તાઇવાન નજીક ચીને મિસાઇલ છોડતાં અમેરિકાએ કેમ કહ્યું સંકટ સર્જી રહ્યું છે ચીન?

ઇમેજ સ્રોત, Getty Images
ચીને તાઇવાનના ઉત્તર પૂર્વ અને દક્ષિણ સીમાની નજીક મહાસાગરમાં ડૉન્ગફેંગ બૅલેસ્ટિક મિસાઇલ છોડી છે.
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે આ વિશે જાણકારી આપી છે. ડૉન્ગફેંગ મિસાઇલનો ઉપયોગ ચીનની પીપલ્સ લિબરેશન સેના (પીએએલ) કરે છે.
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે લૉન્ચ પછી તેમણે પોતાની ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. તેમણે આગળ ઉમેર્યું કે,"ચીનના 'બેજવાબદારી પૂર્વકના' પગલાંએ આ વિસ્તારની શાંતિ ભંગ કરી દીધી છે."
ચીનના સરકારી મીડિયાએ પણ મિસાઇલ હુમલાની પુષ્ટી કરે છે. તમેણે કહ્યું કે, "પૂર્વી થિયેટર કમાંડના રૉકેટ ફોર્સે તાઇવાનના પૂર્વ કિનારે મિસાઇલ હુમલા કર્યા છે."
તેમણે ઉમેર્યું કે તેમનું નિશાન એકદમ ચોક્કસ હતું.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે મિસાઇલ હુમલાના વીડિયો પણ બહાર પાડ્યા છે.
ગ્લોબલ ટાઇમ્સના પ્રમાણે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ શુનિયાંગે કહ્યું કે પીએલએની ડ્રિલ ત્યાં સુધી ચાલતી રહેશે જ્યાં સુધી અમેરિકા અને તાઇવાન "અલગાવવાદી કાર્યવાહી ચાલુ રાખશે."
તેમણે કહ્યું,"અમે રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષાના અમારા દૃઢ સંકલ્પને દર્શાવવાનું બંધ નહીં કરીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાઇવાન પાસે ચીનના સૈન્યાભ્યાસ અને મિસાઇલ ફાયરની ઘટનાને જોતાં અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિંકને કહ્યું કે ચીન સંકટ સર્જી રહ્યું છે.
કંબોડિયામાં આસિયાન દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં તેમણે કહ્યું કે - હું આશા કરું છું કે ચીન સંકટને પેદા નહીં કરે કે પોતાની આક્રમક સૈન્ય કાર્યવાહીને ઝડપી કરવાના બહાના સ્વરૂપે ઉપયોગ નહીં કરે.
તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકન પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૈંસી પેલોસીની તાઇવાન યાઘત્રા છતાં અમેરિકાની નીતિમાં કોઈ પરિવર્તન નથી થયો.

અમેરિકાએ માકલાવ્યું યુદ્ધજહાજ

ઇમેજ સ્રોત, Reuters
ચીનની કાર્યવાહી પછી અમેરિકાની સેનાએ તાઇવાનના દક્ષિણપૂર્વ મહાસાગરમાં પોતાનું યુદ્ધજહાજ યુએસએસ રોનાલ્ડ રીગન માકલ્યું છે.
નૌકાદળના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે,"યુએસએસ રોનાલ્ડ રીગન અને એના સ્ટ્રાઇક ગ્રૂપ ફિલિપિન્સના મહાસાગરમાં એક સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકના સમર્થનમાં નિયમિત પેટ્રોલ અને સામાન્ય નક્કી કરેલ ઑપરેશન કરી રહ્યા છે."

સેના દળો સમસ્યાનો ઉકેલ નથી - તાઇવાન
તાઇવાનના મેનલૅન્ડ અફેયર્સની કાઉન્સિલે કહ્યું છે કે સૈન્યબળો સમસ્યાનો ઉકેલ નથી. તેમણે ઉમેર્યું કે, "સેનાના અભ્યાસોથી એ હકીકત નહીં બદલાય કે બન્ને પક્ષો એક બીજા સાથે નથી રહી શકતા."
આ બધાં વચ્ચે ચીન અને જાપાન વચ્ચે થનારી જી-7ની એક બેઠક પણ રદ્દ કરી દેવામાં આવી છે.
ચીનની કાર્યવાહીને કારણે તાઇવાન આવતા જતા 50 વિમાનોને પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જેમાં 26 તાઓયાન ઍરપોર્ટ આવનારી અને 25 ત્યાંથી નિકળનારા વિમાનોનો સમાવેશ થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














