અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'કાલની રાત મોટી હશે' – ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પ, ઝેલેન્સ્કી, યુક્રેન અને રશિયા યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રાત્રે પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું કે કાલની રાત મોટી હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક એમ બે પોસ્ટ કરી. પહેલી પોસ્ટમાં તેમણે લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ જ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે, જેમણે યુક્રેનની કોઈ જમીન પુતિનના રશિયાને આપી નથી."

તેમણે વધુમાં લખ્યું, "યાદ રાખવું ઘટે કે નબળા અને નિષ્પ્રભાવી ડેમૉક્રેટ્સ ટીકા કરે છે અને ફૅક ન્યૂઝને હરખભેર પોતાની વાતને રજૂ કરી દે છે."

બીજી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે કાલની રાત મોટી હશે. જે છે, એમ જ હું તેને જણાવીશ.

આ પહેલાં રવિવારે યુરોપના અનેક દેશોના નેતાઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. બ્રિટનની રાજધાનીમાં યોજાયેલા કાર્યક્રમ બાદ ઝેલેન્સ્કીએ કહ્યું કે તાજેતરના ઘટનાક્રમ બાદ યુરોપે સ્પષ્ટ સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની વચ્ચે વ્હાઇટ હાઉસમાં શાબ્દિક ચડભડ થઈ હતી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભારતીય મહિલાને સંયુક્ત આરબ અમીરાતમાં મોતની સજા

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં ભારતીય મહિલા શહઝાદી ખાનને મોતની સજા અપાઈ છે.
ઇમેજ કૅપ્શન, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં ભારતીય મહિલા શહઝાદી ખાનને મોતની સજા અપાઈ છે

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં ભારતીય મહિલા શહઝાદી ખાનને મોતની સજા અપાઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હી હાઈકોર્ટને કેન્દ્ર સરકાર તરફથી ઍડીશનલ સૉલિસિટર (એએસજી)એ જણાવ્યું કે શહઝાદી ખાનને 15 ફેબ્રુઆરીએ મોતની સજા અપાઈ છે. હવે પાંચ માર્ચે તેમને દફનાવાશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

33 વર્ષીય શહઝાદી ખાન ઉત્તર પ્રદેશનાં રહેવાસી છે. તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં એક ઘરમાં હાઉસહેલ્પ તરીકે કામ કરતાં હતાં. તેઓ એક બાળકની સંભાળ પણ રાખતાં હતાં. એ બાળકના મોત બાદ શહઝાદી ખાનને જવાબદાર ગણાવ્યાં હતાં.

બાદમાં કેસ ચાલ્યો અને શહઝાદીને આ મામલે દોષી ઠરાવ્યાં અને મોતની સજા સંભળાવાઈ છે. તેઓ અબુ ધાબીની એક જેલમાં બંધ હતાં.

તેમના પિતાએ પુત્રીની સજામાફી માટે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયને આ મામલે દખલ દેવાની માગ કરી હતી.

વિદેશ મંત્રાલય તરફથી ઍડીશનલ સૉલિસિટર જનરલ ચેતન શર્મા અને વકીલ આશિષ દીક્ષિતે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે યુએઈમાં ભારતીય દૂતાવાસને 28 ફેબ્રુઆરી, 2025માં યુએઇ સરકારે જણાવ્યું કે શહઝાદીને યુએઈના કાયદા પ્રમાણે 15 ફેબ્રુઆરીએ મોતની સજા અપાઈ હતી.

તો બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાત કરતા વકીલ અલી મોહમ્મદ માઝે કહ્યું કે "અમે આ મામલે માફીની અપીલ કરી હતી. કેસ ચાલી રહ્યો હતો. અમે અબુ ધાબીમાં અધિકારીઓને પત્ર અને ઇમેલ લખ્યા હતા. 14 ફેબ્રુઆરીએ અમને અબુ ધાબીથી ફોન આવ્યો અને જણાવ્યું કે તેમને જલદી ફાંસીની સજા અપાશે. સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ જ તેમને મોતની સજા અપાઈ હતી."

રોહિત શર્મા પર કૉંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદની ટિપ્પણીથી વિવાદ

શમા મોહમ્મદે રોહિત શર્માના વજનને લઈને ટિપ્પણી કરતા વિવાદ થયો છે

ઇમેજ સ્રોત, @IYC

ઇમેજ કૅપ્શન, શમા મોહમ્મદે રોહિત શર્માના વજનને લઈને ટિપ્પણી કરતા વિવાદ થયો છે

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માના વજન પર કૉંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદની ટિપ્પણીથી કૉંગ્રેસે પોતાને અલગ કરી દીધી છે.

કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, શમા મોહમ્મદે મશહૂર ક્રિકેટર પર જે ટિપ્પણી કરી છે તે કૉંગ્રેસનો અભિપ્રાય નથી. તેમણે શમાને સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટ હઠાવવા અને યોગ્ય વ્યવહારનું આચરણ કરવાની સલાહ આપી છે."

ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી વજન અંગેની ટિપ્પણી પર શમા મહોમ્મદે પણ સફાઈ આપી છે. તેમણે કહ્યું કે તેમણે માત્ર ખેલાડીની ફિટનેસને લઈને જ કૉમેન્ટ કરી હતી.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "આ કોઈને શર્મસાર કરવા માટે નહોતું. હું માનું છું કે એક ખેલાડીએ ફિટ હોવું જોઈએ. મને લાગ્યું કે તેમનું વજન થોડું વધારે છે."

તેમણે કહ્યું કે "મારા પર અયોગ્ય પ્રકારે હુમલાઓ થઈ રહ્યા છે. મેં તેમની સરખામણી પૂર્વ કૅપ્ટનો સાથે કરી હતી. તેમ કહેવાનો મને અધિકાર છે. તેમાં ખોટું શું છે? આ લોકતંત્ર છે."

ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "આ દેશમાં જે સારું છે તેનો કૉંગ્રેસ હંમેશા વિરોધ જ કરશે અને કૉંગ્રેસ આ જ સંદેશ લોકોને આપી રહી છે."

સાસણ ગીર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યા

ગીર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સાસણ, સિંહ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા

ત્રણ દિવસની ગુજરાત મુલાકાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી. તેમણે સાસણ ગીરમાં સિંહના દર્શન પણ કર્યા હતા. આજે વિશ્વ વન્યજીવ દિવસ પણ છે. તેમણે અહીં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી પણ કરી હતી.

રવિવારે પીએમ મોદી સોમનાથ મંદિરની મુલાકાતે હતા. ત્યાંથી તેઓ સાસણ ગીર આવ્યા અને રાતવાસો અહીં જ કર્યો હતો. અહીં તેઓ સાસણમાં વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકને સંબોધિત પણ કરવાના છે.

ગીર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સાસણ, સિંહ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઑસ્કર ઍવૉર્ડ: સેક્સ વર્કરની કહાણી પર આધારિત 'અનોરા' ફિલ્મની ધૂમ

માઇકી મેડિસનને સર્વશ્રેષ્ઠ ઍક્ટ્રેસનો ઑસ્કર પુરસ્કાર મળ્યો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, માઇકી મેડિસનને સર્વશ્રેષ્ઠ ઍક્ટ્રેસનો ઑસ્કર પુરસ્કાર મળ્યો છે

અમેરિકાના લૉસ એન્જલસમાં ચાલી રહેલો ઑસ્કર ઍવૉર્ડ સમારોહ સમાપ્ત થઈ ગયો છે. આ ઍવૉર્ડની સાંજ 'અનોરા' ફિલ્મના નામે રહી હતી.

સેક્સ વર્કર પર આધારિત કહાણી પર આધારિત આ અનોરા ફિલ્મને અત્યાર સુધી પાંચ કૅટેગરીમાં ઍવૉર્ડ મળી ચૂક્યા છે.

ફિલ્મની ઍક્ટ્રેસ માઇકી મેડિસનને સર્વશ્રેષ્ઠ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ મળી ચૂક્યો છે. જ્યારે કે બેસ્ટ ઍડિટિંગનો ઍવૉર્ડ પણ તેને જ મળ્યો છે.

'ધ બ્રૂટલિસ્ટ' ફિલ્મ માટે ઍક્ટર એન્ડ્રિઅન બ્રૉડીને બેસ્ટ ઍક્ટરનો પુરસ્કાર મળ્યો છે. આ જ ફિલ્મને બેસ્ટ ઑરિજિનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઍવૉર્ડ પણ જીત્યો છે. આ સમારોહમાં ધ બ્રૂટલિસ્ટને ત્રણ ઑસ્કર ઍવૉર્ડ મળ્યા છે. 'વિકેડ' ફિલ્મને બે અને 'એમિલિયા પેરેઝ'ને બે તથા 'ડ્યૂન- પાર્ટ ટૂ'ને પણ બે ઍવૉર્ડ મળ્યા છે.

યુરોપિયન દેશોના નેતાઓને મળીને ઝેલેન્સ્કીએ અમેરિકા મામલે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમેરિકામાં થયેલા ઘટનાક્રમ બાદ તેમને યુરોપથી સ્પષ્ટ સમર્થન મળી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમેરિકામાં થયેલા ઘટનાક્રમ બાદ તેમને યુરોપથી સ્પષ્ટ સમર્થન મળી રહ્યું છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમેરિકામાં થયેલા ઘટનાક્રમ બાદ તેમને યુરોપથી સ્પષ્ટ સમર્થન મળી રહ્યું છે.

ઝેલેન્સ્કીએ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ લખી છે. તેમાં તેમણે લખ્યું કે કેટલીક વધારે એકતા સાથે, સહયોગ કરવાની વધારે ઇચ્છા સાથે તેમને યુરોપમાંથી સમર્થન મળી રહ્યું છે.

તેમણે લખ્યું, "તમામ લોકો હકીકતમાં શાંતિ હાંસલ કરવા મુદ્દે એકમત છે. અમને સુરક્ષાની ગૅરંટી જોઈએ છે. આખા યુરોપની આ માગ છે."

"સ્વાભાવિક રીતે અમે અમેરિકાની અહેમિયતને સમજીએ છીએ. અને અમે અમેરિકાથી મળી રહેલી તમામ મદદો માટે આભારી છીએ. એવો કોઈ દિવસ નથી પસાર થયો કે અમે તેમનો આભાર પ્રગટ નહીં કર્યો હોય."

આ પહેલા રવિવારે લંડનમાં યુક્રેનમાં યુદ્ધને લઈને ઘણા યુરોપિયન દેશોના નેતાઓની બેઠક થઈ. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ સામેલ થયા હતા.

બીબીસીના એક સવાલના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ હજુ પણ અમેરિકા સાથે ખનીજ કરાર કરવા તૈયાર છે પરંતુ અમારી શરત એ છે કે યુક્રેનની સ્થિતિને પણ સાંભળવામાં આવે.

ઝેલેન્સ્કી ખનીજ કરારના બદલામાં સુરક્ષાની ગૅરંટી ઇચ્છે છે.

ગત સપ્તાહે શુક્રવારના રોજ ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ યુરોપના નેતાઓએ યુક્રેનનું ખુલીને સમર્થન કર્યું હતું.

ઑસ્કર ઍવૉર્ડ: જોઈ સલ્દાનાને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ પુરસ્કાર

ઑસ્કર, અમેરિકા, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જોઈ સલ્દાનાએ ઑસ્કર પ્રાપ્ત કર્યા બાદ રડતાં રડતાં તેમનાં માતાને પોકાર્યાં

અમેરિકાના લૉસ એન્જલસમાં ચાલી રહેલા ઑસ્કર ઍવૉર્ડમાં જોઈ સલ્દાનાને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે.

જોઈ સલ્દાનાનો આ પહેલો ઑસ્કર ઍવોર્ડ છે. તેમને એમિલિયા પેરેઝ ફિલ્મમાં સારી ઍક્ટિંગ કરવા બદલ આ પુરસ્કાર મળ્યો છે.

તેમણે કહ્યું, "હું ડોમિનિકન મૂળની પહેલી અમેરિકન છું જેને આ પુરસ્કાર મળ્યો છે. મને ખબર છે કે હું આ ઍવૉર્ડ પ્રાપ્ત કરનારી છેલ્લી ડોમિનકન મૂળની વ્યક્તિ નથી."

આ ઉપરાંત આ 97મા ઑસ્કર ઍવૉર્ડ સમારોહમાં અનોરા ફિલ્મને બેસ્ટ ઍડિટિંગનો ઍવૉર્ડ મળ્યો છે. કૉસ્ચ્યૂમ ડિઝાઇન માટે પૉલ ટાઝવેલને ઑસ્કર મળ્યો છે. આ પહેલી વખત છે જ્યારે કોઈ કાળા વ્યક્તિને આ કૅટેગરીમાં આ ઍવૉર્ડ મળ્યો હોય. ઇરાની ફિલ્મ નિર્માતા હુસૈન મોલાયેમી અને શિરીન સોહાનીને ઍનિમેટેડ ફિલ્મ ધ શૅડો ઑફ ધ સાઇપ્રેસને શૉર્ટ ફિલ્મની કૅટેગરીમાં ઑસ્કર મળ્યો છે.

જ્યાર કે લેતવિયાઈ ફિલ્મ ફ્લૉને બેસ્ટ ઍનિમેશનની કૅટેગરીમાં ઑસ્કર મળ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.