પાયલ કાપડિયાની ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો જ્યુરી ઍવોર્ડ, ભારત માટે કેમ મોટી ઉપલબ્ધિ?

ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની નવી ફિલ્મ ‘ઑલ વી ઇમેજિન એઝ લાઇટ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી ઍવોર્ડ મળ્યો છે.
આ ફિલ્મ સમકાલીન મુંબઈ શહેરનાં દૃશ્યોથી શરૂ થાય છે પરંતુ તે બોલીવૂડ સ્ટાર અને અબજોપતિ ઉદ્યોગપતિઓના કે અમીર, કુલીન વર્ગના મુંબઈને નથી દર્શાવતી.
ફિલ્મ-નિર્માતાએ મુંબઈ શહેરની ગલીઓની સાથેસાથે અહીંના પ્રવાસીઓના વાસ્તવિક અવાજને પણ જગ્યા આપી છે. આ પ્રવાસીઓ મુંબઈ શહેરના ધબકાર ગણાય છે.
પાયલની આ પહેલી નેરેટિવ ફીચર ફિલ્મ છે જે ગુરુવારે રાત્રે 23મી મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય કૉમ્પિટિશન સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને જ્યુરી ઍવોર્ડ મળ્યો છે.
આ માત્ર ફિલ્મ-નિર્માતા માટે જ નહીં પરંતુ ભારત માટે પણ મોટી ઉપલબ્ધિ છે. છેલ્લાં ત્રીસ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે ભારતની કોઈ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલના કૉમ્પિટિશન સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હોય.
આ ફિલ્મને કારણે તેમનાં 38 વર્ષીય ડાયરેક્ટર પાયલ કાપડિયા પણ સમાચારોમાં છે.
ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

આ પુરસ્કાર મળતાં જ પાયલ કાપડિયા ફ્રાંસિસ, ફૉર્ડ કૉપોલા, યૉર્ગોસ લૅન્થિમોસ, અલી અબ્બાસ, જૅક્સ ઑડિયાર્ડ અને જિયા ઝાંદકે જેવાં ફિલ્મ ડાયરેક્ટરોની યાદીમાં સામેલ થઈ ગયાં છે.
છેલ્લા ચાર દાયકાઓમાં ભારતીય ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ઠીકઠાક પ્રદર્શન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1988માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મીરા નાયરની ‘સલામ બૉમ્બે’એ ‘કૅમેરા ડી’ઓર’ પુરસ્કાર જીત્યો હતો.
વર્ષ 2001માં મીરા નાયરની મૉનસૂન વેડિંગે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધી ગૉલ્ડન લાયન’ ઍવોર્ડ જીત્યો હતો.
ડાયરેક્ટર રિતેશ બત્રાની 2013માં આવેલી ફિલ્મ 'લંચબૉક્સે' કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ ગૉલ્ડન રેલ ઍવોર્ડ’ જીત્યો હતો. એ જ વર્ષે સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શુચિ તલાટીની ‘ગર્લ વિલ બી ગર્લ્સ’એ પણ ગ્રાન્ડ જ્યુરી ઍન્ડ ઑડિયન્સ પ્રાઇઝ જીત્યું હતું.
પરંતુ કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રતિષ્ઠિત ‘પામ ડી’ ઍવોર્ડ તથા આ ફિલ્મ ફેસ્ટિવલના અન્ય મુખ્ય પુરસ્કારોમાંથી કોઈ એક ઍવોર્ડ જીતવા સુધી ભારતીય ફિલ્મો પહોંચી શકી નથી. પરંતુ આ વર્ષે પાયલ કાપડિયાની આ સુંદર અને પ્રભાવશાળી ફિલ્મે ભારત માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતવાની આશા જન્માવી છે.
અત્યાર સુધી ફિલ્મની થયેલી સમીક્ષાઓમાં પણ તેનાં ખૂબ વખાણ થયાં છે.
'ધી ગાર્ડિયને' આ ફિલ્મને ફાઇવ સ્ટાર આપતાં તેને ‘શાનદાર અને માનવતાથી ભરપૂર એક દિલચસ્પ ફિલ્મ’ ગણાવી છે. વિવેચકોએ આ ફિલ્મને સત્યજિત રેની 'મહાનગર' અને 'અરણ્ય દિન રાત્રિ'ની સમકક્ષ મૂકી છે.
જ્યારે 'ઇંડી-વાયરે' પોતાની એ-ગ્રેડ સમીક્ષામાં કહ્યું છે કે પાયલ કાપડિયાની આ ડ્રામા ફિલ્મ મુંબઈને એક રોમેન્ટિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. ‘લોકો કઈ રીતે આ શહેરમાં પોતાની જગ્યા ભરે છે...તે એકલાં હોય કે પછી કોઈની સાથે...કઈ રીતે તેઓ શહેરને પોતાનું બનાવે છે’ એ આ ફિલ્મમાં પ્રતિબિંબિત થાય છે.
બે નર્સની કહાણી

પાયલ કાપડિયા ચર્ચિત કલાકાર નલિની મલાનીનાં પુત્રી છે અને તેઓ મુંબઈ શહેર, તેની વિવિધતા અને બહુ-સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે.
તેઓ કહે છે, “મુંબઈ એક એવી જગ્યા પણ છે જ્યાં બીજી જગ્યાઓની સરખામણીએ મહિલાઓ માટે કામ કરવું થોડું સહેલું છે.”
“હું એવી મહિલાઓ વિશે ફિલ્મ બનાવવા માગતી હતી કે જેઓ પોતાનું ઘર છોડીને કોઈ અન્ય જગ્યાએ કામ કરવા જતી હોય.”
‘ઇન ઑલ વી નો એઝ લાઇટ’ ફિલ્મમાં કાપડિયાએ કેરળથી આવીને મુંબઈ શહેરની હૉસ્પિટલોમાં કામ કરી રહેલી તથા એક નાનકડા ઍપાર્ટમેન્ટમાં એકસાથે રહેતી બે નર્સની રોજબરોજની જિંદગીને દર્શાવી છે.
એક નર્સ પ્રભા (કાની કુસરુતી, જેમણે 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ'માં પણ સહયોગીની ભૂમિકા નિભાવી છે) પરિણીત છે. તેમના પતિ જર્મનીમાં રહે છે અને તેમની સાથે ક્યારેક-ક્યારેક જ વાત કરે છે. પરંતુ પછી અચાનક તેમના પતિ તરફથી એક દિવસ તેમને સરપ્રાઇઝ ગિફ્ટમાં રાઇસ કૂકર મળે છે. તેઓ એ કૂકરને એ રીતે ગળે લગાવી લે છે કે જાણે કે એ તેમના લગ્નજીવનના પ્રેમની છેલ્લી નિશાની હોય.
બીજાં નર્સ અનુ (દિવ્ય પ્રભા) થોડાં વધારે સાહસિક છે. તેઓ એક યુવા મુસ્લિમ પુરુષ શિયાઝ (હ્યદુ હારુન) સાથે રોમાન્સ કરી રહ્યાં છે. તેઓ પણ કેરળના છે.
અનુ હિન્દુ છે અને તેમનો પરિવાર શિયાઝ સાથેનો તેમનો સંબંધ સ્વીકાર નહીં કરે.
2.2 કરોડની ગીચ વસ્તીવાળું મુંબઈ શહેર કે જ્યાં દરેક માણસ પોતાના માટે જગ્યા શોધતો હોય છે ત્યાં ભીડભાડવાળા અને ભારે વરસાદી માહોલમાં અનુ અને શિયાઝને કોઈ પ્રાઇવેટ જગ્યા મળી શકતી નથી.
પરંતુ એ જ સમયે અચાનક તેમની હૉસ્પિટલમાં કામ કરતાં એક ત્રીજા નર્સ પાર્વતી (આ પાત્ર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવેલ બે ફિલ્મોનાં અભિનેત્રી છાયા કદમે ભજવ્યું છે) શહેર છોડવાનો નિર્ણય કરે છે. તેઓ જવા માટે મજબૂર છે કારણ કે જે ઝૂંપડીમાં તેઓ રહે છે તેને શહેરમાં અમીરો માટે થઈ રહેલા રિ-ડેવલપમેન્ટ માટે હઠાવવામાં આવી રહી છે.
‘ધી નાઇટ ઑફ નોઇંગ નથિંગ’

શું આ અભિનેતાઓની જિંદગીને બદલવાનો મોકો બની શકે છે?
જગ્યા મેળવવા અને ઊભી કરવા માટે મથામણનું આ રાજકારણ, પાયલ કાપડિયાએ વિદ્યાર્થીઓના સંઘર્ષ પર બનાવેલી ફિલ્મ – 'અ નાઇટ ઑફ નોઇંગ નથિંગ'થી અલગ નથી.
આ ફિલ્મને વર્ષ 2022માં ડાયરેક્ટર્સ ફોર્ટનાઇટના સાઇડબાર સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટોચનો ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ ઍવોર્ડ ‘ગોલ્ડન આઈ’ જીત્યો હતો.
‘અ નાઇટ ઑફ નોઇંગ નથિંગ’માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં વર્ષ 2015 થયેલી હડતાળને દર્શાવવામાં આવી હતી. કાપડિયા પણ આ હડતાળનો ભાગ હતાં અને 2018માં તેમણે ફિલ્મ ડાયરેક્શનમાં ડિગ્રી સાથે ગ્રૅજ્યુએટની પદવી મેળવી હતી.
2022માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાયલ કાપડિયાએ કહ્યું હતું કે, “આ ફિલ્મ પબ્લિક યુનિવર્સિટીઓ અને જે મૂલ્યો માટે આ સંસ્થાઓ ઉભી છે એ મૂલ્યો, કે જ્યાં દરેક વર્ગ, દરેક સમાજના લોકો એકસાથે ભૌતિક અને બૌદ્ધિક આઝાદીનો આનંદ લઈ શકે, એવી જગ્યા માટે લખાયેલો પ્રેમપત્ર છે.”
આ જ પ્રકારની ભાવના ‘ઑલ વી ઇમેજિન એઝ લાઇટ’માં જોવા મળે છે.












