પેટ પર ચરબી કેમ વધે છે? એને કેવી રીતે ઘટાડવી?

પેટ પર ચરબી કેમ વધે છે? એને કેવી રીતે ઘટાડવી?

ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પેટની ચરબી શરીરના અન્ય ભાગોમાં જમા થતી ચરબીથી અલગ હોય છે અને તેને અલગ રીતે ઉતારી શકાય અને શરીરના અન્ય ભાગોને તેની અસર નહીં થાય ઉપરાંત પેટની કસરતો વધારે કરવાથી પેટની આસપાસ જમા ચરબીને ઉતારી શકાય છે. પણ પેટની ચરબી પણ શરીરના અન્ય ભાગોમાં જમા ચરબીનો ભાગ જ છે.

કેટલાકને સમસ્યા એવી હોય છે કે શરીર પાતળું હોય પણ પેટ મોટું હોય છે. એટલે એવું નથી કે માત્ર પેટની ચરબી જ ઉતારી શકાય અને બાકીનું શરીરને યથાવત રાખી શકાય. એટલે જેમ જેમ શરીરની ચરબી ઊતરશે તેમ તેમ પેટની ચરબી પણ ઊતરશે.

પેટની ચરબી કેમ વધે છે?

પેટની ચરબી ઘટાડવા શું કરવું?
ઇમેજ કૅપ્શન, Belly fat workout : પેટની ચરબી ઉતારવા કેવી કસરતો કરવી?

પેટની આસપાસ જમા થયેલી ચરબી હકીકતમાં યકૃત અને પેટના અન્ય ભાગોની આસપાસ જમા થયેલું વિસેરલ વસા એટલે કે વિસેરલ ફેટ છે. જે યકૃતમાં લોહી પહોંચાડવા માટેની શિરાની આસપાસ હોય છે.

વધારે પડતું ગળ્યું, તેલયુક્ત ભોજન અને સોફ્ટડ્રિંક્સના વધારે પડતા સેવનને કારણે પેટની ચરબી વધે છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી તથા રિફાઇન્ડ ખાદ્યચીજોના વધારે ઉપયોગથી પણ પેટની ચરબી વધી શકે છે.

દારૂ નું સેવન અને શ્રમ વિનાનું બેઠાડું જીવન પણ ચરબી વધારે છે. કેટલીક વાર આ સમસ્યા આનુવાંશિક પણ હોય છે. તણાવને કારણે પણ ઘણીવાર ચરબી જમા થાય છે.

પુરુષના પેટના ભાગે ચરબી વધારે જમા થાય છે. અને મહિલાઓના નિતંબ, જાંઘ અને હિપ્સ પર સૌથી વધુ ચરબી જમા થાય છે. આમ હોર્મોન્સને કારણે થાય છે.

ચરબી એ આપણા શરીરનો સ્ટોર કરેલું ભોજન છે એટલે જ્યારે ભોજન ન મળે ત્યારે ચરબી શરીરને શક્તિ પૂરી પાડે છે.

પેટની ચરબી વધુ પ્રમાણમાં વધી જાય તો શું થાય?

ડૉક્ટરોના કહેવા અનુસાર મોટાભાગના રોગોનાં મૂળમાં પેટની ચરબી છે. પેટની વધેલી ચરબીને કારણે મેદસ્વીતા આવી શકે અને તેને કારણે જે બીમારીઓ થાય છે તે હાનીકારક છે.

ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હ્રદયરોગની બીમારીઓ, કૉલેસ્ટૅરોલ વધવો જેવી બીમારી પેટની ચરબી વધવાને કારણે શરૂ થાય છે.

પેટની ચરબી વધી જવાને કારણે દેખાવમાં પણ ફેર પડે છે. કેટલીકવાર વ્યક્તિ તેનો આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે.

ચરબી ઘટાડવા માટે ડાયટ પર નિયંત્રણ અને કસરત જ સચોટ ઉપાય છે, પણ કેટલાક સંજોગોમાં લોકો સર્જરી પણ કરાવે છે.

જોકે આ પ્રકારની સર્જરી મેડિકલ નિષ્ણાતોની સલાહ બાદ જ કરાવવી હિતાવહ છે.

કેવી રીતે પેટની ચરબી ઘટાડી શકાય?

હવે વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણા લોકો ખોટા નિયમોનું પાલન કરે છે જેથી તેમને તુરંત પરિણામ મળે. પણ મેડિકલ તજજ્ઞોના કહેવા પ્રમાણે એવો કોઈ શોર્ટકટ નથી જેને કારણે તરત વજન ઘટી જાય.

વજન ઘટાડવા માટે પોષક તત્વો ધરાવતું ભોજન લેવું જોઈએ. આ સમય દરમિયાન કેલરીની માત્રા ઘટાડવી જોઈએ. જીવનશૈલી નિયમિત બનાવવી જોઈએ.

પેટની ચરબી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

  • ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું
  • પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું, ચરબી ધરાવતો ખોરાક ટાળવો અને પૂષ્કળ માત્રામાં પાણી પીવું
  • નિયમિત વ્યાયામ કરવો
  • પર્યાપ્ત ઉંઘ લેવી અને તણાવ ઓછો કરવો
  • કસરત કરવી. પેટની કસરત કરવાથી પેટની ચરબી નહીં ઘટે પણ પેટની કસરત કરવાથી માંસપેશીઓમાં લચીલાપણું આવશે.
  • જીવનશૈલી નિયમીત કરવાની જરૂર છે.
Redline
Redline