ચીનમાં કોરોના : લૉકડાઉન વચ્ચે લોકોનો મદદ અને ભોજન માટે પોકાર, નાગરિકોની કેવી દશા થઈ?
ચીનના શહેર શિયાનમાં કડક લૉકડાઉન લગાવી દેવાયું તેના કારણે ભોજનસામગ્રી મેળવવી મુશ્કેલ બની ગઈ હોવાની ફરિયાદ નાગરિકોમાં ઊઠી છે, પણ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં સામગ્રી ઉપલબ્ધ છે.
ગયા અઠવાડિયે કોરોનાના કેસ દેખાવા લાગ્યા તે પછી 1.3 કરોડ રહેવાસીઓને પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા માટેનો આદેશ સત્તાધીશોએ આપી દીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બીજા દેશોમાં લૉકડાઉન હોય ત્યારે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળી શકતા હોય છે, પણ ચીનમાં લોકો ખાદ્યસામગ્રી લેવા બહાર નીકળી શકતા નથી.
સરકાર પોતે સામગ્રી પહોંચાડી રહી છે, પણ સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ ફરિયાદ કરી છે તેમને હજી સુધી સામગ્રી મળી નથી અને તેમના માટે મુશ્કેલી પેદા થઈ છે.
ઉત્તરમાં આવેલા શિયાન નગરમાં લૉકડાઉનને નવ દિવસ થઈ ગયા છે. ચીને ઝીરો કોવિડ માટેની વ્યૂહરચના જાહેર કરી છે, પણ આ શહેરમાં છેલ્લા કેટલાક મહિનામાં સૌથી વધુ કોરોના ફેલાયો છે.

ભોજનસામગ્રી ખૂટી પડી

ઇમેજ સ્રોત, PA Media
શરૂઆતમાં પ્રતિબંધો વચ્ચે ઘરમાંથી એક વ્યક્તિને એકાંતરે ભોજનસામગ્રી સહિતની જીવનજરૂરી વસ્તુઓ લેવા જવા માટે બહાર નીકળવાની છૂટ હતી.
પરંતુ સોમવારે આ નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે અને માત્ર કોવિડ-19ના ટેસ્ટ માટે ઘરની બહાર નીકળવાની મનાઈ કરી દેવામાં આવી છે.
છેલ્લા થોડા દિવસ દરમિયાન ચીનની સોશિયલ મીડિયા સાઇટ વેઈબો પર લોકોએ મદદ માટે પોકાર કરવાનું શરૂ કર્યું છે. ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવા વિનંતીઓ કરવામાં આવી છે. ઘણાએ ફરિયાદ કરી છે કે તેમને સરકાર તરફથી હજી સુધી કોઈ સામગ્રી મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે એક જણાએ પોસ્ટ કર્યું હતું કે "મને સાંભળવા મળ્યું છે કે અમુક વિસ્તારોમાં પુરવઠો મળવા લાગ્યો છે, પણ મને કશું મળ્યું નથી. અમારા કમ્પાઉન્ડમાંથી અમને કોઈને બહાર જવા દેવાતા નથી. ચાર દિવસ પહેલાં મેં ઑનલાઇન કરિયાણું મગાવ્યું હતું, પણ હજી સુધી આવ્યું નથી. છેલ્લા કેટલાય દિવસોથી શાકભાજી ખરીદી શક્યા નથી."
અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે: "ફાળવણી અસમાન રીતે થઈ રહી છે. હું જે વિસ્તારમાં રહું છું ત્યા હજી સુધી કશું મળ્યું નથી અમને કહેવાયું હતું કે ગ્રૂપ બનાવીને એક સાથે ઑર્ડર આપો. બીજું કે ભાવો બહુ વધી ગયા છે."
આ અઠવાડિયે લેવાયેલા અને ઑનલાઇન ફરી રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રહેઠાણ વિસ્તારમાં લોકો ભોજન નથી મળી રહ્યું તેની પોલીસને ફરિયાદ કરી રહ્યા છે.
એક માણસ અધિકારીઓને જણાવી રહ્યો છે કે મારા ઘરમાં ભોજન ખૂટી પડ્યું છે.
એક સ્ત્રી કહી રહી છે: "અમને 13 દિવસ સુધી પૂરી રાખવામાં આવ્યાં છે. આ રીતે જીવવું મુશ્કેલ છે. શાકભાજી ખરીદવા માટે ત્રણથી ચાર કલાકની લાઇન લગાવવી પડે છે. પણ હવે તો શાકભાજી વેચવાની જ મનાઈ કરી દેવાઈ છે."

ચીને ઝીરો કોવિડની નીતિ અપનાવી

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં જણાવાયું છે કે અમુક વિસ્તારોમાં સોસાયટીઓના દરવાજા સુધી પુરવઠો પહોંચાડવામાં આવે છે, પણ ત્યાંથી ઘરે ઘરે તે પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં સ્વયંસેવકો મળી રહ્યા નથી. ઘણા બધા ડ્રાઇવરોએ ક્વૉરેન્ટીન થઈ જવું પડ્યું છે એટલે માલસામાન શહેરભરમાં પહોંચાડવા માટે પણ પૂરતા લોકો મળતા નથી.
બુધવારે અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે "સ્ટાફના ઓછા લોકો હાજર થાય છે તેના કારણે પણ વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે" અને તેના કારણે શહેરમાં પુરવઠાની સ્થિતિ બગડી છે.
જોકે એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ગુરુવારે વાણિજ્ય મંત્રાલયે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે શિયાન નગરના લોકો માટે પૂરતા પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ છે.
સરકારી ટીવી પર એવાં દૃશ્યો દર્શાવાયાં હતાં કે કામદારો રક્ષણાત્મક સૂટ પહેરીને જરૂરી સામગ્રીના વિતરણની તૈયારી કરી રહ્યા છે. ઘરે ઘરે લોકોને પહોંચાડવા માટે પ્લાસ્ટિની બેગોમાં ઈંડાં, માંસ અને શાકભાજી પેક કરવામાં આવી રહ્યા હતા.
એક વ્યક્તિને પુરવઠો મળ્યો હતો તેમણે વેઈબો પર લખ્યું કે "અમને સરકાર તરફથી મફતમાં કરિયાણું મળ્યું છે. ઘણું મળ્યું છે. આખા કુટુંબને ત્રણ કે ચાર દિવસ ચાલે એટલું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીને ઝીરો કોવિડની નીતિ અપનાવી છે અને તેના કારણે શહેરમાં કડક પ્રતિબંધો મુકાયા હતા. બસ સ્ટેશન બંધ કરી દેવાયાં, ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ અને શિયાન જ્યાં આવેલું છે તે શાન્ઝી પ્રાંતમાં લાખોની સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
9 ડિસેમ્બર પછી શિયાનમાં 1300થી વધુ કોરાના વાઇરસના ચેપના કેસ નોંધાયા છે. આના કારણે ચીન ખરેખર કોવિડ કેસોને સાવ શૂન્ય કરી શકે ખરું તે સામે સવાલો ઊભા થયા છે.
ફેબ્રુઆરીમાં વિન્ટર ઑલિમ્પિક યોજવા માટે પણ ચીન તૈયારી કરી રહ્યું છે ત્યારે આવી શંકા વ્યક્ત થઈ રહી છે.
ચીને આ મહત્ત્વના આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સામે કોવિડને સૌથી મોટું જોખમ ગણાવ્યું પણ છે.
સૌથી પહેલાં ચીનમાં જ કોરોના વાઇરસ દેખાયો હતો અને અત્યાર સુધીમાં આ દેશમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર 131,300 કેસ નોંધાયા છે, અને 5,699નાં મોત થયાં છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












