રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાંથી અત્યાર સુધી 18 હજાર લોકોને બહાર કઢાયા- ભારત સરકાર, અત્યાર સુધીમાં શું-શું થયું?

ભારત સરકારે જણાવ્યું છે કે યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે.

ઉત્તરાખંડના રહેનારાં ઝીયા બલુનીએ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલને જણાવ્યું છે કે બધા જ ભારતીયો સુમીમાંથી નીકળી ચૂક્યા છે.

ભારતીય

ઇમેજ સ્રોત, Mohammed Mahtab Raza

આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે 'ઑપરેશન ગંગા' અંતર્ગત મંગળવારે યુક્રેનમાંથી 410 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ લોકોને બે વિશેષ વિમાન મારફતે ત્યાંથી બહાર કઢાયા. આ વિમાન સુસેઇવાથી રવાના થયાં હતાં.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મંત્રાલયે એવું પણ કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવાઈ રહેલા 'ઑપરેશન ગંગા' અંતર્ગત અત્યાર સુધી 18 હજાર ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

આ ઑપરેશન ફેબ્રુઆરી 2022થી શરૂ થયું હતું. મંત્રાલયે એવું પણ કહ્યું 75 વિશેષ યાત્રી વિમાનોથી15,521 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ 12 અભિયાન-ઉડાણ પૂર્ણ કરી અને 2467 લોકોને બહાર કાઢ્યા છે.

આ અભિયાન અંતર્ગત 32 ટન રાહતસામગ્રી પણ પહોંચાડવામાં આવી. વિશેષ યાત્રી વિમાનોની ઉડાણોમાંથી 21 બુખારેસ્ટથી હતી. તેમાં 4575 લોકોને સ્વદેશ લાવવામાં આવ્યા.

નવ ફ્લાઇટ સુસેઇવામાંથી હતી, જેમાં 1820 લોકોને પરત લાવવામાં આવ્યા. બુડાપેસ્ટમાંથી 28 ઉડાણોમાં 5571 લોકોને લાવવામાં આવ્યા.

કોસિસેમાંથી પાંચ ફ્લાઇટ ઊડી જેમાં 909 અને રેજેસ્જોમાંથી 11 ફ્લાઇટમાં 2402 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત કિએવમાં એક ફ્લાઇટમાંથી 242 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા.

line

યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓએ શહેર છોડ્યું - હરદીપસિંહ પુરી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓ 175 કિલોમીટર દૂર આવેલા પોલ્તાવા માટે નીકળી ગયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હવાલાથી જણાવ્યું છે કે આ લોકો બસોમાં બેસીને સુમીથી રવાના થઈ ગયા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પુરીએ પત્રકારોને કહ્યું છે કે, "સુમીમાં ગઈ કાલે રાતે 694 ભારતીય વિદ્યાર્થી ફસાયેલા હતા. તેઓ આ સમયે બસમાં પોલ્તોવા જઈ રહ્યા છે અને પોલ્તોવા સુરક્ષિત છે. ત્યાંથી તેમને આગળ લઈ જવામાં આવશે."

સંયુક્ત રાષ્ટ્રે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે યુદ્ધની સ્થિતિને પગલે 20 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે.

ધ યુએન હાઈકમિશનર ફોર રૅફ્યૂજી ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદનું આ સૌથી ઝડપથી ઘેરાઈ રહેલું રૅફ્યૂજી સંકટ છે.

line

રશિયાના અધિકારીનું ખારકિએવની લડાઈમાં મૃત્યુ, યુક્રેનનો દાવો

યુક્રેન

યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સ મંત્રાલયે કહ્યું છે કે ખારકિએવના યુદ્ધમાં રશિયાના કમાન્ડરનું મૃત્યુ થયું છે.

બીબીસી સ્વતંત્રરૂપે આ સમાચારની તપાસ કરી શક્યું નથી. રશિયાના અધિકારીઓએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વિતાલી ગેરસિમોફ રશિયન સેનામાં મેજર જનરલ હતા. તેઓ રશિયાની સેનાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં કમાન્ડર તરીકે તહેનાત હતા.

યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે લડાઈમાં અનેક વરિષ્ઠ રશિયન અધિકારીઓનાં મૃત્યુ થયાં છે અને અનેકને ઈજા પણ થઈ છે.

line

સુમીમાં વધી રહેલા હવાઈ હુમલા, નવ લોકોનાં મૃત્યુ

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

યુક્રેનના સુમીમાં થયેલા બૉમ્બમારામાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

સુમીમાં સતત થઈ રહેલા હવાઈ બૉમ્બમારાના કારણે અનેક ઘરો ધરાશાયી થયા છે અને એક ઇમારતમાં ભયાનક આગ લાગી છે.

આ હુમલામાં મૃત્યુ પામેલા નવ પૈકી બે બાળકો હતાં અને આમાં એક મહિલાને ઈજા પણ થઈ છે. સુમી એ જ વિસ્તાર છે, જ્યાં અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

line

રશિયાએ કહ્યું, 'ક્રૂડ પર પાબંદી લાગશે તો ગૅસનો સપ્લાય બંધ કરીશું'

રશિયાના ઉપવડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના ઉપવડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાક

યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો ક્રૂડની આયાત પર પ્રતિબંધ લાદે, એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

આ વચ્ચે રશિયાએ ગૅસનો સપ્લાય રોકવાની ચીમકી ઉચ્ચારી છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે રશિયાએ ચેતવણી આપી છે કે તેઓ જર્મનીને પુરવઠો પહોંચાડતી ગૅસલાઇન બંધ કરી શકે છે.

રશિયાએ ઉપવડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાકે કહ્યું છે કે, "અમને પૂરો હક છે કે અમે પણ નૉર્ડ સ્ટ્રીમ 1 ગૅસ પાઇપલાઇનનો સપ્લાય અટકાવી દઈશું."

line

રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજી વખત મંત્રણા

રશિયા અને યુક્રેણના પ્રતિનિધિઓ વચ્ચે બેલારુસમાં ત્રીજી વખત મંત્રણા થઈ હતી

ઇમેજ સ્રોત, OFFICE OF UKRAINE'S PRESIDENt

ઇમેજ કૅપ્શન, રશિયા અને યુક્રેણના પ્રતિનિધિઓ વચ્ચે બેલારુસમાં ત્રીજી વખત મંત્રણા થઈ હતી

રશિયા અને યુક્રેણના પ્રતિનિધિઓ વચ્ચે બેલારુસમાં ત્રીજી વખત મંત્રણા થઈ હતી. બંને પક્ષોની મંત્રણાના બીજા તબક્કા બાદ પણ કંઈ ઊપજ્યું નહોતું.

તજજ્ઞોના અંદાજ પ્રમાણે આ વાતચીતના કેન્દ્રમાં ફરી એક વખત માનવીય કૉરિડોર રહેશે. રશિયાના બૉમ્બમારા વચ્ચેથી આ કૉરિડોરની મદદથી સામાન્ય નાગરિકો નીકળી શકશે.

વાતચીત શરૂ થઈ એની થોડી જ મિનિટો પહેલાં યુક્રેનના પ્રતિનિધિ મિખાઇલો પોદોલેકે રશિયાને હુમલો રોકવાની અપીલ કરી હતી.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 17 લાખ લોકો પલાયન કરી ચૂક્યા છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો