તંદુરસ્ત રહેવા માટે આપણે દૂધ-દહીં ત્યાગી દેવાં જોઈએ?

વીગેનિઝમ
    • લેેખક, ઈવા ઓંતિવેરોસ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

વીગન આહારનું ચલણ આખી દુનિયામાં તેજીથી વધી રહ્યું છે. બીજી તરફ માંસની ખપત પણ ઝડપથી વધી રહી છે.

શું માણસને પોતાના આહાર ઉપર ફેર વિચારણા કરવાની જરૂર છે?

વીગન આહારનો મતલબ છે- માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી, ઈંડા અને મધ વગર ખાવું.

આમાં લોકો તમામ પ્રકારનાં ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ, દહીં, માખણ, ઘી અને છાશ સુદ્ધાં છોડી દે છે.

વીગન આની સાથે જ ચામડાં, ઊન અને એટલે સુધી કે મોતીનો ઉપયોગ પણ કરતા નથી.

આજકાલ છોડ/પ્લાન્ટ્સ આધારિત આહાર પણ ઑનલાઇન ટ્રેન્ડમાં છે.

જેને સોશિયલ મીડિયા ઉપર વીગન આહારની ફટાફટ પ્રસરતી આકર્ષક તસવીરોથી વધુ બળ મળી રહ્યું છે.

ચાલો આ વીગન મૂવમેન્ટ વિશે જાણીએ પાંચ વાતો.

line

વીગનનો ઇતિહાસ

પાયથાગોરસ

ઇમેજ સ્રોત, Getty Images

વીગન સોસાયટીની સ્થાપના બ્રિટનમાં ડોનાલ્ડ વૉટસને 1944માં કરી હતી, તેઓએ 'વીગન' શબ્દનો ઉપયોગ એ 'ડેરીની વસ્તુઓ વગરના શાકાહારીઓ' માટે કર્યો જે ઈંડા પણ ખાતા નથી.

વૉટસન, ડેરી ઉદ્યોગમાં જાનવરો ઉપર થઈ રહેલા અત્યાચારોથી ખૂબ જ દુ:ખી હતા પરંતુ તેમણે કટ્ટર શાકાહારી જીવનની શરૂઆત ના કરી.

માંસ વગરનું ભોજન પ્રાચીન ભારત અને પૂર્વીય ભૂમધ્ય સાગરની સંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં પ્રચલિત હતું.

કૉલિન સ્પેંસરના પુસ્તક 'વેજિટેરિયનીઝ્મ: એ હિસ્ટ્રી' અનુસાર ભારતમાં શાકાહારની પરંપરા ચાલતી આવી છે.

અહીંયા એ હિંદુ ધર્મના રૂપમાં સ્વીકાર્ય છે અને અપરિહાર્ય (ટાળી ન શકાય એ રીતે) રૂપે આ પવિત્ર ગાય અને મૃત્યુ બાદ આત્માઓના એક શરીરમાંથી અન્ય શરીરમાં પ્રવેશ સાથે જોડવામાં આવ્યું છે.

બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ અને જૈન ધર્મના અનુયાયી પણ શાકાહારની તરફેણ કરે છે, તેમનું માનવું છે કે મનુષ્યોએ અન્ય જાનવરોના દર્દનું કારણ ન બનવું જોઈએ.

ઈ.સ. પૂર્વે 500માં યૂરોપમાં યુનાની દાર્શનિક અને ગણિતજ્ઞ પાઇથાગોરસ તમામ પ્રાણીઓ તરફ પરોપકારના હિમાયતીમાંના એક હતા.

તેઓ માનતા હતા કે માણસનું માંસ ખાવું ખરાબ બાબત છે, એક જીવને મારીને જીવિતને તૃપ્ત કરવાથી એટલે કે અન્ય શરીરને પોતાના શરીરમાં મેળવવાથી માણસમાં લાલચ વધે છે.

હકીકતમાં, શાકાહારી શબ્દ ચલણમાં આવ્યા પહેલાં, જે લોકો માંસ નહોતા ખાતાં તેમને 'પાઇથાગોરિયન આહાર' લેનારા કહેવામાં આવતા હતા.

line

સ્વાસ્થ્ય ઉપર અસર

આરોગ્ય

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનમાં થયેલા એક તાજા સર્વે અનુસાર, માંસની ખપતમાં ઘટાડો કરવામાં રસ ધરાવનારા લોકોમાંથી 49% લોકોએ કહ્યું કે તેઓ આરોગ્યને લીધે આમ કરવાનું પસંદ કરશે.

કેટલાંક સંશોધનોથી ખબર પડે છે કે રેડ મીટ (બીફ) અને પ્રોસેસ્ડ મીટ (સૉસેઝેસ) ખાવાથી આંતરડાનું કૅન્સર થવાનું જોખમ વધી જાય છે.

2015માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કાર્સિનોઝેંસની યાદીમાં પ્રોસેસ્ડ મીટને ઉમેરતા કહ્યું કે સ્વસ્થ આહારનો મતલબ છે તેવું ભોજન જેમાં ફાઇબરની માત્રા વધુ હોય.

બહુ બધાં ફાળો અને શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરવાથી કૅન્સરના જોખમને ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે.

line

વીગન બનવાની અસર

હાલમાં જ કરવામાં આવેલા એક અધ્યયનમાં ઓમનીવોરસની સાથે શાકાહારી અને વીગન્સની સાથે સ્વાસ્થ્યની તુલના કરવાથી ખબર પડે છે કે- શાકાહારી અને વીગન હોવાનો નાતો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, પરંતુ એનો મતલબ એ નથી થતો કે આપ લાંબા સમય સુધી જીવિત રહેશો.

હવે એ પણ જાણી લો કે ડોનાલ્ડ વૉટસનનું મોત 95 વર્ષની ઉંમરે થયું હતું પરંતુ શાકાહારી આહારને સ્વાસ્થ્યના લાભો સાથે જોડવામાં સંદેહ યથાવત રહ્યો છે.

આની પાછળનું તથ્ય એ છે કે વીગન લોકોને વિટામીન ડી - જે માનવ શરીરમાં હાડકાં માટે જરૂરી છે, વિટામીન બી-12 જે સ્વાસ્થ્ય લોહી અને નર્વસ સિસ્ટમ માટે આવશ્યક છે અને આયોડીન, જે મસ્તિષ્ક અને થાયરૉઇડ ફંક્શન માટે જરૂરી છે, તે ના મળવાનું જોખમ હોય છે.

જેની પૂર્તિ કરવા માટે, વીગન્સને મજબૂત ખોરાક ઉપર નિર્ભરતા અને વિટામીન સપ્લીમેન્ટ્સની આવશ્યકતા પડી શકે છે.

line

પર્યાવરણને અનુકૂળ

પર્યાવરણ

ઇમેજ સ્રોત, Getty Images

તકલીફ એ છે કે જ્યાં એક તરફ લોકોમાં વીગન બનવા તરફની રૂચી વધી રહી છે, ત્યાં બીજી તરફ માંસની ખપતમાં વધારો થયો છે.

ચીન અને ભારત જેવા દેશ પહેલાંથી વધુ સમૃદ્ધ થયા છે અને અહીંની વસતિ ઝડપથી માંસાહાર તરફ જઈ રહી છે.

હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ, ધરતીના પ્રાકૃતિક સંસાધનો ઉપર વસતી વધવાને લીધે વળતા ભારણના અભ્યાસમાં એવાં તારણો આવ્યાં છે કે 2050 સુધીમાં હાલની તુલનામાં 70 ટકા વધુ ખોરાકની જરૂર પડશે, જેને લીધે અનાજનું સંકટ પેદા થઈ જશે.

આ અધ્યયનમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે માંસનાં ઉત્પાદનોના વધારાથી ગ્રીનહાઉસ ગૅસમાં વધારો થયો છે કારણકે પશુઓ મીથેન ગૅસનું ઉત્સર્જન કરે છે.

બીબીસીના એક અહેવાલ મુજબ 2013માં, સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને અહેવાલ આપ્યો છે કે 14.5% ગ્રીનહાઉસ ગૅસ ઢોરોને કારણે પેદા થાય છે.

જે આ દુનિયામાં હાજર તમામ કાર, ટ્રેન, જહાજ અને વિમાનમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગૅસો જેટલા જ પ્રમાણમાં છે.

માંસ ઉત્પાદન માટે વધુ સંસાધનોની જરૂર પડે છે.

જૉન રૉબિન્સનના પુસ્તક ધ ફૂડ રૅવલ્યૂશનમાં જણાવવામાં આવ્યું છે કે એક પાઉન્ડ લેટીસના ઉત્પાદન માટે જ્યાં 104 લીટર પાણીની જરૂરિયાત હોય છે ત્યાં એટલી જ માત્રામાં બીફ માટે 23,700 લીટર પાણીની જરૂર પડે છે.

સંયુક્ત રાષ્ટ્ર મુજબ વિશ્વની વર્તમાન વસતિ 7 અબજ છે અને અનુમાન છે કે 2050 સુધીમાં એ 9.5 અબજ સુધી પહોંચી જશે.

દુનિયાભરમાં કેટલા વીગન્સ છે જેનો કોઈ સ્પષ્ટ આંકડો તો ઉપલબ્ધ નથી પરંતુ દુનિયાભરમાં શાકાહારી સંઘો દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ સંખ્યા 55.0 કરોડથી 95.0 કરોડ સુધીનો અંદાજ છે.

આલોચક વીગનને એક નવા આહારની સનક જણાવીને નકારે છે પરંતુ વીગન કહે છે કે આ એક વધુ સમજદાર અને જવાબદાર લાઇફસ્ટાઇલ છે.

line

નવો વ્યવસાય

new business

ઇમેજ સ્રોત, Getty Images

ગ્લોબલ ડેટા રિપોર્ટ મુજબ એકલા અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વીગન વસતિમાં 600 ટકાનો વધારો થયો છે.

જ્યારે બ્રિટનમાં છેલ્લા એક દાયકા દરમિયાન વીગન વસતિ 400 ટકા વધી છે.

એક ગ્લોબલ ઉદ્યોગના રૂપમાં, એની અસર સમાનપણે નાટકીય રહી છે- 2017માં માંસરહિત ખોરાકની માંગમાં 1000 ટકાનો વધારો થયો છે અને 2018 માટે વીગન ફૂડને સૌથી મોટો ટ્રૅન્ડ માનવામાં આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ-જ્યાં સ્વસ્થ દેખાતા હસતા, ચમકતા લોકો તમને સ્વાદિષ્ટ ભોજન ચાખવા માટે લોભાવવાનો પ્રયાસ કરે છે-વીગન ખોરાક સાથે જોડાયેલા ગુરુઓ અને વ્યવસાય માટે આદર્શ લૉન્ચ પ્લેટફોર્મ બની ગયાં છે.

વીગન સાથે સંલગ્ન પોસ્ટ્સની સંખ્યા 9.2 કરોડથી પણ વધુ છે અને સતત વધી રહી છે.

ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલી બહુરાષ્ટ્રીય કંપનીઓ આ બાબતે ધ્યાન આપી રહી છે-દુનિયાની સૌથી મોટી ફૂડ કંપનીઓમાંથી એક નેસ્લેએ શાકાહારી ખાદ્ય પદાર્થોની માંગને જોતાં તેની સતત ઉપજ ઉપર ધ્યાન આપ્યું છે, તેમનું માનવું છે કે આ ટ્રૅન્ડ હજુ યથાવત રહેશે.

વીગન ફૂડે ટેક-અવે સેક્ટર ઉપર પણ પોતાની ખાસ્સી અસર પેદા કરી છે. આંતરરાષ્ટ્રીય ડિલીવરી સર્વિસ જસ્ટ ઇટ મુજબ વીગન 2018નો ટોપ કન્ઝ્યુમર ટ્રૅન્ડ છે.

દૂરદૃષ્ટિ રાખનારા ઉદ્યમી આની સંભાવના જોતા જ્યાં પણ તક મળે ત્યાં આ વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેમને આનો લાભ મળવાનું શરૂ પણ થઈ ગયું છે. વીગન ચીઝ ઇન્ડસ્ટ્રી 2020 સુધીમાં 4 અબજ ડૉલર થઈ જવાની સંભાવના છે.

line

વીગનનું નકારાત્મક પાસું

go vegan

ઇમેજ સ્રોત, Getty Images

વીગનની ઝુંબેશ જાનવરો પ્રતિ પ્રેમ અને તેમની સાર-સંભાળ રાખવાને મુદ્દે શરૂ થઈ હતી પરંતુ હાલના વર્ષોમાં તે વિવાદોમાં ઘેરાઈ છે અને તેની ટીકા પણ થઈ છે.

આ કટ્ટર પશુ કલ્યાણ કાર્યકર્તાઓને કારણે કેટલાંક ખેડૂતો અને કસાઈઓને નુકસાન વેઠવું પડ્યું છે.

માંસની દુકાનો ઉપર હુમલા થયા છે અને ઘણાં લોકોએ આ હિંસક રણનીતિની ટીકા કરી છે.

બ્રિટનના નૉર્થમ્બરલૅન્ડનાં એક ખેડૂત એલિસન વૉએ બીબીસીને જણાવ્યું કે તેમને પોતાના કામને લીધે ધમકી મળી છે. તેઓ કહે છે કે ખેડૂતોમાં આ બાબતે ડર છે.

તેમણે કહ્યું, "આ લોકો માંસ બજારમાં આવી જાય છે, ચર્ય તરફ દીવાલો ઉપર કલાકૃતિઓ બનાવે છે. આ ઠીક નથી."

"તમને પોતાની ગાયની ચિંતા થાય છે કે તેઓ આખી રાત સુરક્ષિત રહેશે કે નહીં."

સેવ મૂવમેન્ટ નામની એક સંસ્થાએ કહ્યું કે તે પોતાના પ્રચાર માટે અહિંસક માર્ગ અપનાવે છે. તેમના બ્રિટનમાં 42 અને દુનિયાભરમાં 100થી વધુ સમૂહ છે.

આ સંસ્થાના કાર્યકર્તાઓ કતલખાનાઓની બહાર નજર રાખે છે અને સાથે જ દુનિયાને વીગન ફૂડ તરફ વાળવા માટે સોશિયલ મીડિયા ઉપર પશુઓ સાથે થઈ રહેલા વર્તાવવાળી તસવીરો શેર કરે છે.

એક અન્ય જૂથ છે જે ઍવોકાડો, બદામ અને બ્રોકલી ખાવાને કારણે વીગનને ઢોંગી કહે છે કારણકે આ વીગન જાનવરોના શોષણના નિયમોને તોડે છે.

આ પ્લાન્ટ્સ પરાગણ (પોલીનેષન)ને કારણે મધમાખીઓ ઉપર આધાર રાખે છે- જો તેઓ આ સ્વેચ્છાએ કરે તો તેમના માટે એ યોગ્ય છે.

જે સ્થળે ઓછી મધમાખીઓ હોય ત્યાં ખેતી માટે મધપૂડાને મોસમ મુજબ બદામ, ઍવકાડો અને સૂરજમુખીના ખેતરોમાં એક પછી એક ટ્રકમાં લઈ જવાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન