર્મને કારણે અતિ ઉપયોગી બની જાય છે. તેનો આ ગુણધર્મ કાપડ અને સપાટીને નુકસાન પહોંચાડ્યા વગર હઠીલા ડાઘ અને કાટને દૂર કરે છે.

ઘરગથ્થુ વિનેગરનું પીએચ 2.2 જેટલું હોય છે જે સરેરાશ સૉફ્ટડ્રિન્ક કરતાં લગભગ 10 ગણું ઍસિડિક હોય છે. જ્યારે કાટ કે ક્ષાર જામેલી સપાટી પર સરકો ઉમેરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું કૅલ્શિયમ કાર્બોનેટ સરકામાં રહેલા ઍસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કૅલ્શિયમ ઍસિટેટ નામનો ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આ કેલ્શિયમ ઍસિટેટ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે.

બીબીસી ગુજરાતી

વિનેગર હઠીલા બૅક્ટેરિયાને મારે છે

વિનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

વિનેગરનો બીજો ફાયદો તેના એન્ટિમાઇક્રોબિયલ ગુણધર્મો છે. જ્યારે કેટલાક વિશિષ્ટ બૅક્ટેરિયા એસિડિક વાતાવરણમાં પણ ટકી જાય છે. પરંતુ બૅકટેરિયા પરંપરાગત રીતે મીઠું અને વિનેગરનો ઉપયોગ કરીને બનાવેલા અથાણામાં પ્રવેશી શકતા નથી.

વિનેગરથી થતી સફાઈ આ જ તર્ક પર આધાર રાખે છે, અને સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિનેગર ઈ.કોલી સહિત અનેક પ્રકારનાં જીવાણુઓને મારી શકે છે. એટલે જ વિનેગર દાંતની સફાઈથી લઈને ફળો અને શાકભાજીને જંતુમુક્ત કરવા સુધીના ઉપયોગની વિશાળ શ્રેણી માટે અસરકારક હોવાનું જણાયું છે.

જોકે એવી પણ કેટલીક પરિસ્થિતિ છે જ્યાં વિનેગરનો ક્યારેય ન ઉપયોગ કરવો જોઈએ. જેમકે લાઇમસ્ટૉન, ટ્રાવર્ટાઇન અથવા ઓનીક્સ ફ્લોર, વર્કટોપ્સ અથવા ટાઇલ્સ વગેરે પર વિનેગરનો ઉપયોગ ન કરવો. તેના સરકો લગાવવાથી આ પથ્થરમાં રહેલા કૅલ્શિયમ કાર્બોનેટ સાથે ખાવાનો સોડા રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સરવાળે સપાટી તો સુંદર થઈ જાય પરંતુ તેમાં તેમાં છિદ્રો પડી જાય એવું બની શકે.

બીબીસી ગુજરાતી

ઈલેક્ટ્રોનિક્સમાં વિનેગરનો ઉપયોગ કરી શકાય?

વિનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

ઈલેક્ટ્રોનિક ઉપકરણોની અંદરની સફાઈ માટે વિનેગરની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તે એસિડિક પ્રવાહી છે જે ધાતુના ભાગોમાં કાટ પેદા કરી શકે છે. લૅપટૉપ અને કૉમ્પ્યુટર ઉપકરણની બહારની સપાટીને પાતળા કાપડ પર પાણી સાથે સરકો લગાવીને સાફ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિકલ ઉપકરણો સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ફરીથી પ્લગ ઇન ન કરવાં.

લેપટોપ અને ફોનની ટચસ્ક્રીનને પણ આલ્કોહોલ આધારિત ક્લિનર્સ વડે સફાઈ કરવાની ના પાડવામાં આવે છે. વિનેગરમાં રહેલી અશુદ્ધિઓ સર્કિટ બોર્ડમાં સમસ્યા ઊભી કરી શકે છે.

જોકે, એક ક્ષેત્ર છે જ્યાં વિનેગરનો ઉપયોગ ઘણો વધારે થાય છે અને તે છે ફિલ્મ કૅમેરાનું રિપૅરકામ. બૅટરી સાથે લાંબા સમય સુધી રાખેલા કૅમેરામાં ઘણીવાર બૅટરી લીક થઈ જાય છે અને કૅમેરા કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં જાપાન કૅમેરા હન્ટરના ટોક્યો સ્થિત કૅમેરા ડીલર બેલામી હંટ કહે છે કે વિનેગર એ ઉકેલ છે. તેઓ કહે છે, "તમારે બહુ વિનેગરની જરૂર નથી, માત્ર એક ટપકું મુકીને ધીરજ રાખો તો કામ થઈ જશે. ધીરજ એટલા માટે કે ઍસિડ ધીમેધીમે કાટને દૂર કરે છે.”

વિનેગર

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ ઉમેરે છે, "બૅટરી કમ્પાર્ટમેન્ટ માટે કોઈ વિનેગરથી વધુ સારો કે સસ્તો વિકલ્પ નથી. સિવાય કે લીંબુ તમારાં હાથવગા હોય."

ઑસ્ટ્રેલિયન કૅમેરા રિપૅરર બ્રૅટ રૉજર્સ વિનેગરના અન્ય ઉપયોગો પણ ગણાવે છે.

તેઓ કહે છે, "ખરેખર ગંદી કીટમાંથી ગંધ દૂર કરવા કે ઘરમાંથી આવતી વર્ષો જુની વાસ દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ શ્રેષ્ઠ છે.”

તેઓ ઉમેરે છે, "મેં તેનો ઉપયોગ ઝાંખા પડી ગયેલા કેટલાક લેન્સ પર પણ કર્યો છે. જુઓ, લેન્સ બહું ખરાબ થઈ ગયા હોય તો એમાં મારે કશું ગુમાવવાનું નથી, હું સફાઈ માટે ઍસિટોન કે વિનેગર વાપરીશ.”

જોકે રૉજર્સ ચેતવણી આપતા કહે છે કે હળવો વિનેગર પણ કૅમેરાના લેન્સના આવરણને નુકશાન પહોંચાડી શકે છે.

બીબીસી ગુજરાતી

શું વિનેગર ગંધને દૂર કરી શકે છે?

વિનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

વિનેગરમાં રહેલું એસિટિક ઍસિડ જલદ હોય છે અને તે બધાને માફક આવતું નથી. તે ઍમોનિયા જેવા ગંધયુક્ત (પેશાબમાંથી આવતી ગંધ) અને અને માછલી જેવી ગંધ ધરાવતા ટ્રાઈમિથાઈલેમાઈન આલ્કલાઇન રસાયણો સાથે પણ સહેલાઈથી પ્રતિક્રિયા કરે છે.

કેટલાક સફાઈ તજજ્ઞો એસિટિક ઍસિડને વરાળમાં ફેરવીને ઓરડામાં તીવ્ર ગંધથી છુટકારો મેળવવા વિનેગરને ઉકાળવાની ભલામણ કરે છે. જોકે આ પ્રયોગ અમલમાં મૂકતા સાંદ્ર ઍસિટિક ઍસિડથી આંખોમાં બળતરા થઈ શકે છે અને ઘરમાં આખાઘરમાં વિનેગરની ગંધ ફેલાઈ શકે છે.

ઝારિયા ગોર્વેટ, સ્ટીફન ડોલિંગ અને રિચાર્ડ ગ્રે દ્વારા

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી