વૉટ્સઍપ : નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવા 15 મે સુધી સમય, ન સ્વીકારવા પર શું થશે?

વૉટ્સઍપ પોતાની પ્રાઇવેસી પૉલિસીને અપડેટ કરી રહ્યું છે અને આ પૉલિસીને જો 15 મે સુધી સ્વીકારવામાં નહીં આવે તો યૂઝર મૅસેજ મોકલી પણ નહીં શકે અને તેને કોઈના મૅસેજ મળી પણ નહીં શકે.

આવું ત્યાં સુધી થશે જ્યાં સુધી યૂઝર નવી શરતોને સ્વીકારી ન લે.

યૂઝર શરતો નહીં સ્વીકારે ત્યાં સુધી તેમનું વૉટ્સઍપ અકાઉન્ટ નિષ્ક્રિય રહેશે અને 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે.

થોડા સમય માટે ફોન કૉલ અને નૉટિફિકેશન મળી શકશે. જોકે, ટેકક્રન્ચના રિપોર્ટ પ્રમાણે આ પણ માત્ર થોડાં અઠવાડિયાં સુધી જ થઈ શકશે.

વિવાદોમાં વૉટ્સઍપ

વૉટ્સઍપે જાન્યુઆરીમાં અપડેટ અંગે જાહેરાત કરી હતી અને ત્યારબાદ ભારે વિવાદ પણ થયો હતો.

લોકોને શંકા છે કે નવી પ્રાઇવેસી પૉલિસીનો સ્વીકાર કરવાથી તેમનો ડેટા સુરક્ષિત નહીં રહે.

જોકે, ફેસબુકનું સ્વામિત્વ ધરાવતી કંપની વૉટ્સઍપે લોકોને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે નવી પૉલિસીથી સામાન્ય ચૅટ પર કોઈ અસર નહીં પડે.

નવી પૉલિસી બિઝનેસ અકાઉન્ટમાં પૅમેન્ટ માટે અપડેટ કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો