કૃષિકાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની સરકારની ફૉર્મ્યુલા ખેડૂતોએ ફગાવી

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY

ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિવાદિત કૃષિકાયદા એકથી દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો છે.

કૃષિકાયદાઓને રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવવાની સાથે ત્રણેય કૃષિકાયદા સંપૂર્ણપણે રદ કરીને તમામ ખેડૂતોને પાક પર લાભદાયક MSP મળી રહે તે માટે કાયદો બનાવવાની વાત કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

નોંધનીય છે કે પાછલા 58 દિવસોથી ભારતનાં જુદાં જુદાં રાજ્યોના ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓને પાછા ખેંચી લેવાની માગ સાથે પાટનગર દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે.

સરકાર અને ખેડૂત સંગઠનોના આગેવાનો વચ્ચે ઘણી વખત વિવાદનો અંત લાવવા અને વચ્ચેનો માર્ગ કાઢવા માટે ચર્ચા થઈ પરંતુ આ વિવાદનો કોઈ ઉકેલ આવી શક્યો નથી.

પાછલા 58 દિવસ દરમિયાન આ આંદોલનકારી ખેડૂતો પૈકી કેટલાકનાં સ્થળ પર જ મૃત્યુ થયાં છે જ્યારે અમુક ખેડૂતોએ પોતાના જીવન ટૂંકાવી લીધા હોવાના બનાવો પણ બન્યા છે.

ખેડૂત સંગઠન અને પોલીસ પ્રશાસન વચ્ચે થયેલી બેઠકમાં પોલીસે દિલ્હીમાં પ્રવેશ ન કરવાની વાત કરી જ્યારે ખેડૂતોએ સામે દિલ્હીના રિંગ રોડ પર પરેડ કરવાની વાત દૃઢતાપૂર્વક મૂકી છે.

ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો છે કે કૃષિકાયદાઓ પાછા ખેંચવાની માગ સાથે શરૂ થયેલ આંદોલન હવે દેશવ્યાપી થઈ ચૂક્યો છે. કર્ણાટક, ઉત્તરાખંડ, ઓડિશા અને કોલકાતાના ખેડૂત સંગઠનો દ્વારા આ આંદોલનને સમર્થન કરાયું છે.

line
કંગના રણૌત

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ પોલીસે પીઢ લેખક અને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા કરાયેલ બદનક્ષીના કેસમાં બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતને સમન કર્યાં છે.

મુંબઈ મિરરના એક અહેવાલ અનુસાર કંગનાને જુહુ પોલીસ સમક્ષ 22 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવાયું છે.

નોંધનીય છે કે જાવેદ અખ્તરે બદનક્ષીભરી અને આધારવિહોણી ટિપ્પણીઓ કરવા મામલે અંધેરી મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ સમક્ષ કંગના વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી.

અખ્તરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે પાછલા વર્ષે જૂન માસમાં સુશાંત સિંહ રાજપૂતના મરણ બાદ કંગનાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની એક આંતરિક ટોળકી અંગે વાત કરતી વખતે તેમનું નામ લીધું હતું.

ફરિયાદ અનુસાર કંગનાએ ખોટો દાવો કર્યો હતો કે અભિનેતા હૃતિક રોશન સાથે તેમના સંબંધો અંગે ચૂપ રહેવા માટે જાવેદ અખ્તરે તેમને ધમકાવ્યાં છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંગનાનાં આ નિવેદનોથી અખ્તરની છબિ ખરડાઈ છે.

આ મામલે કોર્ટે ડિસેમ્બર, 2020માં જુહુ પોલીસને તપાસ કરી પોતાનો રિપોર્ટ 16 જાન્યુઆરીએ સોંપવા માટે જણાવ્યું હતું. જોકે, બાદમાં કોર્ટે પોલીસને 1 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.

નોંધનીય છે કે પોતાનાં ટ્વીટ અને નિવેદનોને કારણે પાછલા અમુક સમયથી કંગના ઘણા વિવાદોમાં સપડાઈ ચૂક્યાં છે અને તેમની વિરુદ્ધ અનેક કેસ દાખલ થઈ ચૂક્યા છે.

line

કોરોનાની રસી લેનાર હેલ્થ-વર્કરનું મૃત્યુ, તંત્રએ કહ્યું 'વૅક્સિન સાથે સંબંધ નથી'

કોરોના વાઇરસ રસીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એનડીટીવીના અહેવાલ અનુસાર તેલંગણાના નિર્મલ જિલ્લામાં કોરોના વાઇરસની રસી લીધા પછી 42 વર્ષીય હેલ્થ-વર્કરનું મૃત્યુ થયું છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આનો કોરોના વાઇરસની વૅક્સિન સાથે કોઈ સંબંધ નથી.

આ હેલ્થ-વર્કરને મંગળવારે સવારે 11.30 વાગ્યે પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં રસી આપવામાં આવી હતી. બુધવારે સવારે અઢી વાગ્યે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

આરોગ્ય અધિકારી જી શ્રીનિવાસ રાવે કહ્યું કે તેમને જ્યારે સાડા પાંચ વાગે હૉસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મૃત્યુને વૅક્સિન સાથે કોઈ સંબંધ નથી. ગાઇડલાઇન્સ અનુસાર ડૉક્ટરોની ટીમ તરફથી પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.

રસીકરણ પછી થતી આડ અસરને ચકાસવા બનાવેલી કમિટી આ કેસને જોઈ રહી છે અને પોતાનો અહેવાલ રાજ્યની કમિટી સમક્ષ રજૂ કરશે. આ કમિટી કેન્દ્ર સરકારની કમિટીને અહેવાલ મોકલશે.

line

અશાંત ધારામાં ફેરફાર પર ગુજરાત હાઈકોર્ટેનો સ્ટે

ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે વિવાદિત અશાંત ધારાના કાયદામાં કરાયેલા સુધારાના અમલના જાહેરનામા પર સ્ટે આપ્યો છે.

જમિયત-એ-ઉલેમા-એ-હિંદનું કહેવું છે કે આ સુધારા ભારતીય બંધારણનાં મૂલ્ય, સમાનતાના અધિકાર, બંધારણીય નૈતિકતાનું અપમાન કરે છે.

અશાંત ધારાનો કાયદો જ્યાં લાગુ કરવામાં આવે છે તે વિસ્તારમાં એક ધર્મની વ્યક્તિ બીજા કોઈ ધર્મની વ્યક્તિને પોતાની સંપત્તિ વેચી શકતી નથી અને જો વેચવી હોય તો તેણે સરકારની પરવાનગી લેવી પડે છે.

ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે ત્રીજી ફેબ્રુઆરી સુધી કોઈ જાહેરનામું બહાર પાડવામાં ન આવે.

line

કૃષિકાયદાને દોઢ વર્ષ માટે રોકવાનો પ્રસ્તાવ, કૃષિમંત્રીએ શું કહ્યું?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, EPA

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ખેડૂત આંદોલનને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે કૃષિકાયદાઓને દોઢ વર્ષ માટે રોકવાની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી સામે ખેડૂતોએ ચર્ચા કરવાની ના કહેતા, સરકારે ખેડૂતોના નેતાઓ અને સરકારની જૉઇન્ટ પૅનલ બનાવવાની ભલામણ કરી છે.

આ જૉઇન્ટ પૅનલ પોતાનો અહેવાલ આપશે ત્યાં સુધી કૃષિકાયદાઓનો અમલ નહીં થાય.

બંને પક્ષો હવે ફરીથી શુક્રવારે એટલે કે 22 જાન્યુઆરીએ મળવા માટે તૈયાર થયા છે.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "અમે 22 જાન્યુઆરીએ નિરાકરણ તરફ જઈએ તેવી આશા રાખીએ છીએ"

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો