તાઇવાન વિશ્વ માટે આર્થિક અને વ્યૂહરચનાની દૃષ્ટિએ આટલું મહત્ત્વપૂર્ણ કેમ?

    • લેેખક, જોસ કાર્લોસ ક્યૂટો
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

અમેરિકન સસંદની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નૅન્સી પેલોસી તાઇપેઈ પહોંચ્યાં તેની થોડી વાર બાદ જ ચીનના વિદેશમંત્રાલયે તરત પ્રતિક્રિયા આપી. વિદેશમંત્રાલયે કહ્યું, "જેઓ આગ સાથે રમી રહ્યા છે, તેઓ દાઝશે."

પાછલાં 25 વર્ષોમાં અમેરિકાથી આટલા મોટા પદ પર કાર્યરત્ કોઈ વ્યક્તિ તાઇવાનની યાત્રા પર નહોતી ગઈ. જોકે નૅન્સી પેલોસી ત્યાં 24 કલાક કરતાં પણ ઓછા સમય સુધી રોકાયાં.

ચીનની ચેતવણી છતાં નૈંસી પેલોસીની આ યાત્રા પર કઠોર પ્રતિક્રિયા આવવાનું પાકું જ હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનની ચેતવણી છતાં નૈંસી પેલોસીની આ યાત્રા પર કઠોર પ્રતિક્રિયા આવવાનું પાકું જ હતું

ચીનની ચેતવણી છતાં નૅન્સી પેલોસીની આ યાત્રા પર કઠોર પ્રતિક્રિયા આવવાનું પાકું જ હતું.

ચીને કહ્યું કે તેઓ આને પોતાના 'રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન' માને છે અને તેને 'વન ચાઇના પૉલિસી' વિરુદ્ધ પડકાર સ્વરૂપે જુએ છે.

બદલાની ભાવનામાં કાર્યવાહી કરવામાં ચીને મોડું પણ ન કર્યું. તેણે તાઇવાન નજીકના કેટલાક વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સૈન્યાભ્યાસ કરવાની જાહેરાત કરી દીધી. ચીન તાઇવાનને પોતાની છૂટા પડી ગયેલ એક પ્રાંત તરીકે જુએ છે, જેનું દેશની મુખ્ય ભૂમિ સાથે આજ નહીં તો કાલે વિલય થવાનું નક્કી છે અને તે તેના માટે તાકાતનો ઉપયોગ કરવાની પણ તૈયારી ધરાવે છે.

પરંતુ બીજી તરફ તાઇવાન પોતાની જાતને એક સ્વતંત્ર દેશ સ્વરૂપે રજૂ કરે છે. તેમના ત્યાં લોકશાહી શાસનપ્રણાલી છે, પરંતુ તાઇવાને ક્યારે આધિકારિકપણે પોતાની જાતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર નથી કર્યું.

નૅન્સી પેલોસીની તાઇવાનયાત્રા એવા સમયે થઈ, જ્યારે ચીન અને અમેરિકા વચ્ચેનું તાણ ચરમ પર છે.

ચીને પોતાની નૅવી અને ઍરફોર્સનો ઉપયોગ કરીને તાઇવાન પર દબાણ કરવાની ઘણી વખત કોશિશ કરી અને આ કારણે તેના માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની જાય છે.

તાઇવાનની સ્થિતિ એટલી નાજુક છે કે તેના ભાગ્યમાં જે કાંઈ પણ થશે, તેની અસર વિશ્વના રાજકારણ અને અર્થતંત્ર પર પડવાની નક્કી છે. આગળ આપણે આવાં અમુક પાસાંની તપાસ કરીશું.

line

1. તાઇવાનની લૉકેશન આટલી મહત્ત્વની કેમ?

ચીનની મુખ્ય ભૂમિના દક્ષિણ પૂર્વ તટથી લગભગ 120 કિલોમિટર દૂર તાઇવાન સ્થિત છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનની મુખ્ય ભૂમિના દક્ષિણ પૂર્વ તટથી લગભગ 120 કિલોમિટર દૂર તાઇવાન સ્થિત છે.

ચીનની મુખ્ય ભૂમિના દક્ષિણ પૂર્વ તટથી લગભગ 120 કિલોમિટર દૂર તાઇવાન સ્થિત છે. ઘણા જાણકાર તાઇવાનને 'દ્વીપોની પ્રથમ શૃંખલા' તરીકે ઓળખાવે છે. પાછલાં ઘણાં વર્ષોથી ચીને આ વિસ્તારમાં પોતાની અસર વધારવાના ઘણા પ્રયાસ કર્યા છે.

લંડનની કિંગ્સ કૉલેજમાં સંરક્ષણ અધ્યયન વિભાગના લેક્ચરર ડૉ. ઝેનો લિયોનીએ આ વિશે બીબીસી સાથે વાતચીત કરી.

તેમણે જણાવ્યું કે, "જાપાનની દક્ષિણથી એક પ્રકારની ભૌગોલિક રુકાવટ પસાર થાય છે. જે તાઇવાન, ફિલીપાઇન્સથી દક્ષિણ ચીન સાગર સુધી જાય છે. આ શીત યુદ્ધનું કૉન્સેપ્ટ છે."

દ્વીપોની આ પ્રથમ શૃંખલાનો આ દેશ અમેરિકાનો સહયોગી છે અને તે તેમની વિદેશ નીતે માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. લિયોની અનુસાર, "ચીન માને છે કે તે વ્યૂહરચનાની દૃષ્ટિએ આ તરફથી ઘેરાયેલું છે."

આના કારણે આ ક્ષેત્રમાં તાઇવાનની સ્થિતિ ચીન અને પશ્ચિમના દેશો, બંને માટે, વૈશ્વિક રાજકારણ માટે આ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

પશ્ચિમના ઘણા જાણકારોનું માનવું છે કે તાઇવાન જો ચીનનો ભાગ બની જાય, તો પૅસિફિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે ચીન આઝાદ થઈ જશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમના ઘણા જાણકારોનું માનવું છે કે તાઇવાન જો ચીનનો ભાગ બની જાય, તો પૅસિફિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે ચીન આઝાદ થઈ જશે

પશ્ચિમના ઘણા જાણકારોનું માનવું છે કે તાઇવાન જો ચીનનો ભાગ બની જાય, તો પૅસિફિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે ચીન આઝાદ થઈ જશે.

આટલું જ નહીં આવું થતાં જ પૅસિફિક ક્ષેત્રના ગુયામ અને હવાઈમાં રહેલ અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પણ સુરક્ષિત નહીં રહે.

લિયોનીએ જણાવ્યું કે, "પહેલાંથી જ ચીનનો દક્ષિણ-ચીન સાગરમાં ભારે પ્રભાવ છે, પરંતુ જો તેમની પાસે તાઇવાન જતું રહે. તો તેઓ પોતાની નૌસેનાનો પ્રભાવ વધારવા માટે પણ સક્ષમ બન જશે. આનાથી એ વિસ્તાર પર તેમનું નિયંત્રણ કાયમ થઈ જશે, જેનો વૈશ્વિક કારોબાર પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડશે."

તેમણે કહ્યું, "દક્ષિણ અને પૂર્વ સાગરમાં સંભવિત કોઈ પણ પ્રકારના ઘર્ષણની સ્થિતિમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના રસ્તામાં તાઇવાન એક પ્રકારની મિસિંગ લિંક છે."

જોકે ચીને ઘણી વાર કહ્યું છે કે આ ક્ષેત્રમાં તેમના ઇરાદા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે.

line

2. વૈશ્વિક અર્થતંત્રમાં તાઇવાન કેટલું અગત્યનું

અર્થતંત્રના મોરચે તાઇવાન ઘણું મહત્ત્વપૂર્ણ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્થતંત્રના મોરચે તાઇવાન ઘણું મહત્ત્વપૂર્ણ છે

અર્થતંત્રના મોરચે તાઇવાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. આપણે દરરોજ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ઉપયોગમાં આવનાર ચિપ તાઇવાનમાં જ બનતા હોય છે.

સ્માર્ટફોન, લૅપટૉપ, સ્માર્ટવૉચ કે ગેમિંગ કન્સોલ, બધામાં ચિપનો ઉપયોગ થાય છે. અને તે પૈકી મોટા ભાગના તાઇવાનમાં જ બનેલા હોય છે. વિશ્વના લગભગ બે-તૃતિયાંશ ચિપ બજાર પર તાઇવાનનું નિયંત્રણ છે.

'તાઇવાન સેમિકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની' જેને ટૂંકમાં ટીએસએમસી કહે છે, તે એકલી જ વિશ્વના અડધા કરતાં વધુ ચિપ બજાર પર નિયંત્રણ ધરાવે છે.

જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 વચ્ચે ટીએસએમસીએ લગભગ 53 અબજ ડૉલરની કમાણી કરી છે.

જો તાઇવાન પર ચીનનું નિયંત્રણ થઈ જાય તો, વિશ્વના આ મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ પર ચીનનું નિયંત્રણ થઈ જશે.

લિયોની અનુસાર, "ઘણા જાણકારોનું માનવું છે કે ચિપ અને સેમિકન્ડક્ટર બનાવવામાં ચીન પશ્ચિમના દેશો કરતાં પાછળ છે. એક અનુમાન છે કે પશ્ચિમના દેશોની સમકક્ષ બનવામાં ચીનને હજુ લગભગ 20 વર્ષ લાગશે."

જો ચીને તાઇવાનથી આ ઉદ્યોગ લઈ લીધો તો પશ્ચિમના દેશોએ તરત જ તેનું નુકસાન ભોગવવું પડશે.

લિયોની કહે છે કે, "ચીન અને અમેરિકા આ તકનીકોને ડેવલપ કરવામાં એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જો આ ઉદ્યોગ ચીન પાસે જતો રહે તો પશ્ચિમના દેશોની ચિપ અને સેમિકન્ડક્ટર સુધીની પહોંચ મર્યાદિત બની જશે. તેના કારણે કિંમતોમાં વધારો થશે."

આવી પરિસ્થિતિ હાલ અન્ય ઉદ્યોગોના મામલામાં પણ થઈ શકે છે. તેની સામે ઝઝૂમવું એ પશ્ચિમના દેશો માટે સરળ નહીં હોય.

line

તાઇવાનની સ્થિતિ આટલી જટિલ કેમ?

ઘણા પશ્ચિમના દેશોએ ચ્યાંગ કાઈ શેક દ્વારા સ્થાપિત તાઇવાનના 'રિપલ્બિક ઑફ ચાઇના'ને ચીનની એકમાત્ર કાયદેસર સરકાર સ્વરૂપે માન્યતા આપી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા પશ્ચિમના દેશોએ ચ્યાંગ કાઈ શેક દ્વારા સ્થાપિત તાઇવાનના 'રિપલ્બિક ઑફ ચાઇના'ને ચીનની એકમાત્ર કાયદેસર સરકાર સ્વરૂપે માન્યતા આપી

ઐતિહાસિક સ્રોતો અનુસાર તાઇવાન, ચીનના નિયંત્રણમાં કિંગ રાજવંશ દરમિયાન 17મી સદીમાં આવ્યું હતું.

જાપાન સાથે થયેલ પ્રથમ યુદ્ધમાં હાર્યા બાદ ચીને 1895માં તાઇવાનને જાપાનને સોંપી દીધું. તે બાદ 50 વર્ષો સુધી તાઇવાન જાપાનના કબજામાં રહ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની હાર બાદ ચીને ફરીથી તાઇવાન પર પોતાનું નિયંત્રણ કરી લીધું. પરંતુ તે દરમિયાન જ ચીનની મુખ્ય ભૂમિ પર ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું.

આ ગૃહયુદ્ધ માઓત્સે તુંગના નેતૃત્વવાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી અને નેશનલિસ્ટ પાર્ટી 'કુઓમિંતાંગ' વચ્ચે થઈ રહ્યું હતું. તે બાદ, 1949માં કૉમ્યુનિસ્ટ પાર્ટીએ ચીન પર નિયંત્રણ કરી લીધું.

તેનાથી બચવા માટે કુઓમિંતાંગ સરકારે તાઇવાન જઈને શરણ લીધું. જોકે સમુદ્રમાં વધુ મજબૂત ન હોવાના કારણે ચીને હવે તાઇવાનની કુઓમિંતાંગ સરકારને છોડી દેવી પડી.

અસ્થાયી રાષ્ટ્રપતિ સનયાત સેન બાદ ચ્યાંગ કાઈ શેક તાઇવાનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

તેઓ તાનાશાહ શાસક તરીકે 1975 સુધી આ પદ પર રહ્યા. તેમના નિધનનાં ત્રણ વર્ષ બાદ તે સમયના વડા પ્રધાન અને ચ્યાંગ કાઈ શેકના દીકરા ચ્યાંગ ચિંગ કુઓ તાઇવાનના રાષ્ટ્રપતિ બન્યા.

તેમણે તાઇવાનની શાસન વ્યવસ્થાને તાનાશાહીથી લોકશાહી તરફ લઈ જવાના પ્રયાસને મંજૂરી આપી. ચીન ઇતિહાસનો આશરો લઈને દાવો કરે છે કે તાઇવાન મૂળપણે તેનું એક પ્રાંત રહ્યું છે.

જોકે ઘણા લોકોનું માનવું છે કે તાઇવાન ક્યારે 1911 કે માઓત્સે તુંગના નેતૃત્વમાં 1949માં થયેલ ક્રાંતિ બાદ કાયમ થયેલ ચીન આધુનિક શાસનનો ભાગ નથી રહ્યો.

ઘણા પશ્ચિમના દેશોએ ચ્યાંગ કાઈ શેક દ્વારા સ્થાપિત તાઇવાનના 'રિપબ્લિક ઑફ ચાઇના'ને ચીનની એકમાત્ર કાયદેસર સરકાર તરીકે માન્યતા આપી. પરંતુ 1971માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે તાઇવાનની માન્યતા રદ કરીને કૉમ્યુનિસ્ટ ચીનને ચીન સ્વરૂપે માન્યતા આપી.

તે બાદથી અત્યાર સુધી તાઇવાને માન્યતા આપનારા દેશોની સંખ્યા ઘટતાં ઘટતાં માત્ર 15 રહી ગઈ છે. તાઇવાન સૌથી વધુ સમર્થન લૅટિન અમેરિકા અને કૅરેબિયન દેશો તરફથી મળ્યું છે.

ચીન અને તાઇવાનની હેસિયતમાં ખૂબ મોટું અંતર હોવાના કારણે, મોટા ભાગના દેશોએ આ પ્રકારની નીતિ જાળવી રાખી છે. પરંતુ પોતાની કાયદાકીય હેસિયત સ્પષ્ટ ન હોવાના કારણે સ્પષ્ટ ન હોવા છતાં તાઇવાને આઝાદ દેશ જેવી સ્થિતિ જાળવી રાખી છે.

આમ ચીનની મુખ્ય ભૂમિથી તાઇવાન ગયેલા લોકોની તાજેતરની વસતિ 15 લાખ છે, જે વસતિના 14 ટકા છે. જોકે તાઇવાનના રાજકારણ પર ઘણાં વર્ષોથી આ જ સમૂહનો પ્રભાવ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ