ઍક્ઝિટ પોલ : હિમાચલ પ્રદેશમાં ફરી ભાજપ કે કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત ચૂંટણીનું બીજા અને આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે જ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીઓના ઍક્ઝિટ પોલ વિવિધ મીડિયાગૃહો દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.
વિવિધ ઍક્ઝિટ પોલ દર્શાવે છે કે હિમાચલ પ્રદેશમાં ફરી એક વાર ભાજપ જીત મેળવે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભામાં કુલ 68 બેઠકો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઇટ ઇન્ડિયાટાઇમ્સ ડૉટ કૉમના અહેવાલ અનુસાર બાર્ક (BARC) દ્વારા કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં ભાજપને 35-40 બેઠકો, કૉંગ્રેસને 20-25 બેઠકો, ‘આપ’ને 0-3 બેઠકો અને અન્યને 1-5 બેઠકો મળે તેવું તારણ આપવામાં આવ્યું છે.
જ્યારે ટાઇમ્સ નાઉ-ઈટીજી દ્વારા હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં ભાજપને 38, કૉંગ્રેસને 28 અને આપને શૂન્ય તથા અન્યને 2 બેઠકો આપવામાં આવી છે.
ઇન્ડિયા ન્યૂઝ અને જન કી બાત દ્વારા જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં હિમાચલ પ્રદેશમાં ભાજપને 32-40 બેઠકો, કૉંગ્રેસને 27-34 બેઠકો અને આપને શૂન્ય અને અન્યને 1 અથવા 2 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત પી-માર્ક દ્વારા જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં ભાજપને 34-39 બેઠકો, કૉંગ્રેસને 28-33 બેઠકો અને આપને શૂન્ય અથવા એક અને અન્યને 1થી 4 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં કાંટે કી ટક્કર

ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયાના આકલન પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં ભાજપને 24થી 34 તથા કૉંગ્રેસને 30થી 40 બેઠક મળી શકે છે.
ભાજપને 42, કૉંગ્રેસને 44 તથા આપ સહિત અન્યોને બે ટકા મત મળી શકે છે. આપને શૂન્ય તથા અન્યોને ચારથી આઠ બેઠક મળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું ગૃહરાજ્ય છે, જ્યાં તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.














