'ઝાડ માણસને પકડીને બચકાં ભરે,' આવી ફરિયાદ ઊઠી એ ગામમાં કેવાં ઝાડ છે અને સત્ય શું છે?

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો
    • લેેખક, લાકોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી માટે

આંધ્ર પ્રદેશના માન્યમ જિલ્લામાં વાલાગજ્જી ગામે એક વિચિત્ર ઘટના બહાર આવી છે. આ ગામના આદિવાસીઓએ વનવિભાગને ફરિયાદ કરી છે કે અહીં કેટલાંક ઝાડ અને તેની ડાળીઓ લોકોને પકડીને તેમને બચકાં ભરે છે.

આ દરમિયાન વનવિભાગના અધિકારીઓ વાલાગજ્જી આદિવાસી ગામે શું બની રહ્યું છે તેના પર બારીક નજર રાખી રહ્યા છે.

ઝાડ ઊખડી જવા અને ડાળીઓ તૂટવી વગેર મામલે ગામવાસીઓની ચિંતા વધી રહી છે, જ્યારે નિષ્ણાતો કહે છે કે આ વાતો ભરોસો કરવાલાયક નથી.

વનસ્પતિ નિષ્ણાતો અને વનવિભાગના અધિકારીઓ કહે છે કે કેટલાક લોકો આવી વાતોને વાસ્તવિકતા માનીને ગેરમાર્ગે દોરાયેલા છે. પરંતુ આવી તમામ વાતો અવૈજ્ઞાનિક માન્યતાઓ પર આધારિત છે.

વાલાગજ્જી ગામમાં કેવાં ઝાડ છે?

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

વન્ય અધિકારીઓની સાથે બીબીસીની એક ટીમ વાલાગજ્જી ગામે ગઈ હતી.

ગામમાં પ્રવેશતાં જ અમે એક મોટું આમલીનું ઝાડ અને એક નાળિયેરનું ઝાડ જોયું. તેની સાથે સાગ, કેળા, બદામ અને કેસર સહિત બીજાં ઘણાં છોડ અને ઝાડ જોયાં. અન્ય વિસ્તારના ઝાડની તુલનામાં આ ઝાડમાં કંઈ ખાસ ન હતું, બધાં સામાન્ય દેખાતાં હતાં.

લગભગ 60 પરિવારો ધરાવતા આ ગામની કુલ વસ્તી 210 છે. બધા લોકો આજીવિકા માટે મુખ્યત્વે પશુપાલન અને કૃષિ પર નિર્ભર છે. કેટલાંક ઘરોની સામે ઝાડની ડાળીથી બનેલા છાપરા અને વાડ જોવા મળે છે. બે-ત્રણ લોકો ખભે ધારિયા લઈને વાડીમાં જતા જોવા મળ્યા.

અહીંના આદિવાસી લોકોનું કહેવું છે કે ગામમાં ઝાડ અને તેની ડાળીઓ લોકો અને પશુઓને બચકાં ભરે છે. તેમનો દાવો છે કે આ ઝાડ રાહદારીઓને પણ સકંજામાં લઈ લે છે. તેમણે તેનું નામ મનુપુલી રાખ્યું છે.

ગામલોકોનું કહેવું છે કે આ ઝાડ વાઘના પંજાની જેમ લોકોને પકડી લે છે, તેથી તેને મનુપુલી કહેવામાં આવે છે.

'સાગનું ઝાડ ઉખેડી નાખવામાં આવ્યું'

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

62 વર્ષનાં ગટિકમ્માએ બીબીસીને જણાવ્યું કે, "દસ વર્ષ અગાઉ હું તુરિયા કાપવા ગઈ, ત્યારે ત્યાં પડેલી એક લાકડી મારા શરીરમાં ભોંકાઈ, તેના કારણે મારે ઘા પર ટાંકા લેવડાવવા પડ્યા હતા."

ગટિકમ્માએ કહ્યું કે, "હું જ્યારે બૂમો પાડતી હતી ત્યારે મારા પતિ મને જોઈ ગયા અને તેણે મને છોડાવવા છરીથી હુમલો કર્યો. ઝાડની લાકડીએ મને છોડી દીધી. આ રીતે હું બચી ગઈ."

વાલાગજ્જી ગામનાં મૌનિકાએ બીબીસીને જણાવ્યું કે, "હું એક ઝાડ પાસે ઢોરઢાંખરને પાણી પીવડાવવા આવી હતી. ત્યારે સાગના એક ઝાડે પોતાની ડાળીથી અમારી ગાયને લપેટી લીધી."

ગંગમ્માએ કહ્યું કે "ઝાડ જ્યારે હુમલો કરે ત્યારે એવું લાગે છે જાણે તેમાં કોઈ દૈત્યનો આત્મા પ્રવેશ્યો છે. પરંતુ તમે ચપ્પુથી ઝાડની ડાળીઓ કાપી નાખો, તો તે ભાગી જાય છે. આનો આ એક ઇલાજ છે."

એ યુ બોટની ડિપાર્ટમેન્ટમાં છોડના વૈજ્ઞાનિક ડૉ. જે પ્રકાશ રાવે બીબીસીને જણાવ્યું કે "ઝાડ તૂટવાની કે લાકડીઓ દ્વારા લોકોને બચકાં ભરવાની ઘટનાઓમાં સત્ય નથી."

ડૉ. પ્રકાશ રાવે જણાવ્યું કે "સામાન્ય રીતે ઢોરઢાંખરને જ્યારે ઘર નજીક બાંધવામાં આવે અથવા જંગલમાં લઈ જવાય છે, ત્યારે તેમની પૂંછડી બરછટ હોય છે. આ પૂંછડી ડાળીઓ, ઝાડના ક્ષતિગ્રસ્ત ભાગ અને તીક્ષ્ણ ભાગની વચ્ચે લપેટાય છે."

"ઢોરઢાંખર તેને બરાબર પકડી શકતાં નથી અને પોતાને તેમાં લપેટવાની કોશિશ કરે છે. આવી ઘટનાઓમાં લોકો માને છે કે કોઈ લાકડી કે ઝાડ તેમની સાથે ચોંટી ગયું છે."

ડૉ. પ્રકાશ રાવે કહ્યું કે, "ક્યારેક ક્યારેક માનવી પણ આવી સ્થિતિમાં મુકાઈ જાય છે, જ્યારે તેનાં કપડાં તેને સ્પર્શ કરે છે."

'હું આ ઝાડને સ્પર્શ કરું તો મને કંઈક થઈ જશે?'

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

આદિવાસીઓનું કહેવું છે કે આ બીમારીનો ઇલાજ છે. તેઓ બીબીસીની ટીમને એક સાગના ઝાડ પાસે લઈ ગયા અને અગાઉ પણ તેમને બીમારી કઈ રીતે થઈ તેની જાણ કરી હતી.

ગંગાધારી નામના એક ગ્રામીણે કહ્યું, "માનવી અથવા ઢોરઢાંખર પર વાઘ હુમલો તો તેને માત્ર ત્યારે છોડવામાં આવશે જ્યારે ઝાડ પર ચપ્પુથી ઘા કરાય. આ ઝાડ પર ચપ્પુનાં નિશાન ત્યારે પડ્યાં હતાં જ્યારે દસ વર્ષ અગાઉ એક વાઘે હુમલો કર્યો હતો. જો અમે ચપ્પુનો ઉપયોગ કર્યા વગર જોખમમાં મુકાયેલા લોકોને બચાવવા જઈશું... તો બધા માટે ખતરો પેદા થશે."

બીબીસીના રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, "હું આ ઝાડને સ્પર્શ કરું તો મને કંઈ થશે?" તો તેમણે કહ્યું કે "ના, કારણ કે ઝાડ અમુક કલાકમાં જ પડી જશે. જો તે પડી જાય, તો તે ત્યાં નહીં હોય."

વાલાગાજ્જી ગામના મુરલીએ બીબીસીને જણાવ્યું કે, "એક દીપડાએ અમારી ગાય પર હુમલો કર્યો. ગાય ભાંભરતી હતી. તેથી મેં ચપ્પુ ઉઠાવ્યું અને ઝાડ પર હુમલો કરી દીધો. દીપડો તરત ભાગી ગયો."

વાઘ કોઈ પણ ઝાડ પર હુમલો કરી શકે છેઃ મૌનિકા

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

વાલાગજ્જી ગામનાં મૌનિકાએ બીબીસીને જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં એક દીપડો તેમની ગાય ઉઠાવી ગયો હતો, તે વખતે તેઓ ગર્ભવતી હતાં.

મૌનિકાએ કહ્યું કે, "દીપડો કયા ઝાડ પર હુમલો કરશે તે અમે ન કહી શકીએ. ઝાડ તરફ જવું થોડું ભયજનક હોય છે. દીપડા ઘણાં વર્ષથી વાલાગજ્જી પર હુમલો કરતા રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમારી ગાય પર દીપડાએ હુમલો કર્યો હતો. તેથી અમે આ વિશે અધિકારીઓને જણાવ્યું."

જોકે, આદિવાસી મહિલા ગંગમ્માએ બીબીસીને જણાવ્યું કે તેમના ગામમાં ત્રણ વર્ષથી વાઘ દેખાયો નથી. છેલ્લે 12 વર્ષ અગાઉ વલગાજ્જીમાં વાઘ જોવા મળ્યો હતો.

ગામમાં છેલ્લે ક્યારે વાઘ આવ્યો હતો તે વિશે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો. બધાએ અલગ અલગ જવાબ આપ્યો. પરંતુ ગામમાં વાઘ છે એવું બધાએ કહ્યું.

અકસ્માત ટાળવા માટે વ્યવસ્થાઃ ડૉ. પ્રકાશ રાવ

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

વનસ્પતિ નિષ્ણાતોનું કહેવું છે કે જંગલમાં રહેતા કેટલાક આદિવાસી સમૂહમાં માયાથિગા, નર નક્ષત્ર વૃક્ષ અને મનુપુલી જેવી માન્યતાઓ છે. એ બધી તેમને જંગલ વિસ્તારમાં છુપાયેલાં જોખમોથી બચાવવા માટે રચાઈ છે.

એવું કહેવાય છે કે જંગલ વિસ્તારમાં વસતા આદિવાસી પ્રકૃતિના રક્ષણ અને જંગલી જાનવરો તથા કુદરતમાં છુપાયેલાં જોખમોથી બચવા માટે કેટલાક નિયમો બનાવે છે અને તેને નામ પણ આપે છે.

ડૉ. પ્રકાશ રાવે બીબીસીને જણાવ્યું કે, "ધારો કે કોઈ વ્યક્તિ જંગલમાં જાય છે ત્યારે ત્યાં એક જાદુઈ રેખા હોય છે જે તેમને ભટકી જતા બચાવે છે. તે જંગલી પ્રાણીઓના હુમલાથી પણ બચાવે છે. તેને પાર ન કરવાની સૂચના અપાય છે. જો આ હદ વટાવવામાં આવે તો તેનો અર્થ એ થયો કે ત્યાં જાનવરો અને પ્રકૃતિનો ખતરો છે. નર ઝાડ અને મનુપુલી પણ આવી જ વાત હોય છે."

ડૉ. પ્રકાશ રાવે કહ્યું, "વાલગજ્જી ગામ પર સંશોધન કરવાની જરૂરિયાત છે. પરંતુ 18 વર્ષના વન ટ્રેકિંગ દરમિયાન અમે ક્યારેય ઝાડ અને ડાળીઓને લોકો કે ઢોરઢાંખરને ખેંચી જતાં નથી જોયાં."

ઝાડ ક્યારે ખતરનાક બની શકે? વનવિભાગે સ્પષ્ટતા કરી

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

પાલકોંડા રેન્જના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે આદિવાસી લોકોએ મનુપુલી તરફ અમારું ધ્યાન દોર્યું ત્યારથી અમે કેટલાક દિવસથી આ ગામ પર નજર રાખીએ છીએ. તેઓ જે કહે તે બધી વાત અમે ધ્યાનમાં લઈને એક રિપોર્ટ બનાવીએ છીએ.

પાલકોંડાના ડિવિઝનલ ફૉરેસ્ટ રેન્જ ઑફિસર રામા રાવે બીબીસીને જણાવ્યું કે, "આદિવાસીઓનું કહેવું છે કે થોડા જ કલાકોમાં કોઈ ઝાડ કે લાકડી પર વાઘ પડશે. શક્ય છે કે લોકો જે વાઘની વાત કરતા હોય તે અસ્તિત્વમાં જ ન હોય, અમે એ લોકોના અનુભવોનાં કારણો વિશે જાણવા કામ કરી રહ્યા છીએ, જેઓ કહે છે કે આ વાઘ છે."

જંગલના બીટ ઑફિસર નીલાવેણીએ બીબીસીને જણાવ્યું કે "અહીં ભલે વાઘ ન હોય, પરંતુ ઝાડ કેટલીક વખત ખતરો પેદા કરી શકે છે."

નીલાવેણીએ કહ્યું કે, "ઝાડ કે તેની આસપાસ જ્યારે વીજળીના તાર લટકતા હોય ત્યારે દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે. આપણે પહાડ ચઢતી કે ઊતરતી વખતે કોઈ ઝાડની મદદ લઈએ... અને તે નબળાં હોય તો આપણે લપસી શકીએ છીએ. સૂકાં ઝાડ તૂટીને આપણી ઉપર જ તૂટી પડે તેવી શક્યતા રહે છે. ગાજવીજ વખતે પણ ઝાડ પડવાની શક્યતા રહે છે. પરંતુ ઝાડ ક્યારેય લોકોને ખેંચતાં નથી કે બચકાં ભરતાં નથી."

'તેમાં માનવી કે પશુઓ માટે કોઈ આકર્ષણ નથી'

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ તેલુગુ ઝાડ આદિવાસી રાક્ષસ વાઘ દીપડો

ડૉ. પ્રકાશ રાવે જણાવ્યું કે, "ઝાડ અને ડાળીઓમાં લોકો અને પશુઓને આકર્ષિત કરવાના ગુણ નથી હોતા."

તેમણે જણાવ્યું કે, "શક્ય છે કે ડાળીઓ કાપતી વખતે આપણી આંગળી કે ત્વચા તેની તિરાડોમાં ફસાઈ જાય. તેનાથી ઈજા થઈ શકે છે. તેને બચકું ભરવાની ઘટના કહે છે. તેમાં ઝાડ ઊખડી નથી જતા અને લોકો ઘાયલ નથી થતા. એવું માત્ર ફિલ્મોમાં દેખાડવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.