ચંદ્ર ઉપર ઉતરેલું 'બ્લૂ ઘોસ્ટ' શું છે, તેને મોકલવાનો હેતુ શું છે?

ચંદ્ર પર સ્પેસ ક્રાફ્ટ બ્લૂ ઘોસ્ટનું ઉતરાણ, નાસા, અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાયરફ્લાયે ઇન્ટ્યૂટીવ, ચંદ્ર પર પહેલું ખાનગી સ્પેસક્રાફ્ટ ઓડોસિસ્યૂસ, અમેરિકા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચંદ્રની સપાટી ઉપર બ્લૂ ઘોસ્ટ
    • લેેખક, જ્યૉર્જ સૅન્ડમૅન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાની ખાનગી કંપની ફાયરફ્લાયે ચંદ્રની સપાટી ઉપર સ્પેસક્રાફ્ટ ઉતાર્યું છે. ચંદ્રની સપાટી ઉપર ઉતરનારું આ બીજું કૉમર્શિયલ વ્હીકલ છે.

બ્લૂ ઘોસ્ટ નામના આ સ્પેસક્રાફ્ટે તા. 15મી જાન્યુઆરીના રોજ પૃથ્વી પરથી ઉડાન ભરી હતી.

આ મિશનનો હેતુ ચંદ્રની સપાટી ઉપરના વિશાળ ખાડાને શોધવાનો છે, જે પૃથ્વી પરથી પણ દેખાય છે. આ ખાડાને 'સી ઑફ ક્રાઇસિસ' તરીકે ઓળખવામાં આવે છે.

તાજેતરનાં વર્ષોમાં અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ (નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન) અને ખાનગી કંપનીઓ સાથે અનુબંધ કર્યા છે અને બ્લૂ ઘોસ્ટ પણ આવો જ એક ઉપક્રમ છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ચંદ્ર સુધી પહોંચનારા ખાનગી સ્પેસક્રાફ્ટ્સ

ચંદ્ર પર સ્પેસ ક્રાફ્ટ બ્લૂ ઘોસ્ટનું ઉતરાણ, નાસા, અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાયરફ્લાયે ઇન્ટ્યૂટીવ, ચંદ્ર પર પહેલું ખાનગી સ્પેસક્રાફ્ટ ઓડોસિસ્યૂસ, અમેરિકા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્લૂ ઘોસ્ટ એ અમેરિકાની ખાનગી કંપની ફાયરફ્લાય તથા નાસાનો ઉપક્રમ

આગામી દિવસો દરમિયાન વધુ એક વ્યવસાયિક સ્પેસક્રાફ્ટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. ઇન્ટ્યૂટિવ મશીન્સ નામની કંપનીએ એથેના નામના આ સ્પેસક્રાફ્ટનું નિર્માણ કર્યું છે.

ઇન્ટ્યૂટિવ મશીન્સ ચંદ્રની સપાટી ઉપર પોતાનું કૉમર્શિયલ સ્પેસક્રાફ્ટ ઉતારનારી પહેલી ખાનગી કંપની બની હતી.

ચંદ્ર પર સ્પેસ ક્રાફ્ટ બ્લૂ ઘોસ્ટનું ઉતરાણ, નાસા, અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાયરફ્લાયે ઇન્ટ્યૂટીવ, ચંદ્ર પર પહેલું ખાનગી સ્પેસક્રાફ્ટ ઓડોસિસ્યૂસ, અમેરિકા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્લૂ ઘોસ્ટ ચંદ્રની સપાટી ઉપર ઉતરતા પહેલાં એક અઠવાડિયાથી તેની સપાટીનું પરિભ્રમણ કરી રહ્યું હતું

ગત વર્ષે તા. 22 જાન્યુઆરીના રોજ કંપનીનું સ્પેસક્રાફ્ટ 'ઓડોસિસ્યૂસ' ચંદ્રની સપાટી ઉપર ઉતર્યું હતું.

જોકે, એ મિશન ખૂબ જ નાનું હતું અને એક ક્રૅટરના ઢાળ ઉપર લૅન્ડિંગ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લૅન્ડિંગ ગિયર તૂટી ગયું હતું.

જોકે, બ્લૂ ઘોસ્ટ સ્પેસક્રાફ્ટનું ઉત્તરણ એકદમ સફળ રહ્યું હતું. તે એક અઠવાડિયાથી ચંદ્રની સપાટી ફરતે ચક્કર મારી રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.