ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની ભરતીને મુદ્દે વિવાદ કેમ થઈ રહ્યો છે?

ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની નિયુક્તિને લઈને વિવાદ થયો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની નિયુક્તિને લઈને વિવાદ થયો છે
    • લેેખક, વિષ્ણુ પોખરેલ
    • પદ, બીબીસી ન્યૂઝ નેપાળી

ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની ભરતીનો મુદ્દો આજકાલ નેપાળમાં ચર્ચામાં છે.

આવું કાઠમંડુસ્થિત ભારતીય દૂતાવાસના વેલફેર બ્રાન્ચની એક માહિતી સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી થયું છે.

બાદમાં આ માહિતી ઑનલાઇન મીડિયામાં પણ ઘણી જગ્યાએ આવી ગઈ. નેપાળના નેતાઓ અને જાણકારોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

જોકે ભારતીય સેનાએ બાદમાં સુધારો કરીને કહ્યું કે આ નોકરીઓ નેપાળી મહિલાઓ માટે નથી.

શું હતી જાહેરાત?

ભારતીય સેના તરફથી થયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું કે નેપાળી મહિલાઓની ભરતી થશે.

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, ભારતીય સેના તરફથી થયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું કે નેપાળી મહિલાઓની ભરતી થશે.

ભારતીય સેનાએ 28 મેના રોજ 100 મહિલા સૈનિકોની ભરતીની જાહેરાત કરી.

આ માહિતી ભારતીય સેનાના જૉઇન્ટ ઇન્ડિયન આર્મી વેબસાઇટ પર ચાર જૂને મૂકવામાં આવી.

તેમાં શૈક્ષણિક પાત્રતાની કૉલમમાં લખ્યું કે બધા ગોરખા (નેપાળી અને ભારતીય) માટે 10મું પાસ હોવું જરૂરી છે.

ભરતીસંબંધી નોટિસનું વિવરણ જોતાં ખ્યાલ આવે કે 10મું પાસ નેપાળી મહિલાની નિયુક્તિ પણ ભારતીય સેનામાં થઈ શકે છે.

આ જાહેરાત નેપાળમાં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેને નેપાળી ભાષામાં અનુવાદ કરીને સોશિયલ મીડિયામાં શૅર કરી દેવાઈ.

આ શૅર કરનારાઓમાં ભૂપુ પરિવાર નામનું ફેસબુક પેજ પણ સામેલ છે. આ ફેસબુક પેજના સભ્ય પૂર્વ ભારતીય ગોરખા છે.

આ નોટિસમાં એ નથી કહેવાયું કે નેપાળી મહિલાઓને આ અરજી માટે મંજૂરી અપાઈ છે, પણ શૈક્ષણિક વિવરણમાં 10મું પાસ નેપાળી ગોરખા મહિલાઓનો પણ ઉલ્લેખ છે.

જોકે આ જાણકારી હવે ભૂપુ પરિવારના પેજ પર નથી. તેને ત્યાંથી દૂર કરાઈ છે. શનિવારે બપોરે ગૂગલ સર્ચથી ખબર પડી કે ગૂગલમાં આ જાણકારી મોજૂદ હતી.

આ જાણકારી સોશિયલ મીડિયામાં ત્યારે વાઇરલ થવા લાગી જ્યારે લોકોએ સોશિયલ મીડિયામાં લખવાનું શરૂ કર્યું કે નેપાળની જાણકારી વિના ભારતીય સેના નેપાળી મહિલાઓની નિયુક્તિ કરી રહી છે.

જોકે કેટલાક લોકોએ તેને નેપાળી મહિલાઓ માટે એક મોકા તરીકે પણ રજૂ કરી.

line

ટ્રેનિંગ સેન્ટરોએ કર્યો પ્રચાર

બીબીસી ન્યૂઝ નેપાળીએ પણ જાણ્યું કે ઘણાં ટ્રેનિંગ સેન્ટરોએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેનો પ્રચાર કર્યો છે.

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ નેપાળીએ પણ જાણ્યું કે ઘણાં ટ્રેનિંગ સેન્ટરોએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેનો પ્રચાર કર્યો છે.

ઑનલાઇન મીડિયા અને સોશિયલ મીડિયા પર જાણકારી ફેલાતાં ગોરખા રેજિમૅન્ટમાં બહાલી માટે યુવાઓને તૈયાર કરનારાં પ્રશિક્ષણ કેન્દ્રોએ પણ તેનો પ્રચાર કર્યો, જેથી તેમને ત્યાં ટ્રેનિંગ લેવા આવનારા લોકોની સંખ્યા વધે.

ટ્રેનિંગ સેન્ટર ચલાવનારા લોકોનું કહેવું છે કે વિશ્વસનીય ફેસબુક પેજ અને ઑનલાઇન ન્યૂઝ માધ્યમોમાં સમાચાર જોયા બાદ એ લોકોએ તેનો પ્રચાર કર્યો.

પશ્ચિમ નેપાળના બુટવાલસ્થિત ક્રશ ફાયર ગોરખા ટ્રેનિંગ સેન્ટરના નિદેશક પવન શાહ ઠાકુરીએ કહ્યું કે તેમણે આ જાહેરાતની તપાસ ભારતીય સેનાની વેબસાઇટ પર જઈને કરી હતી અને ત્યાં પણ જોયું હતું કે નેપાળનાં મહિલાઓ પણ તેમાં ભરતી થઈ શકે છે.

બીબીસી ન્યૂઝ નેપાળીએ પણ જાણ્યું કે ઘણાં ટ્રેનિંગ સેન્ટરોએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેનો પ્રચાર કર્યો છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતી ખેડૂતની પ્રયોગશીલતા : કમાણી બમણી કરવા શરૂ કરી લાલ ભીંડાની ખેતી
line

સોશિયલ મીડિયામાં વિરો

ભારતના પ્રજાસત્તાકદિવસ પર 144 પુરુષ સૈન્યદળની ટુકડીનું નેતૃત્વ કરનારાં મહિલા સૈન્ય અધિકારી ભાવના કસ્તૂરી
ઇમેજ કૅપ્શન, ભારતના પ્રજાસત્તાકદિવસ પર 144 પુરુષ સૈન્યદળની ટુકડીનું નેતૃત્વ કરનારાં મહિલા સૈન્ય અધિકારી ભાવના કસ્તૂરી

આ સમાચારનો નેપાળમાં ભારે વિરોધ પણ થયો અને લોકોએ કહ્યું કે ભારતનું આ પગલું અયોગ્ય છે. નેપાળ સરકારે પણ વિરોધ દર્શાવતાં કહ્યું કે તેમને તેની કોઈ જાણકારી નથી.

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુએમએલ)ના નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન, ગૃહમંત્રી અને રક્ષામંત્રી રહી ચૂકેલા ભીમ રાવલે પણ ટ્વીટ કર્યું કે ભારતનું આ પગલું કરારનું ઉલ્લંઘન છે.

નેપાળના રાજનેતાઓએ કર્યો વિરોધ
ઇમેજ કૅપ્શન, નેપાળના રાજનેતાઓએ કર્યો વિરોધ

તેમણે ગત મંગળવારે ટ્વીટ કર્યું, "સાર્વભૌમત્વવાળા દેશ પોતાની સેનામાં વિદેશી નાગરિકોની નિયુક્તિ નથી કરતા. આ નેપાળી મહિલાઓને ગુલામ બનાવવાની ચાલ છે. તમે આ ટ્રિકને કેમ નથી સમજતા?"

વિદેશી સેનામાં યુવક-યુવતીઓની ભરતી બાબતે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
ઇમેજ કૅપ્શન, નેપાળના નેતાઓએ વિદેશી સેનામાં યુવક-યુવતીઓની ભરતી બાબતે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુએમએલ)ના અન્ય નેતા વિજય પૌડેલે ટ્વીટ કર્યું કે વિદેશી સેનામાં પુરુષ અને મહિલાઓની નિયુક્તિ બંધ થવી જોઈએ.

જોકે કેટલાક લોકો દલીલ કરે છે કે નેપાળમાં નોકરીઓ નથી, આથી એમાં કંઈ ખોટું નથી.

line

ભારતીય સેનાએ ભૂલ સુધારી

નેપાળમાં જ્યારે આ મામલે ચર્ચા વધી ગઈ ત્યારે ભારતીય સેનાએ 28 મેએ જાહેર કરેલી ભરતીની જાહેરાતમાં સુધારો કર્યો છે
ઇમેજ કૅપ્શન, નેપાળમાં જ્યારે આ મામલે ચર્ચા વધી ગઈ ત્યારે ભારતીય સેનાએ 28 મેએ જાહેર કરેલી ભરતીની જાહેરાતમાં સુધારો કર્યો છે

નેપાળમાં જ્યારે આ મામલે ચર્ચા વધી ગઈ ત્યારે ભારતીય સેનાએ 28 મેએ જાહેર કરેલી ભરતીની જાહેરાતમાં સુધારો કર્યો છે.

15 જૂને કરેલા સુધારામાં સ્પષ્ટ કર્યું કે માત્ર ભારતીય ગોરખાઓ (પહેલાં બધા ગોરખા- ભારતીય અને નેપાળીઓ પણ સામેલ હતા)ને સામેલ કરાશે.

ભારતીય સેનાના સેવાનિવૃત્ત કર્નલ અને ફેડરેશન ઑફ એક્સ સર્વિસમૅન ઍન્ડ પોલીસ વેલફેર નેપાળના ધન બહાદુર થાપાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ભરતીની જાહેરાતમાં ભૂલ થઈ હતી, તેમણે ભારતીય સેનામાં નેપાળી મહિલાઓની નિયુક્તિ પર લોકોનાં વિવિધ નિવેદનો પર પણ દુ:ખ વ્યક્ત કર્યું.

ફેડરેશને લોકોને અપીલ કરી કે એવાં નિવેદન આપવાનું ટાળવું જોઈએ, જેનાથી ભારત અને નેપાળ વચ્ચે તણાવ પેદા થાય.

line

ભારતીય અધિકારીઓનો જવાબ

નેપાળી મહિલાઓ ભારતીય સેનામાં સામેલ થઈ શકે?

ઇમેજ સ્રોત, INDIAN ARMY

ઇમેજ કૅપ્શન, નેપાળી મહિલાઓ ભારતીય સેનામાં સામેલ થઈ શકે?

તો શું નેપાળી મહિલાઓ ભારતીય સેનામાં સામેલ થઈ શકે છે, આ અંગે બીબીસી ન્યૂઝ નેપાળીએ મંગળવારે ભારતીય રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ. એસ. ભારત ભૂષણ બાબુનો સંપર્ક કર્યો. તેમણે ઈમેલમાં સવાલ મોકલવાનું કહ્યું હતું, પણ હજુ સુધી તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

બીબીસીએ જ્યારે શુક્રવારે ફોન કર્યો તો તેમણે કહ્યું, "સેનાના મુદ્દા પર બોલી ન શકે, સેનાએ આ મામલો સ્પષ્ટ કરી દીધો છે."

બીબીસી ન્યૂઝ નેપાળીએ ભારતીય વિદેશ મંત્રાલય, ભારતીય સેના અને નેપાળસ્થિત ભારતીય દૂતાવાસના પ્રવક્તાઓને પણ મેલ મોકલ્યા છે, પણ ક્યાંયથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

line

વિદેશી સેનાઓમાં નેપાળી મહિલાઓ

અત્યાર સુધી નેપાળનાં મહિલાઓ કોઈ પણ વિદેશી સેનામાં સામેલ નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી નેપાળનાં મહિલાઓ કોઈ પણ વિદેશી સેનામાં સામેલ નથી

અત્યાર સુધી નેપાળનાં મહિલાઓ કોઈ પણ વિદેશી સેનામાં સામેલ નથી. પણ નેપાળી બોલતાં મહિલાઓ, જેઓ ભારતીય અને બ્રિટિશ નાગરિક છે, તેઓ એ દેશોની સેનામાં કામ કરી રહ્યાં છે.

બ્રિટને 2020થી ગોરખા ભરતીમાં નેપાળી મહિલાઓને સામેલ કરવાનો પોતાનો નિર્ણય સાર્વજનિક કરી દીધો હતો.

બ્રિટિશ સરકારના આ નિર્ણયનો નેપાળમાં ઘણો વિરોધ થયો હતો. સંસદીય કમિટીએ નેપાળના વિદેશ મંત્રાલયને તેને લાગુ નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગત વર્ષે નેપાળના વિદેશ મંત્રાલયે બ્રિટનને એક પત્ર લખીને 1947માં ગોરખા નિયુક્તિને લઈને નેપાળ, ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ત્રિપક્ષીય કાયદાની સમીક્ષા કરવાની વાત કરી હતી.

નેપાળને પત્રનો જવાબ મળ્યો કે નહીં, તેને લઈને નેપાળના વિદેશ મંત્રાલયે કોઈ જાણકારી જાહેર કરી નથી.

line

શું ભારત અને બ્રિટન, નેપાળી મહિલાઓની નિયુક્તિ કરી શકે છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગોરખાઓની નિયુક્તિને લઈને ત્રિપક્ષીય કરારની સમીક્ષા કર્યા વિના ન તો ભારત અને ન તો બ્રિટન નેપાળનાં મહિલાઓની નિયુક્તિ કરી શકે છે- આ મુદ્દે છેલ્લાં કેટલાંક વર્ષોથી નેપાળમાં ચર્ચા થતી રહી છે.

કેટલાક લોકોની દલીલ છે કે તેના માટે કરારની શરૂઆતની જોગવાઈઓમાં ફેરફાર કરવો પડશે.

સુગૌલી ટ્રીટી ઍન્ડ સિટીઝનશિપ ઇન નેપાળ, કન્ટિન્યૂટી ઑફ સિટીઝનશિપ ઑફ બ્રિટિશ ગોરખા ડિસેંડેન્ટ્સના લેખક અને વકીલ ચંદ્રકાંત ગ્યાવલીએ જણાવ્યું, "આ કાયદાઓમાં નેપાળી નાગરિકોનો ઉલ્લેખ છે. સુગૌલી કરારથી લઈને ત્રિપક્ષીય કરાર સુધી નેપાળી નાગરિકોનો ઉલ્લેખ છે, પુરુષ અને મહિલાઓમાં ભેદ રાખ્યો નથી, પણ એ સમયે સેનામાં મહિલાઓની નિયુક્તિ પણ નહોતી થતી."

ચંદ્રકાંત ગ્યાવલી અનુસાર, ગોરખા નિયુક્તિને લઈને ગંભીર વિચારવિમર્શની જરૂર છે અને આ કરાર મહિલાઓને ભારત અને બ્રિટનની સેનાઓમાં સામેલ થવાથી રોકી ન શકે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો