'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'માં 'દયાબહેન'ની વાપસી વિશે 'સુંદર'એ શું કહ્યું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઇમેજ કૅપ્શન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલમાં 'સુંદર વીરા'નું પાત્ર ભજવતા મયૂર વાકાણી અને 'દયાભાભી'નું પાત્ર ભજવનારાં દિશા વાકાણી વાસ્તવિક જીવનમાં પણ સગાં ભાઈબહેન છે.
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

28 જુલાઇ 2008થી શરૂ થયેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંએ હાલમાં જ સત્તર વર્ષની સફર પૂર્ણ કરી છે. સત્તર વર્ષમાં આ શોએ ઘણા ઉતારચઢાવ જોયા. આ સિરિયલમાં જેઠાલાલ અને દયાની જોડીએ ખૂબ ધૂમ મચાવી હતી. આ શોમાં એક મોટો બદલાવ એ છે કે હવે જેઠાલાલનાં પત્ની બનતા દયાબહેન એટલે કે દિશા વાકાણીનું પાત્ર જોવા નથી મળતું.

સિરિયલમાં સૌથી ચર્ચિત એવા જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને દયાબહેનનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે.

દિશા વાકાણીએ 2017માં મૅટરનિટી લીવ લીધી હતી અને પછી પાછાં નહોતાં ફર્યાં. સિરિયલના નિર્માતાઓએ લાંબા સમય સુધી દર્શકોને વારંવાર ભ્રમમાં રાખ્યા કે દિશા વાકાણી શોમાં પરત ફરશે. પરંતુ એવું થયું નહીં.

એવા પણ સમાચાર વહેતા થયા હતા કે દિશા વાકાણી એટલે કે દયાભાભીએ પેમેન્ટ વધારવાની શોના પ્રૉડ્યુસર અસિત મોદી સમક્ષ કરી હતી. પરંતુ આ સમાચારની ક્યારેય પુષ્ટિ થઈ નહોતી.

આ મામલે શોના પ્રૉડ્યુસર અસિત મોદીએ એક વખત સ્ક્રીન મૅગેઝિનને જણાવ્યું હતું કે "તારક મહેતાનો શો આજે પણ લોકપ્રિય છે. હું માનું છું કે જ્યારથી દયાભાભી ગયાં છે, તમને શોમાં મજા આવતી નથી, પરંતુ હું ટુંકસમયમાં દયાભાભીને પરત લાવીશ."

હવે શોના પ્રશંસકોને જ નહીં પરંતુ સિરિયલમાં દયાભાભી બનનારાં દિશા વાકાણીના સગા ભાઈ અને શોમાં સુંદરનું પાત્ર ભજવતા મયૂર વાકાણીને પણ તેમનાં બહેનની ખોટ સાલે છે.

સિરિયલમાં 'સુંદર વીરા'નું પાત્ર ભજવતા મયૂર વાકાણી અને 'દયાભાભી'નું પાત્ર ભજવનારાં દિશા વાકાણી વાસ્તવિક જીવનમાં પણ સગાં ભાઈબહેન છે.

હજુ થોડા દિવસ પહેલા ફરી એવી ચર્ચા શરૂ થઈ હતી કે દિશા વાકાણી સિરિયલમાં પરત ફરશે. તો જાણીએ 'સુંદર વીરા'એ બહેનની સિરિયલ વાપસી વિશે શું કહ્યું?

'દયાબહેનની ગેરહાજરીને હું સૌથી વધારે મીસ કરું છું'

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિશા વાકાણીની ફાઇલ તસવીર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલમાં દયાબહેનના ભાઈનું પાત્ર મયૂર વાકાણી ભજવી રહ્યા છે.

મયૂર વાકાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "સિરિયલમાં દયાબહેનની ગેરહાજરીને હું સૌથી વધારે મીસ કરું છું. મને પણ એવું છે કે બહેન સિરિયલમાં પરત આવે અને હું તેમની સાથે સિરિયલમાં પરફૉર્મ કરું. મેં સ્ક્રીન પર બહેન સાથે જે યાદગાર ક્ષણો વિતાવી. બહેન ફરી ટીવી પડદે આવે તો હું ફરી એ ક્ષણોને જીવવા માગુ છું."

'સુંદર વીરા' એટલે કે મયૂર વાકાણી ઉમેરે છે કે, "મને પોતાને પણ એવું છે કે તેઓ જલદી-જલદી સિરિયલમાં આવી જાય, પણ બધાય સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છે. એ મારી બહેન છે તે વાત સાચી પણ તેનું પોતાનું પણ એક જીવન છે. તેને પોતાનો સંસાર છે. બે બાળકો છે. અત્યારે તે બાળકો અને પરિવાર સાથે જોડાયેલી છે. એ પોતે પણ સિરિયલને ખૂબ ચાહે છે. તેણે એ પછી બીજો કોઈ પ્રોજેક્ટ કર્યો નથી."

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી
ઇમેજ કૅપ્શન, મયૂર વાકાણી એટલે કે સુંદર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાઈ તરીકે તો તમારી વચ્ચે ઔપચારિક વાત થતી હશે. તેમાં એ વાત થાય છે કે તેઓ સિરિયલમાં વાપસી કરશે કે કેમ? આ સવાલના જવાબમાં મયૂર વાકાણીએ કહ્યું:

"દીશા પાંચ વર્ષની અને હું સાત વર્ષનો હતો ત્યારથી અમે બંને અભિનયની દુનિયા સાથે સંકળાયેલાં છીએ. અમે બાળ નાટક, શેરી નાટકથી લઇને સિરિયલ સુધી સાથે કામ કર્યું છે. મારા પપ્પા ભીમભાઈ વાકાણી જીવનભર રંગભૂમિ સાથે સંકળાયેલા રહ્યા છે. પપ્પાએ અમને બંનેને એક સરસ વાત શિખવી છે કે તમે બંને ભાઈબહેન છો અને ઍક્ટીંગ કરો છો. તમારી પર્સનલ લાઇફ અને પ્રૉફેશનલ લાઇફ એ બંને વચ્ચેની પાતળી ભેદરેખા હંમેશાં સમજવી જોઈએ. એ ભેદરેખા અમે ક્યારેય ઓળંગી નથી."

દયાબહેનના કિરદાર સાથે સુંદરનું પાત્ર વણાયેલું છે. હવે દયાબહેન નથી જોવા મળતા તેથી સુંદરનું પાત્ર પણ ઓછું જોવા મળે છે.

મયૂર વાકાણી પણ માને છે કે દયાબહેન ન હોવાથી જેઠાલાલ અને સુંદર વચ્ચે જે મજેદાર પ્રસંગો ઊભા થતા હતા તે પણ ઓછા થઈ ગયા છે. તેઓ જણાવે છે કે, "સુંદર, જેઠાલાલ અને દયાબહેનનો એક સરસ ત્રિકોણ સિરિયલમાં રચાયો છે. જેઠાલાલ અને સુંદર વચ્ચે મજાક મસ્તી અને ટીખળનો સંબંધ છે. તે બંને વચ્ચેની મજાની કડી દયાબહેન છે. આ બંનેના સંબંધમાં નિખાર લાવતું પરિબળ દયાબહેન છે. જો એ બંને વચ્ચે દયા ન હોય તો સુંદર અને જેઠાલાલ વચ્ચે તડાફડી થઈ જાય."

"જોકે, બહેન નથી હોતી અને મારા જે સીન છે તેમાં દિલીપ જોશી, સિરિયલના પ્રૉડ્યુસર અસિત મોદી અને સિરિયલના લેખકો મને ખૂબ સરસ રીતે ગાઇડ કરે છે."

'તારક મહેતા'નું પાત્ર બદલાયું પણ 'દયાબહેન'નું કેમ નહીં?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિશા વાકાણીએ 2017માં મૅટરનિટી લીવ લીધી હતી અને પછી પાછાં નહોતાં ફર્યાં. સિરિયલના નિર્માતાઓએ લાંબા સમય સુધી દર્શકોને વારંવાર ભ્રમમાં રાખ્યા કે દિશા વાકાણી શોમાં પરત ફરશે. પરંતુ એવું થયું નહીં.

સામાન્ય રીતે સિરિયલમાં કોઈ પાત્ર ભજવતાં અભિનેત્રી કે અભિનેતા અધવચ્ચે જતાં રહે તો તેમના રિપ્લેસમેન્ટ તરીકે અન્ય કલાકારને તે પાત્ર સોંપી દેવામાં આવતું હોય છે.

એવું ઘણી સિરિયલોમાં જોવા મળે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલમાં ખુદ 'તારક મહેતા'નું પાત્ર અગાઉ 'શૈલેષ લોઢા' ભજવતા હતા જે હવે 'સચીન શ્રોફ' ભજવે છે.

'અંજલી મહેતા'નું પાત્ર જે અગાઉ 'નેહા મહેતા' ભજવતાં હતાં તે હવે 'સુનયના ફોજદાર' ભજવે છે. 'દયાભાભી'નું પાત્ર એવું છે કે 'દિશા વાકાણી'ની જગ્યા હજુ પણ ખાલી પડી છે અને હજુ સુધી અન્ય કોઈ અભિનેત્રીને તક આપવામાં આવી નથી.

મયૂર વાકાણી જણાવે છે કે, "ખરું કહું તો હું જ્યારે સિરિયલમાં કામ કરું છું ત્યારે 'સુંદર'ના મારા પાત્રની જ ચર્ચા કરતો હોઉં છું. આટલા વખતમાં અસિતભાઈએ મને ક્યારેય નથી કહ્યું કે તું બહેનને જણાવ, રજૂઆત કર. તેઓ પણ સમજે છે. એક વાત એ પણ છે કે તેઓના ભાથામાં ધારો કે સત્તાવીસ તીર છે તો એક તીર ન હોય તો બાકીનાં છવ્વીસ તીરનો એટલો સરસ ઉપયોગ કરે છે કે એક તીર ભાથામાં નથી એની ગેરહાજરી કોઈને વર્તાતી નથી."

જેઠાલાલે કહ્યું કે તેમને પણ દયાની ખોટ સાલે છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી
ઇમેજ કૅપ્શન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલમાં સૌથી ચર્ચિત એવા જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને દયાબહેનનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે.

હાલમાં જ સિરિયલને સત્તર વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી કરવામાં આવી ત્યારે જેઠાલાલનો રોલ ભજવતા દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, સિરિયલમાં દયાભાભીને એટલે કે દીશા વાકાણીને તેઓ ખૂબ મીસ કરે છે.

દિલીપ જોષીએ કહ્યું હતું કે, "તેમની સાથે સિરિયલના શૂટીંગના પ્રથમ દિવસથી જ સરસ તાલમેલ ગોઠવાઈ ગયો હતો. હવે તેઓ નથી તો તેમને તેમની ખોટ સાલે છે."

આ વર્ષે એપ્રિલ મહિનામાં શોના પ્રૉડ્યુસર અસિત મોદીએ સ્ક્રીન મૅગેઝિનને જણાવ્યું હતું કે, "શો આજે પણ લોકપ્રિય છે. હું માનું છું કે જ્યારથી દયાભાભી ગયાં છે, તેમને શોમાં મજા નથી પડતી, હું ટૂંક સમયમાં દયાભાભીને પાછાં લાવીશ."

"રાઇટર્સ અને ઍક્ટર્સની આખી ટીમ દયાભાભીની કમી પૂરી કરવાની કોશિશ કરી રહી છે. દયાભાભી ટૂંક સમયમાં પાછાં ફરશે. અમે તો માત્ર એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે દિશા વાકાણી જ પાછાં ફરે. તેઓ આજે પણ મારાં નાનાં બહેન અને પરિવારની જેમ છે. તેમના માટે વાપસી કરવું મુશ્કેલ હોઈ શકે છે. મેં આ પાત્ર માટે કેટલાંકને શૉર્ટલિસ્ટ કર્યાં છે અને તમને એ વિશે જલદી જ ખબર પડી જશે. તેમણે શો છોડી દીધાને પાંચ વર્ષ થઈ ગયાં છે, પરંતુ અમે તેમને આજેય યાદ કરીએ છીએ. તેઓ પોતાના સાથી કલાકારો અને ક્રૂની ખૂબ જ પરવા કરતાં હતાં. અમે ઇચ્છીએ છીએ કે કોઈ દિશા વાકાણી જેવી જ મળે."

જોકે, ભલે તેમણે એમ કહ્યું હોય કે દયાભાભીનાં પાત્ર માટે તેમણે કેટલાંક પાત્રોને શૉર્ટલિસ્ટ કર્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ પાત્રને દયાભાભીની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યાં નથી.

સિરિયલ અને વિવાદો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, દયાબહેન, દયાભાભી, સુંદર વીરા, જેઠાલાલ દિલીપ જોશી, અસિત મોદી, ટપુ, બબિતા, સોઢી, અય્યર, ગોગી, અબ્દુલ, ભીડે, આત્મારામ તુકારામ, ચંપક ચાચા, પત્રકાર પોપટલાલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, મુંબઈ, ગોકુલધામ સોસાયટી

ઇમેજ સ્રોત, NEELA FILM PRODUCTION

ઇમેજ કૅપ્શન, એક તરફ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલ અને તેના તમામ કલાકારોને લોકપ્રિયતા મળી, અને બીજી બાજુ સીરિયલ ધીરે-ધીરે વિવાદોમાં ઘેરાતી રહી.

એક તરફ સિરિયલ અને તેના તમામ કલાકારોને લોકપ્રિયતા મળી, અને બીજી બાજુ સિરિયલ ધીરે-ધીરે વિવાદોમાં ઘેરાતી રહી.

સિરિયલમાં રોશન સોઢીનું પાત્ર ભજવનારાં જેનિફર મિસ્ત્રી બંદીવાલે લગભગ બે વર્ષ પહેલાં નિર્માતાઓ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. જોકે, નિર્માતાઓએ આ આરોપને ફગાવી દીધો હતો.

તેમજ શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં 14 વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું.

સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલના મિત્ર અને લેખક તારક મહેતાના પાત્રમમાં શૈલેશ લોઢા ઘણા લોકપ્રિય થયા હતા. વર્ષ 2022માં અચાનક તેમણે શો છોડી દીધો હતો.

પછી એવી વાત સામે આવી કે શૈલેશ લોઢાએ નિર્માતાઓ સાથે મતભેદના કારણે શો છોડી દીધો હતો.

કેટલાક કલાકારોએ આ શો છોડી દીધો તો બીજી તરફ કલાકારોએ મેકર્સ પર 'શારીરિક અને માનસિક ઉત્પીડન' સુધીના આરોપ પણ લગાવ્યા હતા.

જોકે, શોના પ્રૉડ્યુસર દ્વારા એ તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસની ઍન્ટર્ટેઇનમેન્ટ મૅગેઝિન 'સ્ક્રીન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે, "મેં ક્યારેય મારા ઍક્ટર્સ સાથે સંબંધ નથી કાપ્યો. જો કોઈ પરેશાની હતી તો તેઓ હંમેશાં મને કહી શકતા હતા. હું હંમેશાં ખૂબ પ્રામાણિક રહ્યો. મેં ક્યારેય મારા ફાયદાનું ન વિચાર્યું. આ પ્રકારના મામલાઓથી હું પરેશાન તો થાઉં છું, પરંતુ એ બધું જીવનનો ભાગ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન