ચીન ગરીબ દેશોને દેવાંની જાળમાં ફસાવી રહ્યું છે?
- લેેખક, કાઈ વૅન્ગ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ચીન ગરીબ દેશોને ધિરાણ આપે છે તેની પદ્ધતિની ટીકા થઈ રહી છે. ધિરાણ આપ્યા પછી તે દેશો પરત ના કરી શકે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય અને ચીનના દબાણને વશ થઈને કામ કરવું પડે.
આ આક્ષેપોને ચીન નકારી કાઢે છે અને સામો આક્ષેપ કરે છે કે પશ્ચિમના દેશો તેની છાપને ખરડવા માટે આ પ્રકારની ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચીન કહે છે કે "એક પણ એવો દેશ નથી જે ચીનનું ધિરાણ લઈને આ કહેવાતા દેવાંની જાળમાં ફસાઈ ગયો હોય."

ચીન કેવી રીતે ધિરાણ આપે છે?
ચીન વિશ્વમાં સૌથી વધુ ધિરાણ આપતો દેશ છે.
છેલ્લા એક દાયકામાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને અપાતું ચીનનું ધિરાણ ત્રણ ગણું વધી ગયું છે અને 2020 સુધીમાં તે આંકડો વધીને 170 અબજ ડૉલરનો થઈ ગયો છે.
જોકે ચીને સાર્વત્રિક રીતે ધિરાણ માટે જે વાયદા કરેલા છે તેને ગણતરીમાં લઈએ તો આ આંકડો વધારે મોટો થઈ શકે છે.
અમેરિકાની વિલિયમ ઍન્ડ મેરી યુનિવર્સિટીના એઇડડેટા વિભાગના સંશોધન અનુસાર ચીન વિકાસશીલ દેશોને જે ધિરાણ આપે છે તેને સત્તાવાર રીતે દેવા તરીકે દેખાડવામાં આવતું નથી.
આ પ્રકારના ધિરાણને સરકારી ચોપડે ચડાવાતું નથી. તેના બદલે સરકારી માલિકીની કંપનીઓ, બૅન્કો, સંયુક્ત સાહસો અથવા ખાનગી કંપનીઓના નામે તે ચડાવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર તરફથી સરકારને ધિરાણ અપાયું હોય તે રીતે દેખાડવાના બદલે આ પ્રકારના કોઈ માધ્યમથી ધિરાણ આપવામાં આવે છે.
એઇડડેટાના જણાવ્યા અનુસાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા 40 દેશો એવા છે, જેમની માથે ચીનનું દેવું તેમના જીડીપીના 10 ટકા કરતાં વધારે છે. પરંતુ આ રીતે છૂપું ધિરાણ હોવાથી ખ્યાલ આવતો નથી.
જિબૂટી, લાઓસ, ઝામ્બિયા અને કિર્ગિસ્તાન જેવા દેશોની માથે પોતાના જીડીપીના 20% જેટલું દેવું ચીનનું છે.
આમાંનું મોટા ભાગનું દેવું માર્ગ, રેલવે અને બંદરોના બાંધકામના જંગી માળખાકીય પ્રોજેક્ટ્સને કારણે છે. આ ઉપરાંત ખાણ અને ખનીજના કરારો પણ પ્રમુખ શી જિનપિંગના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ કારણે થયા છે તે આમાં આવે છે.

આ 'દેવાની જાળ' શું છે અને તેના પુરાવા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનની વિદેશ માટેની ગુપ્તચર એજન્સી MI6ના વડા રિચર્ડ મૂરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચીન બીજા દેશોમાં પોતાનું વર્ચસ્વ વધારવા આ રીતે "દેવાની જાળ" ગોઠવે છે.
તેમનો દાવો છે કે ચીન બીજા દેશોને નાણાં ધીરે છે, પછી તેની પુનઃચુકવણી ના થઈ શકે ત્યારે તે દેશના મહત્ત્વના માળખા પર ચીન કબજો કરી લે છે. આ આક્ષેપોને ચીન હંમેશાં નકારતું આવ્યું છે.
ચીનના ટીકાકારો આ માટે શ્રીલંકાનો દાખલો આપે છે. વર્ષો પહેલાં હંબનટોટા ખાતે વિશાળ બંદર ઊભું કરવાનો પ્રોજેક્ટ ચીનની આર્થિક મદદથી શ્રીલંકાએ શરૂ કર્યો હતો.
ચીન તરફથી મળેલી લોન અને કૉન્ટ્રેક્ટના આધારે અબજો ડૉલરનો આ પ્રોજેક્ટ શરૂ થયો, પણ તેમાં વિવાદો જાગ્યા અને તેના કારણે આર્થિક રીતે તે પરવડે તેવો રહ્યો નથી. આ બધાં કારણસર શ્રીલંકાની માથે દેવું વધવા લાગ્યું હતું.
આખરે 2017માં ચીનની સરકારી માલિકીની ચાઈના મર્ચન્ટ્સને આ બંદરમાં 70% હિસ્સો 99 ટકાની લીઝ પર આપવો પડ્યો. તે પછી જ ચીન તરફથી વધારાનું ભંડોળ મળ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
યુકેસ્થિત થિન્ક ટેન્ક ચેટેમ હાઉસ તરફથી આ પ્રોજેક્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ જાણવાની કોશિશ થઈ હતી કે "દેવાના જાળ"ના આક્ષેપો અહીં બંધબેસતા આવે છે કે કેમ. આ યોજના સ્થાનિક રાજકારણને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી હતી અને બીજું કે ચીને ક્યારેય સત્તાવાર રીતે બંદરની માલિકી હાથમાં લીધી નથી.
તેમાં એવું પણ જણાવાયું છે કે શ્રીલંકાના કુલ દેવામાં ચીન સિવાયના સ્રોતોમાંથી લેવાયેલું દેવું વધારે છે. એવો પણ કોઈ પુરાવો નથી કે ચીને પોતાની સ્થિતિનો લાભ લઈને શ્રીલંકા પાસેથી આ બંદર પર કોઈ વ્યૂહાત્મક લશ્કરી ફાયદો મેળવી લીધો હોય.
આમ છતાં એ બાબતમાં કોઈ શંકા નથી કે છેલ્લા દાયકા દરમિયાન શ્રીલંકામાં ચીનના રોકાણમાં વધારો થયો છે. એવી ચિંતા પણ વ્યક્ત થતી રહી છે કે ચીન આ સ્થિતિનો લાભ આ વિસ્તારમાં પોતાના રાજકીય હેતુઓ માટે લઈ શકે છે.
દુનિયામાં બીજી જગ્યાએ પણ ચીનના ધિરાણના કારણે વિવાદો જાગેલા છે. મહત્ત્વનાં સંસોધનો પર ચીનનો કબજો રહે તે પ્રકારના કરારો સાથે આવું રોકાણ થયેલું હોય છે.
જોકે એઇડડેટા તથા અન્ય કેટલીક સંસ્થાઓએ ધિરાણ માટે થયેલા સેંકડો કરારોનો અભ્યાસ કર્યો છે, તેમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી કે ચીનની સરકારી ધિરાણ આપનારી સંસ્થાઓએ ખરેખર કોઈ મોટી માળખાકીય સુવિધા પર કબજો કરી લીધો હોય.

બીજા દેશો સાથે ચીનના ધિરાણની સરખામણી?

ઇમેજ સ્રોત, Getty Images
ચીન પોતાની વિદેશી ધિરાણની માહિતી જાહેર કરતું નથી અને તેના દ્વારા થતા મોટા ભાગના કરારોમાં માહિતી જાહેર ના કરવા માટેની શરતો ખાસ હોય છે. તેના કારણે કેવો કરાર થયો તેની માહિતી સામા પક્ષ તરફથી પણ જાહેર થઈ શકતી નથી.
ચીનની દલીલ છે કે આ પ્રકારની ગુપ્તતા રાખવાની વાત દરેક ઇન્ટરનેશનલ કૉન્ટ્રેક્ટ્સમાં થતી હોય છે.
લંડનની ક્વિન મેરી યુનિવર્સિટીના પ્રોફેસલ લી જોનેસ કહે છે, "આંતરરાષ્ટ્રીય ધોરણે વેપારી ધિરાણ અપાતું હોય ત્યાં ગુપ્તતા રાખવાની શરત સ્વાભાવિક રીતે હોય છે."
"અને ચીન તરફથી અપાતું મોટા ભાગનું ધિરાણ વેપારી ધોરણે અપાતું હોય છે."
મોટા ભાગના વિકસિત દેશો તેના તરફથી અપાતા ધિરાણની માહિતી પારીસ ક્લબ તરીકે ઓળખાતા તેમના સંગઠનના સભ્યોને આપતા હોય છે.
ચીન આ સંગઠનમાં જોડાયું નથી. જોકે વિશ્વ બૅન્કના આંકડાને આધારે જોઈ શકાય છે કે બીજા દેશોની સરખામણીએ ચીનનું ધિરાણ આપવાનું કામકાજ વધ્યું છે.

શું ચીનની લોન ભરપાઈ કરવી આકરી હોય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પશ્ચિમના દેશો કરતાં વધારે ઊંચા વ્યાજ દરે ચીન ધિરાણ આપે છે.
ચીન લગભગ 4% વ્યાજે ધિરાણ આપે છે, જે કૉર્મશિયલ ધિરાણ જેટલો વ્યાદ દર છે. વિશ્વ બૅન્ક અથવા ફ્રાન્સ કે જર્મની જેવા દેશો વ્યાજના જે નીચા દરો રાખે છે તેના કરતાં આ ચાર ગણા વધારે છે.
ચીન લોનના હપ્તાની મુદત પણ ઓછી રાખે છે. વિકાસશીલ દેશોને રાહતદરે અપાતી અન્ય દેશોની લોન ભરપાઈ કરવાની મુદત 28 વર્ષ સુધીની હોય છે, જ્યારે ચીન 10 વર્ષ કરતાંય ઓછી મુદત રાખે છે.
આ ઉપરાંત ચીનની સરકારી માલિકીની સંસ્થાઓએ ધિરાણ આપ્યું હોય ત્યારે એવી શરત રાખે છે કે એક વિદેશી ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું. આ ખાતા પર ચીનનો પણ અધિકાર હોય છે.
એઇડડેટાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રેડ પાર્ક્સના જણાવ્યા અનુસાર "ધિરાણ લેનારો દેશ હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે ચીન આ ખાતામાંથી સીધી વસૂલી કરી શકે છે. વસૂલી કરવા માટે ચીને કાનૂની પ્રક્રિયામાં પડવાની જરૂર પડતી નથી."
પશ્ચિમના દેશો ધિરાણ આપે તેમાં આવી કોઈ શરતો રાખવામાં આવતી હોતી નથી.
વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો અને સૌથી ઝડપથી વધી રહેલું અર્થતંત્ર ધરાવતા દેશોનું બનેલું સંગઠન G20 હાલામં ગરીબ દેશોને રાહતદરે ધિરાણ આપી રહ્યું છે. કોરોના વૈશ્વિક રોગચાળામાં ટકી જવા માટે આ દેશોને સહાય કરવા માટે આ રીતે ધિરાણ આપવામાં આવે છે.
ચીન પોતે પણ આ પ્રયાસોમાં જોડાયું છે અને જણાવ્યું છે કે પોતે બીજા કોઈ પણ દેશો કરતાંય આ "બાબતમાં સૌથી મોટી રકમ પુનઃચુકવણી માટે આપી છે."
વિશ્વ બૅન્કના જણાવ્યા અનુસાર મે 2020થી અત્યાર સુધીમાં G20 દેશોએ દેવામાં રાહત માટે કુલ $10.3 અબજ ડૉલર આપ્યા છે.
દરેક દેશે તેમાં કેટલો ફાળો આપ્યો તે માટેના આંકડાં આપ્યા ત્યારે બૅન્કે જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી તે આપી શકે તેમ નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












