દક્ષિણ અમેરિકાના આ દેશમાં દરિયામાં ક્રૂડઑઈલ ભળ્યું, હજારો પશુપંખીના જીવ ગયા
15 જાન્યુઆરીએ એક ઑઇલ કન્ટેનરને દરિયામાં નુકસાન થવાના કારણે પેરુના પર્યાવરણમંત્રાલય દ્વારા શનિવારે 90 દિવસની પર્યારણીય કટોકટીની જાહેરાત કરાઈ છે.
લીમાના દરિયાકિનારે આ આપત્તિ કથિતપણે ટોંગાના જ્વાળામુખી ફાટવાને કારણે એક સ્પેનિશ ઑઇલ કંપની 'રેપસોલ'ની શિપને ક્રૂડ ઑઇલ અનલૉડ કરતી વખતે નુકસાન થયું એટલે સર્જાઈ.
આ ઘટનાના કારણે દરિયામાં લગભગ ત્રણ ચોરસ કિલોમિટર વિસ્તારમાં ઑઇલ ફરી વળ્યું છે. જે પેરુની તાજેતરના ઇતિહાસની સૌથી ખરાબ પર્યાવરણીય આપત્તિ હોવાનું કહેવાઈ રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આ લીકૅજના કારણે સંરક્ષિત ગણાતો એવો 18 હજાર કિલોમિટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ અને જીવો હતાં.
સરનાન્પ નામના રાજ્ય દ્વારા સંરક્ષિત કુદરતી વિસ્તારોમાં નેશનલ સર્વિસ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું કે આ ઑઇલ ઉત્તર તરફ પ્રસરી રહ્યું છે. જેના કારણે ઇસ્લેટ્સ અને પુન્તાસ ગુઆનેરાસના 512 હેક્ટરના અને એન્કોન રિઝર્વ્ડ ઝોનમાં 1,758 હેક્ટરના વિસ્તારને અસર થઈ છે.
પ્રાણીઓના ડૉક્ટર, જીવશાસ્ત્રીઓ અને સ્વયંસેવકોએ દરિયાના અને દરિયાકાંઠાના જીવોને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી.
આ આપત્તિના કારણે ઘણા જીવો ઑઇલમાં લથબથ હોય તેવી તસવીરો જોવા મળી હતી. જે પૈકી કેટલાય મૃત્યુ પામ્યા હતા.
જે પ્રાણીઓ બચ્યાં છે તેમને ઍન્ટિ-ગ્રીસી સાબુ વડે ધોઈને અને પુનર્વસન સેન્ટરોમાં મોકલી દેવાયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ શિપને 39 મિલિયન ડૉલરના જામીન સાથે સમુદ્રમાં સ્થિર કરાઈ છે. તેમજ આ ઘટનાની પર્યાવરણીય પ્રદૂષણના શક્ય ગુના માટે કામ ચલાવવા તપાસ થઈ રહી છે.

સફાઈમાં હજારો જોતરાયા

ઇમેજ સ્રોત, PILAR OLIVARES
EFE ન્યૂઝ એજન્સીના એક અહેવાલ અનુસાર રેપસોલે જણાવ્યું હતું કે તેમણે લીકૅજથી અસરગ્રસ્ત થયેલ 2,384 ક્યૂબિક મિટર રેતી હઠાવી છે.
કંપનીએ કહ્યું કે, જમીન અને દરિયાના અસરગ્રસ્ત વિસ્તારોની સફાઈ માટે 1,350 લોકો લગાવાયા છે. જ્યારે શનિવારે વધુ 223 લોકો તેમાં જોડાયા હતા.
કટોકટીની જાહેરાતમાં કહેવાયું છે કે, "ક્રૂડઑઇલ લીકેજના કારણે કોસ્ટલ મરિન ઇકૉસિસ્ટિમની જૈવવિવિધાતા અને જાહેર સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેમ છે."
'રેપસોલ' એ વેન્ટાનીલાથી ઑપરેટ થતી કંપની છે. જે લીમાની પાસેના એક પ્રાંત કલાઓમાં સ્થિત છે. EFEએ જણાવ્યું કે કંપની પાસે સફાઈ માટે 90 મશીનરી છે. એ ઉપરાંત 46 ભારે વાહનો 13 મોટી વેસલ પણ છે.
વધુમાં, તેની પાસે સાત મરિન ક્લિનિંગ મશીન પણ છે, તેમજ છ ફ્લોટિંગ ટૅન્ક, ત્રણ રિકવરી ટૅન્ક અને 2,500 મિટર કરતાં વધુ કન્ટેઇન્મેન્ટ બૅરિયર છે.
રેપસોલે જણાવ્યું છે કે તેઓ આવનારા દિવસોમાં વધુ 2,500 મિટરનું બૅરિયર અમલમાં મૂકશે.
આ દરમિયાન પર્યાવરણમંત્રી રુબેન રેમીરેઝે રવિવારે જણાવ્યું કે તેઓ ઉત્પાદનમંત્રી, વિદેશમંત્રી અને સ્થાનિક માછીમારોને મળશે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












