ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, આ 15 જિલ્લામાં ધોધમાર વરસશે

ઇમેજ સ્રોત, Getty Images
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ભાવનગરના મહુવામાં 81 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજામાં 77 મિમી, ભરૂચના હાંસોટમાં 72 મિમી, ગાંધીનગરના દહેગામમાં 71 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 62 મિમી, ડાંગમાં 59 મિમી, સુરતના મહુવામાં 56 મિમી, ગાંધીનગરમાં 56 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 52 મિમી, છોટા ઉદેપુરના બોડેલીમાં 46 મિમી, ભાવનગરના ઘોઘામાં 45 મિમી, કલોકમાં 45 અને કડીમાં પણ 45 મિમી વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે સંખેડા, વાગરા, ધંધુકા, શિહોર, ઓલપાડ, વડોદરા, પાલીતાણા, તિલકવાડા, નસવાડીમાં પણ સવા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું હતું છે હજુ પણ ત્યાં જ સ્થિત છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ ડિપ્રેશન વેરાવળના દરિયાકિનારાથી 400 કિમી, મુંબઈના તટથી 510 કિમી, પણજીના દરિયાકિનારાથી 660 કિમીના અંતરે છે. આગામી 36 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 31 ઑક્ટોબર, શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
પહેલી નવેમ્બર, શનિવારે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત શનિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાંક સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.
બીજી નવેમ્બર, રવિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાંક સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજી નવેમ્બર, રવિવારે ગુજરાતમાં હળવો કે ભારે વરસાદ પડવાની હાલમાં કોઈ આગાહી નથી.

ઇમેજ સ્રોત, IMD
તાપમાનમાં કેવો ફેરફાર થશે?
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે, જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર પછી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જ્યારે લઘુતમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













