You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅપિટલ બિલ્ડિંગ : અમેરિકાના સંસંદભવનના બિલ્ડિંગ પર હુમલામાં એક પોલીસકર્મીનું મોત, તપાસ શરૂ
અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આવેલી કૅપિટલ બિલ્ડિંગ યાને કે સંસદભવન પર થયેલા એક હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. અન્ય એક પોલીસકર્મી જખ્મી છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
પોલીસનું કહેવું છે કે એક ગાડીએ સુરક્ષા બૅરિકેડને ટક્કર મારી અને એ પછી ડ્રાઇવરે ચાકુ વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
આ પછી પોલીસે સંદિગ્ધ પર ગોળીઓ ચલાવી જેમાં તેનું મોત થયું.
હુમલો કરનારની ઓળખ કરી લેવામાં આવી છે. અને તેઓ 25 વર્ષીય નોઆહ ગ્રીન નામની વ્યક્તિ છે.
અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝે હુમલાખોરની ઓળખની પુષ્ટિ કરી છે.
અધિકારીઓના કહેવા મુજબ હુમલાખોરનો કોઈ પોલીસ રૅકર્ડ નથી અને તેમને સેના સાથે કોઈ સંબંધ હોય તેમ પણ સામે નથી આવી રહ્યું.
દરમિયાન વૉશિંગ્ટન ડીસીના મૅટ્રોપોલિટન પોલીસ વિભાગના કાર્યકારી વડા રોબર્ડ કૅન્ટીએ પત્રકાર પરિષદમાં કહ્યું, "હુમલો સુરક્ષાદળો પર હતો કે કોઈ અન્ય પર પણ અમે તેની ઊંડાણપૂર્વક તપાસ કરીશું. અમે તપાસ કરવાની જવાબદારી છે."
હુમલામાં માર્યા જનાર પોલીસની ઓળખને પણ જાહેર કરી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રેસ કૉન્ફરન્સમાં કાર્યકારી કૅપિટલ પોલીસ પ્રમુખ યોગાનંદ પિટમૈને આ વિશે વાત કરતાં કહ્યું કે, ઑફિસર વિલિયમ બિલી ઇવાંસ નથી રહ્યા એનું એમને અત્યંત દુખ છે.
વિલિયમ બિલી ઇવાંસ છેલ્લા 18 વર્ષથી પોલીસમાં સેવા આપી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
'આ આતંક ઘટના નથી લાગતી'
શુક્રવારે પત્રકારપરિષદમાં વૉશિંગ્ટન ડીસીના કાર્યકારી પોલીસ પ્રમુખે કહ્યું કે, આ હુમલાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી દેખાઈ રહ્યો.
શહેરના મેટ્રોપૉલિટન પોલીસ વિભાગના કાર્યકારી પ્રમુખે કહ્યું કે, "આ હુમલો કાનૂન સ્થાપિત કરનારી સંસ્થા પર કરવામાં આવ્યો હોય કે અમારી પર, અમારી એ જવાબદારી છે કે તમામ વિગતો મેળવીએ અને એ જ કરીશું."
હુમલાને પગલે કૅપિટલ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
નજરે જોનાર લોકો મુજબ કૉન્સ્ટિટ્યૂશન એવન્યુના પ્રવેશ પૉઇન્ટ આગળ વાહને બૅરિકેડને ટક્કર મારી હતી. આ જ એ જગ્યા છે જ્યાંથી દરરોજ સૅનેટરો અને સ્ટાફ બિલ્ડિંગમાં જાય છે.
જોકે, હાલ કૉંગ્રેસ સ્થગિત છે જેના લીધે સંસદ ભવનમાં નેતાઓની સંખ્યા ખાસ નથી.
રાષ્ટ્રપતિ બાઇડન દિવસે જ કૈમ્પ ડેવિડમાં એક કાર્યક્રમ માટે રવાના થઈ ગયા હતા.
જોકે, કેટલાક પત્રકારો, શ્રમિકો અને કૅપિટલ હિલના કર્મચારીઓ ત્યાં કદાચ હોઈ શકે છે.
સ્થાનિક સમય અનુસાર બપોરે એક વાગે કૅપિટલ પોલીસની ઍલર્ટ સિસ્ટમે તમામ નેતાઓ અને એમના સ્ટાફને ઇમેલ કર્યો કે તેઓ ઇમારતની બારીઓ અને દરવાજાઓથી દૂર થઈ જાય. બહાર હાજાર તમામ લોકોને સુરક્ષિત સ્થળોએ સંતાઈ જવાનું જણાવવામાં આવ્યું હતું.
ઘટનાસ્થળથી આવી રહેલા ફૂટેજમાં હવામા હૅલિકોપ્ટર ઊડતું દેખાયું અને બે લોકોને સ્ટ્રેચર પર ઍમ્બુલન્સમાં લઈ જતા જોવામાં આવ્યા.
ત્યાં હાજર લોકોને વિસ્તાર ખાલી કરી દેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 6 જાન્યુઆરીએ કૅપિટલ બિલ્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની એક ભીડ ઘૂસી ગઈ હતી અને તોફાન મચાવ્યું હતું.
મૃત્યુ પામનાર પોલીસ ઑફિસરના માનમાં કૅપિટલ હિલ પરનો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરી દેવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો