સ્વસ્થ રહેવા માટે કઈ ઉંમરમાં કેવું ભોજન લેવું જોઈએ?

આપણા ખોરાકની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણા ખોરાકની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે
    • લેેખક, ઍલેક્સ જૉન્સ્ટન
    • પદ, બીબીસી ફ્યૂચર
બીબીસી ગુજરાતી
  • ખોરાક સાથે સંબંધિત ઘણા સંકેતો આપણી ખાવાની ઇચ્છાને અસર કરે છે
  • બાળકોને આરોગ્યપ્રદ વસ્તુઓ જેમ કે શાકભાજી ખાવાની આદત પાડી શકીએ છે
  • કિશોવસ્થામાં ખાવા-પીવાને લઈને કરવામાં આવતા નિર્ણયો આવનારી પેઢીઓને અસર કરે છે
  • તણાવના કારણે 80 ટકા વસતીની ખાવા-પીવાની આદતો પર અસર કરે છે
બીબીસી ગુજરાતી

તમે જીવવા માટે ખાઓ છો કે ખાવા માટે જીવો છો? આ સવાલ એ લોકો માટે છે જેઓ ગર્વથી કહે છે કે, તેઓ માત્ર ખાવા માટે જીવે છે.

ખોરાક સાથેનો આપણો સંબંધ જટિલ છે. આ સંબંધે ખાદ્યપદાર્થોની કિંમત, તેમની ઉપલબ્ધતા અને આસપાસના લોકોની ખાવાની ટેવથી પ્રભાવિત થાય છે.

દરેક વ્યક્તિ અને અન્ય લોકોમાં એક વસ્તુ સમાન હોય છે અને તે છે કંઈક ખાવાની આપણી ઈચ્છા.

ભૂખ દ્વારા આપણું શરીર આપણને સંકેત આપે છે કે, ક્યારે તેને ખાવાની જરૂર છે, પરંતુ આપણી ખાવાની ઇચ્છા માત્ર ભૂખ સાથે જોડાયેલી નથી હોતી. તેનો ઘણી વસ્તુઓ સાથે સંબંધ છે. કારણ કે ઘણી વાર આપણે ભૂખ ન હોવા છતાં પણ ખાઈએ છીએ અને ઘણી વાર ભૂખ લાગી હોવા છતાં ખાતા નથી.

સંશોધનો અનુસાર, ખોરાક સાથે સંબંધિત ઘણા સંકેતો આપણી ખાવાની ઇચ્છાને અસર કરે છે. જેમકે સુગંધ, ભોજન બનાવતી વખતે થતા અવાજો વગેરે. એકંદરે આપણી આસપાસ એવી જાળ રચાઈ જાય છે, જેમાં ફસાઈને આપણે વધારે ખાઈ લેતા હોઈએ છીએ.

આપણી ખાવાની ઇચ્છા પણ હંમેશાં એકસરખી હોતી નથી. તે જીવનના વિવિધ તબક્કામાં અલગ હોય છે. ઉંમર સાથે ખાવાની ઇચ્છા પણ બદલાય છે.

ખાણીપીણીની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિના જીવનમાં આ ઉતાર-ચઢાવના સાત તબક્કા હોય છે. આ વિશે આપણી સમજ વધારીને આપણે ઓછું ખાવા અથવા વધુ ખાવાના પડકારનો સામનો કરી શકીએ છીએ. ખાવાની આદતોના કારણે આપણે શરીર પર સ્થૂળતા જેવી અસરોને નિયંત્રણમાં રાખી શકીએ છીએ.

બીબીસી ગુજરાતી

ઉંમરનો પહેલો તબક્કો (0-10 વર્ષ)

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નાનપણમાં જ્યારે બાળકો ઝડપથી વિકાસ પામતાં હોય છે તે સમયે તેઓ જે ખાતાં-પીતાં હોય, તે તેમના મોટા થવા સુધી અસર કરે છે. કોઈ બાળપણમાં જાડાં હોય, તો તેઓ મોટા થઈને પણ જાડાં રહી શકે છે.

બાળકો ઘણી વાર અમુક વસ્તુઓ ખાવાથી ડરતાં હોય છે. આનાકાની કરે છે, પરંતુ બાળકોને વારંવાર આવી વસ્તુઓનો સ્વાદ ચખાડીને, તેમના ગુણો વિશે જણાવીને આપણે બાળકોને આરોગ્યપ્રદ વસ્તુઓ જેમ કે શાકભાજી ખાવાની આદત પાડી શકાય છે.

બાળકોને આપણે જમતી વખતે પોતાના પર નિયંત્રણ રાખવાનું પણ શીખવવું જોઈએ. ખાસ કરીને તેમને એ શીખવવું જોઈએ કે તેમણે કેટલું ખાવું જોઈએ. એટલું વધારે ન ખાઈ લેવું જોઈએ કે મેદસ્વિતા આવી જાય.

ઘણી વાર માતા-પિતા બાળકોને પ્લેટ સાફ કરવા એટલે કે પ્લેટમાં રહેલો તમામ ખોરાક પૂરો કરવા માટે મજબૂર કરે છે. જેના કારણે બાળકો ઇચ્છા ન હોય તો પણ બધું ભોજન ખાઈ જાય છે. આ ટેવ તેમને આગામી દિવસમાં વધુ ખાવાની આદત પાડી શકે છે.

ઘણા દેશોમાં બાળકોને જંકફૂડની જાહેરાતોથી બચાવવાનાં અભિયાનો ચાલી રહ્યાં છે. આ જાહેરાતો માત્ર ટીવી અથવા રેડિયો પર નથી આવતી, પણ ઍપ, હોર્ડિંગ, સોશિયલ મીડિયા અને વીડિયો બ્લૉગિંગ દ્વારા પણ બાળકોને ઉશ્કેરે છે.

ખાવાપીવાની જાહેરાતો પરથી ખાવાની માગ વધી જાય છે. બાળકોમાં વધી રહેલી મેદસ્વિતા માટે આ એક મોટું કારણ માનવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

ઉંમરનો બીજો તબક્કો (10-20 વર્ષ)

બીબીસી ગુજરાતી

કિશોરાવસ્થામાં શરીર ઝડપથી વધે છે. હોર્મોન્સ મૂડ અને વર્તન પર કન્ટ્રોલ કરે છે. આ દરમિયાન કોઈ વ્યક્તિ ખોરાકને લઈને કેવું વર્તન કરે છે, એ બાકીના જીવન માટે ઘણું મહત્ત્વનું હોય છે.

કિશોરાવસ્થામાં ખાવા-પીવાને લઈને કરવામાં આવતા નિર્ણયો આવનારી પેઢીઓને અસર કરે છે. એટલે કે આ યુગમાં વ્યક્તિ જે પ્રકારનું ભોજન લે છે, તેની અસર તે વ્યક્તિ પર જ નહીં, તેની ભાવિ પેઢી પર પણ પડે છે.

દુર્ભાગ્યપણે આ યુગમાં કાઉન્સિલિંગના અભાવના કારણે કિશોરવયના લોકો આવું ખાવા-પીવાની આદતો પાડી દે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. ત્યારબાદ કિશોરોની સરખામણીએ કિશોરીઓ પર આ ખરાબ આદતોની વધુ અસર પડે છે, કારણ કે આ ઉંમરમાં તેમના શરીરમાં પ્રજનનની પ્રક્રિયા એટલે કે માસિક ધર્મની શરૂઆત પણ થઈ જાય છે.

જે યુવતીઓ નાની ઉંમરે ગર્ભવતી થાય, તેમના માટે આ પડકાર વધી જાય છે. કારણ કે તેમનું શરીર તેના વિકાસ માટે પેટમાં વિકસી રહેલા બાળક સાથે જોડાયેલું હોય છે.

બીબીસી ગુજરાતી

ત્રીજો તબક્કો (20-30 વર્ષ)

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકવાર શરીરમાં ચરબી જમા થઈ ગયા પછી તેનાથી છૂટકારો મેળવવો મૂશ્કેલ છે

યુવાવસ્થામાં જીવનમાં ઘણા ફેરફારો આવે છે. લોકો કૉલેજ જવાનું શરૂ કરે છે. લગ્ન કરે છે અથવા કોઈની સાથે રહેવાનું શરૂ કરે છે. આ સમયમાં ઘણા લોકો માતાપિતા પણ બને છે. આ બધાં કારણોના લીધે વજન વધવાની શક્યતા રહે છે.

શરીરમાં એક વાર ચરબી જમા થઈ જાય, પછી તેનાથી છૂટકારો મેળવવો ઘણો મુશ્કેલ હોય છે. જ્યારે આપણે આપણા શરીરની જરૂર કરતાં ઓછું ખાતા હોઈએ, ત્યારે આપણું શરીર ઝડપથી સંકેતો આપે છે.

જ્યારે આપણે શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાઈએ, ત્યારે તેને રોકવાના સંકેતો ઘણા નબળા હોય છે. ઘણાં બધાં શારીરિક અને માનસિક કારણો હોય છે, જેના કારણે આપણે ઓછું ખાવાની આદતોને લાંબા સમય સુધી જાળવી શકતા નથી.

હવે એક નવા પ્રકારના રિસર્ચની શરૂઆત થઈ છે. એ અંતર્ગત ઓછું ખાઈને તસલ્લી અપાવવાનો અહેસાસ કરાવવાના પ્રકારો વિકસિત કરવામાં આવી રહ્યા છે.

ગ્રાફિક્સ

જે લોકો વજન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે, તેમના માટે આ રિસર્ચ કારગર હોઈ શકે, કારણ કે ભૂખ અનુભવવાના કારણે જ આપણે ઘણી વાર શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાઈ લેતા હોઈએ છીએ.

અલગ-અલગ પ્રકારની ખાવાની વસ્તુઓ આપણા મગજને અલગ-અલગ સંકેતો આપે છે. એ જ કારણ છે કે, ઘણી બધી આઇસ્ક્રીમ ખાધા પછી પણ મગજ આપણને રોકવાનો સંકેત આપતું નથી. કારણ કે ફેટ આપણા મગજને એ સંકેત નથી આપતું કે આપણે ખાવાનું અટકાવીએ.

એજ કારણ છે કે, સમોસા, ચાટ-પાણીપૂરી અથવા કચોરી ખાતી વખતે આપણને અંદાજો હોતો નથી કે આપણે કેટલું ખાઈ રહ્યા છીએ.

સાથે પ્રોટીનથી ભરપૂર ડાયેટ હોય અથવા વધુ પાણી વાળા ફળ, તેને ખાવાથી આપણને ઝડપી પેટ ભરાઈ જવાનો અહેસાસ થાય છે અને લાંબા સમયસુધી એવું અનુભવાય છે.

ખાવા-પીવાના અંગેની સમજણ કેળવીને આપણે ભવિષ્યમાં એવું ભોજન અથવા નાસ્તો તૈયાર કરી શકીએ, જે સ્વાસ્થ્ય માટે વધુ સારો હોય.

બીબીસી ગુજરાતી

ઉંમરનો ચોથો તબક્કો (30-40)

ખાવા-પીવાની અસર કામ પર પણ પડે છે

ઇમેજ સ્રોત, LIOR SPERANDEO

ઇમેજ કૅપ્શન, ખાવા-પીવાની અસર કામ પર પણ પડે છે

કામકાજના યુગમાં પેટના અવાજ ઉપરાંત બીજા પડકારો આપણી સામે આવે છે. તણાવ વધી જાય છે અને તણાવના કારણે 80 ટકા વસતીની ખાવા-પીવાની આદતો પર અસર થાય છે. ઘણા લોકો તણાવમાં વધુ ખાવા લાગે છે, તો કેટલાક લોકો ઘણું ખાવાનું જ છોડી દે છે.

તણાવ સામે લડવાના આ પ્રકારો ઘણી વાર સમજથી ઉપર હોય છે. કોઈને ખાવા-પીવાની લત લાગી જાય છે. તેઓ વધુ કૅલરીવાળી વસ્તુઓ ખાવા લાગે છે, પરંતુ તેનું ખાસ કારણ સમજાતું નથી.

કામ પ્રત્યે ઈમાનદારી અને દરેક કામને યોગ્ય રીતે કરવાની આદતનો પણ આપણા ખાવા-પીવા અને તણાવ સાથે સંબંધ હોઈ શકે છે.

કામનું વાતાવરણ એવું બનાવવું જેમાં તણાવ ઓછો હોય, લોકો વધુ કૅલરીવાળી વસ્તુઓ ન ખાય, ઘણું મુશ્કેલ છે. કંપનીઓને એ જોઈએ કે તેઓ કર્મચારીઓ માટે આવું સસ્તુ ખાવાનું લાવે, જે સ્વાસ્થ્ય માટે સારું હોય. તેનાથી કામદારો સ્વસ્થ રહેશે. અને તંદુરસ્ત કર્મચારીઓ વધુ સારું કામ કરશે, તેમાં કોઈ શંકા નથી.

બીબીસી ગુજરાતી

ઉંમરનો પાંચમો તબક્કો (40-50 વર્ષ)

ખાવા-પીવાની સારી અથવા ખરાબ સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખાવા-પીવાની સારી અથવા ખરાબ સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડાયટ શબ્દ ગ્રીક ડાયેટિયા પરથી આવ્યો છે. તેનો અર્થ છે કે, ‘જિંદગી જીવવાની રીત અથવા જીવનશૈલી.’ પરંતુ આપણે બધાં આદતોના ગુલામો છીએ. આપણે હંમેશાં આપણી આદતોમાં એ પરિવર્તન નથી લાવી શકતા, જેમના વિશે આપણને ખબર હોય છે કે આ આપણા ફાયદાની જ વસ્તુ હશે.

લોકો વજન ઓછું કરવા તો માગે છે, પણ સમોસા, કચોરી જેવી જ તળેલી, વધુ કૅલરીવાળી વસ્તુઓ ખાઈને.

હવે આ કેવી રીતે શક્ય હોય?

ખાવા-પીવાની આદતોમાં ફેરફાર લાવ્યા વગર આપણે સ્વસ્થ શરીર અને સ્વસ્થ કેવી રીતે મેળવી શકીએ?

આ વાતનો તમામ પુરાવા જણાવે છે કે, ખાવા-પીવાના સારી અથવા ખરાબ સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે, “ધૂમ્રપાન, સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુઓ ખાવી, દારૂ પીવાની આદતો આપણી જીવનશૈલીના સ્વાસ્થ્ય પર ખરાબ અસરનું મોટું કારણ છે. તેનાથી લોકોનો મૃત્યુઆંક પણ વધી જાય છે.”

40-50 વર્ષની ઉંમરના સમયગાળામાં લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રમાણે ખાવું જોઈએ, પરંતુ ઘણા બધા લોકો સ્વાસ્થ્ય ખરાબ થવાના સંકેત જેવા કે બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રૉલના વધારાને નકારી કાઢે છે, અને યોગ્ય સમયે ઉચિત પગલાં લેતા નથી તેના કારણે તેની ભારે કીંમત ચુકવવી પડે છે.

બીબીસી ગુજરાતી

સાઠનો તબક્કો (50-60 વર્ષ)

આરોગ્યપ્રદ અને ડાયેટનો પ્રયાસ કરવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ જાય છે

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન, આરોગ્યપ્રદ અને ડાયેટનો પ્રયાસ કરવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ જાય છે

50 વર્ષની ઉંમર પસાર કર્યા બાદ કોઈ પણ વ્યક્તિના શરીરની માંસપેશિઓ ઘટવા લાગે છે.

તે દર વર્ષે અડધાથી એક ટકાના દરે ઘટવા લાગે છે. શરીરની પ્રવૃત્તિ અને ચપળતા ઘટે છે. મહિલાઓમાં ઓછું પ્રોટીન અને મેનોપોઝ આવવાથી સ્નાયુઓ ઝડપથી ઘટવા લાગે છે.

આ સમયગાળામાં આરોગ્યપ્રદ અને તમામ પ્રકારના ડાયટનો પ્રયાસ કરવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ જાય છે. વૃદ્ધ વસતીને આ સમયગાળા દરમિયાન વધુ પ્રોટીનવાળા ડાયટની જરૂર હોય છે, જે હંમેશાં પૂર્ણ થતી નથી.

હાલ માર્કેટમાં જે પ્રોટીનવાળી ખાવા-પીવાની વસ્તુઓ મળી રહી છે, એ આપણી જરૂરિયાતો પૂર્ણ ન કરી શકે.

બીબીસી ગુજરાતી

સાતમો તબક્કો ( 60-70 વર્ષ અને તેનાથી વધુ)

વૃદ્ધત્વમાં પોષણનું મહત્ત્વ વધી જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૃદ્ધત્વમાં પોષણનું મહત્ત્વ વધી જાય છે

હાલ લોકોની સરેરાશ ઉંમર વધી ગઈ છે. એવામાં આપણે રહેણી-કરણીને આરોગ્યપ્રદ બનાવવાન પડકારો સામે વધુ લડવું પડી રહ્યું છે. જો આપણે સ્વસ્થ જીવનશૈલી ન અપનાવીએ, તો આપણો સમાજ વૃદ્ધ, કમજોર અને વિકલાંગ લોકોથી ભરાઈ જશે.

વૃદ્ધત્વમાં પોષણનું મહત્ત્વ વધી જાય છે. કારણ સ્પષ્ટ છે. આ ઉંમરે ભૂખ ઓછી લાગે છે. લોકો ઓછું ખાય છે. ખાવામાં ધ્યાન આપતા નથી. તેનાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે. કમજોરી આવી જાય છે. તેનાથી ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઇમર થવાનું જોખમ વધી જાય છે.

ખાવું એક સામાજિક અનુભવ છે. વૃદ્ધત્વમાં જીવનસાથીના ગયા પછી અથવા પરિવારથી અલગ થયા પછી એકલા ખાવાથી લોકોના ખાવાથી મળતો આનંદ અને સંતોષ છીનવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં ચાવવા અને ગળવામાં પણ સમસ્યા આવે છે.

તેનાથી ખાવાનો સ્વાદ અને સુગંધ પણ અનુભવાતી નથી. તેનું પરિણામ એ આવે છે કે ખાવાની ઇચ્છા ઓછી થઈ જાય છે, કારણ કે લોકો તેનાથી મળતી ખુશીથી વંચિત રહે છે.

આપણે યાદ રાખવું જોઈએ કે જીવનના દરેક તબક્કામાં આપણા શરીર માટે માત્ર ખોરાક જ બળતણ નથી. આ એક એવો સામાજિક-સાંસ્કૃતિક અનુભવ છે, જે માણવામાં આવે છે.

આપણે બધા ફૂડ ઍક્સપર્ટ છીએ કારણ કે આપણે રોજ ખાઈએ છીએ.

એટલા માટે આપણે દરેક ભોજનને માણવાની તક તરીકે જોવું જોઈએ. અને એ સમજવું જોઈએ કે સારો અને સ્વાદિષ્ટ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી