શું અમેરિકાની સંસદ પર હુમલાની ઘટના પોલીસના બેવડા વર્તનનો પુરાવો છે?

ઇમેજ સ્રોત, VIDEO GRAB
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગટન ડીસીથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કૅપિટલ હિલ પર હુમલાની ઘટનાને ઘણા લોકો થર્ડ વર્લ્ડ એટલે કે ત્રીજા વિશ્વની ઘટના સમાન જોઈ રહ્યા છે.
એક ટ્વીટમાં લખાવમાં આવ્યું છે કે, ટ્રમ્પ એક ત્રીજા વિશ્વ - કૉમ્યુનિસ્ટ સરમુખ્તયારની જેમ વર્તન કરી રહ્યા છે. તેમને મતગણતરી પહેલાં જ જીતનો દાવો કરી નાખ્યો હતો.
ચૂંટણી પરિણામો નહીં સ્વીકારવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તીવ્ર આલોચના થઈ રહી છે.
તેમના સમર્થકોનો એક મોટો વર્ગ માને છે કે ચૂંટણીમાં ગેરરિતી થઈ છે. પોતાના નેતાના પાયાવિહોણા દાવાઓ પર તેમને ભરોસો હતો.
બુધવારની ઘટના દેશના રાજકીય અને વૈચારિક વિભાજનને દેખાડે છે, જ્યાં અરાજકતાની તસવીરોએ શરમમાં નાખ્યા છે અને આત્મનિરીક્ષણ કરવા માટે મજબૂર કર્યા છે.
ત્રીજું વિશ્વ શબ્દનો ઉપયોગ કરવાથી એવી જગ્યાની તસવીર આંખ સામે આવે છે જ્યાં સંસ્થાઓ બરબાદ થઈ ગઈ છે અને શાસનવ્યવસ્થા અસ્તવ્યસ્ત છે.
ફલોરિડાના સાંસદ માર્ક રુબિયોએ ટ્વીટ કર્યું, કૅપિટલ હિલ પર જે થઈ રહ્યું છે, તેમાં દેશભક્તિ જેવું કંઈ નથી. આ ત્રીજા વિશ્વની અમેરિકા-વિરોધી અરાજકતા છે. આ ટ્વીટ પર ઘણી પ્રતિક્રિયા આવી છે.

પરતું શું ત્રીજું વિશ્વ એટલું ખરાબ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઘટના પર લેખક આતિશ તાસીર કહે છે, આવું ત્રીજા વિશ્વના દેશોમાં પણ નહીં થાય.
તેઓ કહે છે, મેં પાકિસ્તાનમાં એવી ચૂંટણીઓ જોઈ છે જેમાં લોકો માર્યા ગયા છે, ગેરરિતી થઈ છે, ગોળીઓ ચલાવવામાં આવી છે....(પરતું) આ પોતાની રીતની એક ઘટના છે.
શ્રુતિ રાજગોપાલને માર્ક રુબીયોના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું ત્રીજા વિશ્વમાં મોટી થઈ છું અને હું તમને ખાતરી આપું છું કે અમે ચૂંટણી બાદ આ રીતે સત્તા હસ્તાંતરણ કરતા નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કોઈએ પૂછ્યું, ત્રીજા વિશ્વની એક ગર્વિત પ્રોડક્ટ તરીકે કહીશ કે કૃપા કરીને આ બધું ન કહો. આ ઝેનોફોબિક છે (પોતાનાથી અલગ કોઈ વ્યક્તિ અથવા વિદેશીથી ગભરાટ અથવા અણગમો વ્યક્ત કરવો).
શીત યુદ્ધ બાદ સંગઠન વગરના દેશો ત્રીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા પરતું હવે આ શબ્દનો વ્યાપક રીતે વિકાસશીલ વિશ્વ અથવા ઓછી અથવા ઓછી-મધ્યમ-વર્ગની આવકવાળા દેશ માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વિશ્વના અમુક ભાગોને સંસ્કારી પશ્ચિમી દેશોની સરકારોની સરખામણીમાં વધુ અરાજક અને તખ્તાપલટા માટે સંવેદનશીલ દર્શાવવા માટે ત્રીજા વિશ્વ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

પરતું શું અમેરિકા અને પશ્ચિમી દેશના લોકોએ પોતાના હિંસક ઇતિહાસ પર ધ્યાન ન આપવો જોઈએ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જેરૂસલેમ પોસ્ટના સંપાદક શેઠ ફ્રેન્ટ્ઝમેને લખ્યું છે કે, "ફક્ત 100 વર્ષ પહેલાં મોટાભાગના પશ્ચિમી દેશો એ જ પ્રકારે અરાજકતા અને બળવાખોર પ્રયાસોથી ભરેલા હતા જે આજે વૉશિંગ્ટનમાં જોવા મળ્યું છે."
તેમણે લખ્યું છે, "1920 અને 1930ના દાયકામાં યુરોપમાં અરાજકતા વિશ્વ યુદ્ધ અને હોલોકૉસ્ટ તરફ લઈ ગઈ. એ જ રીતે અમેરિકામાં 1920 અને 1930ના દાયકા હિંસા અને ઉગ્રવાદથી ભરેલા હતા."
"એ પણ યાદ રાખવું જોઈએ કે સ્વિટ્ઝરલૅન્ડમાં મહિલાઓએ 1971માં મત આપવાનો અધિકાર મેળવ્યો, સ્પેનમાં 1978માં લોકશાહીની સ્થાપના થઈ અને ગ્રીક કર્નલોએ 1974 સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. ઉત્તર આયરલૅન્ડમાં રાજકીય હિંસા 1990ના દાયકામાં સમાપ્ત થઈ હતી અને 1990ના દાયકામાં પૂર્વ યુરોપમાં લોકશાહી આવી હતી."
"અમેરિકાની અરાજકતાને ત્રીજી દુનિયા કહેવું ખૂબ જ સરળ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઊભા થયેલા મુદ્દાઓ અમેરિકાના હૃદય સાથે જોડાયેલા છે પછી ભલે પછી તે એટલા માટે કે તે પૈકી અમુક 'હૃદયભૂમિ'માં પેદા થયા છે, અથવા ન્યૂયૉર્ક શહેરના એક પ્રૉપર્ટી માલિકથી શોમૅન બનેલી વ્યક્તિના કારણે જેઓ રાષ્ટ્રપતિપદની ભૂમિકા ગૉડફાધર ફિલ્મની જેમ નિભાવી રહ્યા હતા.

કૅપિટલ હિલની હિંસા પોલીસના બેવડા વર્તનનો પુરાવો છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા પણ એવો દેશ છે જે માનવાધિકારો, પ્રૉફેશનલ તાકાતો અને લોકતાંત્રિક માપદંડો પર ચાલવાને લઈને બીજાને ભાષણો આપે છે. પરંતુ જ્યૉર્જ ફ્લૉયડ, બ્રેઓના ટેલર અને આવી અન્ય હત્યાઓને લઈને ‘બ્લૅક લાઇવ્સ મૅટર’ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ કરવાને કારણે અમેરિકાની પોલીસ ટીકાનું પાત્ર બની છે.
અમેરિકન પોલીસના હાથથી દર વર્ષે સેંકડો લોકો મરે છે પરંતુ કેટલાક મામલામાં જ અધિકારી આપરાધિક આરોપોનો સામનો કરે છે.
2019 એક બ્લૅક મહિલાને તેમના બેડરૂમની બારીથી પોલીસે ગોળી મારી દીધી હતી. ગયા વર્ષે પોલીસે એક બ્લૅક વ્યક્તિને ગોળી મારી દીધી અને પોલીસ પ્રમાણે આવું એક ઘરેલુ ઘટનાની પ્રતિક્રિયાના ભાગરૂપે બન્યું હતું.
આ ઘટનાઓની બુધવારે હજારો ટ્રમ્પ સમર્થકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સાથે તુલના કરીએ તો જ્યાં મોટા ભાગના શ્વત લોકો પોલીસ સાથે બાખડી પડ્યા, કૅપિટલ બિલ્ડિંગના અંદરના ભાગોમાં તોડફોડ કરી, દીવાલો પર ચઢી ગયા, બારીઓ તોડી નાખી અને ઇમારતમાં ફેલાઈ ગયા.
તાસીરે કહ્યું, “આપણે એક સમુદાય સાથે એવું વર્તન જોયું જે આ પ્રકારના ગંભીર અપરાધ માટે કોઈ અન્ય સમુદાય સાથે નથી કરાયું.”

ઇમેજ સ્રોત, Getty Images
એક દિવસ બાદ હું કૅપિટલ હિલ બહાર જેસી જેમ્સને મળ્યો. તેમણે પોતાની જાતને ટ્રમ્પના બૅનર વડે ઢાંકેલી હતી. એક દિવસ પહેલાં જ તેઓ એવા હજારો લોકો સાથે હાજર હતા, જેમણે કૅપિટલ હિલની સુરક્ષા તોડી હતી.
જેમ્સનો દાવો છે કે તેઓ કોઈ હિંસામાં સામેલ નહોતા.
તેમણે કહ્યું, “લોકો બસમાં ફરી રહ્યા હતા. તેઓ સીડીઓ પર ઊભા હતા કારણ કે અમને લાગ્યું કે અમે સીડીઓ પર ઊભા રહી શકીએ છીએ. અમને કોઈએ ઊતરી જવા નહોતું જણાવ્યું.”
“નૅશનલ ગાર્ડ કહી રહ્યા હતાં કે તેઓ ત્યાં હતા. મેં તો તેમને ક્યાંય ન જોયા. કદાચ તેઓ હશે પરંતુ મેં તો ન જોયા.”
ઍક્ટિવિસ્ટ આને પોલીસનું બેવડું વર્તન ગણાવી રહ્યા છે અને ત્રીજું વિશ્વ આ વાત નોટિસ કરી રહ્યું છે.

'જો કોઈ આફ્રિકન-અમેરિકને કૅપિટલ હિલ પર હુમલો કર્યો હોત તો?'

ઇમેજ સ્રોત, Getty Images
રિપબ્લિકન શહાબ કરનીએ કહ્યું, “જો કોઈ આફ્રિકન-અમેરિકને કૅપિટલ હિલનો એક કાચ પણ તોડ્યો હોત તો વિચારો પોલીસે અને નૅશનલ ગાર્ડની પ્રતિક્રિયા શું હોત. વૉશિંગટન ડીસી સળગી રહ્યું હોત.”
તેમણે કહ્યું, “હાલ જે પગલાં લેવાયાં તે એક દગો છે. એવું લાગી રહ્યું છે કે અમેરિકા બે ભાગોમાં વિભાજિત થઈ ગયું છે અને વચ્ચે એક લાઇન ખેંચાઈ ગઈ છે.”
નૅશનલ જિયોગ્રાફિકના એક લેખમાં રાનિયા અબુઝીદ પૂછે છે કે શું આ ઘટના શહેરની છબિને પરિભાષિત કરે છે.
તેઓ લખે છે, “બગદાદ, બેરુત, બોગોટા જેવાં શહેરોને અવારનવાર તેમની સાથે જોડાયેલી ખરાબ યાદોથી પરિભાષિત કરવામાં આવે છે. તેમનાં નામો જાણે કોઈ એક સમયના પર્યાયવાચી હતાં. શું વૉશિંગટન ડીસીનું નામ પણ આ યાદીમાં નાખી દેવામાં આવે?”
“શું હવે તમામ શ્વેત અમેરિકાનોને અમુક લોકોના કારણે તોફાની કહેવા લાગીએ અને તેમના સાથી અમેરિકનોના ગુના માટે તેમની પાસેથી માફી મગાવીએ?”
આ બધું ભલે કેટલું પણ ખરાબ રહ્યું હોય પરંતુ આતિશ તાસીર તેમા આશા જુએ છે કે એક ખુરશ પર બેઠેલા રાષ્ટ્રપતિ દ્વારા પોતાના પક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ પર ચૂંટણી પરિણામો રદ કરાવવાના દબાણ છતાં સિસ્ટમ જળવાઈ રહી.
તેમણે કહ્યું, “સંદેશ છે... સંસ્થાઓ, સંસ્થાઓ, સંસ્થાઓ.”
હડસન ઇન્સ્ટિટ્યૂટનાં અર્પણા પાંડે કહે છે, “લોકતંત્રની પરિસ્થિતિ દરેક સ્થળે નાજુક અવસ્થામાં છે.”
“બહુ પહેલાં જ્યારે બેંજામિન ફ્રેંકલિનને પૂછવામાં આવ્યું કે અમેરિકા શું છે તો તેમણે જવાબ આપ્યો - ‘એક ગણતંત્ર, જો આપ તેને જાળવી રાખો તો.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













