You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્ર ઉપર ઉતરેલું 'બ્લૂ ઘોસ્ટ' શું છે, તેને મોકલવાનો હેતુ શું છે?
- લેેખક, જ્યૉર્જ સૅન્ડમૅન
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાની ખાનગી કંપની ફાયરફ્લાયે ચંદ્રની સપાટી ઉપર સ્પેસક્રાફ્ટ ઉતાર્યું છે. ચંદ્રની સપાટી ઉપર ઉતરનારું આ બીજું કૉમર્શિયલ વ્હીકલ છે.
બ્લૂ ઘોસ્ટ નામના આ સ્પેસક્રાફ્ટે તા. 15મી જાન્યુઆરીના રોજ પૃથ્વી પરથી ઉડાન ભરી હતી.
આ મિશનનો હેતુ ચંદ્રની સપાટી ઉપરના વિશાળ ખાડાને શોધવાનો છે, જે પૃથ્વી પરથી પણ દેખાય છે. આ ખાડાને 'સી ઑફ ક્રાઇસિસ' તરીકે ઓળખવામાં આવે છે.
તાજેતરનાં વર્ષોમાં અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ (નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન) અને ખાનગી કંપનીઓ સાથે અનુબંધ કર્યા છે અને બ્લૂ ઘોસ્ટ પણ આવો જ એક ઉપક્રમ છે.
ચંદ્ર સુધી પહોંચનારા ખાનગી સ્પેસક્રાફ્ટ્સ
આગામી દિવસો દરમિયાન વધુ એક વ્યવસાયિક સ્પેસક્રાફ્ટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. ઇન્ટ્યૂટિવ મશીન્સ નામની કંપનીએ એથેના નામના આ સ્પેસક્રાફ્ટનું નિર્માણ કર્યું છે.
ઇન્ટ્યૂટિવ મશીન્સ ચંદ્રની સપાટી ઉપર પોતાનું કૉમર્શિયલ સ્પેસક્રાફ્ટ ઉતારનારી પહેલી ખાનગી કંપની બની હતી.
ગત વર્ષે તા. 22 જાન્યુઆરીના રોજ કંપનીનું સ્પેસક્રાફ્ટ 'ઓડોસિસ્યૂસ' ચંદ્રની સપાટી ઉપર ઉતર્યું હતું.
જોકે, એ મિશન ખૂબ જ નાનું હતું અને એક ક્રૅટરના ઢાળ ઉપર લૅન્ડિંગ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લૅન્ડિંગ ગિયર તૂટી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બ્લૂ ઘોસ્ટ સ્પેસક્રાફ્ટનું ઉત્તરણ એકદમ સફળ રહ્યું હતું. તે એક અઠવાડિયાથી ચંદ્રની સપાટી ફરતે ચક્કર મારી રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન