You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવિડ : બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો સામે 'માનવતા પર અત્યાચારનો ગુનો નોંધાવો જોઈએ'
એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટના ડ્રાફ્ટમાં ખુલાસો થયો છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ જે રીતે દેશમાં કોરોના વાઇરસની મહામારી મામલે કામગીરી કરી તે બદલ તેમની સામે માનવતા પર અત્યાચારના ગુના નોંધાવા જોઈએ.
જાહેર કૌભાંડો અને સરકારી ભ્રષ્ટાચારને ઉઘાડી પાડતી છ મહિનાની તપાસનું પરિણામ આ રિપોર્ટ છે.
રાષ્ટ્રપતિ બોલસોનારો પર વાઇરસને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ ગયાનો આરોપ છે. બ્રાઝિલમાં કોરોનાથી 6 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.
મીડિયામાં રિપોર્ટના કેટલાક અંશો લીક થયા છે. તેમાં દર્શાવાયું છે કે પૅનલ ઇચ્છે છે કે બોલસોનારો સામે નવ ગુના દાખલ કરવામાં આવે.
પ્રાથમિક ડ્રાફ્ટ રિપોર્ટે રાષ્ટ્રપતિ પર ટ્રાઇબલ જૂથોના નરસંહાર તથા હત્યાના આરોપ લગાવવાની વાતની ભલામણને ઉઘાડી પાડી છે.
પરંતુ હવે આ 1200 પાનાંના રિપોર્ટમાંથી ભલામણો દૂર થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં માનવતા પર અત્યાચાર અને ગુનાને પ્રેરવા તથા બનાવટી દસ્તાવેજો મામલાના ગુનાનો ઉલ્લેખ છે.
'ગંભીર આરોપો છતાં સ્પષ્ટ નથી'
બીબીસીના દક્ષિણ અમેરિકાના સંવાદદાતા કેટી વૉટ્સન અનુસાર આ ગંભીર આરોપો છતાં એ સ્પષ્ટ નથી કે બોલસોનારો માટે આ બાબત કેવી રહેશે.
કેમ કે ડ્રાફ્ટ રિપોર્ટને સૅનેટ કમિશનમાં વોટ માટે રજૂ કરવામાં આવશે. અહીં તેના પર મતદાન થશે તથા તેમાં બદલાવ પણ થઈ શકે છે. આથી એવી કોઈ ખાતરી નથી કે તેમની સામે ગુના દાખલ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બોલસોનારોએ આ આખીય સંસદીય તપાસને રાજકીય પ્રેરિત મુદ્દો ગણાવી છે. તેમણે વારંવાર લૉકડાઉન, માસ્ક અને વૅક્સિન વિશે નિવેદનો આપ્યાં છે.
માર્ચમાં બોલસોનારોની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું કારણ મહામારી સમયની નબળી કામગીરી કારણભૂત હોવાનું કહેવાય છે.
વળી હવે આ રિપોર્ટ આવતા તેમના માટે આગામી વર્ષની ચૂંટણી વધુ પડકારજનક રહેશે.
બ્રાઝિલમાં કોરોનાથી થયેલાં મોતની સંખ્યા વિશ્વમાં સૌથી બીજા ક્રમે છે. તેનો ક્રમ અમેરિકા પછી આવે છે.
રિપોર્ટ પ્રકાશિત થાય એ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં તપાસકર્તા સૅનેટર રેનાન કૉલહેરોસે કહ્યું કે બ્રાઝિલના લોકોની કત્લેઆમ માટે જવાબદાર સામે પૅનલ પગલાં લેવા માગે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો