યુક્રેન-રશિયા વિવાદ : જર્મન નૅવી પ્રમુખ વ્લાદિમિર પુતિન પર એવું શું બોલ્યા કે રાજીનામું આપવું પડ્યું

યુક્રેનમાં રશિયા દ્વારા હુમલાની આશંકા વચ્ચે પશ્ચિમી દેશોની સ્થાનિક રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.

આ વચ્ચે ભારત મુલાકાતે આવેલા જર્મનીના નૅવી પ્રમુખ કાઈ આખન સોનબરનું નિવેદન ઘણું વિવાદિત રહ્યું અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે.

જર્મન નેવી પ્રમુખ કાઈ આખન સોનબર ભારત મુલાકાતે આવ્યા હતા

ઇમેજ સ્રોત, CHIEFDEUNAVY

ઇમેજ કૅપ્શન, જર્મન નૅવી પ્રમુખ કાઈ આખન સોનબર ભારત મુલાકાતે આવ્યા હતા

જર્મન નૅવી પ્રમુખે યુક્રેન સંકટ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને લઈને નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ શનિવારે તેમણે રાજીનામું આપ્યું હતું.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, જર્મન નૅવી પ્રમુખે કહ્યું હતું કે, "મેં રક્ષામંત્રી સાથે તાત્કાલિક કાર્યમુક્ત થવાનો આગ્રહ કર્યો છે. રક્ષામંત્રીએ મારો આ આગ્રહ સ્વીકાર્યો છે."

રૉયટર્સ અનુસાર, વાઇસ ઍડમિરલ સોનબરે પોતાના નિવેદન માટે માફી માગી છે. તેમણે કહ્યું, "ભારતમાં ઉતાવળે આપેલા મારા નિવેદનથી મારી ઑફિસમાં તણાવ વધી ગયો હતો. જર્મન નૅવી, જર્મન સેના અને પોતાના દેશને અન્ય કોઈ નુકસાન ન થાય તે માટે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે."

line

જર્મન નૅવી પ્રમુખે એવું તો શું કહ્યું હતું?

ભારતીય વાયુસેના પ્રમુખ ઍર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી સાથે જર્મન નેવી પ્રમુખ કાઈ આખન સોનબર

ઇમેજ સ્રોત, CHIEFDEUNAVY

ઇમેજ કૅપ્શન, ભારતીય વાયુસેના પ્રમુખ ઍર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી સાથે જર્મન નૅવી પ્રમુખ કાઈ આખન સોનબર

જર્મન નૅવી પ્રમુખ 20 જાન્યુઆરીએ ભારત આવ્યા હતા. તેમણે મનોહર પર્રિકર ડિફૅન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફૅન્સ સ્ટડીઝ ઍન્ડ એનાલિસીસમાં કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સંભવતઃ આદરયોગ્ય છે.

સોનબરે અંગ્રેજી ભાષામાં વાત કરતાં કહ્યું હતું કે, "પુતિન સન્માન ઇચ્છે છે. કોઈને સન્માન આપવામાં કોઈ વાંધો નથી. તેમને આદર આપવો કોઈ મુશ્કેલ કામ નથી. તેઓ સન્માન જ ઇચ્છે છે અને મને લાગે છે કે તેઓ તેના માટે યોગ્ય છે. રશિયા એક જૂનો અને મહત્ત્વપૂર્ણ દેશ છે."

જર્મન નૅવી પ્રમુખે કહ્યું હતું કે, "પુતિન કદાચ યુરોપીયન યુનિયન પર દબાણ આપી રહ્યા છે. જેથી ત્યાં પણ યુક્રેનને લઈને એકસૂર ન હોય. રશિયા એક મહત્ત્વપૂર્ણ દેશ છે અને ભારત તેમજ જર્મની બન્નેને ચીન સામે ઊભું રહેવા રશિયાની જરૂર છે. હું એક ઉગ્ર રોમન કૅથલિક છું. હું ઇશ્વરમાં ભરોસો કરું છું. ભલે પુતિન નાસ્તિક છે પરંતુ એક મોટો ઈસાઈ દેશ અમારી પાસે જ છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

યુરોપ અને અમેરિકાની સત્તાવાર સ્થિતિથી વિપરીત નિવેદન

યુક્રેન, રશિયા

ઇમેજ સ્રોત, MINISTRY OF DEFENCE/UKRAINE

ઇમેજ કૅપ્શન, રશિયાના હજારો સૈનિકો જ્યારે યુક્રેનની સીમા પર તહેનાત છે, ત્યારે જર્મન નૅવી પ્રમુખે આ નિવેદન આપ્યું છે.

જર્મન નૅવી પ્રમુખનું આ નિવેદન યુરોપીયન સંઘ અને અમેરિકાની સત્તાવાર સ્થિતિ કરતાં એકદમ વિપરીત છે.

અમેરિકા અને યુરોપીયન સંઘનું કહેવું છે કે 2014માં યુક્રેન સાથે ક્રીમિયાને રશિયાએ ગેરકાયદેસર રીતે ભેળવ્યું હતું અને તે અસ્વીકાર્ય છે.

અમેરિકા અને યુરોપીયન સંઘ ક્રીમિયાને પાછું આપવાનની માગ કરી રહ્યા છે. શનિવારે યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમણે જર્મન રાજદૂતને આ મામલે સમન પાઠવ્યું છે અને કહ્યું છે કે જર્મન નૅવી પ્રમુખનું આ નિવેદન અસ્વીકાર્ય છે.

રશિયાના હજારો સૈનિકો જ્યારે યુક્રેનની સીમા પર તહેનાત છે, ત્યારે જર્મન નૅવી પ્રમુખે આ નિવેદન આપ્યું છે.

એવી આશંકા છે કે રશિયા યુક્રેન પર ક્યારેય પણ હુમલો કરી શકે છે. જ્યારે રશિયા આ મામલે ઇનકાર કરી રહ્યો છે.

જર્મનીની સરકાર તરફથી નૅવી પ્રમુખની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ જર્મની આ નિવેદનથી ખુદને દૂર રાખી રહ્યું છે.

જર્મનીના રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ સરકારી પ્રસારક ઝેડએફને કહ્યું કે, "જર્મન નૅવી પ્રમુખના નિવેદનના મુદ્દા અને શબ્દો જર્મનીના રક્ષા મંત્રાલય સાથે મેળ ખાતા નથી. તેમણે નિવેદન આપતાં પહેલાં કહેવું જોઈતું હતું."

બાદમાં જર્મન નૅવી પ્રમુખે શનિવારે ટ્વિટર પર પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માગી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જર્મન નૅવી પ્રમુખે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "એમાં કોઈ બહાનાની જરૂર નથી. મેં સ્પષ્ટપણે ભૂલ કરી હતી. ભારતમાં એક થિંક ટૅન્કનાં સૅશનમાં મેં જે ટિપ્પણી કરી હતી, તે મારી ખુદની હતી, જર્મનીનો સત્તાવાર પક્ષ ન હતો.'

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

યુક્રેનની પ્રતિક્રિયા

રશિયા સમર્થિત વિદ્રોહીઓ 2014થી પૂર્વ યુક્રેની સેના સાથે લડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રશિયા સમર્થિત વિદ્રોહીઓ 2014થી પૂર્વ યુક્રેની સેના સાથે લડી રહ્યા છે.

યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે જર્મન નૅવી પ્રમુખની ટિપ્પણી રશિયન આક્રમકતાનો સામનો કરવાના પ્રયત્નને કમજોર કરનારી છે.

યુક્રેનના વિદેશમંત્રી દમિત્રો કુબેલાએ ટ્વિટર પર લખ્યું હતું કે, "યુક્રેન ખુશ છે કે જર્મની અમને 2014થી સમર્થન આપી રહ્યું છે. આ સાથે જ રશિયા-યુક્રેન સૈન્ય ટકરાવથી સમાધાનમાં જર્મની રાજનૈતિક પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ જર્મનીનું હાલનું નિવેદન નિરાશાજનક છે અને રશિયન આક્રમકતા વિરુદ્ધ તેમના સમર્થનથી વિપરીત છે."

કુલેબાએ કહ્યું,"જર્મન પાર્ટનરે એકતા તોડનારાઓને રોકવા જોઈએ. આ રીતના નિવેદનથી વ્લાદિમિર પુતિનને યુક્રેન પર હુમલો કરવા માટે પ્રોત્સાહન મળશે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

અમેરિકાએ યુક્રેન દૂતાવાસથી કર્મચારીઓને પાછા બોલાવ્યા

રશિયા દ્વારા હુમલાની વધી રહેલી આશંકા વચ્ચે અમેરિકાએ યુક્રેનથી પોતાના દૂતાવાસના કર્મચારીઓ અને તેમના પરિવારને યુક્રેન છોડવાનું કહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે યુક્રેનથી તમામ અમેરિકન નાગરિકોને પાછા આવવાનું પણ કહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને રશિયા અને યુક્રેન ન જવા માટે કહ્યું છે. વિદેશ મંત્રાલયે સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે યુક્રેનમાં અમેરિકન દૂતાવાસ ખુલ્લું રહેશે પરંતુ વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે.

શનિવારે અમેરિકાથી 90 ટન 'ઘાતક રક્ષા સહાયકતા' યુક્રેનને મોકલવામાં આવી છે. અમેરિકન વિદેશમંત્રી એન્ટલી બ્લિંકને યુક્રેનની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 2014માં રશિયાએ યુક્રેનના ક્રીમિયા પર કબજો કરી લીધો હતો.

રશિયાએ યુક્રેનમાં રશિયન સમર્થિત સરકાર પડ્યા બાદ હુમલો કર્યો હતો. રવિવારે બ્રિટિશ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પુતિન યુક્રેનમાં પોતાની કઠપૂતળી સરકાર બનાવવામાં લાગ્યા છે. બ્રિટને પણ રશિયાને ચેતવણી આપી છે કે જો તેમણે યુક્રેન પર હુમલો કર્યો તો ખરાબ પરિણામ આવશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો