ભરૂચ: ચેરનાં વૃક્ષોએ મજૂરોનું જીવન કેવી રીતે બદલ્યું?
ભરૂચ: ચેરનાં વૃક્ષોએ મજૂરોનું જીવન કેવી રીતે બદલ્યું?
ભરૂચના જંબુસર પાસે લીલોછમ દેખાતો દરિયાકાંઠાનો વિસ્તાર એક સમયે વેરાન વિસ્તાર હતો અને દરિયો આગળ વધતો હતો.
આસપાસની ખેતીની જમીનમાં ખારાશ વધતી જતી હતી.
અહીં એક સંસ્થાના સહયોગથી આદિવાસી મજૂરોએ ચેરનાં વૃક્ષો ઉછેરીને લગભગ 33 કિમી લાંબા પટ્ટામાં લીલી દીવાલ ઊભી કરી દીધી છે.
આ વૃક્ષો દરિયાથી થતું ધોવાણ અટકાવે છે. ચેરનાં વૃક્ષોની વાવણીથી અનેક મજૂરોનાં જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. તેમને રોજગારી મળી રહી છે.
આ વીડિયોમાં જુઓ તેમની કહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન






