કૅનેડા ચૂંટણી: ફરીથી જસ્ટિન ટ્રુડોની સરકાર પણ બહુમત નહીં

કૅનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ સોમવારે થયેલી સંસદની ચૂંટણી જીતી લીધી છે જોકે બહુમત ફરીવાર ચૂકી ગઈ છે. વચગાળાની ચૂંટણી કરાવવાનો જસ્ટિન ટ્રુડોને ખાસ ફાયદો નથી થયો.

આ વખતની ચૂંટણીનું પરિણામ પણ અગાઉની ચૂંટણી જેવું જ રહ્યું છે. જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે. વર્ષ 2015માં ટ્રુડો પહેલી વાર ચૂંટણી જીત્યા હતા અને ત્યારથી સત્તામાં છે.

કૅનેડાની ચૂંટણીમાં છ પક્ષો વચ્ચે હરીફાઈ હતી પંરતુ મુખ્ય ટક્કર જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી અને એરિન ઓટૂલની કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે હતી જેમાં જસ્ટિન ટ્રુડોની પાર્ટીની જીત તરફ છે તો એરિન ઓટૂલે વિપક્ષમાં રહેશે.

કોને કેટલી બેઠકો?

ચૂંટણી સરવેમાં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી અને હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે આકરી હરીફાઈ દર્શવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણી સરવેમાં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી અને હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે આકરી હરીફાઈ દર્શવવામાં આવી હતી. જોકે બેઉનું પલડું 2019 જેવું જ રહ્યું.

લિબરલ પાર્ટીએ 157 બેઠકો જીતી છે અથવા તો જીતવાની સ્થિતિમાં છે. 2019માં પણ એમની પાર્ટીને આટલી જ બેઠકો મળી હતી. કૅનેડાની સંસદમાં બહુમતનો આંકડો 170 બેઠકોનો છે.

મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી 121 પર જીતી ચૂકી છે અથવા તો જીત તરફ છે. તેની હાલત પણ 2019ની જેવી જ છે. દાયકામાં પહેલી વાર ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી (એનડીપી)એ સંસદમાં સૌથી વધારે બેઠકો મેળવી છે.

એનડીપીના નેતા જગમીતસિંહે કહ્યું કે, અમે તમારા માટેની લડત કદી નહીં છોડીએ. એમણે ફરીથી અફોર્ડિબિલીટી અને ધનિકો પર કરનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે.

જોકે, વચગાળાની ચૂંટણીનો ફાયદો ડાબેરી ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીને થયો છે. તે 29 બેઠકો પર આગળ છે. ગત ચૂંટણીની સરખામણીએ તેને પાંચ બેઠકો વધારે મળી રહી છે.

બ્લૉક ક્યૂબેકોઇસ પાર્ટીની બેઠકો ઘટીને 28 થઈ ગઈ છે તો ગ્રીન પાર્ટીને ફક્ત બે બેઠકો મળી રહી છે.

જસ્ટિન ટ્રુડોની સરકારને કોઈ ખતરો ન હતો છતાં તેમણે ફેરચૂંટણીનો નિર્ણય લીધો હતો જેનો કોઈ ખાસ ફાયદો નથી થયો.

line

વહેલી ચૂંટણી અને મુદ્દાઓ

કૅનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટૂલ પરિવાર સાથે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટૂલ પરિવાર સાથે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોરોના મહામારીને લઈને સમય પહેલાં ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

જસ્ટિન ટ્રુડોનો તર્ક એ હતો કે મહામારી પછીનો આગળની દિશા નક્કી કરવા માટે લોકોનો મત સમજવો જરૂરી છે. જોકે, વિપક્ષનો આરોપ હતો કે જસ્ટિન ટ્રુડો આ ચૂંટણી સંસદમાં બહુમતી મેળવાના ઇરાદે કરાવી છે.

કોરોના મહામારીમાં કરવામાં આવેલું કામ, મોંઘવારી અને આંતરરાષ્ટ્રીય મંચ પર કૅનેડાનું સ્થાન ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ હતા.

આ સામાન્ય ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પ્રચાર પાંચ અઠવાડિયા અગાઉ શરૂ કરી દીધો હતો જેમાં નેતાઓએ મતદારોને ભાવિ યોજનાઓ અને નીતિઓ વિશે માહિતી આપી મત આપવા અપીલ કરી હતી.

નવા કન્ઝર્વેટિવ નેતા એરિન ઓટૂલે ચૂંટણી અભિયાનમાં જોરદાર મુકાબલો કર્યો. એમણે જ્યારે પ્રચાર શરૂ કર્યો ત્યારે તેઓ લોકોમાં પરિચિત ન હતા પણ એ પછી એમણે લોકો સુધી પહોંચીને સારી સ્થિતિ બનાવી.

જોકે, મતદાન અગાઉના અમુક મુદ્દાઓ લિબરલ પાર્ટીની તરફેણમાં નહોતા રહ્યાં. એક તો, જ્યારે દેશ કોરોના મહામારીની અસરથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે ચૂંટણીને લઈને સવાલ કરવામાં આવ્યો અને બીજું, જૂનાં રાજકીય ગોટાળાઓને કારણે પણ ટ્રુડોનું પ્રચાર અભિયાન મુશ્કેલ રહ્યું.

કૅનેડામાં છેલ્લે 2019માં સામાન્ય ચૂંટણી થઈ હતી. એ વખતે પણ લિબરલ પાર્ટીને બહુમત નહોતો મળ્યો અને 49 વર્ષીય જસ્ટિન ટ્રુડોને વિવિધ નીતિઓ ઘડવા અને કાયદાઓ પસાર કરવા વિપક્ષ પર નિર્ભર રહેવું પડ્યું હતું. આ વખતે પણ તે જ સ્થિતિ સર્જાઈ છે.

કૅનેડામાં ભારતીય સમુદાયના લોકોની વસતિ ઘણી મોટી છે અને એમાં પણ શીખ સમુદાય સૌથી વધારે છે. આ ચૂંટણીમાં કૅનેડાની ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીને ફાયદો થયો છે. તસવીરમાં એનડીપી નેતા જગમીતસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં ભારતીય સમુદાયના લોકોની વસતિ ઘણી મોટી છે અને એમાં પણ શીખ સમુદાય સૌથી વધારે છે. આ ચૂંટણીમાં કૅનેડાની ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીને ફાયદો થયો છે. તસવીરમાં એનડીપી નેતા જગમીતસિંહ

કૅનેડામાં છેલ્લે 2019માં સામાન્ય ચૂંટણી થઈ હતી. એ પછી 49 વર્ષીય જસ્ટિન ટ્રુડોએ પાતળી બહુમતી સાથ સરકાર રચી. પૂર્ણ બહુમત ન હોવાને કારણે તેમને વિવિધ નીતિઓ ઘડવા અને કાયદાઓ પસાર કરવા વિપક્ષ પર નિર્ભર રહેવું પડ્યું.

જોકે, એવું માનવામાં આવે છે છે જલદી ચૂંટણી કરવાના નિર્ણયને લઈને લોકો ખુશ નથી અને તેની અસર લિબરલ પાર્ટીના સમર્થન પર પડી શકે છે. લિબરલ પાર્ટીનું સમર્થન ઘટ્યું છે અને તેને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીનું સમર્થન વધ્યું છે.

નવા કન્ઝર્વેટિવ નેતા એરિન ઓટૂલે ચૂંટણી અભિયાનમાં જોરદાર મુકાબલો કર્યો છે. એમણે જ્યારે પ્રચાર શરૂ કર્યો ત્યારે તેઓ લોકોમાં પરિચિત ન હતા પણ એ પછી એમણે લોકો સુધી પહોંચીને સારી સ્થિતિ બનાવી છે.

જોકે, મતદાન અગાઉના અમુક મુદ્દાઓ લિબરલ પાર્ટીની તરફેણમાં નથી રહ્યાં.

એક તો, જ્યારે દેશ કોરોના મહામારીની અસરથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે ચૂંટણી સામે સવાલ છે અને બીજું, જૂનાં રાજકીય ગોટાળાઓને કારણે પણ ટ્રુડોના પ્રચાર અભિયાન મુશ્કેલ રહ્યું છે.

આ વખતે પણ એક પણ પાર્ટીને બહુમત ન મળે અને ફરીથી પાતળી બહુમતીની સરકાર બને એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

line

કૅનેડામાં કોરોનામાં શું થયું?

કૅનેડામાં મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં મતદાન

કોરોના મહામારીમાં કૅનેડામાં 27 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યાં. અનેક વિસ્તારોમાં ફરીથી સંક્રમણ વધી રહ્યું છે અને હૉસ્પિટલોમાં આઈસીયુ પથારીઓ લગભગ ભરાઈ ગઈ છે.

અલ્બર્ટામાં સ્વાસ્થ્ય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે અને બીજી લહેરમાં હતા તે નિયમો ફરી લાગુ કરવામાં આવ્યા છે. ચૂંટણીપ્રચારમાં આ પણ એક મુદ્દો હતો.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો