ગૌરી પ્રેટ કોણ છે જેના વિશે આમિર ખાને કહ્યું, "ભુવનને તેની ગૌરી મળી ગઈ"

 આમિર ખાન, અભિનેતા, ગૌરી પ્રેટ, ગર્લફ્રેન્ડ, કિરણ રાવ, બૉલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેતા આમિર ખાન

બૉલીવૂડના જાણીતા કલાકાર આમિર ખાને આ અઠવાડિયે 60 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના જન્મદિનની ઉજવણી કરવા માટે થયેલી એક પાર્ટીમાં તેમણે કહ્યું હતું કે તેઓ રિલેશનશિપમાં છે.

ગત ગુરુવારે 13મી માર્ચના રોજ તેઓ પોતાનો જન્મદિન ઊજવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમની જિંદગી અને સિનેમાજગતની તેમની સફર વિશે વાત કરી હતી.

આ દરમિયાન જ તેમણે મીડિયા સામે કહ્યું હતું કે તેમની નવી ગર્લફ્રેન્ડનું નામ ગૌરી પ્રેટ છે, જેમની સાથે તેઓ 18 મહિનાથી છે.

પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક સવાલના જવાબમાં ઇશારામાં કહ્યું હતું કે, "સંબંધો મારા માટે અતિશય મહત્ત્વપૂર્ણ છે."

આમિર ખાને આ પહેલાં બે વખત લગ્ન કર્યાં છે. તેમની પહેલી પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા થઈ ગયા પછી તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2021માં કિરણ રાવ સાથે પણ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

2002માં તેઓ અને રીના દત્તા અલગ થઈ ગયા હતા. એ લગ્નથી તેમને બે સંતાનો છે.

2005માં તેમણે ફિલ્મ પ્રૉડ્યૂસર અને ડિરેક્ટર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. બંને 2021માં અલગ થઈ ગયાં. એ લગ્નથી તેમનો એક પુત્ર છે.

જોકે, અલગ થયા પછી પણ આમિર ખાન જણાવતા રહે છે કે બંને વચ્ચે સારી મિત્રતા છે અને બંને લોકો મળીને તેમના પુત્રનું પાલન-પોષણ કરી રહ્યાં છે.

'લાપતા લેડીઝ' ફિલ્મ માટે પણ તેમણે સાથે મળીને કામ કર્યું હતું.

કોણ છે ગૌરી પ્રેટ?

 આમિર ખાન, અભિનેતા, ગૌરી પ્રેટ, ગર્લફ્રેન્ડ, કિરણ રાવ, બૉલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PUJA BHATIA/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કિરણ રાવ સાથે આમિર ખાને 2021માં છૂટાછેડા લઈ લીધા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રેસ કૉન્ફરન્સમાં, આમિર ખાને ગૌરી પ્રેટનો પરિચય કરાવતા પહેલાં તેમની જૂની ફિલ્મ 'લગાન' યાદ કરી અને ઇશારામાં કહ્યું, "ભુવનને તેમની ગૌરી મળી ગઈ છે."

2001માં આવેલી ફિલ્મ 'લગાન' માં મુખ્ય ભૂમિકા આમિર ખાન અને ગ્રેસી સિંહે ભજવી હતી. ફિલ્મમાં આમિરના પાત્રનું નામ ભુવન હતું, જ્યારે ગ્રેસીના પાત્રનું નામ ગૌરી હતું.

આમિર ખાને પ્રેસ કૉન્ફરન્સમાં 'રાજા કો રાની સે પ્યાર હો ગયા' ગીત પણ ગાયું હતું. આ દરમિયાન તેમણે ગૌરી વિશે વધુ માહિતી શેર કરી.

જોકે, આ દરમિયાન તેમણે મીડિયાને તેમના ફોટા ન લેવા વિનંતી પણ કરી.

તેમણે મીડિયાકર્મીઓને કહ્યું, "મને લાગે છે કે તમે તેમને સારા અવસરો મળશો, અને અમે પણ આ વાત ગુપ્ત રાખવા માંગતા નથી. મેં તેમની મુલાકાત સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કરાવી છે."

આમિર ખાનના જન્મદિવસ નિમિત્તે સલમાન ખાન અને શાહરૂખ ખાન તેમના ઘરે પહોંચ્યા હતા.

પોતાની ગર્લફ્રેન્ડ વિશે વધુ માહિતી આપતા આમિર ખાને કહ્યું, "તે બૅંગલુરુનાં છે. ખરેખર, અમે બંને એકબીજાને 25 વર્ષથી જાણીએ છીએ. પરંતુ અમે ફક્ત દોઢ વર્ષ પહેલાં જ મળ્યા હતા."

"તે કોઈ કામ માટે મુંબઈમાં હતાં અને અમે અચાનક મળ્યાં. ત્યારથી, અમે એકબીજાના સંપર્કમાં રહ્યાં અને બધું જેમ બનતું હોય છે, તેમ બનતું ગયું."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, "ગૌરી એ રીટા પ્રેટનાં પુત્રી છે અને તેમનાં માતા બેંગલુરુમાં એક સલૂન ધરાવે છે. તેમણે પોતાનું આખું જીવન શહેરમાં વિતાવ્યું છે."

પોતાના સંબંધ વિશે શું જણાવ્યું?

 આમિર ખાન, અભિનેતા, ગૌરી પ્રેટ, ગર્લફ્રેન્ડ, કિરણ રાવ, બૉલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2001માં આવેલી ફિલ્મ 'લગાન' માં મુખ્ય ભૂમિકા આમિર ખાન અને ગ્રેસી સિંહે ભજવી હતી. ફિલ્મમાં આમિરના પાત્રનું નામ ભુવન હતું, જ્યારે ગ્રેસીના પાત્રનું નામ ગૌરી હતું.

આમિર ખાને કહ્યું, "હું ભાગ્યશાળી છું કે મારા મજબૂત સંબંધોમાં રહ્યો છું. રીના સાથેનો મારો સંબંધ લગભગ 16 વર્ષ સુધી ચાલ્યો. આ પછી, મેં કિરણ સાથે 16 વર્ષ વિતાવ્યાં અને એક રીતે અમે હજુ પણ સાથે છીએ. મેં જીવનમાં ઘણું શીખ્યું છે. મને ગૌરી સાથે શાંતિનો અનુભવ થાય છે."

ગૌરી વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે તેમનો છ વર્ષનો દીકરો છે જે બુદ્ધિશાળી છે અને તેને મળીને ખુશ છે.

ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ મુજબ, "ગૌરીએ મીડિયાને જણાવ્યું હતું કે આમિર ખાનના પરિવારે ખુલ્લા દિલે તેમનું સ્વાગત કર્યું છે અને બધા તેમની સાથે સારું વર્તન કરતા હતા."

આમિરે કહ્યું, "ગૌરી હવે મારા પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે."

લગ્નના પ્રશ્ન પર આમિર ખાને કહ્યું, "મને ખબર નથી કે સાઠ વર્ષની ઉંમરે લગ્ન મને અનુકૂળ આવે છે કે નહીં. પરંતુ મારાં સંતાનો ખુશ છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી ભૂતપૂર્વ પત્નીઓ સાથે મારા સારા સંબંધો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.