હૈદરાબાદના એ નિઝામ જેણે 4,000 કરોડની સંપત્તિ ઉડાવી દીધી અને 3BHKમાં અંતિમ શ્વાસ લીધા

મુકર્રમ જાહ

ઇમેજ સ્રોત, MUKARRAM JAH FAMILY

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વિટ્ઝર્લૅન્ડના એક જ્યોતિષે વર્ષ 1980ના દાયકામાં હૈદરાબાદના આઠમા નિઝામ મુકર્રમ જાહને કહ્યું હતું કે, “તમારું મૃત્યુ 86 વર્ષની ઉંમર પહેલાં નહીં થાય.”

ઘણાં વર્ષો પહેલાં જ્યારે મુકર્રમ જાહના ઓળખીતા એક પત્રકાર-લેખર જૉન ઝુબરિસ્કી તેમને અનાતોલિયા, તુર્કીમાં મળ્યા ત્યારે તેમની ઉંમર 71 વર્ષ હતી, તેઓ ડાયાબિટીસની બીમારી માટે દવા લેતા અને સિગારેટ પણ ખૂબ પીતા.

તેમણે જૉન ઝુબરિસ્કીને આત્મવિશ્વાસપૂર્વક કહેલું કે, “જ્યારે મારા દાદા, મીર ઓસમાનઅલીખાં, ચેઇન-સ્મોકર હોવા ઉપરાંત દરરોજ 11 ગ્રામ અફીણ લઈને 80 વર્ષ સુધી જીવ્યા, તો હું તેમના કરતાં વધુ જ જીવીશ.”

વર્ષ 2023માં જ્યારે મુકર્રમ જાહનું નિધન થયું ત્યારે તેમની ઉંમર 89 વર્ષ હતી.

તેમનું મૃત્યુ અનાતોલિયાના ત્રણ બેડરૂમવાળા ઍપાર્ટમૅન્ટમાં થયું અને એક નર્સ, એક રસોઈયો તથા એક કેરટેકર તેમની સાથે રહેતાં.

તુર્કીમાં તેમના પાડોશીઓને પણ એ વાતની ખબર નહોતી કે નિઝામ મુકર્રમ જાહના નાના ઑટોમન સામ્રાજ્યના અંતિમ ‘ખલીફા’ અબ્દુલ મજીદ – 2 હતા, જેમણે 1924માં દેશનિકાલ ભોગવવો પડ્યો.

સ્વિટ્ઝર્લૅન્ડમાં શરણ લેનારા ‘ખલીફા’નાં એકમાત્ર દીકરી દુરૂશેવર સાથે મુકર્રમના પિતા પ્રિન્સ આઝમના નિકાહ થયા હતા.

આ એ જ મુકર્રમ જાહ હતા જેમને 1967માં હૈદરાબાદના આટમા અને અંતિમ નિઝામ તરીકે ગાદીએ બેસાડાયા હતા અ તેમણે પોતાના દાદા પાસેથી વારસામાં એક ડઝન કરતાં વધુ મહેલ, મુગલકાલીન કળાકૃતિઓ, સેંકડો કિલો સોના-ચાંદીનાં ઘરેણાં, હીરા અને મૂલ્યવાન વસ્તુઓ મળી હતી.

જોકે, પોતાના મૃત્યુ પહેલાં તેમણે અંદાજે ચાર હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ‘ગુમાવી’ દીધી અથવા બીજા શબ્દોમાં કહીએ તો ‘ઉડાવી’ દીધી.

પ્રથમ બેગમ સાથે નવાબ મુકર્રમ જાહ

ઇમેજ સ્રોત, DR. MOHAMMED SAFIULLAH, THE DECCAN HERITAGE TRUST

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુકર્રમ જાહના બાયોગ્રાફર જૉન ઝુબરિસ્કીએ ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’માં લખ્યું છે કે, “મુકર્રમ અવારનવાર એ કિસ્સો સંભળાવતાં કઈ રીતે તેમના પૂર્વજ પહેલા નિઝામે પહેરેદારોને લાંચ આપીને ગોલકુંડાના કિલ્લાનો દરવાજો ખોલાવીને દક્ષિણમાં મુગલોને જીત અપાવી હતી.”

“તે બાદ ઊંટો પર લાદીને સોના-ચાંદી, હીરાનાં ઘરેણાં ઔરંગઝેબના દરબારમાં પહોંચી ગયાં હતાં.”

જૉન ઝુબરિસ્કી આગળ લખે છે કે, “આ માત્ર સંયોગ નથી કે જે હૈદરાબાદ નિઝામના સામ્રાજ્યનો વ્યાપ ફ્રાન્સ જેટલો હતો, એ હવે સંકોચાઈને અમુક એકર સુધી સીમિત થઈ ગયું છે.”

જ્યારે મુકર્રમ જાહનું મૃત્યુ થયું, ત્યારે નિઝામ હૈદરાબાદની સંપત્તિના ડઝનો વારસો વચ્ચે કોર્ટમાં સેંકડો કેસ ચાલી રહ્યા હતા, જેની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ હૈદરાબાદના અંતિમ નિઝામ દ્વારા અખૂટ સંપત્તિ ‘ગુમાવાયા’ની વાતને સમજવા માટે ઇતિહાસમાં જવું પડશે કારણ કે દાદા મીર ઓસમાનઅલીએ પોતાના દીકરા પ્રિન્સ આઝમના સ્થાને પૌત્ર મુકર્રમને પોતાના વારસાદાર પસંદ કર્યા હતા.

મીર ઓસમાનઅલી ખાનના બાયોગ્રાફર ડી. એફ. કરાકાએ ‘ફૅબ્યુલસ મુગલ’માં લખ્યું છે કે, “ઓસમાનઅલી ખાને વારસામાં અખૂટ સંપત્તિ હાંસલ કરી હતી અને તેમણે ‘કિંગ કોઠી’ મહેલમાં પોતાનું ‘જનાનખાનું’ બનાવ્યું હતું જ્યાં 1920ના દાયકામાં તેમની 200 પત્નીઓ રહેતી જેની સંખ્યા 1967માં એટલે કે સાતમા નિઝામના મૃત્યુના વર્ષ સુધી ઘટીને 42 રહી ગઈ હતી. એ વાત અલગ છે કે તેઓ શાહી ખર્ચ બિલકુલ નહોતા કરતા અને તેમની ગણતરી કંજૂસોમાં થતી.”

લેખક જૉન ઝુબરિસ્કીએ ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’માં લખ્યું છે કે, “મારા દાદા મીર ઓસમાનઅલી ખાન સાંજે એ મહેલના ગાર્ડનમાં જતા જ્યાં તેમની પત્નીઓ પહોંચી જતી. જેના ખભા પર દાદા સફેદ રૂમાલ મૂકતા તેને ખબર પડી જતી કે દાદાના બેડરૂમમાં રાત્રે નવ વાગ્યે કોણે મુલાકાત કરવાની હતી.”

મુકર્રમ જાહના બાયોગ્રાફર જૉન ઝુબરિસ્કીએ ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’માં લખ્યું છે કે, “મુકર્રમ અવારનવાર એ કિસ્સો સંભળાવતાં જ્યારે તેમના પૂર્વજ પહેલા નિઝામે પહેરેદારોને લાંચ આપીને ગોલકુંડાના કિલ્લાનો દરવાજો ખોલાવીને દક્ષિણમાં મુગલોને જીત અપાવી હતી.”

“તે બાદ ઊંટો પર લાદીને સોના, ચાંદીનાં હીરા-ઘરેણાં ઔરંગઝેબના દરબારમાં પહોંચી ગયાં હતાં.”

જૉન ઝુબરિસ્કી આગળ લખે છે કે, “આ માત્ર સંયોગ નથી કે જે હૈદરાબાદ નિઝામના સામ્રાજ્યનો વ્યાપ ફ્રાન્સ જેટલો હતો, એ હવે સંકોચાઈને અમુક એકર સુધી સીમિત થઈ ગયું છે.”

જ્યારે મુકર્રમ જાહનું મૃત્યુ થયું, ત્યારે નિઝામ હૈદરાબાદની સંપત્તિના ડઝનો વારસો વચ્ચે કોર્ટમાં સેંકડો કેસ ચાલી રહ્યા હતા, જેની સુનાવણી હજુ પણ ચાલી રહી છે.

પરંતુ હૈદરાબાદના અંતિમ નિઝામ દ્વારા અખૂટ સંપત્તિ ‘ગુમાવાયા’ની વાતને સમજવા માટે ઇતિહાસમાં જવું પડશે કારણ કે દાદા મીર ઓસમાનઅલીએ પોતાના દીકરા પ્રિન્સ આઝમના સ્થાને પૌત્ર મુકર્રમને પોતાના વારસાદાર પસંદ કર્યા હતા.

મીર ઓસમાનઅલી ખાનના બાયોગ્રાફર ડી. એફ. કરાકાએ ‘ફૅબુલસ મુગલ’માં લખ્યું છે કે, “ઓસમાનઅલી ખાને વારસામાં અખૂટ સંપત્તિ હાંસલ કરી હતી અને તેમણે ‘કિંગ કોઠી’ મહેલમાં પોતાનું ‘જનાનખાનું’ બનાવ્યું હતું જ્યાં 1920ના દાયકામાં તેમની 200 પત્નીઓ રહેતી જે 1967માં એટલે કે સાતમા નિઝામના મૃત્યુના વર્ષ સુધી ઘટીને 42 રહી ગઈ હતી. એ વાત અલગ છે કે તેઓ શાહી ખર્ચ બિલકુલ નહોતા કરતા અને તેમની ગણતરી કંજૂસોમાં થતી.”

મુકર્રમ જાહ

ઇમેજ સ્રોત, DR. MOHAMMED SAFIULLAH, THE DECCAN HERITAGE TRUST

લેખક જૉન ઝુબરિસ્કીએ ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’માં લખ્યું છે કે, “મારા દાદા મીર ઓસમાનઅલી ખાન સાંજે એ મહેલના ગાર્ડનમાં જતા જ્યાં તેમની પત્નીઓ પહોંચી જતી. જેના ખભા પર દાદા સફેદ રૂમાલ મૂકતા તેને ખબર પડી જતી કે દાદાના બેડરૂમમાં રાત્રે નવ વાગ્યે કોણે મુલાકાત કરવાની હતી.”

જોકે, આ બધી વાતો વચ્ચે હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાનઅલીનાં બાળકો અને પૌત્રો વધતાં જઈ રહ્યાં હતાં. તેમના મૃત્યુ સમયે તેમની સંખ્યા 100ની આસપાસ હતી જે વર્ષ 2005માં વધીને 500 સુધી પહોંચી ગઈ હતી.

લગભગ તમામે આઠમા અને અંતિમ નિઝામ, મુકર્રમ જાહ વિરુદ્ધ સંપત્તિમાં ભાગ મેળવવા માટે કેસ દાખલ કર્યા હતા.

જોકે, હકીકત એ પણ છે કે 1947માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારે, હૈદરાબાદ રિયાસત દેશની સૌથી ધનવાન રિયાસત ગણાતી હતી, જે અંગે ખુદ બ્રિટનના વડા પ્રધાને નિવેદન આપ્યું હતું.

જુલાઈ, 1948માં વિંસ્ટન ચર્ચિલે બ્રિટનની સંસદને જણાવ્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્રના 52 સભ્ય દેશોમાંથી 20 હૈદરાબાદ કરતાં નાના હતા અને તેમના પૈકી 16ની આવક હૈદરાબાદના નિઝામની રિયાસત કરતાં ઓછી હતી.”

આ એ સમય હતો જ્યારે પ્રિન્સ મુકર્રમ જાહનાં માતા દુરૂશેવરે પોતાના સસરા નિઝામ મીર ઓસમાનઅલીની ઇચ્છા વિરુદ્ધ મુકર્રમને પહેલાં દૂન સ્કૂલ અને પછી કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ ભણવા મોકલ્યા હતા.

આ દરમિયાન હૈદરાબાદ રિયાસતનું ભારતમાં વિલય થયું અને નિઝામ હૈદરાબાદની કુલ મૂડી અને સ્થાવર અને જંગમ મિલકતનો અંદાજ લગાવી રહ્યા હતા.

મીર ઓસમાનઅલીના બાયોગ્રાફર ડી. એફ. કરાકા પ્રમાણે, “1950ના દાયકામાં નિઝામની કુલ સંપત્તિ 1.35 અબજ રૂપિયાની હતી જેમાં 35 કરોડ રૂપિયાની રોકડ હતી, હીરા-ઘરેણાંની કીમત પાંચ કરોડ રૂપિયા હતી અને આટલી જ કીમતનાં મહેલ અને સંપત્તિ હતાં.”

મુકર્રમ જાહનાં લગ્ન

ઇમેજ સ્રોત, DR. MOHAMMED SAFIULLAH, THE DECCAN HERITAGE TRUST

ન્યૂયૉર્ક ટાઇમ્સ અખબારે વર્ષ 1949માં પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે નિઝામની કુલ સંપત્તિ બે અબજ અમેરિકન ડૉલર આસપાસ હતી.

નિઝામ હૈદરાબાદની સંપત્તિ અંગે ઘણા અંદાજ સામે આવ્યા છે, પરંતુ ભારતીય સ્ટેટ બૅન્કે ઘણી વખત હૈદરાબાદ રિયાસતનાં હીરા-ઘરેણાં વગેરે અંગે કોર્ટમાં રજૂ કરેલા આંકડા અનુસાર તેની કીમત ચાર હજાર કરોડ રૂપિયાની આસપાસ હતી.

નિઝામ મીર ઓસમાનઅલીએ આ દરમિયાન જ મક્કમ મને નિર્ધાર કરી લીધો હતો કે તેમના વારસદાર તેમના દીકરા આઝમ જાહ નહીં પરંતુ પૌત્ર મુકર્રમ જાહ હશે.

14 જૂન, 1954ના દિવસે ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને લખાયેલા એક પત્રમાં તેમણે લખ્યું કે, “નિરર્થક ખર્ચ અને દારૂ પીવાની ટેવોને કારણે પ્રિન્સ આઝમ જાહ પોતાની જાતને પરિવારના મોવડી બનવા માટે લાયક સાબિત નથી કરી શક્યા. મારો પૌત્ર મુકર્રમ જાહ મારી વ્યક્તિગત સંપત્તિનો વારસ હશે.“

આ બાદનાં અમુક વર્ષો સુધી ભારતીય સરકારે જૂનાં રજવાડાંના અધિકાર લઈ લેવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું, મુકર્રમ જાહ ઇંગ્લૅન્ડ અને યુરોપમાં પુલ-નિર્માણ કળાથી માંડીને માઇનફિલ્ડ પાથરવાની રીતો શીખી રહ્યા હતા.

હૅરો સ્કૂલમાં પોતાના મિત્ર રાશિદઅલી ખાનને એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “હું એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનું જીવન ભરપૂર માણી લેવા માગું છું, તેથી હું મારા બધા શોખ પૂરા કરી રહ્યો છું, ભલે એ ફિલ્મ જોવાની વાત હોય કે મ્યુઝિક પ્રોગ્રામમાં હાજરી આપવાની.”

1958 ઇસ્તાંબુલમાં રજા માણતી વખતે તેમની મુલાકાત એસરા બર્જિન સાથે થઈ. જેમની સાથે મુકર્રમે કેન્સિંગટન કોર્ટમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં.

હૈદરાબાદની જૂની હવેલીના મસર્રત મહેલમાં મોજૂદ નિઝામ સંગ્રહાલયમાં સાતમા નિઝામ સાથે જોડાયેલી ઘણી કીમતી વસ્તુઓ છે

ઇમેજ સ્રોત, NAWAB NAJAF ALI KHAN/BBC

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદની જૂની હવેલીના મસર્રત મહેલમાં મોજૂદ નિઝામ સંગ્રહાલયમાં સાતમા નિઝામ સાથે જોડાયેલી ઘણી કીમતી વસ્તુઓ છે

ઇતિહાસકાર અનિતા શાહ સાથે થયેલી વાતચીતમાં તેમણે ઘણાં વર્ષો બાદ કહ્યું હતું કે, “મારા દાદા, તત્કાલીન નિઝામ અને મારાં માતા આ લગ્નની વિરુદ્ધ હતાં, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ પણ નહોતો.”

અંતે જ્યારે વર્ષ 1967માં સાતમા નિઝામ, મીર ઓસમાનઅલીનું મૃત્યુ થયું તે દિવસ બાદ મુકર્રમ જાહને અંતિમ નિઝામ તરીકે ગાદી મળી. અનેક મુસીબતો પૈકી સૌથી મોટી મુશ્કેલી હતી શાહી ખર્ચ.

ઘણાં વર્ષો બાદ તુર્કીમાં જૉન ઝુબરિસ્કીને આપેલ ઇન્ટરવ્યૂમાં મુકર્રમ જાહે જણાવ્યું હતું કે, “માત્રા મારા દાદાના સ્ટાફની સંખ્યા જ 14,718 હતી. એ સિવાય તેમનાં 42 પત્નીઓ અને 100 સંતાનોનો શાહી ખર્ચ તેમના માથે હતો.”

“હૈદરાબાદના ચાઉમહલ્લા મહેલ કૉમ્પલેક્સમાં છ હજાર સ્ટાફ તહેનાત હતો અને અમારા તમામ મહેલોમાં લગભગ પાંચ હજાર સર્કસ ગાર્ડ હતા. આ સિવાય નિઝામના રસોડામાં દરરોજ બે હજાર લોકો માટે ભોજન તૈયાર થતું અને સ્ટાફના કેટલાક લોકો આસપાસનાં હોટલ-રેસ્ટોરાંમાં ચૂપચાપ આ ભોજનનો મોટો ભાગ વેચી દેતા.”

મુકર્રમ જાહે જણાવ્યું હતું કે નિઝામનું શાહી ગૅરેજમાં ઘણી બધી રોલ્સ રોયસ કારો સામેલ હતી. આ કારોમાં પેટ્રોલ પુરાવવા માટેનો વાર્ષિક ખર્ચ એ જમાનામાં 90 હજાર અમેરિકન ડૉલર હતો.

1968માં મુકર્રમ જાહને પ્રથમ ફટકો ત્યારે લાગ્યો જ્યારે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે નિઝામની સંપત્તિને તેમના તમામ વારસદારો વચ્ચે સમાનપણે વહેંચવાનો નિર્ણય આપ્યો. આ કેસ મુકર્રમ જાહનાં બહેન શહજાદી પાશાએ કર્યો હતો, જેમના તેમના દાદાએ નિકાહ નહોતા થવા દીધા.

આગામી બે વર્ષોમાં તેમનાં પત્ની એસરા અને બાળકો પાછાં ઇંગ્લૅન્ડ જતાં રહ્યાં અને હૈદરાબાદમાં પોતાની સંપત્તિ બચાવવા માટેના તેમના મનસૂબા એક પછી એક ધરાશાયી થતા રહ્યા.

ઇજનેરી અને મોટર મિકૅનિક તરીકેનો શોખ રાખનારા મુકર્રમ જાહે જ્યારે નિઝામની ફરજ પરથી છૂટતાં ત્યારે પોતાના દાદાના ગૅરેજમાં ખરાબ પડેલી 56 કારોને રિપેર કરવામાં લાગી જતા.

હૈદરાબાદના સાતમા નિઝામ ફલકનુમા મહેલમાં રહેતા જે હવે તાજ ગ્રૂપ ઑફ હોટલ્સનો ભાગ છે

ઇમેજ સ્રોત, LEISA TYLER/LIGHTROCKET VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના સાતમા નિઝામ ફલકનુમા મહેલમાં રહેતા જે હવે તાજ ગ્રૂપ ઑફ હોટલ્સનો ભાગ છે

વર્ષો સુધી ઇંગ્લૅન્ડમાં તેમનાં પ્રથમ પત્ની એસરાએ જૉન ઝુબરિસ્કી સાતે વાત કરતાં કહ્યું હતું કે, “તેઓ કાં તો સૈન્યમાં જોડાવા માગતા હતા કાં તો કાર મિકૅનિક બનવા માગતા હતા. તેમને લાગતું હતું કે સંપત્તિના કામમાં નિકટના મિત્રો પર વિશ્વાસ રાખવાથી વાત બની જશે, જે ન થયું. તેઓ આ કામ માટે બન્યા જ નહોતા.”

બીજી તરફ હૈદરાબાદમાં નિઝામ મુકર્રમ જાહને અચાનક હૅરો અને કૅમ્બ્રિજના પોતાના મિત્ર, જૉર્જ હૉબડની યાદ આવી જે પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. નિઝામ તેમને જઈને મળ્યા.

આ પ્રસંગથી જ તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો અને હૈદરાબાદ જ નહીં પરંતુ તેમની સંપત્તિ પણ તેમનાથી દૂર થતી ગઈ.

પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની આસપાસનો નજારો અને લોકો તેમને એટલા પસંદ આવ્યા કે તેમણે ત્યાં એક ફાર્મ હાઉસ લેવાનું ઠરાવ્યું. એકાએક તેમને ઘેટાંના એક ફાર્મ ‘મર્ચિસન હાઉસ સ્ટેશન’ અંગે ખબર પડી.

ટાઇમ મૅગેઝિનને આપેલ એક ઇન્ટરવ્યૂમાં મુકર્રમ જાહે જણાવ્યું હતું કે, “મર્ચિસન નદીના વાદળી પાણીએ જાણે કે વિશાળકાય ફાર્મની વચ્ચોવચ રહેલ સૅન્ડસ્ટોનના પહાડો વચ્ચેથી એક વળાંકવાળી ધાર બનાવી દીધી હતી. મને જૂના હૈદરાબાદ પાસેનાં પહાડ અને જંગલ યાદ આવી રહ્યાં હતાં જ્યાં બાળપણમાં દાદા સાથે શિકાર હું શિકાર પર જતો.”

આ દરમિયાન મુકર્રમે હેલન સિમન્સ નામનાં ઑસ્ટ્રેલિયન મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં. જે બાદમાં એઇડ્સની બીમારીથી મૃત્યુ પામ્યાં. એ લગ્નમાંથી પણ તેમનાં બે બાળકો થયાં જેમાંથી બીજા, પ્રિન્સ ઉમર જાહનું ડ્રગ્સ ઓવરડોઝના કારણે મૃત્યુ થયું હતું.

મુકર્રમ જાહે પોતાનું ધ્યાન ઑસ્ટ્રેલિયામાં પોતાની નવી એસ્ટેટ “મર્ચિસન હાઉસ સ્ટેશન” પર કેન્દ્રિત કરેલું, જે પાંચ લાખ એકર જમીનમાં ફેલાયેલી હતી.

તેની એક તરફ હિંદ મહાસાગર હતો અને બીજી તરફ પહાડ અને ગુફાઓ.

બીજી તરફ ભારતમાં તેમની સંપત્તિ પર અન્યોનો કબજો વધતો જઈ રહ્યો હતો, ભાગલા પડી રહ્યા હતા, બીજી તરફ મુકર્રમ ઑસ્ટ્રેલિયામાં ઘણા મિલિયન ડૉલરની સંપત્તિ ખરીદી રહ્યા હતા.

તેમાં પાણીનું જહાજ, વિશ્વનું સૌથી મોટું બુલડોઝર, લૅન્ડમાઇન શોધનારી મશીનો અને એક સોનાની ખાણ પણ સામેલ હતી.

તેમના બાયોગ્રાફર જૉન ઝુબરિસ્કી પ્રમાણે, “ખર્ચની લાંબી થતી જઈ રહેલી યાદીના કારણે મુકર્રમે કીમતી ઘરેણાં સ્વિટ્ઝર્લૅન્ડ લાવીને વેચ્યાં પણ ખરાં જેથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના કર્મચારીઓ અને મોંઘી હોટલોના ખર્ચ પૂરા કરી શકાય. પરંતુ ઑસ્ટ્રેલિયામાં તેમના ખર્ચ બે-ત્રણ ગણા થઈ રહ્યા હતા અને લોકોએ તેમના પૈસાની હેરાફેરી કરવાનું શરૂ કરી દીધું હતું.”

ઉધારનું જીવન, દેવાદારોથી બચવાના પ્રયાસ અને ભારત સરકાર દ્વારા નિઝામ ટ્રસ્ટનાં ઘરેણાં અને કીમતી સામાનની વિદેશમાં હરાજી પર લગાવાયેલ પ્રતિબંધથી મુકર્રમ જાહ તૂટતા જઈ રહ્યા હતા.

1996 સુધી તેમણે ઑસ્ટ્રેલિયા અને યુરોપની તેમની સંપત્તિ ગીરો મૂકવી પડી અને પછી વેચવી પડી. આવું કરીને તેમનાં દેવાં ચૂકતે કરાયાં. તેમના પાણીના જહાજને જપ્ત કરી લેવાયું અને તેમની કારો અને બુલડોઝરની હરાજી કરાઈ.

લેખક જૉન ઝુબરિસ્કીએ પોતાના પુસ્તક ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑપ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’ સાથે હૈદરાબાદના એક બુક સ્ટોરમાં. આ તસવીર 25 જાન્યુઆરી 2007ના રોજ લેવાઈ હતી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, લેખક જૉન ઝુબરિસ્કીએ પોતાના પુસ્તક ‘ધ લાસ્ટ નિઝામ : રાઇઝ ઍન્ડ ફૉલ ઑપ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ પ્રિન્સલી એસ્ટેટ’ સાથે હૈદરાબાદના એક બુક સ્ટોરમાં. આ તસવીર 25 જાન્યુઆરી 2007ના રોજ લેવાઈ હતી.

ઑસ્ટ્રેલિયામાં ‘ધ વેસ્ટર્ન મેઇલ’ અખબારે સમાચાર છાપ્યા હતા કે, “શાહ- જે નામથી તેમને ત્યાંના લોકો બોલાવે છે – તેમના કર્મચારીઓએ ખોટી રીતે પૈસા ખર્ચ કર્યા અને છેતરપિંડી પણ કરી છે. તેમનાં બાળકોની કસ્ટડી મામલે પણ શાહ બૅકફૂટ પર છે અને તેમણે ભારે દંડ ભરવો પડશે.”

એ વર્ષે એક શુક્રવારના દિવસે ‘નિઝામ’ મુકર્રમ જાહે પર્થમાં પોતાના સચિવને કહ્યું કે તેઓ નમાજ પઢવા જઈ રહ્યા છે. એ પછી તેઓ ઑસ્ટ્રેલિયામાં ન દેખાયા. પોતાની વિરુદ્ધ દાખલ કરાયેલા કેસો પર કાર્યવાહીની બીકે તેઓ તુર્કી ભાગી ગયા અને આજીવન ત્યાં જ રહ્યા.

હા, એ દરમિયાન તેમણે વધુ બે લગ્ન કર્યાં જે લાંબા સમય સુધી ન ચાલ્યાં.

ભારત સરકારે વર્ષ 2002માં તેમને નિઝામ ટ્રસ્ટથી સરકારી ખજાનામાં લેવાયેલાં ઘરેણાં માટે 22 મિલિયન ડૉલર જરૂર આપ્યા પરંતુ આ કીમત ઘરેણાંની બજારકિંમતના એક ચતુર્થાંશ ભાગ જેટલી પણ નહોતી.

એ વર્ષની શરૂઆતમાં તેમના મૃત્યુ બાદ મુકર્રમ જાહના મૃતદેહને હૈદરાબાદ લાવીને પૂરા સન્માન સાથે દફનાવાયો. એ પહેલાં અંતિમ વખત વર્ષ 2012માં તેઓ હૈદરાબાદ આવ્યા હતા.

તેમના બાયોગ્રાફર જૉન ઝુબરિસ્કીએ તેમને પૂછ્યું હતું કે શું કોઈ વાતનો વસવસો રહી ગયો છે?

મુકર્રમ જાહે અંતાલિયાના એ કાફેમાં ટર્કિશ ચા પીતાં પીતાં કહ્યું હતું કે, “હા, મારા એક મિત્રે ઇંગ્લૅન્ડમાં મને કહ્યું હતું કે ઘણાં વર્ષો પહેલાં મારા એક મિત્રના હાથમાં દ્વિતીય વિશ્વ યુદ્ધની એક તૂટેલી સબમરિન લાગી હતી. તેણે પૂછ્યું હતું કે શું આમાં રસ છે ખરો. મેં જવાબ દીધો, હા. પરંતુ વાત આગળ ન વધી શકી.”