ચિત્રા રામક્રિષ્ના : યોગીના ઇશારે શૅરબજાર ચલાવવાથી જેલવાસ સુધીની કહાણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"આજે તું ખૂબ જ સુંદર લાગી રહી હતી. તારે વાળને અલગ-અલગ રીતે ઓળતા શીખવું જોઈએ, જેથી કરીને તું વધુ રસિક અને આકર્ષક દેખાઈશ! આ મફતની સલાહ છે અને મને ખ્યાલ છે કે તું તેને ઝડપી લઈશ. માર્ચના વચ્ચેના ગાળામાં થોડી ફુરસદ રાખજે."

એનએસઈનાં પૂર્વ સીઈઓ ચિત્રા રામક્રિષ્નાને લખેલાં ઈમેઇલમાં કથિત 'હિમાલયના યોગી'એ આ વાત કહી હતી.

ચિત્રા

ઇમેજ સ્રોત, Getty Images

આ તથા આવાં અન્ય કેટલાંક ઉદાહરણોને ટાંકતાં બજાર નિયામક સેબીએ ઠેરવ્યું હતું કે ચિત્રા તથા કથિત યોગી નિયમિત રીતે સંપર્કમાં હતાં.

ફેબ્રુઆરી મહિનાના મધ્યભાગમાં સેબીનો 190 પાનાંનો ચુકાદો આવ્યો, ત્યારથી જ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે ચિત્રાની સામે કાર્યવાહી થશે અને અંતે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ટર્નઓવરની દૃષ્ટિએ દેશના સૌથી મોટા શૅરબજારનાં પ્રથમ મહિલા સીઈઓ ચિત્રા હતાં. જેની સ્થાપના સમયથી જ તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

ચિત્રાનો વ્યાવસાયિક સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, ત્યારે એક વ્યક્તિનો પટલ પર પ્રવેશ થયો અને તેમના નિર્ણયોને પ્રભાવિત કરવા લાગી. અંતે અસ્ત સુધી દોરી ગઈ.

દિલ્હીની સ્થાનિક કોર્ટે રામક્રિષ્નની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી, જે પછી સીબીઆઈએ કૉ-લૉકેશનના કેસમાં તેમની ધરપકડ કરી હતી.

line

ચિત્રાનો ઉદય

એનએસઈ ભારતનું શૅરોમાં વાયદા માટેનું સૌથી મોટું બજાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એનએસઈ ભારતનું શૅરોમાં વાયદા માટેનું સૌથી મોટું બજાર

તેઓ સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા)ની સ્થાપના સમયે તેના નિયમઘડતરમાં સામેલ હતા. એ સેબીના નિયમોએ જ ચિત્રાની ઉપર ગાળિયો કસ્યો છે.

CAનો અભ્યાસ કરનારાં ચિત્રાએ આઈડીબીઆઈ બૅન્કમાં સહાયક મૅનેજરના પદથી કારકિર્દી શરૂ કરી હતી.

1990ના દાયકાની શરૂઆતમાં ડૅટ માર્કેટની સમજને કારણે એનએસઈની સ્થાપના સમયે તેમને સ્થાપક સભ્યોમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ (બીએસઈ)ના વહીવટમાં રહેલી ખામીઓને દૂર કરવા તથા હરીફ ઊભું કરવાના હેતુથી એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી અને ચિત્રા તેમાં શરૂઆતથી જ જોડાયેલા હતા. 2009માં તેઓ એમડીના પદ સુધી પહોંચ્યાં હતાં.

ઑક્ટોબર-2012માં 650 કરોડ રૂપિયાનો એક 'ફેટ ફિંગર ટ્રૅડ' એક્ઝિક્યૂટ થઈ ગયો, જેના કારણે એનએસઈમાં છ સેકન્ડમાં લગભગ 16 ટકા જેટલો કડાકો બોલી ગયો. નિયમ પ્રમાણે, પહેલાં 10 ટકા અને પછી 15 ટકાના કડાકાને સમયે ટ્રૅડિંગ અમુક સમય માટે અટકી ગયું હતું. પરંતુ ટેકનિકલ ક્ષતિને કારણે આમ થયું હતું.

15 મિનિટમાં ટ્રૅડિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે ખોટું હતું. આ સિવાય બીએસઈને પણ આના વિશે જાણ કરવામાં આવી ન હતી, જે નિયમભંગ હતો. જ્યારે ટ્રૅડિંગ દરમિયાન ઑર્ડર ભરવામાં ભૂલ થાય અથવા તો એકસાથે શ્રેણીબદ્ધ ખોટા ઑર્ડર ભરાઈ જાય, ત્યારે તેને 'ફેટ ફિંગર ટ્રૅડ' કહેવામાં આવે છે.

અંતે અંધાધૂંધી શાંત પડી, પરંતુ સીઈઓએ તેની કિંમત ચૂકવવી પડી. રવિ નારાયણને હઠાવી દેવાયા. સ્થાપના સમયે 1994થી 2013 દરમિયાન રવિ નારાયણ દેશના એનએસઈના સીઈઓ હતા.

line

આનંદ સુબ્રમણ્યનનો 'ઉદય'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વર્ષ 2013માં રવિ નારાયણે તેમના પદે રાજીનામું આપ્યું, ત્યારે તેમનાં સહાયક એવા રામક્રિષ્ના તેમનાં અનુગામી બન્યાં. તેઓ આ પદ સુધી પહોંચનારાં પ્રથમ મહિલા હતાં. કહેવાય છે કે ચિત્રાને એક રાજનેતાનું પીઠબળ હાંસલ હતું, જેના કારણે તેમની પ્રગતિ સરળ અને સુગમ બની હતી.

આ સમયે તેમણે સુબ્રમણ્યનની ચીફ સ્ટ્રૅટજિક ઍડ્વાઇઝર તરીકે નિમણૂક કરી હતી. કથિત રીતે ગાઉની કંપનીમાં સુબ્રમણ્યનનો પગાર વાર્ષિક રૂ. 15 લાખ હતો. જેની સામે જાન્યુઆરી-2013માં એક કરોડ 68 લાખના વાર્ષિક પગારથી નિણૂક કરવામાં આવી હતી. આ માતબર ઉછાળો હતો.

ત્રણ વર્ષમાં તેમનો પગાર વધીને રૂ. ચાર કરોડ 21 લાખ પર પહોંચી ગયો હતો. તેમના હોદ્દાને બદલાવીને મૅનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તથા ગ્રૂપ ઑપરેટિંગ ઑફિસર બનાવી દેવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે કોઈ પણ નિમણૂક માટે તેની જાહેરખબર બહાર પાડવામાં આવતી હોય છે અને માનવ સંસાધન (એચઆર) વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે, પરંતુ સુબ્રમણ્યનની નિમણૂક ચિત્રાએ સીધી જ કરી હતી અને કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી ન હતી.

સુબ્રમણ્યનની નિમણૂક થઈ તે પહેલાંથી ચિત્રા તેમને ઓળખતાં હતાં. સુબ્રમણ્યનનાં પત્ની ચેન્નાઈ ખાતેની ઑફિસમાં કામ કરતાં હતાં. તેઓ અવર-જવર કરી શકે તે માટે કામના દિવસોમાં પણ વ્યાપક છૂટછાટો આપવામાં આવી હતી.

એનએસઈમાં આનંદ "સુબ્બુ" તરીકે ઓળખાતા હતા, પરંતુ તેમનો દબદબો અધિકારી કરતાં માલિક જેવો વધુ હતો. તેઓ ફ્લૉરની મુલાકાત લે એટલે પ્રોટોકોલ ટીમ અગાઉ પહોંચી જતી. એનએસઈની ત્રણમાંથી એક લિફ્ટ તેમના તથા ચિત્રાના ઉપયોગ માટે અનામત કરી દેવામાં આવતી.

line

કૉ-લૉકેશન કૌભાંડ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Ani

એનએસઈ દ્વારા નાણાકીય સંસ્થાઓ તથા બ્રૉકરેજ હાઉસને એનએસઈની ઇમારતમાં જગ્યા આપવામાં આવે છે. જ્યાં તેઓ પોતાની ઑફિસ ખોલી શકે છે અને ત્યાંથી પોતાના સોફ્ટવૅર તથા સિસ્ટમ ચલાવી શકે છે.

ત્યારે કેટલાક બ્રૉકરો દ્વારા એનએસઈના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને તેના સર્વર પર પહેલી પહોંચ મેળવી હતી. દૂર બેઠેલા સામાન્ય રોકાણકારો કે અન્ય રોકાણકારોની સરખામણીમાં આ લોકોને વહેલી ડેટાફિડ મળે. છેવાડે બેઠેલા રોકાણકારની સરખામણીમાં એમ પણ નજીક રહેલા રોકાણકારને એમ જ વધારાનો લાભ મળતો હોય છે.

આને કારણે અન્યોની સરખામણીમાં એનએસઈ કૉ-લૉકેશન પર રહેલા કેટલાક શૅરબ્રૉકરોને વહેલી ફિડ મળતી. જ્યારે અલ્ગૉરિધમ ટ્રૅડિંગની મદદથી સોદ્દા થતાં હોય અને દર મિનિટે કરોડોના સોદા થતાં હોય ત્યારે એક સેકન્ડથી પણ ઓછા સમય માટે વહેલો ઍક્સેસ મળવો જંગી નફો રળી આપી શકે છે.

આ કામમાં કથિત રીતે એનએસઈના કેટલા પદાધિકારીઓ અને કર્મચારીઓએ બ્રૉકરોને સાથ આપ્યો હતો. 2010થી 2014ના ગાળા દરમિયાન એક બ્રૉકર લગભગ દરેક ટ્રૅડિંગ સેશન દરમિયાન સર્વર પર લૉગઇન કરવામાં આગળ હતા.

તા. 30મી મે 2014 સુધી આ વ્યવસ્થા ચાલી હતી. યોગાનુયોગ તા. 26મી મે 2014ના નરેન્દ્ર મોદીની સરકાર બની હતી અને નવી સરકારે શાસનની ધૂરા સંભાળી હતી. તેની સામે જાન્યુઆરી-2015માં એક વ્હીસલ બ્લૉઅરે સેબીને પત્ર લખ્યો હતો, તે પછી તપાસ હાથ ધરવામાં આવી હતી.

કૉ-લૉકેશનને કારણે સામાન્ય રોકાણકારોને કેટલું નુકસાન થયું, તેનું ચોક્કસ અને નિશ્ચિત અનુમાન કરવું મુશ્કેલ છે, પરંતુ તેમને ગેરલાભ જાય તે નિશ્ચિત છે. છતાં કેટલાક બ્રૉકરોને સેબી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો, જેની રકમ રોકાણકાર જાગૃતિ ફંડમાં જમા કરાવવામાં આવી હતી.

line

ચિત્રા, આનંદ અને સેબી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ચિત્રા રામક્રિષ્નાએ 2016માં "અંગત કારણોસર" એનએસઈમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

યોગી સંભવતઃ હિમાલયની પર્વતમાળામાં રહેતા હોવાની માહિતી સિવાય સેબીએ તેમની બીજી કોઈ વિગત આપી નથી.

ચિત્રા રામક્રિષ્ને કહ્યું હતું કે "આપણે જાણીએ છીએ તેમ વરિષ્ઠ નેતાઓ પ્રશિક્ષકો, માર્ગદર્શકો અને અન્ય સિનિયરો પાસેથી સલાહ લેતા હોય છે, જે પ્રાકૃતિક રીતે અનૌપચારિક હોય છે. એવી જ રીતે મને પણ લાગતું હતું કે યોગીની સલાહ મને મારી ભૂમિકા વધુ સારી રીતે ભજવવામાં મદદરૂપ થશે."

ચિત્રાએ તેમને 'પરમહંસ', 'શિરોમણિ' તથા 'સિદ્ધપુરુષ' જેવાં નામોથી સંબોધિત કર્યાં છે. જેની કોઈ ભૌતિક હાજરી નથી અને ઇચ્છે ત્યારે ઇચ્છે ત્યાં પહોંચી શકે છે. 20 વર્ષ પહેલાં ગંગાકિનારે આ યોગી સાથે મુલાકાત થઈ હતી.

સેબીએ ચિત્રા રામક્રિષ્નનાં પગલાંને "નિયમોનો ખુલ્લેઆમ ભંગ" ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે પોતાનાં પગલાંથી માર્કેટને કોઈ નુકસાન ન થયું હોવાનું તેમનું મંતવ્ય "વાહિયાત" છે.

તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે રામક્રિષ્ના તથા સુબ્રમણ્યનના લૅપટૉપનો 'ઈ-વેસ્ટ' તરીકે નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ડેસ્કટૉપની જ તપાસ થઈ શકી હતી.

'બહારની વ્યક્તિ'ને ગુપ્ત માહિતી આપવાનો આરોપ હોવા છતાં એનએસઈ દ્વારા તેમના વિશે થયેલી ચર્ચાને 'સંવેદનશીલ' ગણાવીને મીટિંગ્સમાં નોંધવામાં આવી ન હતી.

એટલું જ નહીં, રાજીનામા સમયે તેમની બાકી નીકળતી રૂ. 44 કરોડ જેટલી રકમ પણ છૂટી કરી દેવામાં આવી હતી અને તેમને 'સન્માનજનક વિદાય' આપવામાં આવી હતી.

નિયમનકર્તાએ જે ઈ-મેઇલ ઍડ્રેસ [email protected], આપ્યું હતું તેના પર બીબીસીએ મોકલેલા ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો.

બિગ-ફૉર ઑડિટીંગ ફર્મમાંથી એક અર્ન્સટ ઍન્ડ યંગના 2018ના વિશેષ ઑડિટીંગ રિપૉર્ટ પ્રમાણે, સુબ્રમણ્યન જ એ 'ભેદી યોગી' હતા, જેનું ચિત્રા માર્ગદર્શન લેતા હતા, પરંતુ બજાર નિયામક સેબીએ આ તારણને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. ચિત્રા અને સુબ્રમણ્યને પણ આ તારણને નકારી કાઢ્યું હતું.

ફેબ્રુઆરી-2022માં સેબીએ ચિત્રા રામક્રિષ્નને ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને શૅરબજાર અથવા નિયમનકર્તા સાથે નોંધાયેલી કોઈ પણ કંપનીમાં કામ કરવા સામે ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. ચિત્રા પાસે વિકલ્પ છે કે તેઓ સેબીના આદેશનને સિક્યૉરિટી ઍપેલેટ ટ્રિબ્યૂનલમાં પડકારે, પરંતુ તેઓ પડકારશે કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

line

રિપોર્ટ, પૂછપરછ અને ધરપકડ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

11મી ફેબ્રુઆરીના સેબીએ કૉ-લૉકેશનના કેસમાં આદેશ આપ્યો, તે પછી બહાર આવેલાં નવાં તથ્યોના આધારે 25મી ફેબ્રુઆરીએ સીબીઆઈએ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એનએસઈના પૂર્વ ગ્રૂપ ઑપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી હતી.

રિપૉર્ટ સાર્વજનિક થયા બાદ આવકવેરા વિભાગે પણ મુંબઈ અને ચેન્નાઈમાં ચિત્રા તથા સુબ્રમણ્યનના ઠેકાણાં પર રેડ કરીને તપાસ હાથ ધરી હતી.

એ પછી સીબીઆઈએ ચિત્રાની પણ પૂછપરછ કરી હતી. અદાલતને ધરપકડની અરજી આપતા તપાસનીશ સંસ્થાએ જણાવ્યું હતું કે ચિત્રા ઉડાઉ જવાબ આપી રહ્યાં હતાં અને તેમને ટાળી રહ્યાં હતાં. આની સામે ચિત્રાએ દિલ્હીની અદાલતમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જે નકારવામાં આવતા સીબીઆઈએ ધરપકડ કરી હતી.

સેબીએ એનએસઈના ટેકનિકલ માળખામાં ફેરફાર કરીને વ્યવસ્થામાં રહેલાં છીંડા પુરવાનો પ્રયાસ કર્યો છે.

આ નાટકના કેન્દ્રમાંના રહસ્યમય યોગીની ઓળખ વિશે અંતિમ નિર્ણય થવો બાકી છે, ત્યારે આ મુદ્દા પર આસાનીથી પૂર્ણવિરામ મુકાશે નહીં.

એનએસઈનું જાહેર ભરણું આવે તે પહેલાં ઊંડી અને પૂરતી સફાઈની જરૂર છે અને આ માટે 'ઉપરથી' આદેશ આપી દેવાયા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.