કૉર્પોરેટ જગતનું નેતૃત્વ યુવાનો કેવી રીતે કરે છે અને શું છે પડકારો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાયલ ભુયન
- પદ, બીબીસી સંવાદદાતા
કૉર્પોરેટ જગતમાં 'Gen Z' (90ના દાયકાના અંત ભાગમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં જન્મેલા યુવાનો) હવે વર્કફોર્સનો હિસ્સો બની રહ્યા છે.
મિલેનિયલ્સ અને Gen Zના કેટલાક યુવાનો ઝડપથી ટોચના હોદ્દા પર પહોંચી રહ્યા છે. 1980ના દાયકાના પ્રારંભથી 1990ના દાયકાના અંતમાં સુધીમાં જન્મેલા લોકોને ‘મિલેનિયલ્સ અથવા ‘જનરેશન વાય’ કહેવામાં આવે છે. તેમની ઉંમર હવે 25થી 40 વર્ષની વચ્ચે છે, જ્યારે આ પછીની પેઢીને ‘જનરેશન ઝેડ’ કહેવામાં આવે છે.
સાથે એવી ચર્ચા પણ થઈ રહી છે કે દાયકાઓના અનુભવ વિના શું તેમની પાસે જવાબદારીઓ નિભાવવાની ક્ષમતા છે?
30 વર્ષીય નિષ્ઠા યોગેશે ચાર વર્ષ પહેલા 'હુનર ઑનલાઇન કોર્સિસ' કંપનીની શરૂઆત કરી હતી. આ કંપની મહિલાઓને સફળ ઉદ્યોગપતિ બનાવવા માટે ઑનલાઇન ટ્રેનિંગ આપે છે. નિષ્ઠા 150 લોકોનું નેતૃત્વ કરે છે.
પરંતુ 30 વર્ષીય નિષ્ઠા યોગેશમાં એવી કઈ વસ્તુ છે જે તેમને બાકી લોકોથી અલગ પાડે છે? જવાબ છે- તેમની ઉમર, કે જે મોટા ભાગના સીઇઓની ઉંમર કરતા ઘણી ઓછી છે.
નિષ્ઠા આત્મવિશ્વાસ સાથે કહે છે કે, "હું 18 વર્ષની ઉંમરથી જ કૉર્પોરેટમાં કામ કરી રહી છું. જે પછી મેં મારી કંપનીની શરૂઆત કરી. દરરોજ કંપનીમાં લેવાયેલ કોઈ પણ નવો નિર્ણય મને મારા નેતૃત્વની ગુણવત્તા વિશે મને વધુ આત્મવિશ્વાસથી ભરી દે છે."
સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે કૉર્પોરેટ જગતમાં તમારે ટીમનું નેતૃત્વ કરવા અથવા કંપની ચલાવવા માટે દાયકાઓના અનુભવની જરૂર છે.
જોકે, આજની યુવા પેઢી આ ધારણાને પડકાર આપી રહી છે. એ સમય આવી ગયો છે જ્યાં 'મિલેનિઅલ્સ' અને 'Gen Z' ટોચના હોદ્દા સંભાળી રહ્યા છે. કેટલાક તો પોતાની કંપની પણ ખોલી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પેઢી તેમની સાથે નવો દૃષ્ટિકોણ, કામ કરવાની નવી રીત અને નવી માનસિકતા લાવી રહી છે.
આ પેઢીના યુવાનો પોતપોતાની રીતે નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તત્પર છે પણ સવાલ એ પણ ઊભો થાય છે કે શું તેઓ તૈયાર છે?

શું ઓછો અનુભવ બાધા બની શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેકેન્ઝી એન્ડ કંપની દ્વારા કરવામાં આવેલા જૂન 2023ના સંશોધન મુજબ ગયા વર્ષે નવા નિયુક્ત થયેલા એસ ઍન્ડ પી 500 સી.ઈ.ઓ.માંથી ત્રીજા ભાગના લોકોની ઉંમર 50 વર્ષથી ઓછી હતી, જે 2018ના આંકડા કરતાં બમણી હતી.
એક અંદાજ મુજબ સીઈઓની સરેરાશ ઉંમર 54 વર્ષની આસપાસ હોય છે. પરંતુ ઘણા ડેટા એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે હવે યુવાનો ટોચના હોદ્દા પર બિરાજમાન થવા માટે થનગની રહ્યા છે.
અર્ન્સ્ટ ઍન્ડ યંગે 2021માં એક સરવે હાથ ધર્યો હતો જેમાં 45 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ પોતાનું કોઈ કામ શરૂ કરવા વધુ ઈચ્છુક છે.
પરંતુ ઘણા મૅનેજમૅન્ટ નિષ્ણાતો માને છે કે કેટલીક વાર યુવા હોવું અસરકારક લીડર બનવાના માર્ગમાં બાધા બની શકે છે.
ઉદાહરણ તરીકે, આટલી નાની ઉંમરે કંપની કેવી રીતે ચલાવવામાં આવે છે, કંપની ચલાવવા માટે ફંડિંગ કેવી રીતે આવે છે અથવા પૈસા કેવી રીતે કમાવાય છે તે સમજવું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ છે.
પરંતુ છેલ્લાં 40 વર્ષથી કૉર્પોરેટ જગતમાં વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં ડાયરેક્ટર એચઆરની ભૂમિકામાં રહેલા અને હવે પીપલ એ2ઝી કંપનીના ડાયરેક્ટર દીપક ભરારા માને છે કે યુવા પેઢીમાં ઘણી ક્ષમતા છે, પરંતુ કેટલીક બાબતો છે જેના પર તેમણે ધ્યાન આપવું જોઈએ.
તેઓ કહે છે, "આ પેઢીમાં ખૂબ જ અધીરાપણું છે. તેમને તરત જ પરિણામો જોઈએ છે. પરંતુ જીવનમાં આવું નથી હોતું. એવી ઘણી બાબતો છે જેમાં સમય લાગે છે, કેટલી વાર કડવા સત્યનો સામનો કરવો પડે છે. જેમ કે, ટીમમાં કટોકટી આવવી, નાણાકીય કટોકટીના સમયમાં કંપનીને કેવી રીતે હેન્ડલ કરવી વગેરે. તેમને હજુ આ બાબતોનો એટલો અનુભવ નથી. આવી સ્થિતિમાં ધીરજ એ જ સૌથી મોટી મૂડી છે.”
માર્કેટ એક્સપર્ટ્સના મતે આ પેઢીની શ્રેષ્ઠ બાબત છે એ છે કે તેઓ ટેકનૉલૉજીને સારી રીતે સમજે છે. પરંતુ તેમનામાં પર્સનલ ટચ જાણે કે ગાયબ છે.

“અમને ખબર છે કે અમે કેટલું નથી જાણતા”

ઇમેજ સ્રોત, NISHTHA YOGESH
એચઆર નિષ્ણાત દીપક ભરારા માને છે કે, "જ્યારે અમારી પેઢીના લોકો નોકરી માટે જતા હતા ત્યારે તેઓ તેને સર્વિસ તરીકે જોતા હતા. પરંતુ આજની પેઢી પોતાને એક ઉદ્યમી તરીકે જુએ છે. તેઓ પોતાના કામની જવાબદારી લે છે. આ પેઢી ટેકનોસેવી છે. તેઓ સારી રીતે સમજે છે કે લોકો સાથે કેવી રીતે વાત કરવી, તેમને કેવી રીતે મળવું, સોશિયલ મીડિયાનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો."
ઘણાં સંશોધનો અનુસાર યુવા પેઢીમાં 'ટીમ સ્પિરિટ'ની લાગણી પ્રબળ છે. તેઓ બધાને સાથે લઈને ચાલવામાં માને છે. વિવિધતા અને સમાવેશીકરણ એ તેમનો મંત્ર છે.
'Gen Y' અને 'Gen Z'ના ગુણો શું છે તેના પર હુનરના સીઈઓ નિષ્ઠા યોગેશ કહે છે, "કૉર્પોરેટ ઇન્ડિયાની નેતૃત્વ શૈલી અને યંગ ઇન્ડિયાની નેતૃત્વ શૈલી બંને એકબીજાથી અલગ છે."
"અમારી શૈલી ખૂબ જ કેઝ્યુઅલ અને મૈત્રીપૂર્ણ છે. અમે ખરેખર જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે બીજી બાજુ અમારી ટીમનો શું પરિપ્રેક્ષ્ય છે, જેની પાસેથી અમે કામ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમના માટે શું મહત્ત્વનું છે."
"જ્યારે તમે એ વાત બરાબર સમજી જાઓ છો કે સામેની વ્યક્તિ શું ઇચ્છે છે અને તે કેવી રીતે ગ્રોથ કરી શકે છે, તો ટીમનો કોઈ પણ સભ્ય તમારા માટે તે લક્ષ્ય મેળવવા માટે તેના દિવસ-રાત એક કરી દેશે. હું એમ કહીશ કે એક યુવા લીડરને ખબર હોય છે કે તેમને કેટલું નથી ખબર."
નિષ્ઠા કહે છે કે યુવા પેઢીના નેતૃત્વમાં એવી માનસિકતા છે કે તેઓ “મેં કહી દીધું એ જ સત્ય” એવું વલણ રાખવાને બદલે તેઓ વસ્તુઓને સમજવા માગે છે. અંગ્રેજીમાં તેને એમ્પેથેટિક લીડરશિપ કહેવામાં આવે છે.

"મને પહેલેથી ખબર હતી કે મારે પોતાનું કામ શરૂ કરવું છે"

ઇમેજ સ્રોત, Trishneet Arora
યુવા પેઢીનું નેતૃત્વ સમજે છે કે તેમનામાં પરંપરાગત નેતૃત્વના ગુણો નથી, પરંતુ તેઓ આત્મવિશ્વાસ અને હિંમતથી આગળ વધી રહ્યા છે.
આજથી 10 વર્ષ પહેલાં 19 વર્ષના ત્રિશનીત અરોરાએ પોતાની કંપની 'ટેક સિક્યૉરિટી'ની સ્થાપના કરી હતી.
આજે અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા અને ફૉર્બ્સ ‘અંડર 30’માં સામેલ 29 વર્ષીય ત્રિશનીત અરોરા 100 લોકોનું નેતૃત્વ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "નાનપણથી જ તેઓ જાણતા હતા કે તેમને પોતાનું કામ શરૂ કરવું છે અને જ્યારે ઘરમાં પહેલું કમ્પ્યુટર આવ્યું, ત્યારે ટેકનૉલૉજીની દુનિયામાં રસ વધવા લાગ્યો."
“શરૂઆતમાં લોકો એવું માનતા હતા કે હું જે કરી રહ્યો છું તે માત્ર શોખ માટે છે અને તેને મારો વ્યવસાય બનાવવા માટે નથી. ત્યારે હું એ લોકોને બસ બીજાં બાળકો જેવો જ લાગતો હતો. પરંતુ જેમ જેમ પરિસ્થિતિ બદલાઈ, એ જ લોકો જ આવીને વાત કરવા લાગ્યા."
"પરંતુ પછી વર્ષોની સખત મહેનત પછી જ્યારે અમારી સાયબર સુરક્ષા પ્રોડક્ટ ઈએસએફઓને અમેરિકી સરકારના ક્લાયન્ટસ દ્વારા ખરીદવાનું શરૂ થયું, ત્યારબાદ અમે ક્યારેય પાછું ફરીને જોયું નથી."
લીડરશીપ ટ્રેનિંગના ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતોના મતે આ યુવા પેઢી પાસે સૌથી સારી બાબત એ છે કે તેઓ ત્વરિત ફીડબૅક અને રિઝલ્ટના મૉડલ પર આધાર રાખે છે. તેઓ ફીડબૅકને મહત્ત્વ આપે છે અને ત્યારબાદ તેઓ બજારની જરૂર મુજબ પોતાને બદલવાનો પ્રયાસ કરે છે.

અગાઉની પેઢી પાસેથી યુવા પેઢી શું શીખી શકે?

ઇમેજ સ્રોત, Trishneet Arora
દીપક ભરારાના મતે જૂની પેઢી કે જેને 'બેબી બૂમર્સ' અથવા 'Gen Y' કહેવામાં આવે છે, તેમની જવાબદારી બને છે કે તે નવી પેઢીના ઉત્સાહને યોગ્ય દિશા આપે.
નિષ્ઠા કહે છે, આપણે આપણી પાછલી પેઢી પાસેથી શીખવું જોઈએ કે મોટી કંપનીઓ, મોટી ટીમોને કેવી રીતે હેન્ડલ કરવી, કારણ કે ત્યાં તમારી પાસે દરેક વસ્તુને પર્સનલ ટચ આપવાનો સમય નથી, કારણ કે આપણી પાસે એટલો અનુભવ નથી એટલે આપણે તેમની પાસેથી આ વાત શીખવી જોઈએ.
ત્રિશનીત કહે છે, “અમારી પહેલાની પેઢીમાં ઘણી સ્થિરતા અને ધીરજ હતી. જે મને લાગે છે કે આપણી પેઢીમાં એટલી બધી નથી. બીજું એ કે પહેલાં નવા સંબંધો બનાવવા પર ભાર મૂકવામાં આવતો હતો. આપણે એ વસ્તુ શીખવાની જરૂર છે."
"હવે આજે અમે લોકો હજી તો મુલાકાત પણ થઈ નથી હોતી અને સાથે કામ કરવાનું શરૂ કરી દઈએ છીએ. તેનાથી નુકસાન થાય છે. આપણે જૂની પેઢી પાસેથી એ શીખવું જોઈએ કે પર્સનલ ટચ કેવી રીતે જાળવવો."

ક્યા સૅક્ટરમાં વધારે યુવા લીડર્સ છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટર, માર્કેટિંગ, સોશિયલ મીડિયા, મીડિયા મૅનેજમૅન્ટ, બૅન્કિંગ સૅક્ટર, ખાસ કરીને ઇન્વૅસ્ટમૅન્ટ બૅન્કિંગમાં વધુ યુવા લીડર્સ જોવા મળે છે.
આ લોકોને પડકારજનક કામ કરવું ગમે છે. પરંતુ બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૅન્યુફૅક્ચરિંગ, પાવર સૅક્ટરમાં યુવા પેઢી ટોચના હોદ્દા પર બહુ દેખાતી નથી.
અંતે દીપક ભરારા કહે છે, "લીડર એ છે જે કામ કરીને બતાવે છે. જે જાણે છે કે ક્યારે સામેથી નેતૃત્વ કરવું, ક્યારે મધ્યમાં થંભી જવું, ક્યારે કોર્નર થઈ જવું અને ક્યારે ટીમને જાતે કામ કરવા માટે છોડી દેવી. જો તમે તમારી ટીમને પ્રોત્સાહિત કરો છો, તો તેઓ 200 ટકા વધુ સારી રીતે કામ કરશે."














