Nasal Vaccine : નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો એ નાક દ્વારા અપાતી કોરોના રસી શું છે અને ક્યારે મળશે?

નાક વાટે લેવાતી કોરાના રસી બનાવવાના ભારતમાં પ્રયાસ થઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાક વાટે લેવાતી કોરાના રસી બનાવવાના ભારતમાં પ્રયાસ થઈ રહ્યા છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે પ્રજાજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમની સરકારની સક્રિયતાને કારણે કોરોનાવાઇરસ સામેના વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે.

મોદીએ દાવો કર્યો હતો કે દેશમાં સાત જેટલી અલગ-અલગ કંપનીઓ રસી બનાવવાની કામગીરીમાં લાગેલી છે. દેશની બે કંપનીઓને કોરોનાની રસી બનાવવામાં સફળતા મળી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં હાલમાં કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક Vના ડોઝ અપાઈ રહ્યા છે. આ સિવાય બાયૉલૉજિકલ ઈની કોરોના વૅક્સિન માટે 30 કરોડ ડોઝના ઑર્ડર આપ્યા છે, જેને હજી મંજૂરી મળી નથી.

આ સિવાય દેશમાં નાક વાટે આપી શકાય તેવી રસી માટે ભારત બાયોટૅક દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.

line

નાકથી અપાતી કોરોના વૅક્સિન

નાક વાટે અપતાી કોરોના રસી

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ સામે સૌપ્રથમ સ્વદેશી વૅક્સિન વિકસાવનારી હૈદરાબાદસ્થિત કંપની ભારત બાયોટૅક દ્વારા 'કોવૅક્સિન' (BBV152) વિકસાવવામાં આવી છે.

આ કંપની દ્વારા જ નાક વાટે આપવમાં આવતી વૅક્સિન (BBV154)નું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે આ વૅક્સિનની મદદથી કોરોનાની સામે રક્ષણ અપાશે, ઉપરાંત તેનો ફેલાવો અટકશે. નાકના ઊંડાણની રોગપ્રતિકારક ક્ષમતાવ્યવસ્થાને કારણે નાકના મારફત આ વૅક્સિન સારી રહેશે, એવું કંપનીનું માનવું છે.

line

નાક વાટે અપાતી કોરાના રસી સરળ અને ઝળપી હશે?

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન : શું બાળકોને કોરોનાની રસી અપાવવી જરૂરી છે?
  • આ વૅક્સિન નાકથી આપી શકાતી હોવાથી તેના માટે દરદીને ઇંજેક્શન મારવાની જરૂર નહીં પડે.
  • આ સિવાય ઇન્જેક્શનની જેમ કોઈ તાલીમબદ્ધ આરોગ્યકર્મચારીઓની જરૂર નહીં રહે. આ સિવાય સિરિંજ અને ઇન્જેક્શન તથા અન્ય આનુષંગિક ચીજોની જરૂર નહીં રહે, તે આપવામાં સરળ અને ઝડપી હશે.
  • તે નાક વાટે અપાતી હોવાથી બાળકોને આપવામાં સરળતા રહેશે.
  • કંપનીનો દાવો છે કે ઉત્પાદન વધારીને વૈશ્વિક માગને પહોંચી વળી શકાશે.
  • ચિમ્પાન્ઝીના ઍડનોવાઇરસને (ChAd) મૉડિફાઈ કરીને તેને કોરોના વાઇરસ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય.
  • ચેપ લાગતાં ઉપરના શ્વસનઅવયવો (નાક, ગળું, સ્વરયંત્ર) તથા નીચેના શ્વસનઅવયવો (શ્વાસનળી, શ્વાસનળીની શાખાઓ અને ફેફસાં)ની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય છે અને ચેપને ફેલાતો અટકાવે છે.
  • નાકથી અપાતી વૅક્સિનથી રોગના વાહકો અટકશે, આથી ફેલાવો પણ અટકશે.

વિદેશમાં થયેલા પરીક્ષણ દરમિયાન ઉંદર હૅમ્સ્ટર (ઉંદર જેવું જ એક પ્રાણી) તથા વાનરોમાં નાક મારફત અપાયેલી વૅક્સિનથી રોગપ્રતિકારક શક્તિ ઉદ્દભવતી હોવાનું બહાર આવ્યું છે, આથી તે માનવોમાં પણ અસરકારક નિવડશે તેવી આશા સેવાઈ રહી છે.

line

ક્યારે મળી શકે છે આ વૅક્સિન?

નાક વાટે અપાતી કોરોના રસીને જો મંજૂરી મળી જાય તો બાળકોના રસીકરણમાં સરળતા રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાક વાટે અપાતી કોરોના રસીને જો મંજૂરી મળી જાય તો બાળકોના રસીકરણમાં સરળતા રહેશે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનાના મધ્યભાગમાં આ નાક મારફત અપાતી વૅક્સિનને મંજૂરી આપવામાં આવી હતી. નાક મારફત કોરોનાની વૅક્સિન આપવાનો આ પ્રથમ પ્રયાસ છે.

દેશનાં ચાર શહેર ચેન્નાઈ (તામિલનાડુ), નાગપુર (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગણા) અને પટણા (બિહાર) એમ ચાર શહેરની ચાર હૉસ્પિટલમાં 175 તંદુરસ્ત લોકો પર તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમના પર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, તેમાં 18થી 60 વર્ષની ઉંમરનાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ વૅક્સિનના સિંગલ ડોઝ અને 28 દિવસના અંતરે બીજા ડોઝનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ જ અરસામાં અન્ય જાતકોને પ્લસિબો આપવામાં આવશે, જે રંગ અને માપમાં વૅક્સિન જેવું જ હશે.

વૅક્સિનના પરીક્ષણની પ્રક્રિયા સાથે સંકળાયેલી વ્યક્તિએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું:

"પ્રથમ તબક્કાના પરીક્ષણ દરમિયાન વૅક્સિને કેવાં પરિણામો આપ્યાં છે, તે અંગે જૂન મહિનાના અંતભાગમાં કદાચ કોઈ માહિતી જાહેર કરાશે. હાલમાં આંતરિક સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ પછી બીજા તબક્કાના પરીક્ષણ હાથ ધરવામાં આવશે."

line

ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળશે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસના ડબલ મ્યુટન્ટ સામે રસી કારગત સાબિત થશે ખરી?

તે વ્યક્તિએ ઉમેર્યું કે "પ્રથમ તબક્કાના ડેટાની સમીક્ષા પછી તેને સબ્જેક્ટ ઍક્સપર્ટ કમિટી સમક્ષ રજૂ કરાશે, યોગ્ય લાગશે તો બીજા તબક્કાના પરીક્ષણોને માટે મંજૂરી આપશે."

"અનિવાર્ય સંજોગોમાં ત્રીજા તબક્કાના પરિણામના વપરાશ પહેલાં તેના વપરાશની મંજૂરી આપવામાં આવતી હોય છે. આ પહેલાં કોવિડ-19ની નસ મારફતે આપી શકાય તેવી વૅક્સિનના 'ઇમર્જન્સી ઉપયોગ'ની મંજૂરી આપવામાં આવી હતી.”

“જોકે નાક મારફત આપવાની વૅક્સિન માટે આ પ્રકારની મંજૂરી મળશે કે કેમ, તે નક્કરપણે કહી ન શકાય. કારણ કે દેશમાં કોવૅક્સિન, ઉપરાંત કોવિશિલ્ડ, સ્પુતનિક V, મોડર્ના કે ફાઇઝરની રસીઓ પણ ઉપલબ્ધ બની જશે."

નસ કે માંસપેશીમાં આપવામાં આવતાં ઇન્જેક્સન દ્વારા વૅક્સિનનો જેટલો ડોઝ શરીરમાં દાખલ કરાવી શકાય, તેની સરખામણીમાં નાક મારફત જે વૅક્સિન આપવામાં આવશે, તેનો જથ્થો ઓછો હશે.

અગાઉ અન્ય બીમારીઓ માટે નાક મારફત વૅક્સિન આપવામાં સફળ નથી રહી ત્યારે કોરોના જેવી મહામારી માટે તે ક્લિનિકલ ટ્રાયલનો તબક્કો પસાર કરશે કે કેમ તેના પર નિષ્ણાતોની નજર રહશે.

line

આ કંપનીની કોરોના રસી કોવૅક્સિન

કોવૅક્સિન રસી બનાવનાર કંપની ભારત બાયોટૅક દ્વારા જ કોરોનાની નાક વાટે અપાતી રસીનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, કોવૅક્સિન રસી બનાવનાર કંપની ભારત બાયોટૅક દ્વારા જ કોરોનાની નાક વાટે અપાતી રસીનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.

હાલમાં ભારત બાયોટૅકની કોવૅક્સિન દેશના નાગરિકોને આપવામાં આવી રહી છે. એ ઇનઍક્ટિવેટેડ વૅક્સિન છે, મતલબ કે તે મૃત કોરોનાવાઇરસની બનેલી છે, અને તે શરીરમાં પ્રવેશ કરાવવા માટે સલામત મનાય છે.

ભારત બાયૉટેક 24 વર્ષથી વૅક્સિન બનાવે છે તથા તે 123 દેશોમાં 16 અલગ-અલગ પ્રકારની રસીઓની નિકાસ કરે છે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી દ્વારા આપવામાં આવેલા કોરોનાવાઇરસના નમૂનાનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં ઉપલબ્ધ વૅક્સિનોમાંથી તે એકમાત્ર સ્વદેશી છે.

જ્યારે રસીનો ડોઝ આપવામા આવે છે, ત્યારે શરીરની રોપ્રતિકારકતા સાથે સંકળાયેલા કોષો તેને ઓળખી કાઢે છે અને મહામારી ફેલાવતા વાઇરસની સામે ઍન્ટિબોડી તૈયાર કરવા લાગે છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કોરોના રસીકરણ : યુવાનોએ રસી લીધા બાદ શું કહ્યું?

કોવૅક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવે છે તથા આ રસીને બેથી આઠ ડિગ્રીની વચ્ચે સંગ્રહિત કરી શકાય છે, જે વર્તમાન આરોગ્યમાળખામાં વિતરણ માટે સાનુકૂળ છે.

ત્રણ તબક્કાના પ્રાથમિક ડેટા મુજબ તેની અસરકારકતા 81 ટકા જેટલી છે. જાન્યુઆરી મહિનામાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હતું, ત્યારે જ તેના તાત્કાલિક વપરાશને મંજૂરી આપી દેવામાં આવી હતી.

આથી કેટલાક નિષ્ણાતોએ સંશય અને સવાલ ઉઠાવ્યા હતા. ભારત બાયૉટેકનું કહેવું છે કે તેની પાસે બે કરોડ ડોઝનો સ્ટોક છે તથા બે શહેરમાં આવેલાં ચાર ઉત્પાદન એકમોમાંથી વર્ષાંત સુધીમાં 70 કરોડ ડોઝ તૈયાર કરી શકે છે.

line

‘40 દેશોએ વૅક્સિનમાં રસ દાખવ્યો’

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન બાળકોને આપવી કેટલી સુરક્ષિત?

કંપનીનો દાવો છે કે વિશ્વના 40 દેશોએ આ વૅક્સિનમાં રસ દાખવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ રસીને માન્યતા આપવામાં નથી આવતી તથા આ કે સ્પુતનિક V વૅક્સિનને અમેરિકા માન્યતા નથી આપતું તથા વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત વૅક્સિન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

તેણે રસી બનાવતી સરકારી કંપનીઓને ફૉર્મ્યુલા આપવાની તૈયારી દાખવી છે અને આ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

કંપની વિશ્વના 123 દેશમાં 16 વૅક્સિન પ્રકારની વૅક્સિન બનાવે છે. તે H1N1,રોટ્ટાવાઇરસ, હડકવા, ચિકનગુનિયા તથા ઝીકા વાઇરસની વૅક્સિન બનાવે છે.

2019માં કંપનીએ ગુજરાતના અંકલેશ્વર ખાતે સિરોન બેહરિંગ વૅક્સિન્સ ખરીદી હતી, જે અગાઉ ગ્લૅક્સો સ્મિકલાઇન હસ્તક હતી. આ અધિગ્રહણને કારણે ભારત બાયોટૅક વિશ્વમાં હડકવાની રસી બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. એવી ચર્ચા છે કે અંકલેશ્વરસ્થિત પ્લાન્ટમાં કોરોનાની વૅક્સિન પણ ઉત્પાદિત કરવામાં આવશે, જેની નિકાસ થશે.

line

કોવૅક્સિન વિવાદ

વીડિયો કૅપ્શન, મૉડર્ના કોરોના વૅક્સિન: મોટી સફળતા, રસી 95 ટકા લોકો પર અસરકારક

જાન્યુઆરી મહિનામાં એક નિયામકે કહ્યું હતું કે "જાહેરહિતમાં ખૂબ જ સાવધાની સાથે ઇમર્જન્સીની સ્થિતિમાં નિયંત્રિત વપરાશ માટે, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, ખાસ કરીને અલગ-અલગ સ્ટ્રેનને જોતા આ મંજૂરી આપવામાં આવી છે."

હજુ વૅક્સિનનું પરીક્ષણ થઈ રહ્યું હોય તેમ છતાં લાખો સંવેદનશીલ લોકોની ઉપર વપરાશને માટે તેને કેવી રીતે મંજૂરી આપી દેવામાં આવી, તે અંગે નિષ્ણાતોને આશ્ચર્ય થયું હતું.

ધ ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કના કહેવા રમાણે, "જેનું બરાબર પરીક્ષણ નથી થયું" "તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક સમજાય એવો નથી" અને "અપૂરતો ડેટા અનેક સવાલ ઊભા કરે છે."

ઉત્પાદન તથા દવા નિયામકોએ આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે "તે સલામત છે અને સારી એવી રોગપ્રતિકારક ક્ષમતા પૂરી પાડે છે."

ભારત બાયૉટેકે કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલને લગતાં કાયદામાં જોગવાઈ છે કે દેશમાં જ્યારે જીવલેણ બીમારીઓ ઝળૂંબી રહી હોય ત્યારે આવી રીતે ઉપયોગને મંજૂરી આપી શકાય છે. તેણે અસરકારકતાનો ડેટા ફેબ્રુઆરી મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો અને તેને પાળ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો