મમતા બેનરજીને માથામાં ગંભીર ઈજા, હૉસ્પિટલમાં દાખલ કરાયાં

ઇમેજ સ્રોત, Getty Images
તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેમનાં પાર્ટી પ્રમુખ અને ચૅરપર્સન મમતા બેનરજીને ગંભીર ઈજા પહોંચી છે.
ગુરુવારે સાંજે પાર્ટીએ મમતા બેનરજીની ત્રણ તસવીરો પોતાના અધિકારીક સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જોઈ શકાય છે કે મમતા બેનરજીનાં માથા પર ગંભીર ઈજા થઈ છે અને લોહી નીકળી રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
પીટીઆઈએ સુત્રો દ્રારા મળેલી માહિતી આધારે જણાવ્યું કે મમતા બેનરજીને કોલકતાના એસએસકેએમ સરકારી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
પાર્ટી મહાસચિવ અભિષેક બેનરજી સહિત પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રિમંડળના કેટલાય સભ્યો હૉસ્પિટલ પહોંચ્યા છે. હૉસ્પિટલ બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.
પાર્ટીના એક નેતાએ જણાવ્યું છે કે મમતા હાલમાં તબીબોની દેખરેખ હેઠળ છે.
બેનરજીના માથા પર ટાંકા લાગ્યા છે અને પાટો બાંધવો પડ્યો છે. તેમને વ્હિલચેર પર જ સિટી સ્કૅન અને એમઆરઆઈ માટે હૉસ્પિટલ પરિસરમાં જ સ્થિત બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સમાં લઈ જવાયાં છે.
જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે તેમને ઈજા કઈ રીતે પહોંચી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમાચાર અંગે નવી જાણકારીઓ આવી રહી છે. નવી માહિતી મળતાં જ સમાચારને અપડેટ કરવામાં આવશે.












