You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો બાઇડન અને પુતિન વચ્ચે મુલાકાત, શું સમજૂતી થઈ?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે જિનેવામાં બેઠક થઈ. આ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે બેઉ દેશો વચ્ચેના સંબંધ સૌથી ખરાબ તબક્કામાં છે.
બેઉ વચ્ચે આ બેઠક વિલા લા ગ્રેંજમાં થઈ. બેઠક બાદ પ્રથમ પત્રકારપરિષદ સંબોધતાં પુતિને કહ્યું કે, વાતચીત 'ઘણી રચનાત્મક' રહી અને નથી લાગતું કે ત્યાં કોઈ 'દુશ્મનાવટ' હતી
પુતિન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે બેઉ દેશો વચ્ચેની વાતચીત સકારાત્મક રહી.
એમણે કહ્યું, "મે રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે મારો એજન્ડા રશિયા કે અન્ય કોઈની વિરુદ્ધ નથી પરંતુ અમેરિકા અને અમેરિકાના લોકોનાં હકમાં છે."
એમણે સાયબર સુરક્ષા મુદ્દે વાત કરી અને કહ્યું કે અમેરિકાએ 16 સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓળખી કાઢ્યાં છે.
એમણે કહ્યું કે, "રશિયા આ બાબતે સૈદ્ધાંતિક રીતે સહમત છે પરંતુ સહમત હોવું એક વાત છે અને તે બાબતે પગલાં લઈ એનું સમર્થન કરવું જોઈએ."
બાઇડને કહ્યું, પુતિન સાથે વ્યક્તિગત મુલાકાત કરવી ખૂબ જરૂરી હતી જેથી ઇરાદાઓ બાબતે કોઈ ખોટો મત ન બને.
એમણે કહ્યું, "મેં એ જ કર્યું જે હું અહીં કરવા આવ્યો હતો. પ્રથમ, એ ક્ષેત્રોની ઓળખ કરવી જેમાં બેઉ દેશો પોતાનાં હિતો અને દુનિયાનું ભલું વિચારી આગળ વધી શકે, બીજું સીધો સંવાદ કરવો. ત્રીજું, પોતાના દેશની પ્રાથમિકતા અને મૂલ્યોને સ્પષ્ટ રીતે સામે મૂકવા જે એમણે મારી પાસેથી સાંભળ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવેલનીનું મૃત્યુ થયું તો પરિણામ ભયંકર હશે - બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ બાબતના સવાલનો જવાબ આપતા બાઇડને કહ્યું કે, "રાષ્ટ્રપતિ પુતિનને ખબર છે કે એનું પરિણામ હશે."
એમણે કહ્યું કે, "જો એલેક્સી નવેલનીનું મૃત્યુ થઈ જાય તો પણ એના પરિણામ ભયંકર હશે."
એમણે કહ્યું કે, "રશિયા વિશ્વશક્તિ તરીરેક પોતાને મજબૂત કરવાની કોશિશ કરે છે પરંતુ જો હસ્તક્ષેપ કરતું રહ્યું તો એની કિંમત તરીકે એ એ દુનિયામાં પોતાની સ્થિતિ ખોઈને બેસશે."
બાઇડન અને પુતિન વચ્ચેની બેઠકમાં બેઉ દેશોએ નિષ્કાષિત કરેલા રાજનાયિકોને પાછા બોલાવવા પર સહમતી થઈ છે.
યુક્રેનને નેટો ગઠબંધનમાં પરત લાવવા બાબતે પણ ચર્ચા થઈ છે.
પુતિને બાઇડનને ટ્રમ્પથી "સાવ અલગ" અને "અનુભવી રાજનેતા" ગણાવી કહ્યું કે, "એમણે ખૂબ જ વિસ્તારથી બે કલાક વાત કરી જે તમે બહુ રાજનેતાઓ સાથે ન કરી શકો."
બેઉ દેશો વચ્ચે સાયબરસુરક્ષાને લઈને વાતચીત કરવા માટે સહમતી બની છે.
બીબીસી સંવાદદાતાના સવાલ પર ભડક્યાં પુતિન
પત્રકારપરિદમાં બીબીસી સંવાદદાતા સ્ટીવ રોજનબર્ગે સવાલ કર્યો કે, "પશ્ચિમના દેશો માને છે કે રશિયાની રાજનીતિમાં અનિશ્ચિતતાના ગુણ છે."
આ સવાલ પર પુતિને પૂછ્યું, "તમે પૂછ્યું કે પશ્ચિમના દેશો માને છે કે રશિયાની રાજનીતિમાં અનિશ્ચિતતાના છે. વર્ષ 2002માં જ્યારે અમેરિકાએ ઍન્ટિબેલાસ્ટિક મિસાઇલ સમજૂતીમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો એ અનિશ્ચિતતા હતી, શું તમે એને સ્થિરતા કહેશો? ઓપન સ્કાય સમજૂતીમાંથી પણ અમેરિકા બહાર નીકળી ગયું શું તમે આને સ્થિરતા કહેશો?"
નવેલની બાબતે પુતિને કહ્યું કે ઘટનાનું કવરેજ નિષ્પક્ષ રીતે નથી થયું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો