ઉપવાસ કરવાથી ઘટેલી યાદશક્તિ ફરી સતેજ થઈ શકે?

ઉપવાસ

ઇમેજ સ્રોત, EPA

બીબીસી ગુજરાતી
  • ઓછું ખાવાથી કે ઉપવાસ કરવાથી શરીરમાં કોઈ ફેરફાર થાય ખરા?
  • નવા સંશોધનમાં એવા સંકેત મળ્યા છે કે ઉપવાસ કરવાથી યાદશક્તિ ફરી સતેજ થઈ શકે છે
  • ધાર્યાં પરિણામ હાંસલ કરવા માટે કેલરીનું પ્રમાણ કેટલી હદ સુધી ઘટાડી દેવું જોઈએ?
બીબીસી ગુજરાતી

આપણે માનીએ છીએ કે ઉંમર સાથે આપણી યાદશક્તિ કમજોર પડવા લાગે છે.

પરંતુ નવી શોધમાં સંકેત અપાયા છે કે આપણે આ પ્રક્રિયાને રોકી શકીએ છીએ બલકે તેને રિવર્સ પણ લાવી શકાય છે અને આનો આધાર એ વાત પર છે કે તમે કેટલું ખાઓ-પીઓ છો.

લંડનની કિંગ્સ કૉલેજમાં ડૉક્ટર ગાઇલ્સ યોએ આ વિષય પર વધુ જાણકારી ભેગી કરવા માટે એક સંશોધનમાં ભાગ લીધો છે.

બીબીસી ગુજરાતી

શું છે સંશોધન?

ઉપવાસ

ઇમેજ સ્રોત, YUICHIRO CHINO/GETTYIMAGES

ઊંદર પર થયેલ શોધમાં એવું સામે આવ્યું છે કે કેલરીનું પ્રમાણ ઘટાડવાથી મગજમાં ઘણી કોશિકાઓ કે ન્યૂરૉન પેદા કરે છે. આ પ્રક્રિયાને ન્યૂરોજેનેસિસ કહે છે.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે તેમની યાદશક્તિ સારી થઈ છે.

કિંગ્સ કૉલેજના ડૉક્ટર સેન્ડ્રિન ઠૂરેટ અને ક્યૂરી કિમ તપાસ કરી રહ્યા છે કે શું આવું માણસોમાં પણ થવું સંભવ છે કે કેમ?

ગ્રે લાઇન

કેવી રીતે થયો પ્રયોગ?

ઉપવાસ

ઇમેજ સ્રોત, PETER DAZELEY/GETTYIMAGES

કિંગ્સ કૉલેજના ડૉક્ટર ગાઇલ્સ સહિત 43 લોકોને ટેસ્ટ માટે પસંદ કરાયા. તેમની ઉંમર 45થી 75 વચ્ચે હતી.

ચાર અઠવાડિયાં માટે તેમને સૌને ઓછી કેલરીવાળું ભોજન અપાયું. તેમને અઠવાડિયાના બે દિવસ 500-600 કેલરી જ અપાઈ. બાકીના પાંચ દિવસમાં તેઓ સામાન્ય દિવસો જેટલું જ ભોજન લઈ શકતા.

પ્રયોગનાં ચાર અઠવાડિયાની શરૂઆત અને અંતમાં દરેક વ્યક્તિની યાદશક્તિની પરીક્ષા કરાઈ. આ પૅટર્ન સૅપરેશન ટેસ્ટના નામથી ઓળખાય છે.

પ્રયોગમાં એ તસવીરોમાં ફરક શોધવાનો રહેતો જે તમે પહેલાં જોઈ ચૂક્યા છો અને પછી નવી તસવીરો બતાવવામાં આવે છે.

પ્રયોગમાં સામેલ દરેક વ્યક્તિની લોહીની તપાસ કરાઈ જેમાં લોહીમાં પ્રોટીનનું પ્રમાણ તપાસવામાં આવ્યું. આ પ્રોટીનને ક્લોથો કહે છે. ઉંમર સાથે વ્યક્તિના શરીરમાં તેની કમી થવા લાગે છે.

શોધમાં જાણવા મળ્યું છે કે ક્લોથોથી નવી કોશિકાઓ અને ન્યૂરૉન પેદા થાય છે, જેની વાત ઉપર થઈ ચૂકી છે.

બીબીસી ગુજરાતી

મળ્યું વિશિષ્ઠ પરિણામ

ઉપવાસ

ઇમેજ સ્રોત, CAROL YEPES/GETTYIMAGES

પ્રયોગનાં પરિણામ ઘણાં ઉત્સાહજનક રહ્યાં. એવું જાણવા મળ્યું કે ટેસ્ટમાં સામેલ તમામ લોકોનું પૅટર્ન સૅપરેશન બહેતર થયું હતું, તેમનું ક્લોથો લેવલ પણ વધી ગયું હતું. આ પ્રયોગમાં એવું જાણવા મળ્યું છે કે ઓછું ખાવાથી માણસની સ્મરણશક્તિ વધે છે. ક્લોથો લેવલનું વધવું એ વાતનો સંકેત છે કે તેમાં ન્યૂરોજેનેસિસ થયું હશે.

જોકે આના અમુક અપવાદ પણ રહ્યા. ડૉક્ટર ગાઇલ્સનું પૅટર્ન સૅપરેશન પહેલાંથી ઘટી ગયું હતું અને ક્લોથો પ્રોટીનના સ્તરમાં પણ ફેરફાર ન થયો.

વિશેષજ્ઞો અનુસાર આનાં અમુક કારણ હોઈ શકે છે. સારી ઊંઘનું ન્યૂરોજેનેસિસ સાથે ઊંડો સંબંધ છે. પરંતુ સમગ્ર અભ્યાસ દરમિયાન ડૉ. ગાઇલ્સને ઊંઘ ઓછી આવી રહી હતી, કદાચ ભૂખ આનું કારણ હોઈ શકે.

ગ્રૂપમાં ગાઇલ્સ સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ હતા. તેઓ નિયમિતરૂપે વ્યાયામ કરે છે. એટલે કે અમુક સમય બાદ ઉપવાસની અસર ઓછી થશે.

હવે 60 વર્ષના લોકો પર અભ્યાસ કરીને એ વાતની જાણવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે કે વૃદ્ધોમાં આ કેવી રીતે કામ કરે છે.

બીબીસી ગુજરાતી

તમારે શું કરવું જોઈએ

પરિણામ જણાવે છે કે, જો તમે વૃદ્ધોની પંક્તિમાં સામેલ છો અને ખૂબ વધારે કસરત નથી કરતા તો અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કરવાથી તમારી યાદશક્તિ વધી શકે છે.

એ બે દિવસ દરમિયાન મહિલાઓએ પોતાની કેલરી ગ્રહણ કરવાની માત્રા 500 અને પુરુષોએ 600 સુધી સીમિત કરી દેવી જોઈએ.

અઠવાડિયાના બાકીના પાંચ દિવસ તમે સામાન્યપણે લો છો તેટલું ભોજન લઈ શકો છો.

રેડ લાઇન
રેડ લાઇન