જો બાઇડન: રાષ્ટ્રપતિ બનવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણય બદલ્યા

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પદભાર સંભાળતાની સાથે જ પોતાના પૂરોગામી ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક નીતિઓને પલટવાનું કામ શરૂ કરી દીધું હતું.
શપથગ્રહણ સમારંભ બાદ કામકાજ માટે વ્હાઇટ-હાઉસ પહોંચ્યા હતા. બાઇડને ટ્વિટર ઉપર લખ્યું, "આપણે આપણી સામેના મોટા સંકટને પહોંચી વળવાનું છે. આપણી પાસે વેડફવા માટે સમય નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કોવિડ-19ને કારણે રાષ્ટ્રપ્રમુખના શપથસમારંભ માટે આમંત્રિતોની યાદી ટૂંકી હતી. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા તથા બિલ ક્લિન્ટન ઉપરાંત ટ્રમ્પ સરકારમાં ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ પણ શપથવિધિ સમારંભમાં હાજર રહ્યા.
રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ તેમણે 15 જેટલા ઍક્ઝિક્યુટિવ ઑર્ડર ઉપર હસ્તાક્ષર કર્યાં. જેમાં ટ્રમ્પ સરકારની ઇમિગ્રૅશન સંબંધિત નીતિ, કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકારી સહાય તથા જળયવાયુ સંબંધિત આદેશોનો સમાવેશ થાય છે.
અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બાઇડન કાળા રંગનો માસ્ક પહેરીને ઑવલ ઑફિસ (અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની કચેરી) પહોંચ્યા. જ્યાં તેમણે પત્રકારને જણાવ્યું કે કોવિડ, જળવાયુ પરિવર્તન ઉપરાંત આર્થિક સંકટ તેમની સરકારની પ્રાથમિક્તા છે.
બાઇડનના કેવા પ્રમાણે, "ટ્રમ્પ સરકારના નિર્ણયોને કારણે દેશને નુકસાન થયું છે અને તેને પલટવા માટે તથા દેશને આગળ વધારવા માટે તેમની સરકાર કામ કરશે."

કોરોના સામે કામગીરી

ઇમેજ સ્રોત, Reuters
કોરોના વાઇરસની મહામારીને પગલે તમામ સરકારી કચેરીપરિસરમાં માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય કરી દેવાયું છે. કોરોનાને કારણે અમેરિકામાં અત્યારસુધીમાં ચાર લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કોરોનાના પડકારને પહોંચવી વળવા તથા સંકલનને વધુ સુદૃઢ બનાવવા માટે અલગથી તંત્ર ઊભું કરવાનો નિર્ણય પણ બાઇડને લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનથી અલગ થવાની કામગીરી હાથ ધરી હતી, તેને અટકાવવા માટે પણ બાઇડન કાર્યવાહી કરશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ ઍન્ટાનિયો ગુટેરેસે બાઇડન સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમના પ્રવક્તા સ્ટિફન દુજારિકકના કહેવા પ્રમાણે, વધુ સંકલિત વૈશ્વિક કાર્યવાહીમાં આ નિર્ણય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય

ઇમેજ સ્રોત, Reuters
- ટ્રમ્પે 13 જેટલા મુસ્લિમ રાષ્ટ્રના ઇમિગ્રન્ટના અમેરિકામાં આગમન ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. તેમની નીતિઓને કારણે અનેક ઇમિગ્રન્ટ્સ તેમના સંતાનથી વિખૂટા પડી ગયા હતા. આ સિવાય મૅક્સિકો સાથેની સરહદે લાંબી દિવાલનું નિર્માણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બાઇડને આ નિર્ણયોને પલટી નાખ્યા છે.
- સપ્ટેમ્બર મહિના સુધી સ્ટુડન્ટ લૉનમાં તથા માર્ચ મહિના સુધી મૉરેટૉરેયિમને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- વર્ષ 2015માં જો બાઇડન અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે અમેરિકા 'પેરિસ જળવાયુ સંધિ'માં સામેલ થયું હતું. વર્ષ 2017માં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા આ સંધિમાંથી ખસી ગયું હતું.
હવે બાઇડને આ સંધિમાં ફરી સામેલ થવા સંબંધિત કાર્યવાહી હાથ ધરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

ઇમેજ સ્રોત, Reuters
- 2019માં ટ્રમ્પે અમેરિકા-કૅનેડા વચ્ચે આઠ અબજ ડૉલરના ખર્ચવાળી 1900 કિલોમીટર લાંબી કિસ્ટૉન ઍક્સેલ ઑઈલ પાઇલપાઇન નાખવા સંબંધે કરાર કર્યા હતા. આન કારણે ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં 17 ટકા જેટલો વધારો થવાની આશંકા હોવાથી પર્યાવરણવિદ્દો તથા અમેરિકાના મૂળનિવાસી તેનો વિરોધ કરી રહ્યા હતા. બાઇડને પાઇપલાઇનનો પ્રૉજેક્ટ રદ કરી દીધો છે.
બાઇડન આ સંદર્ભે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે સપ્તાહાંત સુધીમાં વાતચીત કરશે. ટ્રુડો એવા પ્રથમ વિદેશી નેતા હશે, જેની સાથે બાઇડન વાત કરશે.
- સંઘીય યોજનાઓ તથા સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનો વંશીય ભેદભાવ ન થાય તે માટેના આદેશ ઉપર પણ હસ્તાક્ષર કર્યાં છે. બાઇડન સરકારમાં પ્રૅસ સૅક્રેટરી જેન સાકીએ જણાવ્યું કે 'આગામી દિવસોમાં બાઇડન અનેક મહત્ત્વપૂર્ણ બાબતો સંબંધિત ઍક્ઝિક્યુટિવ ઑર્ડર ઉપર હસ્તાક્ષર કરશે.'



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












