કોરોના વાઇરસ : બે વર્ષ પછીય મહામારી વિશે આ ત્રણ બાબતો આપણે જાણી શક્યા નથી
- લેેખક, કાર્લોસ સેર્રાનો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
પિટ્સબર્ગ યુનિવર્સિટીના મોઇક્રોબાયોલૉજીના પ્રોફેસર ડૉ. સીમા લાકડાવાલા કહે છે, "જેટલા જવાબો આપણે શોધીએ છીએ, તેનાથી વધારે સવાલો ઊભા થઈ રહ્યા છે."
ડિસેમ્બર 2019માં SARS-CoV-2 નામે નવો કોરોના વાઇરસ ફેલાવા લાગ્યો અને ત્યારથી પોતાના જેવા સંશોધકો તેને સમજવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે તેના સંદર્ભમાં લાકડાવાલા આ જણાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ બે વર્ષમાં સંશોધકો ઘણું બધું જાણી શક્યા છે અને એ કારણે જ કોવિડ-19ની રસી અને તેની સારવાર માટેના ઉપાયો શોધી શકાયા છે.
જાણકારો કહે છે કે આ વણઉકલ્યા કોયડાને સમજવાથી રોગચાળા સામે લડત આપવાની આપણી ક્ષમતા વધી શકે છે.
અહીં SARS-CoV-2 સાથે જોડાયેલા ત્રણ એવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી છે જેનો કોઈ સ્પષ્ટ જવાબ હજી સુધી મળ્યો નથી.

1. વાઇરસ ખરેખર ક્યાંથી આવ્યો

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે, "મૂળ રોગચાળો ક્યાંથી ફેલાયો તે હજી સુધી સુનિશ્ચિત કરવાનું બાકી છે."
ફેબ્રુઆરી 2021માં વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ વાઇરસનું મૂળ શોધવા માટે ચીનના પ્રવાસે ગઈ હતી અને તેણે તારણ કાઢ્યું હતું કે ચામાચીડિયાંમાંથી વાઇરસ આવ્યો હોવાની શક્યતા છે, પણ આ બાબતમાં વધારે સંશોધનની જરૂર છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયસસે જણાવ્યું હતું કે ચીનમાંથી પૂરતા આંકડા મળ્યા નહોતા અને પારદર્શિતાનો અભાવ હતો એટલે તપાસ બરાબર થઈ શકી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટીમનું એક તારણ એ પણ હતું કે પ્રયોગશાળામાં કોઈ કારણે ત્યાંથી છટકેલો વાઇરસ મનુષ્યોમાં આવ્યો તેવું થવાની "શક્યતા અત્યંત ઓછી" છે.
જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું તારણ કાઢવું "પ્રિમેચ્યોર" હતું. ઑક્ટોબરમાં સાયન્સ સામયિકમાં લખાયેલા તંત્રીલેખમાં જણાવાયું હતું કે "પૂરતા પુરાવા ના મળે ત્યાં સુધી પ્રયોગશાળામાંથી અકસ્માતે વાઇરસ ફેલાવાની વાતને તદ્દન નકારી શકાય નહીં."
એ જ મહિને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી એક બીજી ટીમ તૈયાર થઈ હતી, જેનું નામ હતું સાયન્ટિફિક એડવાઝરી ગ્રૂપ ઑન ધ ઓરિજિન ઑફ ન્યૂ પેથોજન (SAGO).

ઇમેજ સ્રોત, Getty Images
SAGOનું મિશન હતું એ જાણવું કે વુહાનની બજારમાં પ્રાણીમાંથી મનુષ્યમાં વાઇરસ આવ્યો હતો કે પછી પ્રયોગશાળામાં અકસ્માતથી તે લીક થઈ ગયો હતો.
SAGO ગ્રૂપની પ્રથમ બેઠક નવેમ્બર 2021માં મળી હતી.
ટેડ્રોસ ગેબ્રિયસસે જણાવ્યું હતું કે SAGO જેવા ગ્રૂપની તપાસના કારણે પ્રાણીઓમાંથી વાઇરસ મનુષ્યમાં ના આવી જાય તે માટેની નીતિઓ નક્કી કરવામાં સહાય મળી શકે છે.
ઑક્ટોબરના અંત ભાગમાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં જણાવાયું હતું કે કદાચ આપણે ક્યારેય SARS-CoV-2નું મૂળ જાણી શકીશું નહીં.
આ દસ્તાવેજમાં એ વાત નકારી કાઢવામાં આવી હતી કે બાયોલૉજિકલ શસ્ત્ર તરીકે વાઇરસ બનાવાયો હશે. પ્રાણીમાંથી મનુષ્યને ચેપ લાગ્યો હશે અથવા પ્રયોગશાળામાંથી છટક્યો હશે તે બે શક્યતાને ગણી હતી.
જોકે આ અહેવાલમાં પણ સ્પષ્ટતા કરાઈ હતી કે આ વાત ખાતરી સાથે કહી શકાય તેમ નથી.
પ્રયોગશાળામાંથી અકસ્માતે વાઇરસ ફેલાયો તે બાબતને ચીને તદ્દન નકારી કાઢી છે.
કૉર્નેલ યુનિવર્સિટીના માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર જ્હોન પી. મૂરે નવેમ્બર 2021માં સ્ટાર ન્યૂઝ પોર્ટલમાં એક લેખ લખ્યો હતો, તેમાં પણ જણાવ્યું હતું કે "આપણે ક્યારેય કોવિડ-19નું મૂળ જાણી શકીશું નહીં."
મૂરે વધુમાં જણાવ્યું હતું કે "અધ્ધરતાલ" પ્રકારની થિયરીઓ ચાલી રહી છે તે નકારી કાઢી શકાય તેવી છે. કુદરતી રીતે ચેપ ફેલાયો હશે અથવા પ્રયોગશાળામાંથી નીકળ્યો હશે તે બેની વચ્ચે જ ડિબેટ ચાલી રહી છે.

2. વાઇરસનો ચેપ લગાડનારું પ્રમાણ

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
વાઇરસનું અમુક પ્રમાણ હોય ત્યારે તેનો ચેપ લાગતો હોય છે.
SARS-CoV-2 વાઇરસનું કેટલું પ્રમાણ હોય તો ચેપ લાગે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. એટલે કે કેટલા જથ્થામાં વાઇરસ શ્વાસમાં કે નાકમાં આવી જાય ત્યારે ચેપ લાગે તે સમજી શકાયું નથી.
અમેરિકાની સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા અનુસાર "કેટલો ડોઝ હોય તો SARS-CoV-2 ચેપ લાગે તે નક્કી થઈ શક્યું નથી."
સીડીસીના જણાવ્યા અનુસાર પ્રાણીઓ પર થયેલા પ્રયોગોથી ખ્યાલ આવે છે કે શ્વાસમાં વાઇરસ આવી જાય તો ચેપ લાગી જાય છે. પરંતુ આંખ જેવાં અંગોથી પણ ચેપ અંદર દાખલ થાય છે કે કેમ "તે સ્પષ્ટ થઈ શક્યું નથી."
ડૉ. લાકડાવાલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "મનુષ્યને કેટલો ડોઝ હોય તો SARS-CoV-2 ચેપ લાગી જાય છે તે જાણવું મુશ્કેલ છે, કેમ કે તે માટે મનુષ્યને જ ચેપ લગાવીને પ્રયોગો કરવા પડે."
ઇન્ફ્લુએન્ઝા જેવા કેટલાક વાઇરસના 10 પાર્ટિકલ્સ દાખલ થાય તો જ ચેપ લાગતો હોય છે, જ્યારે MERS જેવા વાઇરસમાં હજારોની સંખ્યામાં પાર્ટિકલ્સ શરીરમાં દાખલ થયા હોય તો જ ચેપ લાગે છે.
આ બાબતમાં SARS-CoV-2ના કેટલા પાર્ટિકલ્સ ચેપ લગાવી શકે તે હજી સ્પષ્ટ થયું નથી.
ડૉ. લાકડાવાલા જણાવે છે કે સૌથી નજીકનો અંદાજ 229e વાઇરસનો આવી શક્યો છે. કોરોના જેવો જ આ વાઇરસ છે અને તેનો ઇન્ફ્લુએન્ઝા જેટલો ડોઝ હોય તો પણ ચેપ લાગે છે.
તેઓ ઉમેરે છે, "પરંતુ એવું સ્પષ્ટ નથી કે SARS-CoV-2નો ચેપ આટલા જ ડોઝથી લાગી જાય છે."
"એ પણ કહી શકાય તેમ નથી કે ઓમિક્રૉન ઝડપથી ફેલાઈ રહ્યો છે, કેમ કે તેના ઓછા પાર્ટિકલ્સથી પણ ચેપ લાગી જાય છે."
"આપણને ખબર નથી કે થોડા સો પાર્ટિકલ્સ જોઈએ, એકાદ હજાર જોઈએ કે પછી 10,000થી વધારે જોઈએ."
કોરોના વાઇરસ બહુ ચેપી છે એ દેખાઈ આવ્યું છે એટલે કહી શકાય કે ઓછા પાર્ટિકલ્સથી પણ તેનો ચેપ લાગી જાય છે. અથવા ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ મોટા પ્રમાણમાં પાર્ટિકલ્સ છોડે છે તેથી પણ ચેપ વધારે ફેલાતો હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાલમાં ચેપની શક્યતા અને કેટલો સમય આઇસોલેશનમાં રહેવું તે વ્યક્તિ કેટલો સમય સુધી વાઇરસ ફેલાવતો રહે છે તેના આધારે નક્કી થાય છે.
આના કારણે જ કેટલા પ્રમાણમાં વાઇરસ હોય તો ચેપ લાગે તે જાણવું જરૂરી છે. તેના આધારે રેસ્ટોરાં કે શાળામાં કેટલું જોખમ વધારે વગેરે નક્કી કરી શકાય એમ તેઓ જણાવે છે.
તેઓ કહે છે, "હાલમાં આપણે સાવધાની રાખીએ છીએ અને ચેપથી દૂર રહેવા કોશિશ કરીએ છીએ, પણ વાઇરસનું કેટલું પ્રમાણ ચેપ લગાવે છે તે જાણી શકીએ તો તેનાથી પગલાં લઈ શકાય છે."
જોકે તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે "વૅક્સિન લીધેલી હોય ત્યારે ચેપ લાગવા માટે મોટા પ્રમાણમાં વાઇરસ જોઈએ એટલું સ્પષ્ટ છે."
લાકડાવાલા કહે છે, "વૅક્સિન લીધેલી હોય ત્યારે વધારે મોટા પ્રમાણમાં વાઇરસ શ્વાસમાં આવે તો જ ચેપ લાગે."
હાલમાં આ માટે પ્રયોગો થઈ રહ્યા છે અને સ્વયંસેવકોને નિયંત્રિત સ્થિતિમાં અમુક જથ્થામાં વાઇરસ આપવામાં આવી રહ્યા છે. તેના કારણે ડોઝ જાણી શકાશે એવી આશા છે.

3. ચેપથી બચવા માટે કેટલા પ્રમાણમાં ઍન્ટીબૉડી જોઈએ

ઇમેજ સ્રોત, SOPA Images
હાલમાં એ પણ સ્પષ્ટ નથી કે કોવિડ-19 સામે બચવા માટે વ્યક્તિમાં કેટલા પ્રમાણમાં ઍન્ટીબૉડી જોઈએ.
આ પ્રમાણને "સુરક્ષા માટે જરૂરી પ્રમાણ" એ રીતે ઓળખવામાં આવે છે, કેમ કે તેટલા પ્રમાણમાંથી આપણે જાણી શકીએ કે મનુષ્યનું શરીર રોગ કે ચેપથી બચી શકે છે.
ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે કોવિડ-19 સામેની લડતમાં કેટલા ઍન્ટીબૉડી જરૂરી છે એ જાણવું પણ એટલું જ આવશ્યક છે.
ન્યૂ યૉર્કની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલના માઇક્રોબાયોલૉજી વિભાગના પ્રોફેસર ફ્લોરિયન ક્રેમરે જુલાઈ 2021માં સાયન્સ જર્નલમાં લખ્યું હતું કે "SARS-CoV-2 સામે વૅક્સિન માટે સુરક્ષા માટે જરૂરી ઍન્ટીબૉડી જાણવા જરૂરી છે."
આ લેખમાં ઍન્ટીબૉડીનું પ્રમાણ જાણવું કેટલું જરૂરી છે એ ક્રેમરે સમજાવ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ક્રેમર કહે છે કે કેટલી રોગપ્રતિકારક શક્તિ જોઈએ તે નક્કી કરી શકાય તો તે પ્રમાણે નવી રસીને મંજૂરી આપી શકાય. લાંબા પ્રયોગો અને ફેઝ 3 ટ્રાયલ વિના પણ આવી રીતે મંજૂરી આપી શકાય.
કેટલા પ્રમાણમાં ઍન્ટીબૉડી જોઈએ તેની જાણ હોય તો તેના પ્રમાણમાં રસીનો ડોઝ પણ નક્કી કરી શકાય. જરૂરી પ્રમાણમાં ઍન્ટીબૉડી પેદા નથી થયા તેવું લાગે ત્યારે બૂસ્ટર ડોઝ આપી શકાય.
ક્રેમર કહે છે કે આ ઉપરાંત આવા આંકડાથી સત્તાધીશો એ પણ નક્કી કરી શકે કે વસતીના કેટલા લોકો સુરક્ષિત થઈ શક્યા છે.
જોકે બધી જ વૅક્સિન માટે આ પ્રકારનું પ્રમાણ જાણવું શક્ય નથી, પરંતુ તે જાણી શકાય તો તે ઉપયોગી થાય એમ તેઓ વધુમાં જણાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
લાકડાવાલા ઉદાહરણ આપતાં કહે છે કે ઓમિક્રૉનના કેસમાં વૅક્સિનથી ઓછા ઍન્ટીબૉડી હોય તેના કારણે તે આ ચેપને રોકી શકતી નથી.
તેઓ કહે છે, "જોકે એવું નથી કે રસીથી આપણને રક્ષણ મળ્યું નથી. આંકડા પરથી ખ્યાલ આવે છે કે રસીના કારણે ઓછી તીવ્રતાની બીમારી થાય છે."
નવા વૅરિયન્ટ આવે ત્યારે ડોઝમાં પણ ફરક પડે અને તેના કારણે ઍન્ટીબૉડીના પ્રમાણમાં પણ ફેરફાર થાય.
લાકડાવાલા કહે છે, "વાઇરસ ટ્રાન્સમિટ થાય ત્યારે મ્યુટેશન થતું હોય છે અને દરેક મ્યુટેશન વખતે સ્થિતિ બદલાતી હોય છે તેથી ચેપ ના લાગે તેની કાળજી લેવી જોઈએ."
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે નિષ્ણાતો કોશિશ કરતા હોય ત્યારે તેઓ ભલામણ કરી રહ્યા છે કે "કૉમનસેન્સ" પ્રમાણે કાળજી લેશો : માસ્ક પહેરજો, રસી લઈ લેજો અને ભીડથી દૂર રહેજો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












