બૉલિવુડ એક ખાસ રાજકીય વિચારધારા માટે પ્રૉપેગૅન્ડા ફિલ્મો બનાવી રહ્યું છે?

- લેેખક, ઝોયા મતીન અને મેરિલ સેબેસ્ટિયન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
“આખું કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને રહેશે.”
વર્ષ 2019માં કાશ્મીર માટેની કલમ 370ને રદ કરવાના ભારત સરકારના નિર્ણય પર બનેલી એક ફિલ્મમાં ઍક્ટર કિરણ કરમાકરનો સંવાદ છે.
સફેદ ઝભ્ભો પહેરેલા કરમાકર 'આર્ટિકલ 370' નામની આ ફિલ્મમાં ગૃહ મંત્રી અમિત શાહ જેવા દેખાય છે.
આ ફિલ્મ ભારતીય સંવિધાનની કલમ 370 ખતમ કરવા પર બનાવવામાં આવી છે. મોદી સરકારે કલમ 370 હઠાવીને જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ અધિકારને ખતમ કરી દીધો હતો.
ફિલ્મ 'આર્ટિકલ 370'નું આ દૃશ્ય ભાજપ સરકાર તરફથી કલમ 370ને ખતમ કરવાના નિર્ણય પછી સંસદમાં ગૃહ મંત્રી અમિત શાહના ભાષણ સાથે મળતો આવે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે 'આર્ટિકલ 370' રિલિઝ થઈ ત્યારે કેટલાક ટીકાકારોએ આ ફિલ્મને એક પ્રૉપેગૅન્ડા ફિલ્મ કહી રહ્યા છે.
આ ફિલ્મને સરકારે લીધેલા એવા નિર્ણયોને સાચા ગણાવનારી ફિલ્મ તરીકે જોવાઈ રહી છે, જે નિર્ણયોને મામલે લોકો સવાલ કરી રહ્યા છે.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ ફિલ્મને સમર્થન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફિલ્મને બનાવવા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મે વિશ્વભરમાં બૉક્સ ઑફિસ પર કરેલી કમાણી 110 કરોડ છે.
સરકારી નીતિઓ માટે પ્રૉપેગૅન્ડા ફિલ્મો?

ઇમેજ સ્રોત, INSTAGRAM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે 2014માં મોદી સરકાર સત્તામાં આવી તે સાથે બૉલિવુડમાં સરકારની નીતિઓ સાથે સંકળાયેલી કેટલીક ફિલ્મો બનાવવામાં આવી છે.
જોકે, વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લાં ચાર વર્ષમાં કેટલીક ફિલ્મ પ્રૉપેગૅન્ડા કરતી જોવા મળી હતી. વર્ષ 2019માં ચૂંટણી પૂરી થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ રિલિઝ થઈ હતી.
બંને ફિલ્મો 'ઍક્સિડન્ટ ઑર કૉન્સ્પિરસી : ગોધરા' અને 'સાબરમતી રિપોર્ટ' વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં રમખાણો પર આધારિત છે.
વિનાયક દામોદર સાવરકર બનેલી બાયોપિકમાં એક સંવાદ છે, જેમાં કહેવામાં આવે છે કે જો મહાત્મા ગાંધી ન હોત તો ભારતને ઘણા સમય પહેલાં બ્રિટિશ શાસનથી મુક્તિ મળી ગઈ હોત.
ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે આ રીતે એક પછી એક ફિલ્મો રિલિઝ થઈ રહી છે. આ પ્રકારની ફિલ્મો સત્તાધારી પાર્ટીની વિચારધારા સાથે સુસંગત છે.
જોકે, તેઓ કહે છે કે આવી દરેક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ થતી નથી.
જોકે, કેટલીક મુખ્ય ઘટનાઓના મનસ્વી વર્ણનો લોકોની ધારણાઓને આકાર આપવામાં મદદ કરે છે.
ન્યૂઝ વેબસાઇટ “સ્ક્રૉલ.ઇન” નાં ફિલ્મ સમીક્ષક નંદિની રામનાથે કહ્યું, “રાજકીય વિચારધારા માટે ફિલ્મોનો હથિયાર તરીકે હાલમાં જે રીતે ઉપયોગ કરવામા આવી રહ્યો છે, તેવું પહેલાં ક્યારેય પણ જોયું નથી.”
તેમણે કહ્યું, “આ ફિલ્મો આપણા ઇતિહાસના મહત્ત્વપૂર્ણ લોકો અને ઘટના વિશે આપણી જાણકારીને પડકાર ફેંકે છે. આ ફિલ્મો એક નવો વૈકલ્પિક ઇતિહાસ બનાવવા માંગે છે.”
'કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ કેરાલા સ્ટોરી' જેવી ફિલ્મોને કારણે કેવી ચિંતા?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારની ફિલ્મોને કારણે બૉલિવુડના ભવિષ્ય વિશે ચિંતાઓ ઊભી થઈ છે. બૉલીવુડની પહોંચ બધા જ ધર્મો અને રાજકીય વિચારધારા માનનારા લોકો સુધી છે. બૉલિવુડને અલગ-અલગ ધર્મના લોકોને સાથે રાખનારી એક સાંસ્કૃતિક જગ્યા તરીકે જોવામાં આવે છે.
જોકે, આ પ્રકારની ફિલ્મો બનાવનારા નિર્માતાઓ આ વાતને નકારે છે. “ધ કેરલા સ્ટોરી”ના દિગ્દર્શક સુદીપ્તો સેને કહ્યું, “મારી ફિલ્મ રાજકીય નથી. મારી ફિલ્મ રસપ્રદ માનવીય કહાણી છે.”
સુદીપ્તો સેનની ફિલ્મ 2023માં આવી હતી. આ ફિલ્મમાં હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે અને ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપમાં સામેલ થવાની સાચી કહાણી બતાવવાનો દાવો કરે છે.
સુદીપ્તો સેને કહ્યું કે તેઓ કોઈ પણ રાજકીય પાર્ટીની વિચારધારાનો પ્રચાર કરતા નથી.
તેમણે દાવો કર્યો, “'ધ કેરલા સ્ટોરી'થી કેટલાક લોકો એટલા માટે નારાજ છે. કારણ કે, મેં સત્યને ઉઘાડું પાડ્યું છે. જોકે, આ ફિલ્મ જ્યારે રિલિઝ થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે એક ડિસક્લેમર ઉમેરવા માટે કહ્યું હતું કે આ કાલ્પનિક પાત્રો પર બની છે. ફિલ્મ પાસે 32 હજાર ધર્મ પરિવર્તનોની ઘટનાનો કોઈ પ્રમાણિક ડેટા નથી.”
બૉલીવુડ પોતાની ફિલ્મોને હિટ કરવા માટે રાષ્ટ્રવાદનો ઉપયોગ પહેલી વખત કરી રહ્યું છે તેવું નથી.
બૉલિવુડમાં દેશભક્તિ અને કટ્ટર રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરતી ફિલ્મો પહેલાં પણ બની હતી. આ નાટકીય ફિલ્મોમાં હિરોને એક ખાસ પ્રકારના વિલનો સામે લડતા દેખાડવામાં આવે છે. આમાં ખરાબ ઇરાદાવાળા આતંકવાદીઓથી શરૂ કરી ભ્રષ્ટ રાજકારણીઓ અને અત્યાચારી સંસ્થાનવાદી શક્તિઓ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
“બૉલિવુડ સાચાં તથ્યો રજૂ નથી કરતું”

ઇમેજ સ્રોત, INSTAGRAM
ભારતના લોકોને આવી એકદમ કાલ્પનિક ફિલ્મો જોવાનુ પસંદ કરે છે જે સેનાઓની જીત પર આધારિત છે. આમાંથી કેટલીક ફિલ્મોમાં પાકિસ્તાનને એક દુશ્મન તરીકે દેખાડવામાં આવે છે, જે ભારતના તેમના પાડોશી દેશ સાથેના તણાવપૂર્ણ સંબંધનો હવાલો આપે છે.
દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવનાર રૂચિકા શર્માએ કહ્યું, “બૉલિવુડ હંમેશાં સાચાં તથ્યો રજૂ નથી કરતું. સાચી વાત તો એ છે કે બૉલિવુડ ક્યારેય પણ સાચાં તથ્યો રજૂ કરતું નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો એક લિજેન્ડ (દંતકથા) ઊભી કરવા માટે ફિલ્મોની કહાણી સાથે છુટછાટ લેતા રહ્યાં છે.”
“જોકે, ફિલ્મ નિર્માતાઓ હવે ઇતિહાસનું પોતાનું વર્ઝન લઈને આવી રહ્યાં છે. એક એવો ઇતિહાસ જે તથ્યો પર આધારિત નથી. આ કારણે ઇતિહાસ પર બનતી ફિલ્મોને નુકશાન પહોંચાડે છે.”
રૂચિકા શર્માએ કહ્યું, “આ એક બાઇનરી બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. પરંતુ હવે આ ફિલ્મો ખતરનાક રીતે સાંપ્રદાયિક બની રહી છે.”
તેમણે 2022માં બનેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'નો ઉલ્લેખ કર્યો.
રૂચિકાએ કહ્યું, “આ ફિલ્મમાં મહંમદ ગઝનીને એક મુસ્લિમ તરીકે દેખાડવામાં આવ્યા હતા. આ સંપૂર્ણપણે અતિશયોક્તિ છે અને ઐતિહાસિક તથ્યોથી અલગ છે. કારણ કે સંસ્કૃત ગ્રંથોમાં ગઝનવીને ધર્મના આધારે નહીં પણ જ્ઞાતિના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું, “ભારતના ઇતિહાસની દરેક સદી “ગૅમ ઑફ થ્રૉન્સ” જેવી નાટકીય સામગ્રી આપી શકે છે. જોકે, આપણે તેમ છતાં હિન્દુ-મુસ્લિમના વિભાજનમાં જ ફસાઈ રહ્યા છીએ.”
ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ચાલી નહીં. જોકે, બૉક્સ ઑફિસના રેકર્ડ જણાવે છે કે ધાર્મિક ધ્રુવીકરણના વિષયો પર બનેલી ફિલ્મો મોટેભાગે સફળ રહે છે.
“સિનેમા ધર્મના રાજકારણને બળ આપે છે“

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વલણોને ટ્રૅક કરતી કંપની ઑરમૈક્સ મીડિયાના પ્રમુખ શૈલેશ કપૂરે કહ્યું, “ધર્મના રાજકારણનો સિનેમામાં જન રાજકારણના સૌથી મજબૂત સ્વરૂપ તરીકે ઉદય થયો છે.”
આ પ્રકારની ફિલ્મોનો સાચો સમય ત્યારે આવ્યો જ્યારે “કાશ્મીર ફાઇલ્સ” અને “ધ કેરલા સ્ટોરી” જેવી ફિલ્મો આવી હતી. આ ફિલ્મો ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી અને તેમને આશા કરતાં ઘણો વધારો વકરો કર્યો અને હિટ પુરવાર થઈ હતી.
“કાશ્મીર ફાઇલ્સ” 1990ના દાયકામાં ઉગ્રવાદના ચરમ પછી કાશ્મીરમાંથી હિંદુઓના પલાયન અંગે સત્ય કહેવાનો દાવો કરે છે.
ભારત સરકારના મંત્રીઓએ “આર્ટિકલ 370” ફિલ્મની જેમ જ “કાશ્મીર ફાઇલ્સ”ના પણ વખાણ કર્યા હતા.
ભાજપ શાસિત રાજ્યોમાં આ ફિલ્મોને ટેક્સ ફ્રી પણ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ સમીક્ષકોનું કહેવું હતું કે આ ફિલ્મોમાં એક રાજકીય વાસ્તવિકતાને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ અને એકતરફી પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવી હતી.
સમીક્ષકોએ જણાવ્યું કે સરકારી આંકડાઓ પ્રમાણે ચરમપંથીઓએ 200 હિન્દુ પંડિતોને માર્યા હતા. જોકે, ફિલ્મમાં આ આંકડો ચાર હજાર જણાવ્યો છે.
કપૂરે કહ્યું કે આ વિવાદો છતાં ફિલ્મને ઘણા દર્શકો મળ્યા હતા. આ દર્શકોની સંખ્યા બૉક્સ ઑફિસ પર આવી ફિલ્મો આવવાની સંભાવના વધારે છે.
સમીક્ષકો કહે છે કે આવી ફિલ્મોની તુલનામાં સવાલ કરતી ફિલ્મોની સંખ્યા ઘટી રહી છે. દિગ્દર્શક દિબાકર બેનરજીએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે નેટફ્લિકસે આ વર્ષે તેમની ફિલ્મ “ટીસ”ની રિલિઝ રદ કરી દીધી છે.
નેટફ્લિકસને બીક હતી કે આ ફિલ્મને મામલે “તાંડવ” જેવો હંગામો ન થાય. ભાજપ કાર્યકરોએ “તાંડવ” ફિલ્મનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ કહ્યું કે આ ફિલ્મમાં જાણીજોઈને હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવામાં આવી છે.
નેટફ્લિકસે “ટીસ” સાથે જોડાયેલા સવાલોનો જવાબ ન આપ્યો, પરંતુ બીબીસીને આપેલા એક નિવેદનમાં કહ્યું, “અમારી પાસે ભારતીય ફિલ્મો અને ટીવી શોની વિશાળ રેન્જ છે, જે સર્જનાત્મક અભિવ્યક્તિને આપેલા અમારા સમર્થનનો પુરાવો છે.”
'પ્રૉપેગૅન્ડા ફિલ્મોની અસર ખતરનાક બની શકે છે'
નંદિની રામનાથે કહ્યું, “સિનેમાની નવી રેન્જ સફળ છે. કારણ કે આ ફિલ્મો એક અસ્વસ્થ વાસ્તવિકતાની શોધખોળ કરવાનો દાવો કરે છે.”
તેમણે કહ્યું, "આ ફિલ્મો, એક થ્રિલરની જેમ વણાયેલી, કથિત ઐતિહાસિક ભૂલો સામે લાવે છે, જેને અત્યાર સુધી બિનસાંપ્રદાયિક ફિલ્મ નિર્માતાઓ દ્વારા અવગણવામાં આવી હતી."
જોકે, અન્ય ફિલ્મ નિર્માતાઓ એટલી સામાન્ય પ્રતિભા ધરાવતા હોય છે કે તેઓ તેમના રાજકીય વલણના આધારે જ ફિલ્મો બનાવે છે.
રામનાથ કહે છે, "આવી ફિલ્મોને સફળ થવા માટે અમુક બાબતોની જરૂર હોય છે. જેમ કે ષડ્યંત્ર, રોમાંચ અને પ્રોડક્શનની ચતુરાઈ."
શૈલેષ કપૂર આ મૂલ્યાંકન સાથે સહમત છે. તેમનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓ લોકપ્રિય રાજકીય ધારણાઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ ફૉર્મ્યુલાની પણ એક મર્યાદા છે.
કેટલાક અન્ય નિષ્ણાતો આવાં વલણોની લાંબા ગાળાની અસર વિશે ચિંતિત છે.
રૂચિકા શર્મા કહે છે, "આપણે ગમે તેટલું કહીએ કે આ માત્ર એક ફિલ્મ જ છે, પરંતુ લોકપ્રિય સિનેમા પર તેની અસર પડે છે. જો એક વ્યક્તિ પણ એવું માને છે કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે ખરેખર બન્યું છે, તો તે ચિંતાજનક છે."












