કોરોના મહામારી : કોરોનાગ્રસ્ત વ્યક્તિથી અન્યને ચેપ લાગવાનું જોખમ કેટલા દિવસ સુધી રહે?

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

કોરોના વાઇરસનો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યો તે પછી દુનિયાભરમાં ફરીથી કોવિડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

જોકે ઓમિક્રૉનમાં એવું જોવા મળી રહ્યું છે કે લક્ષણો ઓછાં તીવ્ર છે અને બીમારી પણ એટલી ગંભીર બની રહી નથી.

તેનો અર્થ એ થયો કે ઓમિક્રૉનનો ચેપ લાગ્યો હોય ત્યારે અને ખાસ કરીને વ્યક્તિએ રસી પણ લીધી હોય ત્યારે તેમણે હૉસ્પિટલે જવાનું થતું નથી કે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.

ત્રીજી લહેરમાં કોરોના થયા બાદ કેટલા દિવસ સુધી વ્યક્તિ અન્યને ચેપ લગાડી શકે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રીજી લહેરમાં કોરોના થયા બાદ કેટલા દિવસ સુધી વ્યક્તિ અન્યને ચેપ લગાડી શકે?

આના કારણે ઘણા દેશોમાં ચેપ લાગ્યો તેવી વ્યક્તિએ ઓછા દિવસો આઇસોલેશનમાં રહેવું પડે તે માટેના નિયમો ઘડ્યા છે

અહીં ઓમિક્રૉનના કારણે સ્થિતિમાં શું ફરક આવ્યો છે અને અત્યાર સુધી કેટલો ફેલાયો છે તેની વાત કરી છે.

line

ચેપ લાગ્યા પછી કેટલા દિવસે વ્યક્તિમાં લક્ષણો દેખાતાં હોય છે?

વિશ્વના ઘણા દેશોમાં આઇસોલેશન અંગે અલગ અલગ નિયમો પ્રવર્તમાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના ઘણા દેશોમાં આઇસોલેશન અંગે અલગ અલગ નિયમો પ્રવર્તમાન

ઓમિક્રૉન પર હજી થોડાં જ સંશોધન થયાં છે, પણ એટલું સમજાયું છે કે આનાથી ચેપ વધારે લાગે છે પણ અગાઉના વૅરિયન્ટ કરતાં ઓછા સમયમાં બીમારી લાગે છે.

કોરોનાના પ્રથમ વૅરિયન્ટમાં પાંચ કે છ દિવસે બીમારી લાગતી હતી અને લક્ષણો દેખાતાં હતાં, જ્યારે ડેલ્ટામાં ચાર દિવસે લક્ષણો દેખાતાં હતાં.

તેની સામે ઓમિક્રૉનમાં બે કે ત્રણ દિવસમાં જ લક્ષણો દેખાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ભૂતપૂર્વ સલાહકાર અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. વિન્સેન્ટ સોરિઆનો કહે છે, "એવું લાગે છે કે તેનું રેપ્લિકેશન ઝડપથી થાય છે."

સ્પેનની લા રિઓજા યુનિવર્સિટીમાં કામ કરતાં ડૉ. સોરિઆનો વધુમાં કહે છે કે "ચેપ લાગે અને વાઇરસ ચહેરા પર પહોંચે તેના એક કે બે દિવસમાં જ તેની સંખ્યા વધવા લાગે છે અને બે દિવસ પછી તેનાં લક્ષણો પણ દેખાવા લાગે છે."

ડિસેમ્બરમાં અમેરિકામાં પ્રથમ છ ઓમિક્રૉન કેસની તપાસ રજૂ થઈ હતી તે અનુસાર અગાઉના વૅરિયન્ટમાં પાંચેક દિવસ ઇન્ક્યૂબેશનમાં લાગતા હતા, તે ઓમિક્રૉનમાં ત્રણ દિવસમાં થાય છે.

line

ચેપ લાગ્યો હોય તેનાથી અન્યને ચેપ લાગવાનું જોખમ કેટલા દિવસ રહે?

સંક્રમણ નૅગેટિવ આવ્યા છતાં કેટલા દિવસ સુધી અન્યોની હાજરીમાં માસ્ક પહેરવું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સંક્રમણ નૅગેટિવ આવ્યા છતાં કેટલા દિવસ સુધી અન્યોની હાજરીમાં માસ્ક પહેરવું?

ચેપ લાગ્યો હોય તેના પ્રારંભના દિવસોમાં બીજાને ચેપ લગાવવાનું જોખમ વધારે હોય છે.

ઓમિક્રૉનના કિસ્સામાં લક્ષણો દેખાયાં હોય તેના એક કે બે દિવસ પહેલાંથી અને લક્ષણો દેખાય તેના બે કે ત્રણ દિવસ સુધી તે બીજામાં પણ ફેલાવા લાગ્યો હોય છે.

તેઓ કહે છે, "અમને લાગે છે કે પાંચેક દિવસ માટે જ ઓમિક્રૉન ચેપી હોય છે. ટેસ્ટ પૉઝિટિવ આવે (જે ચેપનો બીજો દિવસ હોય) તેના ત્રણથી પાંચ દિવસ સુધી બીજાને ચેપ લાગવાનું જોખમ રહે છે."

આ રીતે ઓમિક્રૉનમાં વાઇરસ શરીરમાં સાતેક દિવસ જ રહેતો હોય તેવું લાગે છે.

જોકે ડૉ. સોરિઆનો ઉમેરે છે કે "પણ દવાનો બીમારીનો મામલો છે, ગણિતનો મામલો નથી. તેથી થોડી સવાધાની રાખવી પડે. કેટલાક લોકો ત્રણ કે ચાર દિવસ ચેપ લગાડી શકતા હોય, પણ બીજા સાતેક દિવસ સુધી બીજાને ચેપ લગાવી શકે. ઓમિક્રૉનની વાસ્તવિકતા એ છે કે તે ઝડપથી ચેપ લગાવે છે."

આનો અર્થ એ થયો કે જો લક્ષણો ના હોય તો સાતેક દિવસ પછી વ્યક્તિ બીજાને ચેપ લગાવી શકે નહીં.

જોકે વ્યક્તિ હજી પણ ચેપ લગાવી શકે તેમ છે કે કેમ તે જાણવા માટે ઍન્ટિજન ટેસ્ટ કરાવતા રહેવાની સલાહ જાણકારો આપે છે.

"આ ટેસ્ટ સસ્તા છે અને તેનાથી હજીય ચેપનું જોખમ હોય તેવા કેસ જાણી શકાય છે."

બીજા કરતાં ઓમિક્રૉનનો ચેપ ઓછા દિવસ રહે છે તેથી ઘણા દેશોમાં દર્દીએ કેટલા દિવસ આઇસોલેશનમાં રહેવું પડે તેના દિવસો ઓછા કર્યા છે.

અમેરિકામાં તે દસ દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરાયા છે, જ્યારે યુકેમાં બે ઍન્ટિજન ટેસ્ટ નૅગેટિવ આવે તો દિવસો ઘટાડીને સાત કરાયા છે.

line

મારામાં કોવિડનાં લક્ષણો હોય તો કેટલા દિવસ પછી હું બીજાને મળી શકું?

મહિલા

ઇમેજ સ્રોત, FILADENDRON/GETTYIMAGES

અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર તમારો ટેસ્ટ પૉઝિટિવ આવે ત્યારે:

  • તમારે પાંચ દિવસ સુધી તમારા નિવાસે આઇસોલેટ થવું જોઈએ.
  • જો પાંચ દિવસથી વધુ લક્ષણો ના રહે અથવા પાંચ દિવસ પછી લક્ષણોમાં સુધારો જણાય તો પાંચ દિવસ પછી તમે ઘરની બહાર નીકળી શકો છો.
  • બીજા પાંચ દિવસ સુધી અન્ય લોકોની હાજરીમાં તમારે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.
  • જો તાવ આવતો હોય તો ઘરે સૌથી અલગ રહેવું જોઈએ અને તાવ ના ઊતરે ત્યાં સુધી આઇસોલેશનમાં રહેવું જોઈએ.

-સ્રોત: CDC

line

ચેપ લાગેલી વ્યક્તિમાં લક્ષણો ના દેખાય તો શું થાય?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોવિડમાં ઘણી વાર એવું થયું છે કે વ્યક્તિને ચેપ લાગે તે પછીય લક્ષણો દેખાતાં નથી.

પરંતુ ડૉ. સોરિઆનો જેવા નિષ્ણાતો કહે છે તે પ્રમાણે ઓમિક્રૉનમાં પણ લક્ષણો હોય કે ના હોય, વ્યક્તિ ચેપ લગાવી શકે છે.

તેઓ કહે છે, "લક્ષણો વિનાના કિસ્સામાં કેવી રીતે ચેપ લાગે છે તે વિશે આપણે ઘણું નથી જાણતા, પરંતુ લક્ષણો હોય તેટલી વ્યક્તિ જેટલા જ દિવસ તે ચેપ લગાવી શકે છે."

"બાળકોમાં કોવિડનો અભ્યાસ થયો તેમાં મોટા ભાગે લક્ષણો દેખાતાં નથી, પણ તેમાં વાઇરસ લોડ પુખ્ત વયની લક્ષણો ધરાવતી વ્યક્તિ જેટલો જ જોવા મળ્યો છે."

જાણકારો કહે છે કે કોરોના ચેપ લાગ્યો હોય અને લક્ષણો ન દેખાય તે વ્યક્તિ દસ દિવસ પછી બીજાને ચેપ લગાડે નહીં.

line

લક્ષણો વિનાની વ્યક્તિ બીજાને ચેપ લગાવી શકે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અભ્યાસોમાં જોવા મળ્યું છે કે લક્ષણો ના હોય તો પણ કોવિડનો ચેપ ધરાવતી વ્યક્તિ બીજાને ચેપ લગાવી શકે છે.

જર્નલ ઑફ અમેરિકન મેડિકલ ઍસોસિયેશનમાં પ્રગટ થયેલા અભ્યાસ અનુસાર દર ચારમાંથી એક ચેપ લક્ષણો વિનાના દર્દીમાંથી લાગેલો હોય છે.

ઓમિક્રૉનના કિસ્સામાં વધુ વ્યક્તિઓ લક્ષણ વિના જોવા મળી રહી છે તેવું લાગે છે.

લક્ષણો વિનાની વ્યક્તિમાંથી વધારે ચેપ ફેલાઈ શકે છે, કેમ કે તે લોકો પોતાને આઇસોલેટ કરતા નથી અને ચેપ ના ફેલાય તેવી કાળજી લેતા નથી.

તેથી જ લક્ષણો હોય કે ના હોય અજાણે કોઈને ચેપ ના લાગી જાય તે માટે ખાસ કરીને ઘરની અંદર માસ્ક પહેરવા માટે ભલામણ કરવામાં આવે છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો