You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી
અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે સેનેટમાં મતદાન થયું હતું જેમાં રિપબલિકન્સ પાર્ટીના નેતાઓએ પણ મહાભિયોગમાં ટ્રમ્પની વિરુદ્ધમાં મત નાખ્યો હતો.
બુધવારે આ પ્રક્રિયાને આગળ વધારીને ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રમ્પના સમર્થકોએ કૅપિટલ બિલ્ડિંગમાં હુમલો કર્યો તેના નવા વીડિયો સામે આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાપરવામાં આવેલા શબ્દો અને ટ્વીટનો તેમની વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડૅમોક્રૅટ્સે કેસની દલીલ રજૂ કરતા કહ્યું કે ટ્રમ્પે 'મુખ્ય પ્રોત્સાહક' તરીકે એ દિવસે અને તે પહેલાં કામ કર્યું હતું.
હુમલાને લઈને ભાવનાત્મક જુબાની આપવામાં આવી રહી હતી. આ દરમિયાન મહાભિયોગની કાર્યવાહીના મૅનેજર્સે હિંસાના વિવિધ ભાગોને જોડ્યા હતા.
સિક્યુરિટીને લગતા અનેક વીડિયોને હાલ સુધી જાહેર કરાયા ન હતા. તેમને જાહેર કરવામાં આવ્યા જેમાં જોવા મળ્યું કે કેવી રીતે તોફાનીઓ અમેરિકાના ધારાસભ્યો સુધી પહોંચી ગયા.
ડેલિગેટ સ્ટેસી પ્લાસ્કેટે પુરાવાઓને રજૂ કરતા કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ હિંસાને "જાણી જોઈને પ્રોત્સાહન આપ્યું હતું".
મુખ્ય પ્રોસિક્યૂટર મૅનેજર જેમી રાસ્કીને દલીલ કરી હતી કે ગત મહિને થયેલી હિંસા દરમિયાન ટ્રમ્પ 'નિર્દોષ મૂકપ્રેક્ષક' ન હતા પરંતુ તેમણે તે લોકોની પ્રશંસા કરી, તેમને પ્રેરણા આપી અને કેળવ્યા પણ હતા.
મેનેજરે સોશિયલ મીડિયા પોસ્ટનો ઉપયોગ કરીને દેખાડ્યું કે ચૂંટણી એ મોટું જૂઠાંણું છે અને તેમની પાસેથી ચોરી લેવામાં આવ્યું તે વાતને તેમણે અનેક અઠવાડિયા સુધી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલો આ અઠવાડિયાના અંતમાં પોતાનો બચાવ રજૂ કરશે. પરંતુ તેમણે પહેલાં જ કહ્યું છે કે તેમની વિરુદ્ધ ચાલી રહેલી સુનવણી રાજકીય રીતે પ્રેરિત અને ગેરબંધારણીય છે.
આ પૂર્વે અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી ચલાવતા પહેલા અમેરિકાની સેનેટે માન્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચલાવવામાં આવનારી મહાભિયોગની કાર્યવાહી બંધારણીય છે અને તેમણે સંપૂર્ણ કાર્યવાહીની પરવાનગી આપી હતી.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે દલીલ કરી હતી કે તેમણે વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રાયલનો સામનો કરવાનો થતો નથી.
સેનેટમાં મતદાન થતા 56-44ની બહુમતીથી મહાભિયોગની કાર્યવાહી આગળ વધારવાની પરવાનગી મળી હતી. કેટલાંક રિપબ્લિકન્સે પણ તેનું સમર્થન કર્યું હતું.
ગયા મહિને અમેરિકી કૉંગ્રેસ કૅપિટલ હિલ્સમાં તોફાન થયું હતું ત્યારે ટ્રમ્પ પર "બળવાને ઉશ્કેરવાનો" આરોપ મૂકાયો હતો.
ટ્રમ્પે 6 જાન્યુઆરીએ આપેલા ભાષણના વીડિયો અને કથિતરૂપે તેમના કેટલાક ટેકેદારો દ્વારા આચરવામાં આવેલા હંગામાના એ વખતના દ્રશ્યોને પુરાવો અને આધાર બનાવી ડેમૉક્રેટ્સે કેસ ચલાવવાની કામગીરીની માગ કરી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આ પ્રક્રીયામાં મૂકવાં ગેરબંધારણીય છે અને ડેમૉક્રેટ્સ પર આરોપ મૂક્યો હતો કે આ રાજકીય રીતે પ્રેરિત છે. .
છ રિપબ્લિકન્સ ટ્રાયલને આગળ વધારવા માટે મતદાનમાં ડેમૉક્રેટ્સ સાથે જોડાયા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો