કઝાકિસ્તાનમાં રમખાણો : ક્યાં ગુમ છે પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નઝરબાયેવ જે મધ્ય એશિયાના સૌથી શક્તિશાળી નેતા ગણાતા?

કઝાકિસ્તાનમાં ગૅસની વધેલી કિંમતોને કારણે શરૂ થયેલા આંદોલને હવે હિંસક રૂપ ધારણ કર્યું છે. પરિસ્થિતિ કાબૂ બહાર નીકળતી જોઈને પ્રદર્શનકારીઓને ડામી દેવા માટે રશિયાની સેનાને કઝાકિસ્તાનમાં બોલાવાઈ છે.

નૂરસુલ્તાન નઝરબાયેવ

ઇમેજ સ્રોત, Mikhail Svetlov/Getty

ઇમેજ કૅપ્શન, નૂરસુલ્તાન નઝરબાયેવ 29 વર્ષ સુધી કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા

પરંતુ આ બધાં વચ્ચે ત્યાંના એક સૌથી મોટા નેતા અને 29 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા નૂરસુલ્તાન નઝરબાયેવ દેખાતા નથી અને એવા સવાલો પુછાઈ રહ્યા છે કે તેઓ ક્યાં ગુમ થયા છે?

નૂરસુલ્તાન નઝરબાયેવ સ્વતંત્ર કઝાકિસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ હતા. પોતાના દીર્ઘ શાસનકાળ દરમિયાન એમણે જાતે જનતાની સામે પોતાને દેશના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા.

જોકે નવા વર્ષથી શરૂ થયેલાં તોફાનોમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હોવા છતાં નઝરબાયેવ ક્યાંય દેખાતા નથી.

અત્યારે તો કઝાકિસ્તાનમાં દેખાય છે માત્ર નઝરબાયેવની પ્રતિમાઓ અને એમના નામે બનેલા રસ્તા.

આ દેખાવો અને તોફાનોએ કઝાકિસ્તાનમાં પૂર્ણરૂપે સત્તાના હસ્તાંતરણની ગતિ વધારી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ નઝરબાયેવ પાસેથી સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકેની એકમાત્ર ઔપચારિક સત્તા પણ છીનવી લેવાઈ છે.

હવે રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ત તોકાયેવે પોતાને સુરક્ષા પરિષદના પ્રમુખ ઘોષિત કરી દીધા છે.

હિંસક પ્રદર્શનોને ડામવા રશિયાની સેના બોલાવવી પડી છે.

ઇમેજ સ્રોત, RUSSIAN DEFENCE MINISTRY PRESS SERVICE/HANDOUT

ઇમેજ કૅપ્શન, હિંસક પ્રદર્શનોને ડામવા રશિયાની સેના બોલાવવી પડી છે.

જાણવું જોઈએ કે, તોકાયેવ એ વ્યક્તિ છે જેઓ ઈ.સ. 2019માં નઝરબાયેવને સત્તા પરથી હઠાવીને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા હતા.

ગયા વર્ષે, 2021માં જ નઝરબાયેવે પોતાની પાસે રહેલી બે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ તોકાયેવને સોંપી દીધી હતી.

એ સત્તાઓમાં, 'એસેમ્બ્લી ઑફ ધી પીપલ ઑફ કઝાકિસ્તાન'ના ચેરમૅનનું પદ અને નૂર ઓટાન પાર્ટીનું નેતાપદ હતી.

કઝાકિસ્તાનમાં નૂરસુલ્તાન નઝરબાયેવના કદનો અંદાજ એ વાત પરથી કરી શકાય કે રાષ્ટ્રપતિપદ પરથી દૂર થયાનાં લગભગ ત્રણ વર્ષ પછી પણ દેશમાં બનનારી ઘટનાઓને એમની કે એમના પરિવારની કે પછી એમના સહયોગીઓની સાથે જોડીને જોવામાં આવે છે.

અત્યારે ચાલી રહેલા આંદોલનમાં પણ પ્રદર્શનકારીઓ એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે. સાથે જ ઘણી જગ્યાએ એમની પ્રતિમાઓને પણ હઠાવી દેવાઈ છે.

line

નઝરબાયેવ પ્રત્યે આટલી નારાજગી કેમ?

નઝરબાયેવ

ઇમેજ સ્રોત, TASS/Getty

ઇમેજ કૅપ્શન, 29 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલી નૂરસુલ્તાન નઝરબાયેવ દેખાતા નથી અને એવા સવાલો પુછાઈ રહ્યા છે કે તેઓ ક્યાં ગુમ થયા છે?

આખરે નઝરબાયેવ માટે લોકોમાં આટલી નારાજગી કેમ જોવા મળે છે? વાસ્તવમાં, કઝાકિસ્તાન પહેલાં સોવિયત સંઘનો ભાગ હતું.

સંઘના વિઘટનથી માંડીને 2019 સુધી નઝરબાયેવ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. એ કારણે ત્યાંની જનતા એમ માને છે કે આ દેશની જે હાલત છે એના માટે નઝરબાયેવ જ જવાબદાર છે.

સંસાધનોથી સંપન્ન આ દેશનું ક્ષેત્રફળ ભારત કરતાં થોડુંક જ ઓછું, લગભગ 27 લાખ વર્ગ કિલોમીટર છે.

જોવા જાઓ તો આ દેશની અપેક્ષાઓ પણ મોટી રહી છે. પરંતુ એની કુલ વસ્તી બે કરોડથી પણ ઓછી છે.

આ ઉપરાંત બીજાં પણ ઘણાં કારણ છે, જેના લીધે આ દેશના વિસ્તારો પર અને દુનિયામાં કોઈ ખાસ અસર ન થઈ.

નઝરબાયેવના શાસનકાળમાં લોકોની નારાજગી અને સિવિલ સોસાયટી બંનેને ઊગતાં જ ડામી દેવાયાં હતાં. તો બીજી તરફ, સંપત્તિનું વિતરણ અસમાન રીતે વધતું ગયું હતું.

કઝાકિસ્તાનમાં બે કરોડ નાગરિકો હોવા છતાં માત્ર 200 લોકોના હાથમાં દેશની અડધા ઉપરાંતની સંપત્તિ છે. દેશમાં લગભગ 400 કરોડપતિ છે અને એમાંના મોટા ભાગના લોકો વિદેશમાં, ખાસ કરીને લંડનમાં, રહેવાનું પસંદ કરે છે.

ઈ.સ. 2008થી 2015 દરમિયાન, બ્રિટન જ્યારે પોતાના દેશમાં રોકાણ કરનારાઓને વસવાટ કરવાની (નાગરિકતાની) મંજૂરી આપતું હતું એ વખતે કઝાકિસ્તાનના માલેતુજારો 'ગોલ્ડન વીઝા' મેળવવાની લાઇનમાં સૌથી આગળ હતા.

ચૅટમ હાઉસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક રિપૉર્ટ અનુસાર, એ દરમિયાન ત્યાંના 200થી પણ વધારે કરોડપતિઓને બ્રિટનમાં વસવાટ કરવાના અધિકાર મળ્યા.

આ કુબેરપતિઓએ દેખાદેખીમાં બ્રિટનની સ્થાવર સંપત્તિઓમાં રોકાણ કર્યું. તેનાથી લોકોની સાથોસાથ પોલીસ અને અદાલતોનું ધ્યાન પણ આવી ઘટનાઓ તરફ ગયું.

વીડિયો કૅપ્શન, કઝાખસ્તાનમાં હિંસા બાદ રશિયાની સેના પહોંચી GLOBAL

અંગ્રેજોએ નઝરબાયેવનાં દીકરી દરિગા અને એમના પૌત્ર નુરાલી અલીયેવનાં બે ઘર અને અપાર્ટમૅન્ટને જપ્ત કરવાની કોશિશ કરી હતી. પાછળથી એમણે અદાલતમાં સાબિત કર્યું કે એ બધી સંપત્તિ એમના જ પૈસાથી ખરીદવામાં આવી હતી.

એમણે સાબિત કર્યું કે સંપત્તિ ખરીદવામાં એમના પૂર્વ પતિ રાખત અલીયેવની ગેરકાયદે આવકમાંથી પાઈનોય ઉપયોગ નહોતો કરાયો.

કઝાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા વિલિયમ કર્ટેનીએ જણાવ્યું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં નઝરબાયેવ પરિવાર દ્વારા યુરોપમાં ખરીદાયેલી આલીશાન સંપત્તિઓના મુદ્દા સતત ચર્ચાતા રહ્યા છે. અને કઝાકિસ્તાનના લોકો ઉશ્કેરાવાનું એક કારણ એ પણ હોઈ શકે છે. એવું લાગે છે કે નઝરબાયેવે હવે એની મોટી રાજકીય કિંમત ચૂકવવી પડશે."

આ બધી પરેશાનીઓ છતાં, નઝરબાયેવના પરિવાર અને ત્યાંના ધનપતિઓએ હમેશાં પશ્ચિમી દેશોનો સહારો લીધો છે.

અમેરિકા અને યુરોપનાં મોટાં બિઝનેસ અખબારોમાં કઝાકિસ્તાનની સિદ્ધિઓ વિશે ઘણા બધા લેખો સતત છપાતા રહ્યા છે. દેશની સૌથી મોટી કંપનીએ પોતાના શેર લંડન સ્ટૉક ઍક્સ્ચેન્જમાં લિસ્ટ કરાવ્યા છે.

દેશના પાટનગર નૂર-સુલ્તાનને પશ્ચિમી દેશોના જાણીતા આર્કિટેક્ટે ફરીથી બનાવ્યું. નવા બનેલા પાટનગરમાં 'સ્પેશિયલ ઑનેસ્ટ કોર્ટ' શરૂ કરવામાં આવી, જેમાં વેપારસંલગ્ન, સિવિલ અને સમાધાનના કેસો ચલાવવા માટે બ્રિટનથી ખૂબ મોઘા ન્યાયાધીશો બોલાવવામાં આવ્યા.

એવું પણ થયું કે યુરોપની મૅચોમાં રમવા માટે 2002માં દેશની ફૂટબૉલ ટીમને એશિયાઈ મહાસંઘમાંથી ખસેડીને યુઈએફએમાં સામેલ કરી દેવાઈ.

line

સમસ્યાઓને ટાળવી હવે સંભવ નથી

નૂરસુલ્તાન નઝરબાયેવ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પશ્ચિમી દેશોની સિસ્ટમમાં ફિટ થવાની નઝરબાયેવની મહત્ત્વાકાંક્ષાએ કઝાકિસ્તાનને પોતાના પડોશી દેશો ઉઝ્બેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને તઝાકિસ્તાનના સરમુખત્યારોથી દૂર કરી દીધું.

પશ્ચિમી દેશોની સિસ્ટમમાં ફિટ થવાની નઝરબાયેવની મહત્ત્વાકાંક્ષાએ કઝાકિસ્તાનને પોતાના પડોશી દેશો ઉઝ્બેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને તઝાકિસ્તાનના સરમુખત્યારોથી દૂર કરી દીધું.

જોકે હવે આ દેશ ખૂબ ઝડપથી પશ્ચિમવિરોધી પક્ષમાં ફેરવાઈ રહ્યો છે. ચીનની સાથે કઝાકિસ્તાનના આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સંબંધ છે, તો રુસની સાથે એના ક્ષેત્રીય સ્તરના મહત્ત્વના સંબંધ છે.

બંને દેશ સોવિયત સંઘના વિઘટન પછી થયેલી સમજૂતી કલેક્ટિવ સિક્યૉરિટી ટ્રીટી ઑર્ગનાઇઝેશન (સીએસટીઓ)નો ભાગ છે.

આ સમજૂતીમાં સામેલ અન્ય સદસ્ય દેશોમાં બેલારુસ, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને આર્મિનિયાનો સમાવેશ થાય છે. હાલના સંકટ સમયે એ સ્પષ્ટ થયું છે કે આ દેશ એમની મદદ વિના પોતાની સુરક્ષાવ્યવસ્થા પણ વ્યવસ્થિત ન રાખી શકે.

તોકાયેવે વિરોધપ્રદર્શનોને સંપૂર્ણ કચડી નાખવાનો નિશ્ચય કર્યો અને તોફાન કરનારાઓને ચરમપંથી કહ્યા.

સાથે જ એમને કાબૂ કરવા માટે બહારથી સુરક્ષાદળોને બોલાવ્યાં. સરકારે જો દેશની વ્યવસ્થામાં સુધારાને અપનાવવાના બદલે નીતિઓને કડક કરવાની કોશિશ કરી તો પશ્ચિમના સમર્થક હોવાનો છેલ્લો ભ્રમ પણ ભાંગી જશે.

નર્ગિસ કાસેનોવા હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડેવિસ સેન્ટર ઑફ રશિયન ઍન્ડ યુરેશિયન સ્ટડીઝ સાથે જોડાયેલાં છે. એમણે આ દેશ વિશે લખ્યું છે, "અમારે ત્યાં કૉસ્મોપૉલિટન અમીરવર્ગ ખૂબ મોટો છે અને એમાંના મોટા ભાગના રુસ-બેલારુસની જેમ દમન અને અલગાવને પસંદ નથી કરતા."

જોકે, આ દેશ હવે એવા મુકામે ઊભો છે કે અમીરવર્ગ આ દાવાઓને અલવિદા કહી શકે છે.

કાસેનોવાએ ચેતવણીના સૂરમાં કહ્યું કે, "કઝાકિસ્તાનની સિસ્ટમમાં ગંભીર સમસ્યાઓ છે અને હવે પાછળથી એનો ઉકેલ શોધી શકાય એમ નથી. હવે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ એ સમજે છે."

નઝરબાયેવ દાયકાઓથી લોકોને સુખ-સમૃદ્ધિનું વચન આપતા રહ્યા છે, પરંતુ એમની સફળતાઓ ખૂબ જ મામૂલી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો