જુવાનીનાં બધાં જ લક્ષણ હોવા છતાં જો માસિક ન આવે તો શું કરવું? ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. શિલ્પા ચિટનિસ-જોષી
- પદ, સ્ત્રીરોગ અને વંધ્યત્વ વિશેષજ્ઞ, બીબીસી માટે
"ડૉક્ટર, તેનું માસિક હજી સુધી શરૂ નથી થયું. તે બે મહિનામાં 16 વર્ષની થઈ જશે."
એક ચિંતિત માતાએ મને આ વાત કરી હતી. જોકે, આવા કેસ ઘણા ઓછા હોય છે. પણ જ્યારે આવે છે તો તેને ઘણી બારીકાઈથી તપાસવા પડે છે.
પહેલા એ જોવું પડે કે છોકરીની અન્ય શારિરીક વૃદ્ધિ થઈ રહી છે કે નહીં. છોકરીઓ જ્યારે યૌવન તરફ આગળ વધે છે તો તેનાં સ્તનનો ધીરે ધીરે વિકાસ શરૂ થાય છે. બગલ અને યોનીના વિસ્તારમાં વાળ વધવા લાગે છે. જેને ગૌણ લૈંગિક લક્ષણ કહેવાય છે.
જો આ બધો જ વિકાસ થાય તો આપણે માની શકીએ છીએ કે શરીરમાં હોર્મોનનું પ્રમાણ સામાન્ય છે.
ત્યાર બાદ અમારે એ તપાસવું પડે કે પ્રજનનતંત્રમાં ક્યાંક કોઈ વિસંગતતા તો નથી ને. ઉપર જે છોકરીની વાત કરાઈ તેની સોનોગ્રાફીથી એ ધ્યાને આવ્યું કે જન્મસમયે જ તેને ગર્ભાશય નહોતું. સાથે જ આવી છોકરીઓની યોની પણ આંશિક વિકસિત હોઈ શકે છે.
સોનોગ્રાફી બાદ એમઆરઆઈ પણ કરાવી શકાય છે. સ્વાભાવિક રીતે જ છોકરીના નિદાનને સાંભળીને તેમનાં માતાપિતા ઘણાં વ્યથિત હતાં. પણ આધુનિક મેડિકલ ટેકનિકથી હવે આપણે આવા કેસમાં પણ સફળ ઉપાય કરી શકીએ છીએ.
છોકરીની ઉંમર લગ્નલાયક થાય ત્યારે તેનું ઑપરેશન કરવામાં આવે છે. પેરિટોનિયમને નીચે ખેંચીને એક કૃત્રિમ યોની બનાવવામાં આવે છે. જેનાથી તે સેક્સ કરી શકે.
આ સર્જરીમાં અંડાશયને યોનીની નજીક લવાય છે. એનો અર્થ એ છે કે ટેસ્ટ ટ્યૂબ બેબી ટેકનિકનો ઉપયોગ કરીને આ અંડાશયમાંથી શુક્રાણુઓને કાઢી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક મહિલાના શુક્રાણુ અને છોકરીના પતિના શુક્રાણુના મિલનથી બનેલા ભ્રૂણનું અન્ય મહિલાના ગર્ભમાં આરોપણ કરાઈ શકાય છે. અને આ છોકરી સંતાનની માતા બની શકે છે.
એટલે કે પ્રકૃતિએ આ છોકરી સાથે કરાયેલા અન્યાયને આપણે મેડિકલ ટેકનિકથી દૂર કરી શકીએ છીએ.
આવી અનેક આધુનિક મેડિકલ ટેકનિકોએ આજે આપણા જીવનને સમૃદ્ધ કર્યું છે. મને લાગે છે કે આપણે આવા વિવિધ આશીર્વાદો માટે આભારી બનવું જોઈએ, જે આધુનિક સારવાર લાવ્યા છે. સિવાય કે તેઓ જો દુ:ખી રહે.
અમારી ગાયનેકોલૉજિસ્ટની ઓપીડી હંમેશાં પીરિયડ્સ ન આવવા કે આવવા એટલે કે ગર્ભવતી થવું કે ન થવું આ બે સવાલોની આસપાસ ફરે છે. આ બન્ને સવાલોના જવાબ દુ:ખી કરનારા હોઈ શકે છે.

માસિક ન આવવાનાં કયાં કારણો હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક મહિલાનું શરીર અને મગજ પૂર્ણતઃ હોર્મોન્સની લયમાં નાચે છે. એટલે જ સમયસર પીરિયડ આવવા શારીરિક અને માનસિક સંતુલન માટે અત્યંત જરૂરી છે.
જ્યારે છોકરીઓની જુવાની શરૂ થાય છે, તો તેમના શરીરમાં અનેક પ્રકારનાં પરિવર્તન શરૂ થઈ જાય છે અને બાદમાં માસિક શરૂ થઈ જાય છે.
જો કોઈ છોકરીને 15 વર્ષ સુધી માસિક શરૂ ન થાય તો તેને અસામાન્ય માનવામાં આવે છે. અને એવામાં આ છોકરીનું માસિક શરૂ ન થવાનાં કારણો શોધવા માટે તેના તમામ ટેસ્ટ કરાવવા જરૂરી છે.
પ્રજનનતંત્રમાં કેટલીક જન્મજાત અસામાન્યતા પીરિયડ્સ ન આવવા માટે જવાબદાર હોઈ શકે છે અને ક્યારેક ક્યારેક કેટલીક સમસ્યાઓ વારસાગત પણ હોઈ શકે છે. જેમાંથી કેટલીક સમસ્યાઓની મેડિકલની દૃષ્ટિએ સારવાર શક્ય છે. જ્યારે કેટલીક સમસ્યાઓની સારવાર શક્ય નથી.
એક અપૂર્ણ હાઈમેન પણ એક સમસ્યા હોઈ શકે છે. એવી છોકરીઓને ખબર નથી પડતી કે તેમનું માસિક શરૂ થઈ ગયો છે. પણ મહિનાના કેટલાક દિવસો સુધી તેના પેટમાં તીવ્ર દુખાવો થાય છે.
સોનોગ્રાફી અને યોની પરીક્ષણથી આવી સમસ્યાનું તરત જ નિદાન કરી શકાય છે. ઍનેસ્થેસિયા અંતર્ગત યોનીના મુખ પર એક નાનકડો ચીરો મુકાય છે. જેનાથી અંદર ભેગું થયેલું લોહી કાઢીને પ્રજનનતંત્રને ફરીથી યોગ્ય કરી શકાય છે, પણ સમય પર તેનું નિદાન કરવું અત્યંત જરૂરી છે.
જ્યારે જીવ પેદા થાય ત્યારે પ્રકૃતિનું પાસું ખોટું પડી જાય તો અલગઅલગ વારસાગત વિચિત્રતાઓ પેદા થઈ શકે છે. ટર્નર સિંડ્રોમ એવો જ એક પ્રકાર છે.
મહિલાઓમાં બે રંગસૂત્ર હોય છે. જેને XX કહેવાય છે. પણ ટર્નર સિંડ્રોમવાળી મહિલાઓમાં માત્ર એક્સ રંગસૂત્ર હોય છે. એટલે તેમની શારીરિક વૃદ્ધિ યોગ્ય રીતે નથી થઈ શકતી. અને હોર્મોન્સનું લેવલ ઓછું હોવાના કારણે માસિકની શરૂઆતમાં મોડું થવું અથવા રોકાઈ જવાનાં લક્ષણ હોય છે.
આવી છોકરીઓનાં અન્ય કેટલાંક લક્ષણો પણ છે. જેમ કે નીચું કદ, પહોળું ગળું, નાના કાન, હાથ કોણીથી થોડા બહાર નીકળેલા, ખોપડીનો અલગ આકાર, પાતળા ઊકસેલા નખ.
જો સમયસર તેનું નિદાન થઈ જાય તો આ છોકરીઓને હોર્મોન્સના યોગ્ય ડોઝ સાથે માસિક શરૂ કરી શકાય છે. આવી છોકરીઓમાં વંધ્યત્વની શક્યતા વધુ હોય છે. પણ આધુનિક મેડિકલ સારવારથી તેમને માતૃત્વનો લાભ મળી શકે છે.

માસિક ના આવે અથવા મોડું આવે તો?

પીરિયડ્સ શરૂ થવાનાં કેટલાંક વર્ષો સુધી તે અસામાન્ય હોવું એ સામાન્ય વાત છે. પણ જો પીરિયડ્સ સમયસર નથી આવતા, છોકરીનું વજન વધી રહ્યું હોય તો સ્ત્રીરોગ વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે. આ પીસીઓડીની શરૂઆત હોઈ શકે છે.
જેમ-જેમ પીરિયડ્સ નજીક આવે છે. રક્તસ્રાવ ઓછો થવા લાગે છે. રજોનિવૃત્તિ દરમિયાન લાંબા સમય સુધી રક્તસ્રાવ સામાન્ય નથી. તેના માટે જરૂરી છે કે તમે તરત જ સ્ત્રીરોગ વિશેષજ્ઞની સલાહ લો.
જો મહિલાઓમાં પીરિયડ્સ લાંબા સમય સુધી રહે તો સ્વાભાવિક રીતે જ તે ગર્ભાવસ્થાના કારણે હોય છે. પણ બદલતી જીવનશૈલીના કારણે માસિકની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે.
તણાવ હોય ત્યારે મહિનામાં માસિકનો સમય લંબાઈ શકે છે પણ એવું વારંવાર નથી થતું.
શુક્રાણુજનનની પ્રક્રિયા દરેક મહિને સહજ હોય છે. તેથી જો એક મહિનામાં શુક્રાણુનું ઉત્પાદન નથી થતું તો માસિક ચાલુ રહી શકે છે. જેના પરિણામે ક્યારેક અંડાશય પર ફોલ્લા કે ફુગ્ગા જેવું ટ્યૂમર થઈ શકે છે.
તેનાથી વધુ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને માસિક આગળ પણ ચાલુ રહે છે. સોનોગ્રાફીથી તેનું તરત જ નિદાન કરી શકાય છે. પછી જ્યારે માસિકની ગોળીઓ અપાય છે ત્યારે હોર્મોન્સનું પ્રમાણ ઓછું થઈ જાય છે. માસિક આવે છે અને અંડાશયનું ટ્યૂમર ઓછું થવા લાગે છે.

થાઈરોઈડની ગોળીઓ લેવી જોઈએ?

ઓછો શારીરિક શ્રમ, આહાર પર નિયંત્રણની કમીના કારણે અતિશય વજન વધી જાય છે અને માસિક અનિયમિત થાય છે. જો માસિક અનિયમિત થઈ જાય તો વજન વધી જાય છે. અને આ દુષ્ચક્રને રોકવા માટે નિયમિત કસરત કરવી જોઈએ. ખોરાકમાં કાર્બોહાઈડ્રેડ (ભાત, બટાકાં, ખાંડ, લોટ, તેલ) ઓછાં કરવાં જોઈએ.
બે હોર્મોન, થાઈરોઈડ અને પ્રોલેક્ટીનનું અસંતુલન માસિકની સમસ્યાઓનું કારણ બને છે. હાઈપોથાઈરોઈડિઝમની સમસ્યા હશે તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં વજન ઓછું થવાનું નામ નહીં લે અને માસિકની સમસ્યાનું સમાધાન નહીં આવે. એક નિયમિત ગોળી મહિલાઓના સ્વાસ્થ્યને સંપૂર્ણ સારું કરી શકે છે. તેથી થાઈરોઈડની ગોળીઓ અંગે વધુ ન વિચારો.
અનિયમિત માસિકનાં આ સિવાય પણ અનેક કારણો છે. પણ એ બધાં જ કારણોને વિસ્તારથી લખવા ટેકનિકલ બની જશે. પણ આ માહિતીનો નિષ્કર્ષ એ છે કે અનિયમિત માસિકને નિયમિત કરવા માટે મહિલાઓએ અનેક મોરચે પ્રયાસ કરવા ખૂબ જ જરૂરી છે.
એક મહિલાએ પોતાના સ્વાસ્થ્ય અને બાળકોના સ્વાસ્થ્ય અંગે જાગૃત હોવું જોઈએ અને સમયસર તેની સારવાર પણ કરાવવી જોઈએ. ખાનપાનમાં ફેરફાર કરવા જોઈએ. જેથી કેટલીક સમસ્યાઓ પેદા થાય તો પણ તેનાં ગંભીર પરિણામોમાંથી બચી શકાય અથવા તેને ઘટાડી શકાય.














