ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ અમેરિકામાં યુક્રેનના સમર્થનમાં પ્રદર્શન

ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ અમેરિકામાં યુક્રેનના સમર્થનમાં પ્રદર્શન
બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, શનિવારે બૉસ્ટનમાં યુક્રેનના સમર્થનમાં લોકોએ વિરોધપ્રદર્શનો કર્યાં

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન આ ત્રણેય નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર પછી ન્યૂ યૉર્ક, લૉસ એન્જેલસ અને બૉસ્ટનમાં સેંકડો લોકોએ ભેગા થઈને યુક્રેનના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે.

આ સ્થળો ઉપરાંત વોરમોન્ટ સ્થિત વૅટ્સફિલ્ડમાં પણ રસ્તા પર સેંકડો પ્રદર્શનકારીઓ હાથમાં યુક્રેનના સમર્થનમાં નારા લખેલી તખ્તી લઈને વિરોધ કરતા નજરે પડ્યા.

અહીં ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે અને સ્કીઇંગ કરવા માટે આવ્યા હતા.

એક પ્રદર્શનકારી કોરી ગિરૉક્સે શુક્રવારે ઑવલ ઑફિસમાં થયેલા ઘટનાક્રમ મામલે કહ્યું, "જેડી વેન્સે હદ પાર કરી છે."

અમેરિકાના મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર આ પ્રદર્શનો બાદ ઉપ રાષ્ટ્રપતિને તેમના પરિવાર સહિત કોઈ અજ્ઞાત સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે.

ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સના પરિવારની યાત્રા પહેલાં વરમોન્ટના ગવર્નર ફિલ સ્કૉટે પ્રાંતના લોકોને અપીલ કરી હતી કે તેમની સાથે સન્માનથી વ્યવહાર કરે.

યુક્રેનને લઈને યુરોપના નેતાઓની બેઠક

ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ અમેરિકામાં યુક્રેનના સમર્થનમાં પ્રદર્શન
બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની મુલાકાત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બ્રિટન પહોંચ્યા હતા

બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે યુક્રેન મામલે ચર્ચા કરવા યુરોપિયન દેશો અને કૅનેડાના નેતાઓની એક બેઠક બોલાવી છે. આ બેઠક રવિવારે થવા જઈ રહી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આશા વ્યક્ત કરવામાં આવી છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત વિશ્વના ઘણા નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી લંડનમાં છે. અન્ય નેતાઓ પણ લંડન પહોચી રહ્યા છે.

કોણ કોણ સામેલ?

બેઠકમાં સામેલ થનારાં નેતાઓમાં ઇટાલીના વડાં પ્રધઆન જિયોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોં, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ત્ઝ અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સામેલ છે.

આ ઉપરાંત નેધરલૅન્ડ્સ, ડેનમાર્ક, નૉર્વે, પોલૅન્ડ, સ્પેન, ફિનલૅન્ડ, સ્વીડન, ચેક ગણરાજ્ય અને રોમાનિયાના નેતાઓ પણ સામેલ થઈ રહ્યા છે.

તુર્કીના વિદેશ મંત્રી આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે.

આ બેઠકમાં નાટોના મહાસચિવ માર્ક રટ અને યુરોપિયન કમિશનનાં અધ્યક્ષા ઉર્સૂલા વૉન ડેર લેયન અને યુરોપિય કાઉન્સિલના અધ્યક્ષ ઍન્ટોનિયો કૉસ્ટા પણ આમંત્રિત છે.

આ પહેલાં શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વૉશિંગ્ટન પહોંચીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે મુલાકાત કરી હતી અને તે બેઠકમાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મુલાકાત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થઈ. ટ્રમ્પની મુલાકાત બાદ ઝેલેન્સ્કી બ્રિટન પહોંચ્યા હતા. જ્યાં તેમણે કિંગ ચાર્લ્સ અ પીએમ કીએર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી.

બ્રિટનના પીએમ કીએર સ્ટાર્મરે શું કહ્યું?

ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી

ઇમેજ સ્રોત, BBC POOL

ઇમેજ કૅપ્શન, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી

હવે પછીની યોજના મામલે બ્રિટનના વડા પ્રધાન કીયેર સ્ટાર્મરે બીબીસી સંવાદદાતા લૉરા કૉસનબર્ગને માહિતી આપી. તેમણે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકવાની યોજના મામલે પણ જણાવ્યું.

તેમણે કહ્યું કે ઝેલેન્સ્કી, ટ્રમ્પ, મૅક્રોં સાથે તેમણે ચર્ચા કરી છે. આ મામલે સહમતિ બની ગઈ છે કે બ્રિટન, ફ્રાન્સ અને અન્ય એક કે બે દેશો મળીને યુક્રેન યુદ્ધ રોકવા મામલે કામ કરશે.

આ બાદ આ યોજનાને લઈને અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે "મને લાગે છે કે અમે યોગ્ય દિશામાં યોગ્ય પગલું ભર્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.