ગર્ભનિરોધક ગોળી લેવાથી મહિલાને કેવી આડઅસર થાય અને લાભ શું થાય?

ગર્ભનિરોધક ગોળી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકામાં હવે મહિલાઓ ડૉક્ટરના પ્રિકૉશન વિના ગર્ભનિરોધની દવાઓ કે ઓરલ ગર્ભનિરોધક પિલ લઈ શકે છે.

આ અંગે તાજેતરમાં જ અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને જાહેરાત કરી હતી કે ગર્ભનિરોધની આ દવા ઓપિલ દરેક ઉંમરની મહિલા લઈ શકે છે.

ઓપિલનું કહેવું છે કે વર્ષ 2024ની શરૂઆતમાં ફાર્મસીની દુકાનો પર તેની દવાઓ મળવા લાગશે.

અમેરિકા સહિત દુનિયામાં એવા 100 દેશ છે, જ્યાં દવાઓની દુકાનો પર ગર્ભનિરોધની દવાઓ મળી શકે છે.

આ દેશોની સૂચિમાં લેટિન અમેરિકા, ચીન, બ્રિટન સિવાય ભારત પણ સામેલ છે.

અમેરિકામાં મહિલા વિશેષજ્ઞોનું કહેવું છે કે ગર્ભનિરોધકની આ દવાઓને લઈને મહિલાઓ ખાસ કરીને કિશોરીઓ શરમ કે સંકોચ અનુભવતી હતી, પરંતુ હવે તે દૂર થશે. સાથે જ પ્રજનન સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સેવાઓ લેવામાં તેમને જે મુશ્કેલીઓ આવતી હતી, તેમાં પણ મદદ મળશે.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન પર છપાયેલી માહિતી અનુસાર, મેડિસિનના ઇતિહાસમાં હજારોની સંખ્યામાં દવાઓ વિકસિત કરવામાં આવી છે, પરંતુ 1950માં ગર્ભનિરોધ દવાઓના વિકાસ બાદ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.

તેના પર લખાયેલી માહિતી અનુસાર, તેનાથી મહિલાઓને માત્ર આઝાદી જ નહીં પરંતુ પ્રજનનની સ્વાયત્તતા પણ આપી હતી.

બીબીસી ગુજરાતી

ભારતમાં પરિવાર નિયોજન

પરિવાર નિયોજન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પર છપાયેલી માહિતી અનુસાર, ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે, જેણે વર્ષ 1952માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમની શરૂઆત કરી હતી.

કાર્યક્રમના લાગુ થયા પછી મોટા પાયે તેનો વિસ્તાર થયો હતો. તે અંતર્ગત સરકાર દ્વારા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ગર્ભનિરોધ દવાઓ અને કોન્ડૉમ મફત પણ આપવામાં આવે છે, સાથે આશા વર્કર પણ તેને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. એસએન બસુ કહે છે કે, “ભારતમાં ગર્ભનિરોધ દવાઓ, પરિવાર નિયોજનનો એક પ્રભાવી પ્રકાર છે. જો દવાઓ યોગ્ય રીતે લેવામાં આવે તો તેને સો ટકા અટકાવી શકાય છે. સાથે તેમણે મહિલાઓને એ વાતની આઝાદી અપાવી હતી કે તેઓ એક બાળક બાદ બીજું બાળક ક્યારે ઇચ્છે છે.”

ગર્ભનિરોધ દવાઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને હોર્મોન હોય છે, જેને સીઓસી પણ કહેવામાં આવે છે, ત્યારે બીજામાં માત્ર પ્રોજેસ્ટ્રોન જ હોય છે, તેને પીઓપી કહેવામાં આવે છે.

દિલ્હીસ્થિત અમૃતા હૉસ્પિટલમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. પ્રતિમા મિત્તલ કહે છે કે પહેલા જે ઓરલ ગર્ભનિરોધક કે ગર્ભનિરોધ હતા, તેમાં ઇસ્ટ્રોજનની માત્રા વધારે હતી, જેનો દુષ્પ્રભાવ પણ પડતો હતો, પરંતુ હવે તે ખૂબ ઓછી માત્રામાં હોય છે.

આ વાતને આગળ વધારતા મુંબઈનાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. સુચિત્રા દેલવી કહે છે કે મહિલાઓના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને હોર્મોન હોય છે અને ગર્ભનિરોધમાં આ જ હોર્મોનનો ઉપયોગ થાય છે, જેની શરીર પર અલગ-અલગ પ્રકારે અસર થાય છે.

બીબીસી ગુજરાતી

ગર્ભનિરોધકનો પ્રભાવ

ગર્ભનિરોધક ગોળી લેવાથી નુકસાન પણ થઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

આ ત્રણ ડૉક્ટરોનું કહેવું છે કે ગર્ભનિરોધ લેવાનો કોઈ મોટો દુષ્પ્રભાવ પડતો નથી, પરંતુ સીઓસી અને પીઓપી લેવાથી મહિલાઓના શરીર પર કેટલોક પ્રભાવ જરૂર પડે છે.

આ ડૉક્ટરોનું કહેવું છે કે જે દવાઓમાં ઇસ્ટ્રોજેન હોર્મોન હોય છે, તે એ મહિલાઓની મદદ કરે છે, જેને બ્લડ ક્લૉટની બીમારી હોય, હૃદયની બીમારી, બ્લડપ્રેશર વધારે રહેતું હોય.

જે દવાઓમાં પ્રોજેસ્ટ્રોન હોય છે, તેનો ઉપયોગ કરતી મહિલાઓને ગભરામણ, માથાનો દુખાવો, અનિયમિત માસિક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ ડૉક્ટરોનું કહેવું છે કે આ દવાઓ આપતાં પહેલાં ચકાસવામાં આવે છે કે કોઈ મહિલામાં કિડની, લિવર, કૅન્સર જેવી બીમારી તો નથી ને.

ડૉક્ટરનું કહેવું છે કે આ ગર્ભનિરોધક દવાઓ લેવાથી મહિલાઓ પર અલગ-અલગ અસર થઈ શકે છે, જેમાંથી આ મુખ્ય છે.

આ દવાઓના કારણે શરીર પર થતી અસર

  • શરીરમાં પાણી જમા થવું
  • શરીર ભારે લાગવું
  • સ્તન ભારે લાગવા
  • મૂડમાં બદલાવ
  • ખીલ વધવાનું જોખમ

ડૉ. પ્રતિમા મિત્તલ કહે છે કે, લાંબા સમય સુધી ગર્ભનિરોધ લઈ શકાય છે અને તેનો વધુ દુષ્પ્રભાવ પડતો નથી.

મહિલા અધિકારોના મુદ્દા ઉઠાવતા ડૉ. સુચિત્રા દેલવી કહે છે કે, “જો કોઈ મહિલા ધૂમ્રપાન કરે છે અને તે ગર્ભનિરોધ લઈ રહી છે, જેમાં ઇસ્ટ્રોજન હોય છે, તો તેનાથી તેમને બ્લડ ક્લૉટિંગ થઈ શકે છે, સાથે જો દવામાં પ્રોજેસ્ટ્રોન હોય તો તેનો પ્રભાવ પડતો નથી.”

સાથે ડૉક્ટરોનું કહેવું છે કે અલગ-અલગ મહિલાઓની સ્વાસ્થ્ય પરિસ્થિતિ મુજબ તેના સેવનથી કેટલાક ફાયદા પણ થાય છે.

બીબીસી ગુજરાતી

ગર્ભનિરોધકના ફાયદા

ગર્ભનિરોધક ગોળી લેવાથી શું ફાયદા થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

  • સૌથી મહત્ત્વનો ફાયદો ગર્ભનિરોધથી પરિવાર નિયોજન કરી શકીએ છીએ
  • માસિકને નિયમિત કરવામાં મદદ
  • માસિક દરમિયાન થતા વધારે બ્લીડીંગને ઓછું કરવામાં મદદ કરે છે
  • ઓવરિયન કૅન્સરની શક્યતા ઓછી થઈ જાય છે

ડૉ. પ્રતિમા મિત્તલ કહે છે કે એવી શંકા છે કે દવા લેવાથી કૅન્સરનું જોખમ વધી જાય છે, પરંતુ એવું નથી.

ડૉ. સુચિત્રા દેલવી કહે છે કે તેનો અર્થ એ ક્યારેય નથી કે જો રોજ તમે આ દવાઓ લઈ રહ્યા છો, તો આ હોર્મોન તમારા શરીરમાં જમા થઈ રહ્યું છે, પરંતુ લિવર દ્વારા તે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

ડૉ. કહે છે કે જો કોઈ પણ સુરક્ષા વગર સંબંધ બનાવવામાં આવે તો તેમાં 120 કલાકની અંદર આઈપીએલ લેવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી ગર્ભધારણ હોવાની શક્યતા ઓછી થઈ જાય છે.

સાથે આઈપીએલમાં પણ પ્રોજેસ્ટ્રોનનો ઉપયોગ થાય છે અને તેની માત્રા વધુ હોય છે.

બીબીસી ગુજરાતી

મહિલાઓ પર જ ભાર કેમ?

જાણકારોનું માનવું છે કે ગર્ભનિરોધ દવાઓને મહિલાઓને પરિવાર નિયોજનની સ્વતંત્રતા તો આપવામાં આવી, પરંતુ પછી તેની જવાબદારી પણ તેમના પર પડવા લાગી, જે મોટા ભાગની મહિલાઓ હજુ સુધી ઉઠાવી રહી છે.

એવું નથી કે પુરુષો માટે ગર્ભનિરોધનાં સાધન નથી.

સાથે સરકારના પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત ગર્ભનિરોધ ગોળીઓની સાથે-સાથે કોન્ડૉમ પણ આપવામાં આવે છે, પરંતુ આંકડા જોઈએ તો તેનો ઉપયોગ ઓછો થાય છે.

ડૉક્ટરોના કહ્યા અનુસાર, પુરુષો માટે નિરોધનાં સાધનો બેશક ઓછાં છે, જેમાં કોન્ડૉમ અને નસબંધી પણ સામેલ છે.

પરંતુ બંનેને લઈને ગેરમાન્યતાઓ જોડાયેલી છે, જેમ તે કોન્ડૉમના ઉપયોગ મુદ્દે કહેવાય છે કે તેનાથી યૌનસુખ ઓછું થાય છે, ત્યારે સાથે નસબંધીને લઈને તેમને શરીરમાં કમજોરી આવવાનો ડર રહે છે, જેની વિપરીત અસર મહિલાઓ પર પડે છે.

આ ડૉક્ટરોનો મત છે કે સરકાર તરફથી ઘણાં જાગરૂકતા અભિયાન ચલાવાઈ રહ્યાં છે, જેથી આ ગેરમાન્યતાઓ દૂર કરી શકાય, પુરુષોના વિચારમાં ફેરફાર પણ આવ્યા છે, પરંતુ તેની ટકાવારી ઘણી ઓછી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી