ગોવિંદા વિરુદ્ધ પત્ની સુનીતા આહૂજા કોર્ટમાં પહોંચ્યાં, શું છે આખો મામલો?

બીબીસી ગુજરાતી ફિલ્મસ્ટાર ગોવિંદા પત્ની સુનીતા આહૂજા છૂટાછેડા ફેમિલી કોર્ટ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1987માં ગોવિંદા અને સુનીતાનાં લગ્ન થયાં હતાં
    • લેેખક, રવિ જૈન
    • પદ, બીબીસી હિંદી માટે

બૉલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહૂજાનું 38 વર્ષનું લગ્નજીવન અત્યારે સંકટમાં હોય એવું લાગે છે.

બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલે છે અને મામલો મુંબઈની ફૅમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે.

ગયા ગુરુવારે મુંબઈની ફૅમિલી કોર્ટમાં આ બાબતે પહેલી સુનાવણી થઈ હતી. છૂટાછેડા સંબંધિત અરજીની સુનાવણી વખતે સુનીતા આહૂજા ત્યાં જોવા મળ્યાં હતાં.

ગોવિંદા પોતે સુનાવણી વખતે રૂબરુ હાજર ન હતા, પરંતુ વીડિયો કૉન્ફરન્સ દ્વારા તેમણે સુનાવણીમાં ભાગ લીધો હતો. કોર્ટે તેમને આગામી સુનાવણીમાં રુબરુ હાજર રહેવા કહ્યું છે.

દરમિયાન, ગોવિંદાના વકીલ અને સલાહકાર લલિત બિંદલે જણાવ્યું કે, "સુનીતાએ ગયા વર્ષે છૂટાછેડાની અરજી આપી હતી."

છૂટાછેડાની અરજી

બીબીસી ગુજરાતી ફિલ્મસ્ટાર ગોવિંદા પત્ની સુનીતા આહૂજા છૂટાછેડા ફેમિલી કોર્ટ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા આહૂજા પોતાના પુત્ર યશોવર્ધન આહૂજા સાથે (ફાઇલ તસવીર)

ગોવિંદાના વકીલ લલિત બિંદલે બીબીસી હિંદીને જણાવ્યું કે "સુનીતા આહૂજા તરફથી જ ગોવિંદા વિરુદ્ધ છૂટાછેડાની અરજી ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી."

લલિત બિંદલે કહ્યું કે "કેસ જૂનો છે અને ટૂંક સમયમાં બંને વચ્ચે સમજૂતી થવાની છે. સુનીતાએ ભલે ગમે તે કારણોથી ગોવિંદા સામે કેસ કર્યો હોય, પરંતુ હવે મામલો ઉકેલાવા તરફ જઈ રહ્યો છે."

લલિત બિંદલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે હાલમાં કાઉન્સેલિંગ ચાલુ છે. જોકે, તેમણે કહ્યું કે 21 ઑગસ્ટે થયેલી સુનાવણી વખતે તેઓ પોતે ગોવિંદાનો પક્ષ રજૂ કરવા ફૅમિલી કોર્ટમાં હાજર થયા હતા.

આ કેસ સાથે સંકળાયેલા વકીલોના કહેવા મુજબ સુનીતા આહૂજાએ ગોવિંદા પર લગ્નેત્તર સંબંધો, ક્રૂરતા અને પત્નીને છોડી દેવાના આરોપ મૂકીને છૂટાછેડાની અરજી ફૅમિલી કોર્ટમાં ફાઇલ કરી છે.

સુનીતા આહૂજાએ હિંદુ મૅરેજ ઍક્ટ 1955ની કલમો 13 (1) (i), (ia), (ib) હેઠળ કેસ દાખલ કર્યો છે.

બીબીસી હિંદીએ સુનીતા આહૂજા અને ગોવિંદા બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

સુનીતાએ ગોવિંદા સામે કેવા આરોપ લગાવ્યા?

બીબીસી ગુજરાતી ફિલ્મસ્ટાર ગોવિંદા પત્ની સુનીતા આહૂજા છૂટાછેડા ફેમિલી કોર્ટ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોવિંદા સામે વ્યભિચાર અને ક્રૂરતા સહિતના આરોપો લગાવાયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુનીતા આહૂજાએ એક અઠવાડિયા પહેલાં પોતાના જન્મદિવસે એક યુટ્યૂબ ચેનલ શરૂ કરીને નવી ઇનિંગનો સંકેત આપ્યો હતો.

આ વીડિયોમાં, સુનીતા આહૂજાએ વ્લોગિંગની દુનિયામાં પ્રવેશવાના કારણો આપ્યા હતા, તેમજ પોતાના અને ગોવિંદાના અલગ થવાના કારણો વિશે વાત કરી હતી.

તેમણે ગોવિંદા સાથેના સંબંધો બગાડવા બદલ અજાણ્યા લોકો પર આરોપ લગાવ્યો હતો.

11 માર્ચ, 1987ના રોજ ગોવિંદા અને સુનીતાનાં લગ્ન થયાં હતાં. ગોવિંદા વિશે એવું કહેવાય છે કે તેઓ સ્ટાર બન્યા તે પહેલાંથી જ સુનીતા તેમને સારી રીતે જાણતાં હતાં.

પોતાના સંઘર્ષના દિવસો દરમિયાન ગોવિંદા મુંબઈ નજીક વિરારમાં પોતાના મામા આનંદ સિંહ સાથે રહેતા હતા. સુનીતાનાં મોટાં બહેનનાં લગ્ન આનંદ સિંહ સાથે થયાં હતાં.

આ કારણોસર સુનીતા વારંવાર ત્યાં જતાં હતાં. ગોવિંદા અને સુનીતા તેમના ઘરે મળતાં હતાં.

62 વર્ષીય ગોવિંદા અને 57 વર્ષીય સુનિતા આહૂજાને એક પુત્રી (36 વર્ષ) અને એક પુત્ર (28 વર્ષ) પણ છે. પુત્રીનું નામ નર્મદા છે, જે ફિલ્મ ઉદ્યોગમાં ટીના આહૂજા તરીકે ઓળખાય છે.

ટીનાએ 2015માં ફિલ્મોમાં ડૅબ્યૂ કર્યું હતું. તેમણે કેટલીક હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લાંબા સમય સુધી સંઘર્ષ કરવા છતાં તેમને અભિનયની દુનિયામાં નોંધપાત્ર સફળતા મળી નથી.

ગોવિંદાના પુત્રનું નામ યશોવર્ધન આહૂજા છે, જે અભિનેતા તરીકે ડૅબ્યૂ કરવાની તૈયારીમાં છે. ગુરુવારે યશોવર્ધન પણ માતા સુનીતા સાથે ફૅમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન