COP26 : કેટલાક દેશો ‘ક્લાઇમેટ ચેન્જ’ રિપોર્ટમાં છેડછાડ માટે કોશિશ કરી રહ્યા છે?
- લેેખક, જસ્ટિન રૉલેટ અને ટૉમ ગેર્કેન
- પદ, બીબીસી ન્યૂઝ
કેટલાક લીક દસ્તાવેજોની બીબીસી ન્યૂઝ દ્વારા તપાસવેળાએ જાણવા મળ્યું છે કે કેટલાક દેશો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેના મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં બદલાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
લીક દસ્તાવેજોમાં જોવા મળે છે કે સાઉદી અરેબિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એવા દેશો છે જેમણે યુએનને આગ્રહ કર્યો છે કે તે અશ્મીભૂત બળતણને ત્યજવાની માગ કે જરૂરને વધુ મહત્ત્વ ન આપે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક ધનિક દેશો નાના ગરીબ દેશોને ગ્રીન ટેકનૉલૉજી તરફ વળવા માટે જરૂરી સહાય કરવા સામે સવાલ કરી રહ્યા છે.
કેટલાક દેશો દ્વારા આ પ્રકારના પ્રયાસ આગામી નવેમ્બરમાં યોજાઈ રહેલી COP26 ક્લાઇમેટ સમિટ પર સવાલ ઊભા કરે છે.
જળવાયુ પરિવર્તન ધીમું પાડવા તથા ગ્લોબલ વૉર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ રાખવા માટે મહત્ત્વનાં વચનો પર હસ્તાક્ષરના કેટલાક દિવસો પૂર્વે યુએનની ભલામણો સામે કેટલાક દેશો આ રીતે દબાણ લાવી રહ્યા છે.
લીક દસ્તાવેજોમાં સરકારો, કંપનીઓ અને ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરીને યુએનનો રિપોર્ટ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોની ટીમ સહિતના પક્ષો દ્વારા થયેલી રજૂઆતોના 32 હજાર સબમિશન સામેલ છે.
આ 'મૂલ્યાંકન રિપોર્ટ' ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી) દ્વારા દર છ-સાત વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે. યુએન દ્વારા આઈપીસીસીને ક્લાઇમેટ ચેન્જનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાનું કામ સોંપાયું છે.
આ રિપોર્ટની મદદથી સરકારો નક્કી કરશે કે ક્લાઇમેટ ચેન્જ રોકથામ માટે શું કાર્યવાહી કરવી અને ગ્લાસગૉ પરિષદ મામલે વાટાઘાટો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રિપોર્ટ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રિપોર્ટના આધારે ઑથૉરિટી નક્કી કરીને તમામ દેશો સર્વાનુમતે કેટલીક સંમતિઓ પર પહોંચીને નિર્ણયો કરશે.
બીબીસીએ સરકારો તરફથી મળેલી ટિપ્પણીઓ તપાસી છે જેમાં અંતિમ રિપોર્ટની ગુણવત્તાને વધારવા માટેની વાત પણ છે.

કયા દેશો કેવીકેવી દલીલો કરી રહ્યા છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગ્રીનપીસ યુકેની ટીમના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોને આ ટિપ્પણીઓ અને નવો ડ્રાફ્ટ રિપોર્ટ સોંપાયો હતો. તેમણે તેને બીબીસી ન્યૂઝ સાથે શૅર કર્યો હતો.
લીક દસ્તાવેજમાં કેટલાક દેશો અને સંસ્થાઓ દલીલ કરી રહ્યા છે કે પ્રસ્તુત ડ્રાફ્ટમાં જેટલી ઝડપથી અશ્મીભૂત બળતણ ત્યજવાની ભલામણ છે, તેના વપરાશમાં ઘટાડાની એટલી જરૂર નથી.
સાઉદીના તેલ મંત્રાલયના સલાહકારે માગણી કરી છે તેમાંથી, "તત્કાલીક જરૂર અને તમામ સ્તરે ઘટાડાને વેગ આપવા સહિત"ના વાક્યોને કાઢી નાખવામાં આવે.
ઑસ્ટ્રેલિયાની સરકારના એક વરિષ્ઠ અધિકારીએ એ નિષ્કર્ષ ફગાવી દીધો જેમાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની જરૂર હોવાનું કહેવાયું છે. વળી ગ્લાસગૉ પરિષદનો હેતુ કોલસાના ઉપયોગ બંધ કરવાનો પણ છે.
સાઉદી અરેબિયા વિશ્વમાં સૌથી મોટું તેલઉત્પાદક છે અને ઑસ્ટ્રેલિયા કોલસાનો એક મોટો નિકાસ કરતો દેશ છે.
ભારતના 'સૅન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઇનિંગ ઍન્ડ ફ્યૂલ રિસર્ચ'ના વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે કોલસો દાયકાઓ સુધી ઊર્જાસર્જન માટેનો સ્રોત રહેશે કેમ કે કિફાયતી વીજળી પૂરી પાડવાનો પડકાર ઘણો જ મોટો છે. ભારત વિશ્વમાં કોલસાનો વપરાશ કરતો બીજો સૌથી મોટો દેશ છે.
વળી કેટલાક દેશો વિકસી રહેલી નવી તથા વર્તમાન ટેકનૉલૉજીથી કાર્બન ડાયઑક્સાઇડને અન્ડરગ્રાઉન્ડ રાખવાની તરફેણમાં દલીલ કરે છે, પણ તે મોંઘી ટેકનૉલૉજી છે.
સાઉદી, ચીન, ઑસ્ટ્રેલિયા અને જાપાન અશ્મીભૂત બળતણમાં મોટા વપરાશકર્તા અથવા નિર્માતા છે.
વળી ક્રૂડઉત્પાદક દેશોના સમૂહ ઑપેક પણ કાર્બનને કૅપ્ચર કરી સ્ટોરેજ કરવાની તરફેણમાં છે. જેને સીસીએસ (કાર્બન કૅપ્ચર ઍન્ડ સ્ટોરેજ) તકનીક કહે છે.
એવો દાવો છે કે સીસીએસ તકનીક પાવર પ્લાન્ટ તથા કેટલાક ઉદ્યોગોમાંથી અશ્મીભૂત ઈંધણને લીધે થતાં ઉત્સર્જનને ખૂબ જ ઘટાડી દેશે.
સાઉદી અરેબિયા વિશ્વમાં સૌથી મોટો ક્રૂડઑઇલ નિકાસ કરતો દેશ છે.
તેણે યુએનના વૈજ્ઞાનિકોને એ નિષ્કર્ષ દૂર કરવા કહ્યું છે, જેમાં 'ઍનર્જી સિસ્ટમ સેક્ટરમાં ડિકાર્બોનાઇઝેશનના પ્રયાસ પરના ધ્યાનને ઝડપથી ઝીરો-કાર્બન સ્રોત તથા અશ્મીભૂત ઈંધણને તબક્કાવાર સક્રિયરૂપે બહાર કરવાની વાત કહેવાઈ છે.
આ નિવેદન સામે આર્જન્ટિના, નોર્વે અને ઑપેકને પણ વાંધો છે. નોર્વેની દલીલ છે કે યુએનના વૈજ્ઞાનિકોએ સીસીએસને છૂટ આપવી જોઈએ. જેથી તે અશ્મીભૂત ઈંધણમાંથી ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બની શકે.
ડ્રાફ્ટ રિપોર્ટમાં સીસીએસ ભવિષ્ય માટે એક મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. પણ તેની કામગીરી મામલે કેટલીક અનિશ્ચિતતાઓ છે.
કહેવાય છે કે, "કેમ કે એ વાત પર મૂંઝવણ છે કે પેરિસ કરાર હેઠળ 2 ડિગ્રી અથવા 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના લક્ષ્ય સાથે સીસીએસમાં કયું ઈંધણ યોગ્ય રહેશે."
ઑસ્ટ્રેલિયાએ આઈપીસીસીના વૈજ્ઞાનિકોને ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં ક્લાઇમેટ ચેન્જ સામેનાં પગલાંની અવગણના કરનારા અશ્મીભૂત બળતણોના હિમાયતીઓની ભૂમિકાના વિશ્લેષણના સંદર્ભોને દૂર કરવા કહ્યું છે.
ઑપેકે આઈપીસીસીને કહ્યું કે, "લૉબિંગ કરતાં કામકાજ, ભાડાની આવક ઊભી કરતા બિઝનેસ મૉડલ તથા રાજકીય પગલાંઓને દૂર કરવામાં આવે."
ડ્રાફ્ટ રિપોર્ટ મામલે જ્યારે ઑપેકનો સંપર્ક કરાયો ત્યારે ઑપેકે બીબીસીને કહ્યું, "ઉત્સર્જનને ઘટાડવાના પડકારો વિવિધ પ્રકારના છે. જે આઈપીસીસીના રિપોર્ટમાં પુરાવા સાથે સામેલ કરાયા છે. તેને ચકાસવાની જરૂર છે. આપણે તમામ ઊર્જા વાપરવાની જરૂર છે. સ્વચ્છ ઊર્જા અને વધુ તકનીકી ઉકેલ આપતી ઊર્જા. જેથી ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળે અને કોઈ પણ પાછળ ન રહી જાય."

નિષ્પક્ષ વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીસીસી કહે છે કે સરકારોની ટિપ્પણી તેની વૈજ્ઞાનિક સમીક્ષાની પ્રક્રિયાના કેન્દ્રમાં છે અને ઑથર પાસે તેને રિપોર્ટમાં સામેલ કરવાનું કોઈ બંધન નથી.
આઈપીસીસીએ બીબીસીને કહ્યું, "અમારી પ્રક્રિયા તમામ વર્ગો દ્વારા થતાં લૉબિંગને રોકવા માટે સક્ષમ છે. સમીક્ષા પ્રક્રિયા હંમેશાં મૂળભૂત કામ છે અને અમારા રિપોર્ટની મજબૂતી તથા વિશ્વસનીયતા માટેનો મુખ્ય સ્રોત છે."
ઈસ્ટ ઍંગ્લિયા યુનિવર્સિટીના પ્રોફેસર કૉરિન લે ક્વેરેને આઈપીસીસીના રિપોર્ટની નિષ્પક્ષતા વિશે કોઈ શંકા નથી. તેમણે આઈપીસીસીને મુખ્ય ત્રણ રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરી હતી.
તેઓ કહે છે કે તમામ ટિપ્પણીઓને માત્ર વૈજ્ઞાનિક આધારે જ ગણવામાં આવી છે. ભલે તે ગમે ત્યાંથી આવી હોય.
તેમણે બીબીસીને કહ્યું, "વૈજ્ઞાનિકો પર ટિપ્પણીઓને સ્વીકારવાનું કોઈ દબાણ નથી. જો ટિપ્પણીઓ લૉબિંગ કરે છે, જો તે વિજ્ઞાન આધારિત નથી, તો તેને આઈપીસીસીમાં સામેલ કરાશે નહીં."
પ્રોફેસર લે ક્વેરે કહે છે, "હજુ રિપોર્ટની વધુ સમીક્ષા બાકી છે. અંતે વધુ નક્કર પુરાવા મળશે, કેમ કે વધુ દલીલો પ્રાપ્ત થવાથી વધુ શ્રેષ્ઠ વિકલ્પો મળશે."
વર્ષ 2015માં યુએન ક્લાઇમેટ ચેન્જ પેરિસ કૉન્ફરન્સનો ભાગ રહી ચૂકેલા કોસ્ટા રિકાના ડિપ્લૉમેટ ક્રિસ્ટિયાના ફિગ્યુરીસ એ વાત પર સંમત છે કે સરકારો આઈપીસીસીની પ્રક્રિયાનો ભાગ છે.
તેઓ કહે છે, "તમામનો અવાજ હોવો જોઈએ. આ આખી પ્રક્રિયા છે. તે એક તરફી નથી. તેમાં તમામ તરફથી દલીલો હોવી જોઈએ."
વર્ષ 2007માં યુએનના ક્લાઇમેટ વિજ્ઞાન માટે આઈપીસીસીના કામને નોબલ પ્રાઇઝ મળ્યું હતું. ક્લાઇમેટ ચેન્જની રોકથામ માટેની તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે આ પુરસ્કાર મળ્યો હતો.

ઓછું માંસ ખાવાની વાત

બ્રાઝિલ અને આર્જેન્ટિના બીફની નિકાસ કરનારા બે મોટા દેશ છે. વળી પશુખોરાક મામલે પણ આગળ પડતા છે. તેઓ ડ્રાફ્ટ રિપોર્ટમાં એ પુરાવાઓ સામે સખત વિરોધ કરે છે જેમાં ગ્રીન હાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટાડવા માંસના વપરાશના ઘડાટાની વાત છે.
ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, "પશ્ચિમ ખાણીપીણીની સરખામણીએ ઑર્ગેનિક ખોરાક ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં 50 ટકાનો ઘટાડો કરી શકે છે."
બંને દેશોએ રિપોર્ટમાં ક્લાઇમેટ ચેન્જની રોકથામમાં શાકાહારી ખોરાકની ભૂમિકાની વાત કાઢી નાખવા માટે રજૂઆત કરી છે.
તેમાં બીફને વધુ કાર્બન ધરાવતો ખોરાક કહ્યો છે, તે પણ લખાણ દૂર કરવા કહ્યું છે.
વળી આર્જેન્ટિનાએ તેમાં લાલ માંસ વિશેના લખાણ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માંસ વિનાના સોમવારના અભિયાનને રિપોર્ટમાંથી હઠાવી દેવા કહ્યું છે. તેમાં લોકોને એક દિવસ માંસથી દૂર રહેવા અપીલ કરવાના અભિયાનની વાત છે.
દક્ષિણ અમેરિકી રાષ્ટ્રએ ભલામણ કરી છે કે નીચા કાર્બનઉત્સર્જન વિકલ્પ પર માંસઆધારિત ખાણીપીણીની અસરને સામાન્ય દૃષ્ટિકોણમાં બાંધી લેવાની બાબતને અવગણવી જોઈએ.
આ જ રીતે બ્રાઝિલે કહ્યું કે શાકાહારી ખોરાક કાર્બનઉત્સર્જનના ઘટાડાની ગૅરંટી નથી આપતો. ખરેખર ચર્ચા ઉત્સર્જન ઘટાડવા પર હોવી જોઈએ. જેમાં વિવિધ ઉત્પાદન સિસ્ટમ સામેલ છે. તેમાં ખોરાકના પ્રકાર વિશે ચર્ચા ન હોવી જોઈએ.
બ્રાઝિલમાં એમેઝોનમનાં જંગલોનો નાશ થઈ રહ્યો છે અને જંગલની આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે.
વળી તેને વાંધો છે કે આ પાછળ સરકારના નિયમનને જવાબદાર ઠેરવાયું છે. બ્રાઝિલ તેને તદ્દન અયોગ્ય માને છે.

ગરીબ દેશો માટે આર્થિક ટેકો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સ્વિત્ઝર્લૅન્ડે તેમાં મોટા ભાગની ટિપ્પણીઓ રિપોર્ટમાં એ સુધારા કરાવવા કરી છે કે જેમાં કહેવાયું છે કે વિકાસશીલ દેશોને મદદની જરૂર છે. ખાસ કરીને આર્થિક ટેકાના વાત છે. ઉત્સર્જનના લક્ષ્યને પહોંચી વળવા માટે ધનિક દેશો પાસેથી તેમને આર્થિક મદદની વાત કરાઈ છે, જેની સામે સ્વિત્ઝર્લૅન્ડે દલીલ મૂકી છે.
2009 કૉપનહેગન ક્લાઇમેટ પરિષદમાં સંમતિ થઈ હતી કે વિકસિત દેશો 2020 સુધી વિકાસશીલ દેશોને ક્લાઇમેટ મામલે આર્થિક સહાય માટે દર વર્ષે 100 બિલિયન ડૉલરની સહાય કરશે. આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત થઈ શક્યું નથી.
ઑસ્ટ્રેલિયાએ પણ સ્વિત્ઝર્લૅન્ડની જેમ જ રજૂઆત કરી છે. તે કહે છે કે વિકાસશીલ દેશોની ક્લાઇમેટ મામલેના વચનોની કટિબદ્ધતા બહારથી મળતી આર્થિક સહાય પર આધારિત નથી.
વળી રિપોર્ટમાં આર્થિક મામલે જાહેર કટિબદ્ધતાની કમીની વાતને ઑસ્ટ્રેલિયાએ વ્યક્તિ કે જૂથ વિશેષ ગણાવી છે.
પર્યાવરણ માટેના સ્વિસ ફેડરલ ઑફિસરે બીબીસીને કહ્યું, "ક્લાઇમેટ મામલેની કામગીરીની મહત્ત્વકાંક્ષાઓ માટે આર્થિક ટેકો નિર્ણાયક સાધન છે. પણ તે એક માત્ર સાધન છે એવું નથી."
"સ્વિત્ઝર્લૅન્ડ માને છે કે પેરિસકરાર સંબંધિત તમામ દેશોએ જે દેશોને જરૂર છે તેટલી સહાય આપવી જોઈએ."

પરમાણુ ઊર્જાનો વિકલ્પ

ઇમેજ સ્રોત, Reuters
પૂર્વ યુરોપના દેશો મોટા ભાગે દલીલ કરી રહ્યા છે કે ડ્રાફ્ટ રિપોર્ટ યુએનના ક્લાઇમેટના લક્ષ્યમાં પરમાણુ ઊર્જા કેવી હકારાત્મક ભૂમિકા ભજવશે મુખ્યત્વે તેના પર હોવો જોઈએ.
વળી ભારત આ મામલે દલીલ કરતા કહે છે, "દરેક પ્રકરણ પરમાણુ ઊર્જા મામલે એકતરફી વલણ ધરાવે છે. તે એક સિદ્ધ તકનીક છે અને કેટલાક દેશોને છોડીને સારા દેશોના ટેકાની જરૂર છે."
ચેક રિપલ્બિક, પૉલેન્ડ અને સ્લૉવાકિયાએ રિપોર્ટમાંના એક ભાગની ટીકા કરી છે. એમાં 17 યુએન સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ લક્ષ્યોમાંથી માત્ર એક લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જ પરમાણુ ઊર્જા હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે એવું કહેવાયું છે.
તેઓ દલીલ કરે છે કે ખરેખર પરમાણુ ઊર્જા મોટાં ભાગનાં લક્ષ્યો પ્રાપ્ત કરવામાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












